Admin
બોટાદના રાણપુર વિસ્તારમાં નર્મદા મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનામાં એટલો બધો ભ્રષ્ટાચાર ફેલાયો છે કે રોજે રોજ નર્મદાની કેનાલમાં ગાબડાં પડવાનાં કિસ્સાઓ સામે આવે છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર જે તે કોન્ટ્રાક્ટર કે એજન્સીઓ સામે પગલાં લેવાનું કષ્ટ પણ ન લેતી હોવાનું ફલિત થઈ રહ્યું છે. થોડાં દિવસો પહેલાં સુરેન્દ્રનગર નજીક બળોલ અને દેવપરા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્ય...
પરપ્રાંતિયોને કેમ ઠોકર મારી રહી છે અલ્પેશની ઠાકોર સેના, પ્રદેશ કોંગ્રે...
સાબરકાંઠાનાં ઢૂંઢર ગામે 14 મહિનાની માસૂમ બાળકી પર થયેલાં દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતિય લોકો પરનાં હુમલા થવાની ઘટનાને કારણે ગુજરાતનું માથું શરમથી ઝૂકી ગયું છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં દેશનાં તમામ રાજ્યોનાં લોકો રોજગારીનાં આશયે આવીને વસે છે અને પોતાનું ગુજરાન ચલાવતાં હોય છે. પરંતુ, સાબરકાંઠાની ઘટના બાદ રાજ્યનાં અને તેમાં પણ ખાસ કરીને ઉત્ત...
વનરાજ પર વજ્રઘાતઃ બરડાના ડૂંગરમાં સિંહનો વસવાટ મોતનું કારણ બનશે
વિશ્વ પ્રસિદ્ધ એશિયાટિક લાયન એટલે કે સિંહ ભલે જંગલનો રાજા હોય પણ વન વિભાગના અધિકારીઓ માત્ર તેને પ્રવાસીઓને આકર્ષવાનું સાધન જ ગણે છે. જેના કારણે ચાલતી વિવિધ પ્રવૃતિઓ સિંહ માટે ખતરારૂપ સાબિત થઈ રહી છે. લોકો સિંહના દર્શન માટે આતૂર હોય અને આ લોક અપેક્ષાનો લાભ લેવા માટે થતી બધી જ પ્રવૃત્તિ સિંહના અસ્તિત્વ ઉપર ખતરા સમાન છે. બરડાનાં ડૂંગરમાં સિંહોનો વસવાટ...
પાટીદારોની સદભાવના યાત્રા, માંગણીઓ સ્વીકારો નહિ તો પરિણામ ભોગવવા ચીમકી...
પાલનપુરથી ઉંઝા ઉમિયાધામ ખાતે નીકળેલી પાટીદાર સદભાવના યાત્રાને પાસ નેતા હાર્દિક પટેલ અને એસ.પી. જી. નેતા લાલજી પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો આ યાત્રામાં જોડાયા હતા.
અનામત, ખેડૂતોને દેવામાફી અને અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માંગ સાથે બનાસકાંઠાના પાટીદારોએ પાલનપુરથી ઉંઝા ઉમિયાધામ સુધીની પાટીદાર સદભાવના યોજી હતી. પાલનપુર...
વાઘોડિયાનાં જરોદ ગામે પરપ્રાંતિયો પર હુમલોઃ હુમલામાં ૬ને ગંભીર ઈજાગ્રસ...
હિંમતનગરનાં ઢૂંઢર ગામે 14 મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટનાં બાદ પરપ્રાંતિયો પર પ્રહારોની ઘટનાં વધી ગઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં પરપ્રાંતિયો પર હુમલા કરીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે એક્શન મોડમાં આવીને પરપ્રાંતિયો પર હુમલો કરનારાં તત્વોને પકડીને તેમની સામે કાયદેસરની કાર્...
બનાસ ડેરીની કથા
* નિષ્ઠા હોય ત્યારે ‘શક્યતાનું શિલ્પ’ કંડારી શકાય છે. રણને લીલાછમ કરી શકાય છે, સપનાં વાસ્તવમાં તબદીલ થઈ શકે છે. માયૂસ ચહેરા પર સ્મિત પ્રસરી શકે છે. એક રીતે બનાસડેરી વહેતી શ્વેતગંગા છે, જેનાથી સૂકાંપ્રદેશના લોકોનું જીવન ધન્ય થયું. પહાડીપ્રદેશના રહેવાસીઓ માટે જીવનનિર્વાહના વિકલ્પ ઊભો થયો અને લીલાછમ વિસ્તારના લોકોની જિંદગી શ્રેષ્ઠત્તમ બની. શ્વેતગંગા સ...
મધ્યાહ્ન ભોજન યોજનાનાં એક લાખ કર્મચારીઓ હડતાળ પર જશે
રાજ્ય સરકાર દ્વારા બુધવારે રાજ્યનાં મંત્રીઓ તેમ જ વિપક્ષી નેતા અને ધારાસભ્યોનાં પગારભથ્થામાં 45 ટકા જેટલો વધારો કરીને પોતાને પડતી તકલીફો દૂર કરી દીધી છે, પણ રાજ્ય સરકારમાં ફરજ બજાવતાં તેમ જ વિવિધ યોજનાઓ અન્વયે કામ કરી રહેલાં કર્મચારીઓનાં વેતન વધારવામાં કોઈ રસ ન હોવાનાં આરોપ સાથે આવતીકાલથી રાજ્યની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના સાથે સંકળાયેલા 96000 કર...
ડાલા માથાનાં મોતની તપાસ માટે વનવિભાગની ટીમ ધારીનાં જંગલોમાં પહોંચી
સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતનાં ગીરનાં જંગલોમાં જ એશિયાટિક લાયન જોવા મળે છે. પરંતુ, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ જંગલનાં રાજાને કોઈની નજર લાગી ગઈ હોય એવું વાતાવરણ ઊભું થયું છે. રાજ્ય સરકાર તેમ જ વન વિભાગ દ્વારા સતત ગીરનાં સિંહોની સુરક્ષા કાજે નિષ્કાળજી બહાર આવી છે. છેલ્લાં 12 દિવસમાં 11 સિંહોનાં મોત થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. અને આ તમામ સિંહોનાં ...
સિંહોનાં મોત મામલે ઢાંક પિંછોડો, ઈનફાઈટિંગને કારણે થયા વાઈરસથી નહીં
છેલ્લાં 11 દિવસમાં 11 સિંહોનાં મોત થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. અને આ તમામ સિંહોનાં મોત અમરેલી જિલ્લાનાં ધારીનાં ગીર જંગલનાં પૂર્વ વિભાગની દલખાણિયા રેન્જમાં થયા હોવાનું ખૂલતાં નિંભર તંત્ર સફાળું જાગ્યું હતું અને આ મોતનાં કારણો શોધવા માટે ગીરનાં જંગલો ખૂંદવાનું શરૂ કર્યું હતું. જોકે, આ બાબતે પણ રાજ્ય સરકારનાં વન વિભાગ દ્વારા ઢાંક પિંછોડો કરવામાં...
મોરબીમાં આંદોલનનાં બીજા દિવસે સરકારને સદ્બુદ્ધિ મળે તે માટે ખેડૂતો કર્...
એક બાજુ રાજ્ય સરકાર ખેડૂતોનાં દેવાં માફી મામલે કોઈ વિચારણા કરતી નથી અને બીજી બાજુ ધારાસભ્યોનાં તેમ જ મંત્રીઓનાં પગાર ભથ્થાંમાં ધરખમ વધારો કરીને ખેડૂતોનું અપમાન કરતી હોય એવી સ્થિતિ ઊભી થઈ છે. મોરબી પંથકનાં ખેડૂતો છેલ્લાં કેટલાંય સમયથી પાણી માટે વલખાં મારી રહ્યાં છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મત મેળવવાની લ્હાયમાં રાજ્ય સરકારે સૌની યોજનાનાં ...
અમદાવાદની કર્ણાવતી ક્લબમાં મહિલાની છેડતી થતાં ચકચાર
રાજપથ ક્લબમાં સ્વીમિંગ કોચ દ્વારા માર મારવાની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં અમદાવાદની પ્રતિષ્ઠિત એવી કર્ણાવતી ક્લબમાં પણ એક વિવાદ બહાર આવ્યો છે. કર્ણાવતી ક્લબમાં મહિલા સફાઈ કર્મચારીની છેડતીનાં મામલાએ તૂલ પકડી છે. જોકે, ક્લબનાં પ્રેસિડેન્ટ જયેશ મોદીએ જણાવ્યું છે કે, તમામ ઘટનાની તપાસનાં અંતે જે કોઈ જવાબદાર હશે તેમની સામે પગલાં ભરાશે.
છેલ્લાં પંદ...
મોરબીનાં ખેડૂતોએ ડેમનાં પટમાં ક્રિકેટ રમીને નોંધાવ્યો વિરોધ
મંત્રીઓ અને ધારાસભ્યોનો પગાર વધારો કરીને તેમને બખ્ખાં કરાવી દેનાર રાજ્ય સરકાર ખેડૂતોને પાણી આપવામાં તેમ જ તેમનાં દેવાં માફી આપવામાં ઉણી ઉતરી છે. ત્યારે મોરબીમાં ખેડૂતો દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. મોરબીનાં ખેડૂતો છેલ્લાં કેટલાંય સમયથી પોતાનાં ઊભા મોલને બચાવવા માટે પૂરતાં પ્રમાણમાં પાણી આપવાની માંગણી કરી રહ્યાં ...
ગઢડાના ગોડાઉનમાં આગ લાગતાં લાખોની કિંમતનો કપાસ બળીને ખાખ
રાજ્યનો ખેડૂત છેલ્લાં કેટલાંક સમયથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. એક બાજુ અપૂરતાં વરસાદનાં કારણે તે દેવાનાં ડૂંગરતળે દબાઈ રહ્યો છે તો બીજી બાજુ પોતાની ઉપજ જે ગોડાઉનમાં રાખી હોય છે તેમાં અચાનક આગ લાગતાં જગતનો તાત વધુને વધુ મશ્કેલીમાં મૂકાઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા શહેરના બોટાદ રોડ પર આવેલ બીડમાં કપાસનાં ગોડાઉનમાં લાગેલી ભીષણ આગના ...
ગઢડાનાં ગુંદાળા ગામે પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યમાં અપૂરતાં વરસાદને લઈને જગતનાં તાતનાં માથે મોટી ઘાત બેઠેલી છે. અને તેનાં કારણે તેમનાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો કેટલાંક ઠેકાણે પાક નિષ્ફળ થવાની શરૂઆત પણ થઈ છે. ત્યારે દેવું કરીને સારો પાક મળે એવી આશા સાથે વાવણી કરે છે પરંતુ વરસાદ અને પાણીની અછતનાં કારણે પાક નિષ્ફળ જાય છે તેનાં કારણે દેવાનાં ડૂંગર તળે દબાયેલો ખેડૂત આત...
દાતારના દબાણો દૂર કરવા મહંત વિઠ્ઠલબાપુના ઉપવાસ
જૂનાગઢમાં આવેલ દાતાર ડુંગર ઉપરના ઉપલા દાતાર તરફ જવાના માર્ગ ઉપર થયેલી પેશકદમી દૂર કરવાની માંગણી ઘણા સમયથી કરવામાં આવતી હતી. તે છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા અંતે દાતારના મહંત વિઠ્ઠલબાપુ પોતાના સેવકગણ સાથે પ્રતીક ઉપવાસ પર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો.
જૂનાગઢમાં દાતાર ડુંગર તરફ જતા માર્ગ પર બંને તરફ પેશકદમી કરી દેવામાં આવી છે. જેના કારણે રસ્તો સા...

English