Admin
કચ્છમાંને લાલ તિલક સાથે નવરાત્રીની ઉજવણીમાં અપાશે પ્રવેશ
આદ્યશક્તિની આરાધનાના ઉત્સવ નવરાત્રિનો આરંભ ૯ ઓક્ટોબરથી થઇ રહ્યો છે. નવલા નોરતા અને નવરાત્રીની ગરીમા જળવાય તે માટે હિંદુ યુવા સંગઠન અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિધર્મીને નવરાત્રી પંડાલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. કચ્છના ભૂજ, અંજાર, માંડવી, સહિતના શહેરમાં નવરાત્રીમાં બિનહિંદુને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લવ જેહાદ જેવા કિસ્સા...
17 કરોડની 62 હજાર બોરી તુવેરનો સરકારી જથ્થો સડી ગયો
ગુજરાતમાં નાફેડ દ્વારા મગફળી કાંડની શ્યાહી હજુ સુકાઈ નથી અને તેની તપાસ પણ મંથરગતિએ ચાલી રહી છે ત્યારે નાફેડની વધુ એક ઘોર બેદરકારી સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. વડોદરા-છોટાઉદેપરુના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી 62 હજાર બોરી તુવેર સડી ગઈ છે. રાજકોટ જિલ્લામાં મગફળી કાંડનો ભારે ચકચાર મચેલો છે અને આ મામલે કોંગ્રેસ દ્વારા પણ ભારે ઉહાપોહ મચાવવામાં...
21 સિંહોનાં થયાં મોત, સાવજને બચાવવા અમેરિકાથી ખાસ વેક્સિન મંગાવાશે
ગુજરાતનાં ગૌરવ સમાન અને રાજ્યની શાન ગણાતાં એશિયાટિક સિંહોનાં માથે મોટી ઘાત બેઠી હોય એવું લાગે છે. છેલ્લાં 16 દિવસમાં કુલ 21 સિંહોનાં મોત થયાં હોવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા સબ સલામતનો રાગ આલાપવામાં આવી રહ્યો છે. એક બાજુ એક પછી એક સિંહોનાં મોત થઈ રહ્યાં છે ત્યારે વન વિભાગની ટીમ દ્વારા માત્ર તપાસનું એક ડિંડક કરીને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું બ...
ગાંધી ચિંધ્યા માર્ગે ફરી આંદોલન કરતો હાર્દિક
ગુજરાતનાં ખેડૂતોની દેવામાફીની માગણી સાથે ફરી એકવાર પાટીદાર યુવા નેતા અને પાસનાં કન્વીનર હાર્દિક પટેલે પોતાનું આંદોલન શરૂ કર્યું છે. હાર્દિકે પોતાનું આ આંદોલન પ્રતિક ઉપવાસ સાથે શરૂ કર્યું છે. હાર્દિકે આજે એટલે કે ગાંધી જયંતિનાં દિવસથી મોરબીનાં બગથળામાં પ્રતિક ઉપવાસની સાથે પોતાનાં આંદોલનને પૂનઃ શરૂ કર્યું છે. હાર્દિક આ વખતે ત્રણ મુખ્ય માંગણીઓ સાથે આં...
દેખાડા માટે ભાજપનાં નેતાઓએ સફાઈ કરી, અમદાવાદનાં મેયરે સ્વચ્છ માર્ગ સફા...
સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી ચાલી રહી છે. તો બીજી બાજુ રાજ્યમાં ભાજપનાં નેતાઓ દ્વારા સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મોટાં શહેરો ઉપરાંત નાનાં શહેરોમાં પણ ભાજપની જિલ્લા તાલુકા સંગઠનો દ્વારા આ ઝૂંબેશ હાથ ધરાઈ છે. આવી જ ઉજવણી બોટાદનાં બરવાળા તાલુકા ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. પરંતુ અહીં ભાજપનાં તાલુકા કક્ષાનાં નેતાઓ સફ...
ઈલોલનાં બોરવેલમાં પડેલાં બાળકનું મોત
બનાસકાંઠાના હિંમતનગરના ઈલોલ ગામના બોરવેલે એક માસૂમનો જીવ લીધો. દોઢ વર્ષનું આ બાળક સોમવારે રમતા રમતા આ ૨૦૦ ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. અને બાળક બોરવેલમાં પડી જવાની ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા બાળકને બચાવવા માટે પણ તંત્ર નિષ્ફળ રહ્યું અને 12 કલાકની તનતોડ મહેનત બાદ પણ બાળકને બચાવી શકાયું નહિ. અને આખરે બાળકને બોરવેલમાં જ...
ધારાસભ્યો-મંત્રીઓનાં પગાર વધારાનાં વિરોધમાં યુવાને શરૂ કર્યાં આમરણાંત ...
ધારાસભ્યો અને મંત્રીઓનાં પગાર વધારો રાજ્ય સરકારે કરી દીધો. અને તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ઘી કેળાં કરાવી દીધાં. પરંતુ રાજ્ય સરકારે પ્રજાનાં હિત બાબતે કશું વિચાર્યું નહિ. એક બાજુ રાજ્યમાં બેરોજગારી, ખેડૂતોનાં દેવામાફી વગેરે સળગતાં મુદ્દાઓ છે ત્યારે તેને નજર અંદાજ કરીને રાજ્ય સરકારે ધારાસભ્યો મંત્રીઓનાં પગાર વધારાનો જે નિર્ણય કર્યો છે તેનો ઠેર ઠેર ...
રાજકોટમાં ગુરૂવારથી ભારત-વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ
રાજકોટમાં ગુરૂવારથી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચ માટે બન્ને ટીમોએ સ્ટેડિયમ પર પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો હતો. ત્યારે પ્રેક્ટિસ શરૂ થાય તે પૂર્વે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે, અમે વેસ્ટ ઈન્ડિઝની ટીમને બિલકુલ હળવાશથી નહીં લઈએ.
રહાણેએ ઉમેર્યું કે મેં તાજેતરમાં જ સ્થાનિક લેવલની મેચો રમ...
વલ્લભીપુરનાં રતનપર ગામે 40 ગામોનાં ખેડૂતોનો પાણીનો પોકાર
રાજ્યનાં ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે. તેમની છેલ્લાં લાંબા સમયથી દેવા માફીની માગણી ઉપર રાજ્ય સરકાર દ્વારા કોઈ નિવેડો આવ્યો નથી. ત્યાં રાજ્યમાં અપૂરતા વરસાદને કારણે ઊભી થયેલી પાણીની તંગીને પહોંચી વળવા માટે પણ સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને આંદોલન કરી રહ્યાં છે. આ સંજોગોમાં એક સાંધો ત્યાં તેર તૂટ...
ગાંધી ચિંધ્યા રાહે ચાલવામાં બહુ તાકાત છે : ૨૦૦ તાલુકામાં પ્રતિક ઉપવાસ ...
મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મંગળવારે બગથળા ગામે એક દિવસના પ્રતિક ઉપવાસ કરનાર પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ અગાઉ ભગતસિંહના માર્ગે ચાલી આંદોલન કરવાની પોતાની રણનીતિને ત્યાગી હવે ગાંધી ચીંધ્યા રાહે આંદોલન કરવાની જાહેરાત કરી આગામી દિવસોમાં રાજ્યના ૨૦૦ તાલુકામાં ઉપવાસ કરવાનું મંચ ઉપરથી જાહેર કર્યું હતું સાથે સાથે દિવ...
અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રંગ લાવીઃ ગીર સોમનાથના છારા ગામે સેનેટરી ને...
બોલિવૂડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અભિનિત હિન્દી ફિલ્મ પેડમેને સમગ્ર દેશમાં મહિલાઓને સેનેટરી નેપકીનનાં ઉપયોગ માટે જાગૃતિ લાવવાનું કામ કર્યું છે. સમગ્ર દેશમાં મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન તેનાંથી બચવા માટે સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાનો સંદેશો આ ફિલ્મમાં આપવામાં આવ્યો હતો. અને તેનાં કારણે લગભગ દરેક સ્ત્રી જાગૃત બની છે અને તેનાં ઉપયોગ માટે પગલાં ભરી ...
રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યાનાં વિરોધમાં રાપર તાલુકાનાં 14 ગામોનું બંધન...
એકબાજુ ગુજરાતનાં ગૌરવ સમાન સિંહોનાં ટપોટપ મોત થઈ રહ્યાં છે ત્યારે બીજી બાજુ કચ્છનાં રાપર તાલુકામાં દેશનાં રાષ્ટ્રીય પક્ષી મોરને ઝેરી ચણ નાંખીને મારી નાખવાની ઘટનાનાં ઉગ્ર પડઘા પડ્યાં છે. રાપર તાલુકાના ગાગોદર ગામે રાજબાઈ માના મંદિર પાસે ઈરાદાપૂર્વક ઝેરી ચણ નાખી 39 મોર અને 85 કબૂતરની કરવામાં આવેલી હત્યાની ઘટનાના ધેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. મોરન...
સિંહોનાં મોત મામલે સુપ્રીમ કોર્ટની ગુજરાત સરકારને ફટકાર
ગુજરાતનાં ગૌરવ સમાન એશિયાટિક સિંહોનાં ગીરનાં જંગલોમાં થઈ રહેલાં ટપોટપ મોતનાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. અને વન્યજીવનું જતન કરવા માટે કેવાં પ્રકારનાં પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યાં છે તે બાબતે એક કારણદર્શક નોટિસ પણ પાઠવી છે. દરમિયાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નોટિસ ઈશ્યુ થવાનાં અહેવાલ બાદ આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકને ...
ભૂજમાં બહાર આવ્યો માનવ તસ્કરીનો કેસ, 3 મહિલા સહિત આઠની ધરપકડ
ભૂજમાં માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. ભૂજ - માંડવી રોડ પર સગીર વયની દીકરીને વેચાતી લઈને નીકળેલા શખ્સને પકડતા માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો.પોલીસ પૂછપરછમાં શખ્સે તરુણીને એક લાખમાં વેચાતી લીધી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે પોલીસે આ સમગ્ર કારનામા માં 3 મહિલા સહિત 8 આરોપીની વિધિવત ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે
બનાવની મળતી વિગતો મુ...
ગાંધીનાં ગુજરાતમાં ખૂલ્લેઆમ ધમધમતાં દેશી દારૂનાં અડ્ડા
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની એક તરફ દેશમાં ઉજવણી થઈ રહી હતી તો બીજી તરફ વડોદરાના મકરપુરા જી.આઈ.ડી.સી નજીકના માણેજા ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી દેશી દારૂના અડ્ડા બંધ કરવાની માગણી કરી હતી.
મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, ત...

English