Sunday, August 9, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું, લીંબડીનાં બળોલ અને દેવપરા વચ્ચે કેનાલમા...

ગુજરાતનાં ઘણાં વિસ્તારોમાં અપૂરતાં વરસાદનાં કારણે પાણીનાં ધાંધિયા જોવા મળી રહ્યાં છે. જગતનાં તાતને સિંચાઈ માટે પૂરતાં પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું અને તેનાં વિરોધમાં રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ખેડૂતો પાણીનો પોકાર કરી રહ્યાં છે, પરંતુ બહેરી સરકારનાં કાને આ વાત અથડાતી નથી. આવી સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં સરકાર ખેડૂતોનાં દર્દને સમજી નથી શકી. ત...

રૂ.19 કરોડના ખર્ચે તૈયાર થઈ નવી હોસ્પિટલ નિષ્ણાતો ને મશીનોનો અભાવ

ગીર સોમનાથના વડા મથક  વેરાવળમાં રૂપિયા 19 કરોડના ખર્ચે નિર્માણ પામેલી  સિવિલ હોસ્પિટલ શોભાના ગાંઠીયા સમાન બની છે. કારણ કે, રૂપિયા 19 કરોડનો ખર્ચો કર્યા બાદ પણ સ્થાનિક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે મજબૂર છે. સ્થાનિક દર્દીઓનો આરોપ છે કે, આ હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ છે. જેથી તેઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલનો સહારો લે છે. ગીર સોમનાથ જીલ્લા...

પાટણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર થયાં આક્રમક

રાજ્યમાં એકબાજુ ખેડૂતોનાં દેવા માફીને લઈને પાટીદાર યુવાન નેતા અને PAASનાં કન્વીનર હાર્દિક પટેલ મેદાનમાં ઉતરેલો છે તો બીજી બાજુ પાટણ જિલ્લામાં પડેલાં અપૂરતાં વરસાદને લઈને કોંગ્રેસનાં રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરાવવા માટે આંદોલનનાં માર્ગે ચાલ્યાં છે. આ બન્ને યુવાન નેતાઓ દ્વારા ખેડૂતોને પડી રહેલી હાલાંકીને પ્રાધાન્ય ...

બૂથ જીતીશું તો ચૂંટણીઓ જીતીશું નાં મંત્ર સાથે ભાજપની વિશ્લેષણ બેઠક યોજ...

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે. ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પર ફરી વિજયી બનવા તમામ બેઠકોનું વિશ્લેષણ પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. જેનાં ભાગરૂપે આજે ભાવનગર ખાતે ભાવનગર અને અમરેલી લોકસભા બેઠક અંગેની એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આગામ...

સિંહોનાં મોતને ઈનફાઈટનું નામ આપી ઢાંકપિંછોડો કરવાનો પ્રયાસનો આક્ષેપ

ગીરનાં જંગલોમાં એક મહિનાનાં ટૂંકા ગાળામાં એક પછી એક એમ કુલ 23 સિંહોનાં મોત થયાં છે. આ સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટ અને દેશની સર્વોચ્ચ અદાલતે પણ આ મામલે ગંભીર નોંધ લઈને રાજ્ય સરકાર અને વન વિભાગની આકટી ટિકા કરી છે. ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્ય પૂંજાભાઈ વંશે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને સિંહોનાં મોત મામલે સવાલો ઉઠાવ્યાં છે. ગીરનાં એશિયાટિક સિંહોન...

ઈટ હેપન્સ ઓન્લી ઈન ઈન્ડિયાઃ સરકારી અધિકારી જમવા જાય એટલે કચેરીને તાળું...

સામાન્ય રીતે કોઈપણ સરકારી કચેરીમાં જાવ તો કચેરી ખૂલ્લી હોય પણ સાહેબ કે કર્મચારી ડ્યૂટી પર હાજર ન મળે. પરંતુ ગુજરાતનાં ધાનેરાની એક કચેરી એવી છે જ્યાં સાહેબ કે અધિકારી હાજર ન હોય તો કચેરીએ ખંભાતી તાળું ચોક્કસ મારેલું જોવા મળશે. ધાનેરાની સીટી સર્વે કચેરીની કામગીરીને લઈ લોકોમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો ...

પાલનપુરમાં પાણીપૂરીઓની લારી પર તોડફોડ

હિંમતનગરમાં ચૌદ માસની બાળકી પર દુષ્કર્મના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે પાલનપુરમાં આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે અજાણ્યા શખ્સોએ પરપ્રાંતિયોને નિશાન બનાવતા પાણીપુરીની લારીઓ પર તોડફોડ કરતા ચકચાર મચી ગઈ હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર 14 માસની દીકરી પર હેવાનિયત ગુજારનાર પરપ્રાંતિય અપરાધીને ફાંસીની સજા આપવાની માંગ સાથે ઠેરઠેર વિરોધ પ્રદર્...

ગીરમાં મૃત સિંહોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને વન વિભાગે મંજૂરી ન આ...

ગીર જંગલનાં પૂર્વ વિસ્તારમાં આવેલાં દલખાણિયા રેન્જમાં એક પછી એક એમ કુલ 23 સિંહોનાં થયેલાં મોત મામલે ભારે હંગામો મચેલો છે. એક બાજુ રાજ્યનાં વન વિભાગ દ્વારા સિંહોની કાળજી બાબતે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે સાથે સિંહોનાં થયેલાં મોતને પહેલાં ઈનફાઈટમાં ખપાવી દઈને વન અધિકારીઓ અને કર્મચારીઓને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સિંહોનાં થઈ રહેલાં મોત અંગે દેશ...

કચ્છ જિલ્લામાં કપાસનું વાવેતર નિષ્ફળ, ખેડૂતો વધુ દેવાનાં ડૂંગરતળે દબાય...

ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલાં અપૂરતાં વરસાદનાં કારણે લગભગ અડધાં ગુજરાતમાં અછતની સ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં ઘણાં ઠેકાણે ચોમાસા દરમિયાન થયેલાં વરસાદનાં કારણે વાવણી કરી હતી, પરંતુ બાદમાં વરસાદ ખેંચાઈ ગયો અને હવે તો ચોમાસુ પણ પૂર્ણ થઈ ગયું છે ત્યારે વાવણી કરેલાં મોટાભાગનાં પાકો નિષ્ફળ ગયાં છે. આસમાનમાંથી તો પાણીનું ટીપું નથી પડી રહ્યું પણ જગતના તાતની ...

ગ્રામજનો જાત મહેનતે બનાવી રહ્યાં છે પોતાનાં ગામનો રસ્તો

“સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના”. આ પંક્તિને સાર્થક કરે છે છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડી તાલુકાનાં છેવાડાનાં ગ્રામજનો. આ તાલુકાનાં વાડિયા અને સાંકળ ગામને જોડતાં રસ્તા બાબત અનેકવાર રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર તેમ જ સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરી, પરંતુ આદિવાસીઓની આ રજૂઆતોને તમામ લોકોએ આંખ આડા કાન કરી લીધાં. છેવટે હ...

મોરબીનાં ખેડૂતોને પાણી ન અપાતાં ભીખ માંગી વિરોધ કર્યો

ખેડૂતોનાં હિતની હંમેશા વાત કરનારા રાજ્ય સરકાર તાતની વાત સાંભળતી નથી. અને તેનાં કારણે આજે રાજ્યનો ખેડૂત દેવાનાં ડૂંગર તેળે દબાઈ ગયો છે. રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું, તેમ જ અપૂરતાં વરસાદનાં કારણે તેમણે કરેલાં વાવેતર પણ નિષ્ફળ જવાની આરે ઊભું છે. ત્યારે દેવાં કરીને મોંઘા બિયારણ અને ખાતર ખરીદનાર ધરતીપુત્ર વધુને વધુ દેવાન...

ખેડૂતોએ દેવા માફી માટે દાન ઉઘરાવી મુખ્યમંત્રીને મોકલાશે

રાજ્ય સરકાર દ્વારા હંમેશા નર્મદાનાં નીર રાજ્યનાં છેવાડાનાં ગામ સુધી પહોંચાડવાનાં બણગાં ફૂંકવામાં આવે છે. પરંતુ હકીકતમાં રાજ્યનાં ઘણાં છેવાડાનાં ગામો એવાં છે જ્યાં હજુ સુધી નર્મદાનાં નીર પહોંચ્યા જ નથી. જેના કારણે એ વિસ્તારોનાં સ્થાનિક લોકો સહિત ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરા...

કરેડા ગામમાં આવેલા તળાવને નીજી સ્વાર્થ માટે ખાલી કરાવવાનું કારસ્તાન

રાજ્યસરકાર સુજલામ સુફલામ યોજના હેઠળ વિવિધ વિસ્તારોમાં પાણીના સ્ત્રોત્રમાં વધારો કરી રહી છે. જયારે સાંઠગાંઠ ધરાવતા લોકો પોતાના અંગત સ્વાર્થ માટે પાણીના સ્ત્રોત્રને ખાલી કરી તેમાંથી રોકડી કરવાની પેરવી કરી રહ્યા છે. ત્યારે આજે કરેડા સહીત ગામોના તળને ફાયદો કરતા કરેડાના તળાવને યેનકેન પ્રકારે ખાલી કરવાનાં કારસ્તાનથી નારાજ ગ્રામજનોએ ઘોઘા તાલુકા હિતરક્ષક સ...

દુષ્કર્મ બાદ ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પરપ્રાંતિયો પર હુમલા

સાબરકાંઠાનાં ઢુંઢર ગામે 14 મહિનાની બાળકી પર બળાત્કારની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તેનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. આ ઘટનામાં પરપ્રાંતિય યુવાન હોવાનું બહાર આવતાં રાજ્યનાં કેટલાંક શહેરોમાં પરપ્રાંતિયો પર હુમલાનું પ્રમાણ વધી ગયું છે. આ પ્રકારની ઘટનાઓ બનતાં એવું કહી શકાય કે મહારાષ્ટ્રમાં જે રીતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બિન મરાઠીઓ સાથે કરી રહી છે એવું ગુ...

ગંગોત્રીમાં ગુજરાતના યાત્રિકોથી ભરેલા ટેમ્પો ટ્રાવેલરને અકસ્માત, 9નાં ...

ગંગોત્રી રાજમાર્ગ પર સૌનાગર અને ભુક્કીનો વચ્ચે મુસાફરોથી ભરેલા ટેમ્પો ટ્રાવેલરને અકસ્માત થયો છે. આ બસમાં તમામ યાત્રીઓ ગુજરાતનાં રાજકોટનાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બસમાં સવાર યાત્રીઓ પૈકી નવનાં મોત અને પાંચ ઘાયલ થયાં છે. માર્ગ અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલર વાહન સીધું ગંગા ભાગીરથીમાં ડૂબવાની માહિતી પણ સાંપડી છે. આ ટેમ્પો ટ્રાવેલરમાં ગુજરાતનાં મુસાફર...