Monday, August 10, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

સરપંચે ગામ બદલી નાંખ્યુ ને ભાજપની કિન્નાખોરીનો ભોગ બન્યા

પંચાયતની પંચાત વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણની સાથે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મારમારવાની ધમકી આપી તે અંગે પોલીસે ફરિયાદ નહીં નોંધાવતાં ગુજરાત વડી અદાલતમાં ફરિયાદ કરવાની તૈયારી થઈ રહી છે. સરપંચે મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનને ફરિયાદ કરી છે. સરપંચે ભાજપના ધારાસભ્ય સામે બાંયો ચઢાવી હોય તેવો ઘાટ સર્જાયો છે. લવાલના સરપંચે...

ઊંઝા-સિદ્ધપુર હાઇવે પર મગફળીથી ભરેલી ટ્રકમાં આગ

ગુજરાત રાજ્યમાં ઘણાં સમયથી મગફળી કાંડના પડઘાં પડ્યાં કરે છે અને તેની વચ્ચે વધુ એક મગફળી કાંડ સર્જાયો કે કેમ એ પ્રશ્ન ઊભો થયો છે. કરોડો રૂપિયાના મગફળી કાંડનો વિવાદ હજુ શાંત પડ્યો છે, ત્યાં જ ઊંઝા-સિદ્ધપુર હાઈવે ઉપર મગફળી ભરેલી ચાલુ ટ્રકમાં આગ લાગતા વિવાદ છંછેડાયો છે. ઊંઝાના મકતુપુર ગામ નજીકના ગોડાઉનમાંથી ભરેલી નીકળેલી ટ્રક હજુ તો ઝડપ પકડે એ પહેલાં જ...

ભાગી ગયેલા 21,000 આરોપીઓને પકડવામાં પોલીસ નિષ્ફળ

ગુજરાત પોલીસ ભાગતાં ફરતાં આરોપીઓને પકડવામાં સદંતન નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં 21 હજાર આરોપીઓ એવા છે કે જેને પોલીસ પકડી શકી નથી. સરકારે રાજ્યમાં ર૧૦૦૦થી વધુ નાસતા ફરતા આરોપીઓને રાજ્યવ્યાપી સઘન ઝૂંબેશ હાથ ધરી પકડી પાડવા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમ્યાન આવા આરોપીઓને શોધી કાઢવા જિલ્લાવાર ટીમ બનાવીને હ...

IAS અધિકારી વી. જે. રાજપૂત કૌભાંડ બદલ ફરજમોકૂફ

ગુજરાતમાં ભ્રષ્ટાચાર વ્યાપક બની ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના તત્કાલિન કમિશનર ૨૦૦૯ની બેચના આઇ.એ.એસ. અધિકારી વી. જે. રાજપૂતને તેમણે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તરીકે આચરેલી ગેરરીતિઓ સંદર્ભમાં તાત્કાલિક અસરથી ફરજમોકૂફ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. સનદી અધિકારી સામે ખાતાકીય તપાસ તેમજ પોલીસ તપાસના પણ આદેશો કર્યા છે. રાજપૂત સામે મ્યુનિસિપલ કમિશન...

એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ

૧પ નવેમ્બરે અમદાવાદ જિલ્લાના અસલાલીથી કરાવશે. સવારે ૯/૩૦ કલાકે કંકુબા પાર્ટી પ્લોટ પાસે અસલાલી કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાથી આ એકતા યાત્રાને પ્રસ્થાન કરાવવાના છે. આ એકતા યાત્રાનો બીજો તબક્કો આગામી તા. ર૦ નવેમ્બર સુધી રાજ્યમાં યોજાવાનો છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં તા. ર૦ ઓકટોબરથી તા. ર૯ ઓકટોબર સુધી એકતા યાત્રાના પ્રથમ તબક્...

અમદાવાદની આર્ચરકેર અને ડીજી એન્ડ એલ.એલ.પી. કંપનીના કૈાભાંડની તપાસ સી.આ...

અમદાવાદની આર્ચરકેર અને ડીજી એન્ડ એલ.એલ.પી. કંપની દ્વારા કરાયેલા કરોડો રૂપિયાના આર્થિક કૈાભાંડની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. નાગરિકોને શાંતિ અને સલામતિ પુરી પાડવી તે અમારી પ્રાથમિકતા રહી છે. ત્યારે લોકોને છેતરનાર તત્વોને પણ નશ્યત કરવા રાજય સરકાર કોઇ કચાશ રાખશે નહી. આર્ચરકેર અને ડીજી એન્ડ એલ.એલ.પી. કંપનીના ડા...

રાજ્ય કક્ષાની મહિલા એથ્લેટિક સ્પર્ધાનો પ્રારંભ, ૨૦૦૦ જેટલા મહીલા ખેલાડ...

હિમતનગરના સાબર સ્ટેડીયમમાં સાત દિવસીય રાજ્ય કક્ષાની મહિલા એથ્લેટિક સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં ૨૦૦૦ જેટલી મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે. ખેલ મહાકુંભ રાજ્યમાં યોજાઈ હતી. જેની ફાઈનલ અને સેમી ફાઈનલ સ્પર્ધા આ સાત દિવસ દરમિયાન યોજાશે અને જેમાંથી સ્ટેટ ચેમ્પિયન જાહેર કરાશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા સાબર સ્ટેડિયમ ખાતે સાત દિવસ માટે ર...

છોટાઉદેપુરમાં જર્જરિત હાલતમાં આંગણવાડી, નાનાં ભૂલકાંઓ માટે જોખમી છત

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આલ્યાઘોડા ગામે આંગણવાડીના બાળકોને બેસવા માટે છેલ્લા 7 વર્ષથી  મકાન નથી. જેના કારણે નાના ભૂલકાંઓને કાચા અને જર્જરિત મકાનમાં બેસવાની ફરજ પડી રહી છે. તો અનેકવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. આલ્યાઘોડા ગામે આંગણવાડી કાર્યકર બહેન પોતાના કાચા મકાનમા...

ખેડૂતોએ સરકાર પર પ્રહારો કર્યા

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના દરેડ ગામે યોજાયેલાં ખેડૂત સંમેલનમાં હાજરી આપવા આવેલા અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે આગામી લોકસભા ચૂંટણી લડવા બાબતે સાફ કહ્યું હતું કે તે કોઈ પાર્ટીમાં જોડાવાનો છે તે વાત પાયા વિહોણી છે. પરંતુ હવે હું 25 વર્ષ નો થઇ ગયો છું અને જેલમાં જઈશ તો પણ 45 વર્ષે પણ પાછો આવીને લડીશ એ પાકું છે. આમ કહી આગામી સમયમાં તે રાજકારણ...

કર્ણાવતી નહીં આશાવલ રાખો

બેસતાવર્ષના દિવસે જ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત કરતાં હવે ગુજરાતમાં વિવાદ શરુ થયો છે. આદિવાસી સંગઠનોએ અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા સામે વિરોધ કર્યો છે.તેમનુ કહેવુ છેકે, અમદાવાદનું પ્રથમ નામ આશાવલ હતુ. આદિવાસી રાજાનુ શાસન હતુ. ઇતિહાસ સાથે ચેડાં થવા જોઇએ નહીં. આદિવાસી સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છેકે, જો ભાજપ સરકાર અ...

મગફળીમાં ફરી અચાનક આગની ઘટના

મહેસાણાના ઊંઝાથી ગોંડલ લઇ જવામાં આવી રહેલ સરકારી મગફળીમાં અચાનક આગની ઘટના સામે આવી છે. ગતરોજ સોમવારે મોડી સાંજે સરકારી મગફળીનો જથ્થો ટ્રકમાં ભરીને ગોંડલ રવાના કરાયો હતો. પરંતુ, વેર હાઉસથી માંડ અડધો કિલોમીટર બહાર નીકળતા જ ટ્રકમાં ભરેલ બોરીઓમાં આગ લાગતા તંત્રની પોલ ખુલી થઇ ગઈ છે. ટ્રકમાં વધુ બોરીઓ ભરવા મુદ્દે અધિકારીઓ એક બીજાને ખો આપી પોતાની જવાબદારી...

‘જમીન જોઈશે જ’ના નારા, આદિવાસી-દલિત સમાજમાં આક્રોશ

આદિવાસી અને દલિત સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. જમીન અધિકાર ઝુંબેશના નેજા હેઠળ રાજ્યભરના આદિવાસી અને દલિત સમુદાયના માટે જમીન હક્ક માટે લડત ચલાવવામાં આવશે. આ પહેલા ગાંધીનગરમાં 26 નવેમ્બરે ‘જમીન જોઈએ જ’ના નારાઓ સાથે રજૂઆત કરવામા આવશે. 26 નવેમ્બરે બંધારણી દિવસે જમીન હક્ક મામલે 1 લાખ આદિવાસી અને દલિત સમુદાયના લોકો એકઠા થઈને સરકારને જમીન ફ...

સ્ટેચ્યુ ઓફ યુનિટીની જમીન પરત આપો

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સ્થાનિક અસરગ્રસ્ત લોકોએ હલ્લાબોલ કર્યો હતો. નોકરી આપવાના બહાને તેમને છેતરવામાં આવી રહ્યાનાં આક્ષેપ સાથે ગામ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય દરવાજા પર ધસી આવીને હલ્લાબોલ કર્યો હતો. આજે અરુણાચલ પ્રદેશનાં રાજ્યપાલ બી.ડી. મિશ્રાએ તેમની પત્ની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને તેની થોડી વાર પછી અચાનક 200થી વધુ યુવા...

બાળકો વેચીં નાખતાં ભાજપના કાર્યકર સામે ફરિયાદ

છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશના અલીરાજપુરમાં નાના બાળકો વેચવા મામલે ચાર લોકોની અટકાયત કરી તેમને રિમાન્ડ પર મોકલાયા છે. આ કેસમાં છોટાઉદેપુરના એક ભાજપ કાર્યકરની પૂછપરછ અર્થે પોલીસ લઈ જતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના કાર્યકરની સંડોવણીથી ઘટનાએ રાજકીય રંગ લીધો મધ્યપ્રદેશના અલીરાજપુરમાં નાના બાળકો વેચવાનો ધંધો ચાલતો હોવાની વાતને...

પાંચ વર્ષમાં નર્મદા નહેર 200 વખત તૂટી

કેનાલના બાંધકામની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ સૌથી વધુ બનાસકાંઠામાં ૧૪૩ વાર કેનાલો તૂટી, ઉંદર, નોળિયાના દરો પણ જવાબદાર પરિબળ એક તરફ, હજુ ઘણા વિસ્તારોમાં નર્મદા કેનાલોનું બાંધકામ બાકી છે તો,બીજી તરફ,જયાં નર્મદા કેનાલો છે ત્યાં સતત તૂટવાનો સિલસીલો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા કેનાલોમાં ૨૦૫ વાર ગાબડાં પડયાં છે.આ કારણોસર કેનાલોના બાંધકામની ગુણ...