Sunday, August 9, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ધાતરવડી ડેમ 2ની મંજૂર નહેર શરૂં કરવા આંદોલન

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું નબળું જતાં રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં અછતની સ્થિતિ સર્જાઈ છે. સાથોસાથ પાણીની કારમી તંગીની પણ શરૂઆત થઈ છે. પાણીની તંગીથી તંગ આવેલાં ધરતીપુત્રો અવારનવાર તંત્ર પાસે સિંચાઈ માટે પાણી આપવાની માંગણી કરી રહ્યાં છે, પરંતુ રાજ્ય સરકાર કે વહીવટી તંત્રનાં પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે જગતનાં તાતને હવે પાણીનો પોકાર કરવા માટે ...

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની હારના કારણો શું ? 

ઉત્તર ગુજરાત એ કોંગ્રેસ મત બેંકનો ગઢ ગણાય છે. અહીં થતી તમામ રાજકીય બાબતો સમગ્ર રાજ્યને અસર કરે છે. પાટીદાર આંદોલન અને ઠાકોર સેનાનું OBC અનામત બચાવો અહીંથી જ શરૂ થયું હતું અને તેની અસર સમગ્ર ગુજરાતમાં ઊભી થઈ હતી. જેનાથી ઉત્તર ગુજરાતની ભાજપની મત બેંકનુ વ્યાપક ધોવાણ થયું હતું અને કોંગ્રેસ માટે પાટીદાર અને ઠાકોર મતની નવી ધરી વિધાનસભાની ચૂંટણી પહેલા રચા...

ભાજપના નેતા શંકર ચૌધરીની છળકપટ, માશુંગ દોસ્તની ફેસબુક વોલ પરથી 

પાલનપુર સીવીલ હોસ્પિટલને ગલબાકાકા મેડીકલ કોલેજમાં ફેરવવા માટે ગબલાભાઈ પટેલનુ ટ્રસ્ટ બનાવીને શંકર ચૌધરીએ ગબલાકાકાનું નામ વટાવી લીધું છે. એવો પ્રશ્ન મેં માર્ચ-2017માં પૂછ્યો હતો. ત્યારે સાચા પ્રશ્નને જૂઠો સાબિત કરવાની કોશિશ કેટલાક લોકો કરતા હતા. * પણ વાસ્તવિકતા એ છે કે મેડિકલ કોલેજ ગલબાકાકાના નામે નથી, એ વાસ્તવ છે. એ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિય...

ધોળીધજા ડેમમાં જળ સમાધી લેવા જતાં ધારાસભ્યોની અટકાયત

રાજ્યનાં ખેડૂતોને પડી રહેલી પાણીની સમસ્યા તેમ જ દેવાંમાફીને લઈને સુરેન્દ્રનગર જિલ્લાનાં કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યોએ ધોળીધજા ડેમમાં જળસમાધિ લેવાની જાહેરાત કરી હતી. જેનાં ભાગરૂપે આજે સવારે જ્યારે આ ત્રણ ધારાસભ્યોની આગેવાનીમાં ખેડૂતો ધોળીધજા ડેમ પહોંચ્યા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. જેનાં કારણે ખેડૂતોનાં મામલે રાજનીતિ ગરમાઈ છે. સુરેન્દ્રનગર જ...

અછત બાબતે સરકારે આપેલા આંકડા ખોટા

રાજ્યનાં ખેડૂતોને પડી રહેલી પારાવાર હાલાંકીનો ઉકેલ લાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે. ખેડૂતોનાં દેવાંમાફી, સિંચાઈનું પાણી, તેમ જ પાકવીમાની રકમ મામલે રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણયો લેવામાં ન આવ્યાં હોવાનાં આરોપ સાથે ગઢડાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રવિણ મારૂએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને પોતાની હૈયાવરાળ ઠાલવી છે. પોતાનાં પત્રમાં ધારાસભ્...

પરપ્રાંતિયો પરનાં હુમલામાં રૂપાણી સરકાર પર વધતું રાષ્ટ્રીય દબાણ

હિંમતનગરનાં ઢૂંઢર ગામે માસૂમ બાળકી પર હેવાનિયભર્યાં દુષ્કર્મ બાદ રાજ્યમાં ઊભી થયેલી સ્થિતિને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. અને ઢૂંઢર ગામની ઘટના બાદ પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલા અને તેનાં ભયનાં ઓથાર હેઠળ ગુજરાતમાંથી પોતાનાં વતન તરફ હિજરત કરીને જઈ રહેલાં પરપ્રાંતિયો બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકાર સાથે ટેલિફો...

રાજકોટમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો

લગ્નેતર સંબંધોને કારણે સભ્ય સમાજનાં ઘર તૂટી જતાં હોય છે. એવા સંજોગોમાં દેશની સર્વોચ્ચ અદાલતે સપ્ટેમ્બરનાં અંતમાં આઈપીસીની કલમ 487ને ગેરબંધારણીય જાહેર કરી તેને રદ્દ કરતો હુકમ કર્યો છે. 158 વર્ષ જૂનાં આ કાયદો તેમ જ સીઆરપીસીની કલમ 198(2) કાયદો પણ રદ્દ કરવામાં આવ્યો છે ત્યારથી ક્યાંકને ક્યાંક લગ્નેતર સંબંધોનાં કિસ્સાઓ બહાર આવે છે. જોકે, કાયદો રદ્દ થઈ જ...

નવવાડીમાં નર્મદા નહેરનું પાણી ફરી વળતાં કપાસનાં પાકને નુકસાન

રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાની રાજ્યમાં પાણી પૂરું પાડવાની યોજનાને જાણે કોઈકની નજર લાગી ગઈ છે. જ્યારથી નર્મદાની મુખ્ય કેનાલ તૈયાર થઈ અને તેની બ્રાન્ચ કેનાલો ઉપરાંત માઈનોર કેનાલો જોડાઈ ત્યારથી આ યોજના પર કોઈકને કોઈક કારણસર તકલીફ આવે જ છે. કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. કેમ કે કેનાલ બનાવવામાં સરકારી બાબુઓએ એટલી બધી મલાઈ તાર...

બનાસકાંઠામાં ઘાસચારાની તંગીથી ગૌશાળાના પશુઓ સામે તોળાતો ભય

સરહદી બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળાના સંચાલકો આંદોલન કરે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જિલ્લામાં આ વર્ષે વરસાદ નહિવત છે. જેના કારણે ઘાસચારાની તંગી સર્જાઇ છે. ત્યારે ગૌશાળાના સંચાલકો જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે જોઈએ એવો વરસાદ પડ્યો નથી. જેના કારણે ચોમાસુ પુરૂં થયાને હજુ ગણતરીના દિવસો નથી થયા,...

રાજ્ય સરકારનાં સર્વ શિક્ષણ અભિયાનનાં ઉડતાં લીરાં

એક બાજુ રાજ્ય સરકાર મોટા ઉપાડે શાળા પ્રવેશોત્સવની કામગીરી કરીને સર્વ શિક્ષણ અભિયાનને વેગ આપવાનાં બણગાં ફૂંકે છે. તો બીજી બાજુ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ઓરડાંઓની ઘટ મામલે કોઈ પગલાં નથી ભરવામાં આવતાં ત્યારે સવાલ એ ઉઠે છે કે શું આ રીતે ભણશે ગુજરાત? ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનું 1800ની વસ્તી ધરાવતા પાણખાણ ગામે બાળકોને પ્રાથમિક શિક્ષણ મ...

અલ્પેશ ઠાકોરનો નવો દાવઃ જો ઠાકોર સેના કહેશે તો હું રાજીનામું આપીશ

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલામાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના દ્વારા પરપ્રાંતિયો વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો જવાબદાર હોવાનો આરોપ ભાજપ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. તો છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલી રહેલી હુમલાની ઘટના અને તેનાં કારણે શરૂ થયેલી હિજરતનાં દૌરમાં તમામ ઠીકરાં અલ્પેશ પર ફૂટી રહ્યાં છે ત્યારે...

ડીસાનાં માણેકપુરાનાં પશુપાલકોએ દુધ રસ્તા પર ઢોળ્યું

રાજ્યનાં ખેડૂતોની સમસ્યાનો અંત હજુ આવ્યો નથી, ત્યાં પશુપાલકોની સમસ્યાઓની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં વિવિધ ડેરીઓ દ્વારા પશુપાલકોને તેમનાં ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ નથી મળતાં જેનાં કારણે પશુપાલકોની સ્થિતિ પણ ખેડૂતોની માફક કફોડી બનવા તરફ આગળ વધી છે. આવું જ કંઈક બનાસકાંઠાનાં ડીસાનાં માણેકપુરા ગામમાં પશુપાલકોએ કેટલાંક સમયથી ડેરી બંધ હોવાનાં...

પરપ્રાંતિયો પરનાં હુમલાને કારણે વિવિધ ઉદ્યોગો પર માઠી અસર

એક તરફ નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારો સામે આવી રહ્યા છે. ત્યાં હાલના માહોલને લઈને ઉત્તર ભારતીય વિસ્તારનાં કારીગર શ્રમિકો પોતાના વતન પરત ફરવાને લઈને હવે તહેવારો પણ બગડે તેવી ભીતિ વ્યાપી છે. સાબરકાંઠા જિલ્લામાંથી બિલ્ડિંગ અને કન્સ્ટ્રકશન ઈન્ડસ્ટ્રીઝમાં પણ કૂશળ કારીગરો પરત ફરવાને લઈને ચિંતા વ્યાપી ચૂકી છે. તો અમદાવાદ ઉદયપુર રેલ્વે બ્રોડગેજ પરિવર...

આયુષ્યમાન ભારત યોજના હેઠળ મોરબીમાં દેશનું પ્રથમ ઘંટણનું રિપ્લેસમેન્ટ

પેટા હેડિંગઃ વડાપ્રધાન કાર્યાલય તરફથી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ મોરબીને અભિનંદન પાઠવવામાં આવ્યાં મોરબીમાં ગરીબ વૃદ્ધાને પગના અસહ્ય દુઃખાવામાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ મુક્તિ મળી છે. આ વૃદ્ધાને કરવામાં આવેલું ઓપેરેશન દેશનું સૌ પ્રથમ છે. મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દેશનું સૌ પ્રથમ knee રિપ્લેસમેન્ટનું નિઃશૂલ્ક ઓપરેશન કરાયું ...

જીતાલી ગામે યોજાયાં ઢીંગલાં ઢીંગલીનાં લગ્ન, આદિવાસી સંસ્કૃતિની ઝલક

આદિવાસી પટ્ટીને અડીને આવેલાં અંકલેશ્વર તાલુકાના જીતાલી  ગામે વસતાં આદિવાસી સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા અનુસાર ઢીંગલા ઢીંગલીનાં લગ્નનો ભાતીગળ મેળો ભાદરવી અમાસના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં હજારો આદિવાસી સમાજના તેમજ અન્ય સમાજનાં લોકો મેળામાં ઉમટી પડ્યાં હતાં. અને જીતમ ભવાની મંદિરે યોજાયેલા ઢીંગલા ઢીંગલીનાં લગ્નસમાંરભમાં ભાગ લીધો હતો અંકલેશ્વર તા...