Monday, August 10, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

કૃષ્ણ સાગર તળાવમાં પાણી છોડાયું

બોટાદના કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામા આવ્યું છે. તળાવમાં પાણી છોડાતાં આજુબાજુના 15 જેટલાં ગામડાઓનાં ખેડૂતોને પાણીનો લાભ મળશે. તો સાથે જ પાણી આવતાંની સાથે પંથકનાં તમામ ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. દેશના વડાપ્રધાન દ્વારા એપ્રિલ ૨૦૧૭માં લાખો રૂપિયાના ખર્ચે બોટાદના એકમાત્ર કૃષ્ણ સાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત ૪૦૦ કિલોમીટર દૂ...

સરદારના કરમસદ ગામને વિશેષ દરજ્જો નહીં આપી અન્યાય

સમગ્ર દેશ ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલના જન્મ જયંતી પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે. ત્યારે સરદાર પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે કે કરમસદ ગામને વિશેષ દરજ્જો ક્યારે મળશે ?.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે સરદાર પટેલની પ્રતિમા તૈયાર કરવા જ્યારે કરમસદ ગામેથી લોખંડ ઉઘરાવવામાં આવ્યું હતું ત્યારથી કરમસદ ...

૪,૬૪૭ ચો.મી. વિસ્તારમાં ટેકનોલોજીક દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શન

સરદાર સાહેબના એકતા અખંડિતતાના મંત્રને સુદ્રઢ બનાવવા તથા સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણી અને માણી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની પીઠીકામાં ૪,૬૪૭ ચો.મી. વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનનું નિર્માણ કરાયું છે. ૩૧મી ઓકટોબર-૨૦૧૮ના રોજ સરદાર જયંતિના દિવસેસ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રદર્શનને ખુલ્લુ મુકીને પ્રદર્શન નિહાળશે....

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે 33 રાજ્યોના કલાકારો રંગારંગ કાર્યક્...

ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી 31 ઓક્ટોબરે રાષ્ટ્રર્પણ કરશે. આ વેળાએ દેશભરના 33 રાજ્યોના કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સાથે-સાથે આર્મ ફોર્સિસ, પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ સાં...

૧૭ હેલિકોપ્ટરની ટીમ દ્વારા યોજાશે ‘ફ્લાય પાસ’ કાર્યકમ

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ હરોળના લોકનેતા, લોહપુરુષ અને ભારતદેશને એકતા અને અખંડિતતાના એકસૂત્રે બાંધનારા રાષ્ટ્રના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલને વીરોચિત શ્રદ્ધાંજલિ સ્વરૂપે ગુજરાતની ધરતી ઉપર આકાર લઇ રહેલાં વિશ્વના સૌથી ઊંચા એટલે કે ૧૮૨ મીટરની ઊંચાઇ ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ સરદાર સરોવર નર્મદા પરિયોજનાના સાનિધ્યમાં...

સ્ટેટ્યુ ઓફ યુનિટીરમાં ટેન્ટ સીટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નિર્માણાધિન ટેન્ટ સીટી દેશભરના સહેલાણીઓ માટે અનેરો લ્હાવો પૂરો પાડશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ સ્મારકનું ૩૧મી ઓક્ટોબરે લોકાર્પણ થશે. આ સ્થળને વૈશ્વિક સ્તરે પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે અનેક નવતર આયામો ઊભા કરાયા છે. આ સ્થળની મુલાકાત લેનારા પ્રવાસીઓને કુદરતનું સાનિધ્ય મળી રહે અને પ્રવાસીઓને અ...

ટંકારાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની રેલી

ટંકારા તાલુકાનાં તમામ ગામડાંઓના વરસાદનાં આંકડા ધ્યાને લઈ સરકાર દ્વારા તાકીદે ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આજે લાતીપર ચોકડીથી મામલતદાર કચેરી સુધી ખેડૂતોએ સરપંચ એસોસિએશનની આગેવાની હેઠળ મહારેલી યોજી ટંકારા મામલતદાર કચેરી ગજવી હતી. જો આગામી 15 તારીખ સુધીમાં ટંકારા તાલુકાને અછતગ્રસ્ત જાહેર નહિ કરવામાં આવે તો સરપંચ એસોસિએશનના પ્રમ...

ભાજપ સરકારમાં 20 વર્ષમાં 80 કંપનીઓએ પ્રજાના કરોડો ડૂબાડ્યા

ગુજરાતમાં છેલ્લા બે દસકામાં ૮૦થી વધુ કંપનીઓ માર્કેટમાં આવી એને લોકોને ઊંચા વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને રફુચક્કર થઈ ગઈ છે. છેલ્લા બે દસકામાં રાજયમાં ૮૦થી વધુ કંપનીઓ દ્વારા એક કા તીન આપવાની લાલચો આપીને લાખો રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા.જેમાં આજદિન સુધી એકપણ રોકાણકારને નાણાં મળ્યા નથી. સીઆઈડી ક્રાઈમ દ્વારા જી.પી.આઈ...

વાવનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેને ઘુંમટો તાળી ભાષણ આપ્યું

વાવનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર હંમેશા પોતાનાં નિવેદન મામલે વિવાદમાં રહે છે. અને તેમનાં નિવેદન મામલે રાજકારણ પણ ગરમાતું રહે છે. ત્યારે આવા વિવાદાસ્પદ ધારાસભ્ય ફરી એકવાર ચર્ચાસ્પદ બન્યાં છે. આ વખતે તેઓ તેમનાં નિવેદનને કારણે નહિ, પરંતુ, તેમણે એક કાર્યક્રમમાં ઘૂંઘટ તાણીને કરેલાં સંબોધનને કારણે ચર્ચામાં આવ્યાં છે. આ અંગે વિગતો ઉપર નજર કરીએ ...

સાબરકાંઠાના પોશીના પંથકમાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ 

છેલ્લાં ત્રણ-ચાર દિવસથી શિયાળાના વાયરા વાય રહ્યાં છે ત્યારે આજે અચાનક જ સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં હવામાનમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવાર બાદ બપોરે એકદમ ઉકળાટ વધી ગયો અને ગણતરીની મિનિટોમાં પવન સાથે વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા હતા. પોશીના પંથકમાં વરસાદ પડતાં રવિ પાક જેવાં કે અડદ, કપાસ, મકાઇના પાકને નુકસાન જવાની ખેડૂતોને ચિંતા છે....

ભરૃચના અધ્યાપક સવારે ભણાવે છે અને સાંજે લારી પર પકોડા તળે છે

ભરૃચ,તા.૧6.ફેબ્રુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પકોડા વેચવાના કામને પણ રોજગારી ગણાવી હતી.એ પછી દેશભરમાં પકોડા ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ભણીને પીએચડી થયા પછી પણ આજીવિકા માટે પકોડા વેચવા પડે તો કાંઇ ખોટું નથી એમ ભરૃચના દર્શન ઠક્કર સ્વાનુભવે જણાવી રહ્યા છે. તેઓ વર્ષોથી પિતાની ઉપર પિતાની સાથે ખભે ખભો મિલાવી ઉભા રહ્યા છે.મ...

૧૨.૨ લાખ હેકટર જમીન વિસ્તારમાં ક્ષાર

જમીનમાાં ક્ષમતાનાં વર્ગીકરણ 2. જમીન ક્ષમતાનું વર્ગીકરણ (Land Cupability Classification) સામાન્ય રીતે જમીનની ક્ષમતા વર્ગીકરણની બાબતો જોઈએ તો મોટાભાર્ગના ક્ષેત્રના પાક માટે જમીનની યોગ્યતા પ્રમાણે હોય છે. ખાસ વ્યવસ્થાપનની જરૂર હોય તેવા પાકને બાકાત રાખવામાાં આવે છે. ખેતીની જમીન માટે તેમની મયાાદાઓ અનસાર જમીનને નકસાન પહોંચાડવામાાં આવે છે. જમીનના જૂથમાાં...

ગુજરાતની જમીનોના પ્રકાર

ઉદભવક્રિયા, રંગ, ફળદ્રુપતા વગેરે બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાતની જમીનને નીચેના પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે (Gujarat Land and it’s Types): ૧. કાંપ ની જમીન (Alluvial soils)(Gujarat Land and it’s Types): ગુજરાતના પચાસ ટકા કરતા વધુ વિસ્તારમાં કાંપ ની જમીન આવેલી છે. કાંપ, રેતી અને માટીના પ્રમાણને ધ્યાનમાં રાખી કાંપની જમીનને બે ભાગમાં વહેચવામ...

લાલપુરના વાવડી ગામની ઘટના, પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતની આત્મહત્યા

રાજ્યનાં ખેડૂતોની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. થોડાં સમય પહેલાં સૌરાષ્ટ્રનાં અમરેલી, બોટાદ અને પોરબંદરનાં ખેડૂતોએ અપૂરતાં વરસાદનાં કારણે પાક નિષ્ફળ જવાની દહેશતથી આત્મહત્યા કરી હતી. ત્યાં આજે જામનગર જિલ્લાનાં લાલપુરનાં વાવડી ગામે ખેડૂતે આત્મહત્યા કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી માહિતી અનુસાર જામનગરના લાલપુર તાલુકાના વાવડી ગામે ખ...

નર્મદા નહેરમાં દૈનિક ૧૨ હજાર ક્યુસેક પાણી છોડાશે

ઓકટોબર-૨૦૧૮ રાજ્યમાં તથા ઉપરવાસ વરસાદ ઓછો થવાથી સરદાર સરોવર ડેમમાં મર્યાદિત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. છતાંય ખેડૂતોની જરૂરિયાત મુજબ ચોમાસુ પાક માટે સિંચાઇ સુવિધા પૂરી પાડવા પાણી આપ્યું છે પરંતુ ચોમાસુ સીઝન પૂર્ણ થવા આવી છે છતાંય ધારાસભ્યો, ખેડૂતો દ્વારા છેલ્લો પાણ પાણી આપવા રજુઆતો મળી છે તેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આ પાણીનો જથ્થો છોડવાનો મહત્વન...