Admin
ગોંડલ વિસ્તારમાં કપાસનો પાક નિષ્ફળ
ગોંડલ તાલુકાના ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે માસથી પાછોતરો વરસાદ ન થતાં ખેડૂતો કપાસનો પાક નિષ્ફળ જવાની દહેશત વ્યક્ત કરી રહ્યાં છે. ગોંડલના દેરડી(કુંભાજી), પાટ ખિલોરી, ધરાળા, સહિતના અનેક ગામોમાં પાછોતરો વરસાદ ન થતાં ખેડૂતોએ મહામહેનતે ઉગાડેલ કપાસનો પાક નિષ્ફળ ગયો હોવાનો સૂર વ્યક્ત કરી રહ્યાં છે.
એક બાજુ વધતા જતાં ખાતર બિયારણોનાં ભાવો અને બીજી ત...
દહેજમાં યોક સ્ટ્રક્ચરમાં નુકસાનને કારણે રો-પેક સેવા ખોરંભે
રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજનો રો-પેક્સ ફેરી સર્વિસ જે ટૂંક સમયમાં શરૂ થવાની હતી તે ફરી એકવાર ખોરંભે ચડી ગઈ છે. આ અંગે સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રો-પેક્સ સેવા શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ વર્તમાન આબોહવાનાં કારણે દહેજ ખાતે પોર્ટૂન અને પાઈલને જોડતાં યોક નામનાં સ્ટ્રક્ચરને નુકસાન થવાનાં કારણે રો-પેક્સ ફેરી ખોરંભે પડી ...
ઊંઝા ઉમિયા મંદિરથી દિવ્યરથ અમદાવાદ પહોંચશે
આજથી નવરાત્રીનું પર્વ શરૂ થયું છે. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં મા અંબાની આરાધના ભારે ભક્તિભાવપૂર્ણ રીતે કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ નવરાત્રીનાં નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવામાં આવવાની છે, સાથે સાથે રાસગરબાની રમઝટ પણ બોલશે. ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા તત્પર છે. ત્યારે પાટીદારોનાં કૂળદેવી મા ઉમિયાની રથયાત્રાનું પણ આયોજન આસો સુદ એકમનાં દિવસે કરવામાં આ...
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરપ્રાંતિયો પરનાં હુમલા બાદ ગુજરાતમ...
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ દરવર્ષે નવરાત્રી દરમિયાન બીજાં નોરતાંએ પોતાનાં પૈતૃક ગામ માણસામાં સ્થાનિક મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ ઉપરાંત તેઓ પ્રદેશ ભાજપનાં પદાધિકારીઓ સાથે બેઠક પણ યોજવાના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તેમનાં એક દિવસનાં ગુજરાત પ્રવાસ દરમિયાન તાજેતરમાં ગુજરાતમાં પરપ્રાંતિ...
ઉપલેટામાં કોંગ્રેસ ધારાસભ્ય વસોયાની આગેવાનીમાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમા...
રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ખેડુતોને પાક વીમામાં વીમા કંપની દ્વારા અન્યાય કરાતો હોઈ ન્યાય આપવા માટે પગલાં લેવાં બાબતે ઉપલેટા ધોરાજીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના કાર્યકર્તાઓ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્ર આપવા માટે તેઓએ અર્ધનગ્ન હાલતમાં વિવિધ માર્ગો પર રેલી પણ કાઢી હતી. રેલી દરમિયાન ખેડૂતોએ રાજ્ય સરકારની હા...
સોનું અને શસ્ત્રો શોધવા દિલ્હી પોલીસ અને NIAનાં પોરબંદનાં દરિયા કિનારે...
ગુજરાતનાં દરિયા કિનારે દિલ્હી પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી છેલ્લાં કેટલાંક દિવસથી ધામા નાંખીને બેઠી છે. એવું કહેવાય છે કે પોરબંદરનાં દરિયામાં સોનું અને શસ્ત્રો નાંખવામાં આવ્યું હોવાથી તેને શોધ કરવામાં આવી રહી છે. જોકે આ મામલે કોઈ સત્તાવાર અહેવાલો નથી સાંપડ્યાં. પરંતુ સૂત્રો અને સ્થાનિક માછીમારોનાં કહેવા પ્રમાણે છેલ્લાં કેટલાંક દિવસોથી દિલ્હી ...
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ ક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક એવો સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું કામ હવે અંતિમ ચરણોમાં પહોંચી ગયું છે. અનેક પ્રકારનાં આક્ષેપો વચ્ચે 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમામાં સરદાર પટેલનો ચહેરો આજે લગાવી દેવામાં આવ્યો છે.
સરદાર વલ્લભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું કામ પૂર્ણતાને આરે છે. આપને જણાવી દઈએ કે આ એ સ્ટેચ્યૂ ...
જૂનાગઢનાં જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાનું પરપ્રાંતિયો સાથે બેઠકનું નાટ...
ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા પરપ્રાંતિય શ્રમિકો રાજ્ય છોડી જઈ રહ્યાં હોવાથી ઊભી થયેલી રાજકીય સ્થિતિમાં જૂનાગઢમાં રહીને જુદા જુદા વ્યવસાયમાં કાર્યરત એવા પરપ્રાંતિય શ્રમિકોને આજે જૂનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાએ રૂબરૂ મળી સલામતીની ખાતરી આપી હતી અને ગુજરાત ન છોડવા અપીલ કરી હતી.
આજે બપોરના સમયે રાજ્ય સરકારમાંથી આદેશ આવ્યો હતો કે જૂનાગઢમાં વસ...
નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ
ધોરાજીનાં છાડવાવદર ગામેથી ઝડપાયેલી નકલી ચલણી નોટની તપાસમાં નવો વળાંક આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની તપાસમાં નકલી ચલણી નોટોનું રેકેટ અમદાવાદથી ચાલતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રાજકોટ રૂરલ SOG દ્વારા અમદાવાદ ખાતે દરોડા પાડીને ડુપ્લિકેટ નોટ બનાવવાના માસ્ટર માઇન્ડ હિમાંશુ ઝવેરી અને અમરીશ પટેલને રૂપિયા 3 લાખની નકલી ચલણી નોટો સાથે દબોચી લીધા છે....
અરવલ્લી જિલ્લામાં બેરોકટોક ક્ષમતા કરતાં વધારે મુસાફરોને બેસાડાય છે જીપ...
મોતની સવારી કરવી હોય તો રાજ્યનાં બોર્ડર જિલ્લા અરવલ્લી જવું પડે. કેમ કે આ જિલ્લામાં હાઈ વે પોલીસનાં મેળાંપીપણાંમાં વાહનોમાં ઘેંટાબકરાંની જેમ ઠસીઠસીને મુસાફરોને ભરવામાં આવે છે. અને રાજસ્થાન તરફ જતાં નેશનલ હાઈ વે પર માતેલાં સાંઢની જેમ મુસાફરોથી ઠસોઠસ ભરેલું વાહન પૂરપાટ ઝડપે દોડતું પણ નજરે પડે છે.
અરવલ્લી જિલ્લો ગુજરાતનો સરહદી જિલ્લો છે અને આ વિસ્તાર...
બનાસકાંઠા જિલ્લામાં અપૂરતા વરસાદ અને ભાવ વધારાનાં પગલે ખેડૂતોની હાલત ક...
સમગ્ર દેશમાં મોંઘવારીએ માંઝા મૂકી છે. દરેક ચીજવસ્તુઓ મોંઘી. સામાન્ય પ્રજાનાં ખિસ્સા પર તેની સીધી અસર પડી રહી છે. સામાન્ય પ્રજા મોંઘવારીનાં મારમાં પિસાઈ રહી છે. પરંતુ રાજ્યનાં ખેડૂતોની હાલત તો બદથી પણ બદતર થઈ ગઈ છે. કેમ કે જગતનાં તાતને પોતાનાં ખેતરમાં પાક માટે બિયારણ, ખાતરમાં પણ ભાવ વધારાનાં કારણે મોંઘા ભાવની ખરીદી કરવી પડે છે. તો પોતાનું ખેતર ખેડવા...
ગુજરાત ભાજપ પ્રદેશ સભ્ય લખેલી ગાડીમાં બે વ્યક્તિ નશામાં ચકચૂર જોવા મળ્...
ગાંધીનાં ગુજરાતમાં રાજ્ય સરકારે દારૂબંધીનો કડક અમલ કરવા અને દારૂબંધીનો ભંગ કરનારને કડકમાં કડક સજા કરવાનો કાયદો પસાર કર્યો હોવા છતાં, રાજ્યમાં ખૂલ્લેઆમ દારૂની હાટડીઓ મંડાય છે અથવા તો દારૂની મહેફિલ મંડાય છે. પણ પોલીસ દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. પોલીસ દ્વારા બૂટલેગરો સાથેની સાંઠગાંઠને ...
પરેશ ધાનાણી ભાવનગરનાં શેરી ગરબામાં ગરબે ઘૂમ્યા
સમગ્ર દેશમાં આદ્યશક્તિ આરાધનાનું પર્વ રંગેચંગે ઉજવાઈ રહ્યું છે. અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં તેનું સવિશેષ મહત્વ રહેલું છે. આદ્યશક્તિનું પર્વ ગુજરાત આખામાં નવ દિવસ સુધી ઉજવાય છે. આ ઉજવણી દરમિયાન નાનાં, મોટાં, ગરીબ, પૈસાદાર તમામ લોકો ગુજરાતનાં ગૌરવસમાન ગરબામાં ઘૂમતાં હોય છે. ગરબે ઘૂમવાનું હરકોઈને પસંદ હોય છે. અને તેથી જ ગુજરાતનાં ગરબા સમગ્ર વિશ્વ...
ગાંધી આશ્રમ ખાતે અલ્પેશનાં સદભાવના ઉપવાસનો પ્રારંભ
હિંમતનગરનાં ઢૂંઢર ગામમાં 14 મહિનાની બાળકી પર થયેલાં દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતિયો પર થયેલાં હુમલામાં કોંગ્રેસનાં રાધનપુરનાં ધારાસભ્ય અને ઠાકોર સેનાનાં સુપ્રીમો અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનો હાથ હોવાનાં થયેલાં આરોપો બાદ વ્યથિત થયેલાં અલ્પેશ ઠાકોરે ગુરુવારે ગાંધી આશ્રમ ખાતે બાપુને પ્રણામ કરીને એક દિવસનાં સદભાવના ઉપવાસ શરૂ કર્યા હતાં. આ ઉપવાસ પર બેસ...
રાજકોટનાં ધારાસભ્ય રૈયાણીએ માતાજીનાં દર્શન બૂટ પહેરીને કરતાં વિવાદ
આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે. દરેક રાજકીય પક્ષનાં નેતાઓ પોતાનાં મત વિસ્તારોમાં ગરબાનાં કાર્યક્રમોમાં હાજરી આપીને આરતી ઉતારે છે. ત્યારે તેઓ સત્તાનાં મદમાં એટલાં મસ્ત હોય છે કે માતાજીની આરાધના કરવાની હોય ત્યારે પગમાં ચપ્પલ ન પહેરાય એ પણ ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે રાજકોટનાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો. તેમણે બૂટ પહેરી...

English