Monday, August 10, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

દેવભૂમિ દ્વારકાનાં ધ્રાસણવેલના ખેડૂતએ કર્યો આપઘાતનો પ્રયાસ

રાજ્યમાં વરસાદની ખેંચને પગલે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. દેવભૂમિ દ્વારકાના ધ્રાસણવેલના એક ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત હાલ ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોમા બુધા રોશીય નામનાં ખેડૂત પાક નિષ્ફળ જવાના ડરથી છેલ્લાં કેટલાક દિવસથી ગુમસુમ...

પાકવીમાની રકમનાં ચૂકવણા નહિ થતાં 56 ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી

ગુજરાતનાં ખેડૂતોની માઠી દશા ચાલી રહી છે. એક બાજુ અપૂરતાં વરસાદનાં કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સાથે જગતનો તાત સંતાપ સાથે આપઘાતનું પગલું ભરે છે, તો બીજી બાજુ પાક વીમાની રકમ આપવામાં વીમા કંપનીઓ અને બેન્કો તેમ જ રાજ્ય સરકાર દ્વારા ચૂકવણું કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તેને જોતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકા...

દેશના ગામોની માટીથી બની એકતાની દિવાલ

દેશની એકતાનું પ્રતિક : વૉલ ઓફ યુનિટી દેશની એકતા અખંડતાના મંત્રને સુદ્રઢ બનાવવા સરદાર સાહેબે અનેરૂ યોગદાન આપ્યું હતું. જેને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા માટે કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ‘‘વૉલ ઓફ યુનિટી’’નું નિર્માણ કરાયું છે. સાથેસાથે સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણે અને માણે તે મ...

નમો ઈ ટેબ્લેટ સાથે યુવાનો વેસ્ટાઈઝેશન નહિ પણ મોર્ડનાઇઝેશન બને

જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ,જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ,સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને જીટીયુ સંલગ્ન કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને નમો ઈ ટેબલેટ વિતરણ કરતાં જણાવ્યું હતું કે આપણે ગુજરાતમાં બેકારોની ફોજ ઊભી નથી કરવી પરંતુ ગુજરાતનો યુવાન જ્ઞાનની વૈશ્વિક હરીફાઈમાં સમૃદ્ધ બને અને નોકરી મેળવનાર નહીં પરંતુ નોકરીદાતા બને તે દિશામાં ગ...

“મોદી મોડેલ” પોકળ સાબિત થયું, નોકરી છૂટી જતાં ૩૨૭૦ યુવાનોએ આત્મહત્યા ક...

ભાજપ સરકારની શોષણ નિતીના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ આપી કરવામાં આવતા આર્થિક શોષણ સામે યુવાધનમાં ભારે આક્રોશ અને અજંપો છે. રાજ્યમાં સરકારી ચોપડે ૧૫ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે જ્યારે ન નોંધાયેલ બેરોજગારોની સંખ્યા ૩૫ લાખ એટલે કે કુલ ૫૦ લાખ બેરો...

ધનતેરસ એ નિકોલમાં ધન્વન્તરી હોમ થશે

શ્રી શ્રીની ઉપસ્થિતિમાં ધનતેરસ એ નિકોલમાં ધન્વન્તરી હોમનું આયોજન: ભગવાન ધન્વન્તરી ની વૈદિક વિધિથી કરવામાં આવતી ઉપાસના વ્યક્તિનાં જીવનમાં સ્વાસ્થ્ય અને આયુષ્યનો આવિર્ભાવ ચોક્કસપણે કરે છે, પ્રકાશ પર્વ દીપાવલીના આગમનની સુગંધ વાતાવરણમાં પ્રસરી રહી છે. રોજીંદો જીવનક્રમ નિરસ બનવા લાગે છે ત્યારે શુભ પર્વો જીવનમાં ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે છે. વર્તમા...

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ- ૨૦૧૯ જાન્યુઆરીમાં યોજાશે

વાયબ્રન્ટ ગુજરાત -૨૦૧૯ના એક ભાગ અન્વયે ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત વેપારી આલમ પણ સામેલ થઇ શકે તે માટે ’’અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ- ૨૦૧૯’’ ના આયોજનની જાહેરાત કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન અને ગુજરાત ટ્રેડર્સના સંયુકત પ્રયોસોથી આ ફેસ્ટિવલ ૧૧ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી -૨૦૧૯ દરમ્યાન થશે. રાજ્યના ઇતિહાસમાં રીટેલ તથા હોલસેલ વેપારીઓના વે...

રો-પેક્ષ સર્વિસને ફ્લેગ ઓફ

ઓક્ટોબર,૨૦૧૭માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઘોઘા દહેજ વચ્ચે પ્રથમ તબક્કાના રો રો ફેરી સર્વિસના લોકાર્પણ બાદ આજ રોજ ઘોઘા ખાતે બીજા ચરણની રો-પેક્ષ સર્વિસને ફ્લેગ ઓફ આપ્યા બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સિમ્ફની વોયેજ કાર્ગો શિપમાં સવાર થઇ દહેજ ટર્મિનલ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનના પ્રતિનિધ...

નર્મદા નદીના ૧૭ કિ.મી. લાંબા કિનારે દુનિયાભરના ૧૦૦થી વધુ પ્રજાતિના રંગ...

નર્વેમદા વેલી ઑફ ફ્લાવર્સ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકર્ષણનું કેન્દ્ર વેલી ઓફ ફ્લાવર્સ પણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બન્ને તરફ નર્મદા નદીના કિનારે ૧૭ કી.મી. વિસ્તારને વિવિધ પ્રજાતિના રંગબેરંગી ફુલોથી ખુશનુમા બનાવવાનો આ પ્રોજેક્ટ ફુલોની વૈશ્વિક પ્રજાતિ સાથે આપણા પરંપરાગત ફુલોના સૌંદર્યને પણ રજૂ કરે છે. આ પ્રોજે...

પૂર્વ મંત્રી આઇ કે જાડેજાના સર્વન્ટ ક્વોર્ટરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઇ...

ગાંધીનગરના સેક્ટર 8માં રહેતા પૂર્વ મંત્રી આઇ કે જાડેજાને ત્યાં સર્વન્ટ તરીકે રહેતા રબારી પરિવારની દીકરી સેજલબેન સાસરીમાં અણબનાવને લઇને બે દિવસ પહેલા પિયર ગાંધીનગર આવ્યાં હતાં. જાડેજાને બંગલે માતા તથા ભાઇ સાથે સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતાં હતાં. મંગળવારે સવારે સેજલબેને સર્વન્ટ રૂમમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને 20 જુન 2018માં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લ...

સેલ્સ ઈન્ડિયાના શો-રૂમમાંથી 20 લાખના મોબાઇલની ચોરી

અમદાવાદઃ આશ્રમરોડ ઉપર આવેલા સેલ્સ ઈન્ડિયાના શો રૂમમાંથી તસ્કરો રૂ. 20 લાખની કિંમતના 111 મોબાઈલ ફોન ચોરી જતા પોલીસ દોડતી થઇ છે. મહત્વની વાત તો એ છે કે શો રૂમની બહાર 2 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક માટે તહેનાત હોવા છતાં ચોરો ચોરી કરી ગયા હતા. જ્યારે શો રૂમની અંદર અને બહારના સીસીટીવી કેમેરા બંધ હોવાથી ચોરોની ભાળ મેળવવા પોલીસે રોડ પરના તેમજ અન્ય દુકાનોના સી...

ડેરીમાં બાબુ બોખીરીયા અને અમુલે રૂ.48 કરોડની લૂંટ કરી

પોરબંદર દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળ, જે તે વખતના સહકાર પ્રધાન બાબુભાઈ બોખીરીયા, રાજય રજીસ્ટ્રાર, જીલ્લા રજીસ્ટ્રાર, ઓડીટર તથા કામધેનુ એન્ટરપ્રાઈઝના ભાગીદારો સામે ગુજરાત સહકારી કાયદા-1961ની કલમ 81 મુજબ નિયામક મંડળને તાત્કાલિક બરતરફ કરીને વહીવટદાર નિમવા, કલમ-86 મુજબ તપાસ નિમવા, કલમ-93 મુજબ નાણાંકીય જવાબદારી નક્કી કરીને રૂ.48 કરોડની ઉઘાડી લૂંટ ભાજપન...

ભૂતિયા મતદાન મથક ભૂતિયું થઈ ગયું, ગામ ખાલી

અરવલ્લી જિલ્લાના મેઘરજના રામગઢી ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભૂતિયા વિસ્તાર હિંસક બન્યો હતો. મતદાન મથક પર ઘર્ષણ થયું હતું. ભૂતિયા બુથ પર ચૂંટણીની અદાવતમાં પથ્થરમારો કરનાર ટોળા સામે ફરિયાદ કરાઇ હતી. પથ્થરમારામાં સરકારી વાહનો સહિત ખાનગી વાહનોને નુકશાન થયુ. મતદાન મથકને ટાર્ગેટ કરતા ફસાયેલા 30થી વધુ ચૂંટણી કર્મચારીઓ અને મતદારોને પોલીસે મુક્ત કર્યા હતા. પોલી...

પિતાના મોતથી હચમચી ઉઠેલા પુત્રએ 17 લાખ રક્તદાતા ઊભા કર્યા

ડીસા તાલુકાના ભીલડી ગામના વતની અને હાલ ડીસા ખાતે વિરેનપાર્ક સોસાયટીમાં રહેતા ભુપેન્દ્ર નાનાલાલ દવે નામના યુવાને સોશિયલ મીડિયા દ્વારા 6 રાજ્યોમાં 17 લાખ રક્તદાતાઓની ફૌજ ઉભી કરી દીધી છે. કોઈની જિંદગી બચાવવા માટે 6 રાજ્યોમાં પળવારમાં જ રક્ત મળી શકે છે. ભુપેન્દ્ર દવેના પિતા નાનાલાલ દવે એસ.ટી.નિગમમાં બસ ડ્રાયવર તરીકે ફરજ બજાવતા હતા. તેમને હૃદયની બિમા...

દારુની માહિતી કેમ આપી કહીને કિશોરને કોંગ્રેસના નેતાએ ફટકાર્યો

પારડી કોથરવાડી વિસ્તારમાં રહેતાં 17 વર્ષના એક કિશોરને પારડી નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય જયેશ પટેલ, મનીષ પટેલ, વિશાલ પટેલ મળીને રાત્રે વાડીમાં લઈજઈને લાકડા વડે ફટકાર્યા હતા. તરૂણને માર મારી ધમકી આપી હતી. બિભત્સ ગાળો બોલીને કહ્યું હતું કે તું દારૂની માહિતી પોલીસને કેમ આપે છે. હવે આપીશ તો મારી નાંખીશ. આમ કહીને તેનો વિડિયો ઉચારીને વટ્સએપ પર બધાને મોકલી...