Admin
ગેનીબહેનનાં નિવેદનથી કોંગ્રેસની નેતાગીરીએ પણ ખંખેર્યા હતાં હાથ
હિંમતનગરના ઢૂંઢરની 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે વાવના કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કાયદો હાથમાં લઈ આરોપીનો ખેલ ત્યાં જ પૂરો કરવાને લઈને કરેલા વિવાદિત નિવેદનનો વિડિઓ વાઈરલ થતાં ચકચાર મચી ગઈ હતી. જોકે આ મામલે કોંગ્રેસ પક્ષનાં નેતાઓએ હાથ ખંખેરી લીધા હતાં. જેનાં કારણે એકલાં પડી ગયેલાં ગે...
છોટા ઉદેપુરની સુખી યોજના કરી રહી છે ખેડૂતોને દુઃખી
પેટા હેડિંગઃ 1986માં તૈયાર થયેલો ડેમ માંગે છે સમારકામ, સરકારી બાબુઓ સબ સલામતનો આલાપે છે રાગ
છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન સુખી જળાશય યોજના ચાર તાલુકા વિસ્તારમાં સિંચાઇનું પાણી પૂરું પડે છે. આ સુખી સિંચાઇ યોજના આજે ખેડૂતો માટે દુઃખી યોજના સાબિત થવા જઇ રહી છે. કેમ કે આ યોજના દ્વારા વર્ષો પહેલાં બનાવેલી કેનલોમાં ઝાડી ઝાખરાં ઉગી નીકળ્યા છે. તો ...
રાજકોટનાં ખરેડી ગામે ખેડૂતોનું હલ્લાબોલ, મહિલાઓ બની રણચંડી
રાજ્યનાં ખેડૂતો દેવાંમાફીની માંગણી સાથે છેલ્લાં કેટલાંક સમયથી માંગણી કરી રહ્યાં છે. અને આ માટે પાસનાં કન્વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસ દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યાં છે. પરંતુ છેલ્લાં 22 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ સરકાર આ મામલે કોઈ નિર્ણય કરતી નથી, ત્યારે આજે રાજકોટનાં ખરેડી ગામે ખેડૂતોએ આક્રોશ રેલીનું આયોજન કરીને નિંદ્રાધીન સરકારને જગાડવાનો પ્રય...
પાટણમાં પરંપરાગત ભવાઈ દ્વારા નવરાત્રિની ઉજવણી
રાજ્યમાં વર્ષો જૂની ભવાઈની પરંપરા લૂપ્ત થઈ રહી છે. પરંતુ રાજ્યનાં અનેક વિસ્તારો એવાં છે કે જ્યાં આ પરંપરાને જીવંત રાખવાનાં પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે. હાલમાં રાજ્યમાં આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે પાટણમાં દરજી સમાજ દ્વારા નવરાત્રિ પર્વની ગરબે ઘૂમીને નહિ પણ વિવિધ વેશભૂષા ધારણ કરીને ભવાઈનાં રૂપમાં રજૂ કરવામાં આવી રહી છે.
નવરાત્રિ...
છોટાઉદેપુરમાં કેનાલમાંથી પાણીનો વેડફાટ, નર્મદામાંથી છોડાયેલું પાણી નથી...
એક તરફ જ્યાં ખેડૂતો સિંચાઈ માટે તંત્ર પાસેથી પાણીની માંગ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ નર્મદાની મુખ્ય કેનાલમાંથી માઇનોર કેનલોમાં પાણી તો છોડાયું પણ તે પાણી ખેતરો સુધી ન પહોંચીને પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરનાં ખેડૂતોની માંગણીને લઈને તંત્રએ પાણી છોડ્યું પણ તે પાણી ખેતરો સુધી નથી પહોંચ્યું. કારણ કે, કેનાલમાં ગાબડા અને તિરાડ પડી ગય...
અમરેલીનાં દેશી દવાનાં સંશોધકે કરી સ્વાઈન ફ્લૂ ભગાવવાની ધૂપસળી
ધૂપસળી એ પોતે સળગીને વાતાવરણને પ્રફુલ્લિત કરે છે. ત્યારે આ એક એવી ધૂપસળી છે જે માનવીના શરીરમાં રહેલાં જીવાણુનો નાશ કરે છે. કેવી છે આ ધુપસળી શુ છે હકીકત. જોઈએ આ રીપોર્ટમાં.
રાજુલામાં રહેતાં એક દેશી દવાનાં સંશોધક મહેશભાઈએ સ્વાઈન ફ્લૂને મ્હાત આપતી ધૂપસળીનો ડેમો કર્યો છે અને પોતાના ઘેર રાજુલાના પ્રતિષ્ઠિત લોકોને બોલાવી બતાવી રહ્યાં છે આ ધૂપસળીની વિષેશ...
23 સિંહોના મોત બાદ હાઈકોર્ટ નવી ગાઈડલાઈન બનાવશે
ગુજરાતનાં ગૌરવ સમાન ગીરનાં સિંહોનાં એક પછી એક એમ કુલ થયેલાં 23 મોતનાં મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રિટ પિટીશનમાં રાજ્ય સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે, સિંહોનાં મોત મામલે સરકાર ગંભીર છે. અને 500 જેટલાં સિંહોને રસી આપવામાં આવી છે. ઉપરાંત 31 જેટલાં સિંહોને અસર હતી તેમને અલગથી રાખવામાં આવ્યાં છે. જોકે, આ મામલે ગુજરાત હાઈકોર્ટ આ અંગે નવી ગાઈડલાઈન ...
જામનગરમાં ત્રણ નામાંકિત તબીબોને ત્યાં તવાઈ, એક્સ રે અને સિટી સ્કેન મશી...
જામનગરમાં એસટી ડેપો રોડ પર આવેલ એક હોસ્પિટલ તેમજ વાલ્કેશ્વરીમાં આવલી દિવ્યા હોસ્પિટલ તથા અન્ય એક ડોક્ટરને ત્યાં એક્સ રે તેમ જ સિટી સ્કેન મશીન સીલ કરવાની કામગીરી કરાઈ છે.
એટોમિક એનર્જી એક્ટ 1962ની જોગવાઈ હેઠળ ભારત સરકાર દ્વારા રેડીયેશન પ્રોટેકશન રૂલ્સ 2004 બનાવ્યો છે. જેમાં નિયમ મુજબ જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે તેમજ એકસ રે મશીન તેમજ કોમ્પીટન્ટ ઓથ...
425 કરોડો રૂપિયાનાં ઘરેણાં પહેરીને રમે છે રાસ
આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો સોનું લેવાનું ટાળે છે ત્યારે મેર જ્ઞાતિની મહિલાઓ પોતાના શરીરે 50-50 તોલા સોનાના દાગીના કોઈ પણ જાતનાં ડર વગર પેહરીને પૂરા જોશથી મણિયારો રાસ રમે છે.
નવરાત્રીના તહેવારમાં પણ આજે આધુનિકતા ભળી છે અને જુના પ્રાચીન ગરબાઓને બદલે હિન્દી ગીતોનુ ચલણ જોવા મળી રહ્યુ છે, ત્યારે પોરંબદરમાં વર્ષોથી મેર સમાજે પોતાની પરંપરાને...
શંકરસિંહે આપેલી ભાજપની સેક્સ સિડી અંગે બે વર્ષ પછી પણ પગલાં ન ભરાયા
વિરોધ પક્ષના નેતા શંકરિસંહ લાઘેલાએ ભાજપના નેતાની સેક્સ સિડી નીતિન પટેલને પહોંચાડી હતી તે અંગે ભાજપે બે વર્ષ સુધી પગલાં ભર્યા નથી. 15 ફેબ્રુઆરી 2017માં તત્કાલીન ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સત્તાના નશામાં શબાબ અને કબાબના શોખીન એવા ભાજપના આગેવાનોએ ટૂરિઝમને નામે કચ્છને સેક્સનું હબ બનાવી દીધું છે, અગાઉ વિધાનસભામાં બ્લૂફિલ્મ જોતા...
મોદીનો અમુલમાં ફિયાસ્કો થયો તેવો નર્મદામાં ન થાય તે માટે પ્રયાસો
1 ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદમાં અમુલ ડેરીના મોગર ખાતે ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ કરવા માટે આવ્યા હતા. તેમની સભામાં બહું ઓછા લોકો હાજર હતા. સભાનો ફિયાસ્કો કેમ થયો તે અંગે ભાજપના નેતાઓએ અહેવાલ માંગ્યો હતો. જે હજુ સુધી આપવામાં આવ્યો નથી. ત્યારે નર્મદા બંધ ખાતે આવું ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. સેંક્ડો બસ મુકવાની તૈયારી કરી...
20 વર્ષથી કોંગ્રેસ શાસન ન હોવાથી ભંડોળ મેળવવામાં મુશ્કેલી
પક્ષને મદદરૂપ થવા આગેવાનો થાય એટલો ફાળો એકત્રીત કરી રહ્યા છે ત્યારે આ કામગીરી ખૂબ મુશ્કેલ હોવાની લાગણી પ્રદેશ સુધી પહોંચાડવામાં આવી છે. લોકસભામાં એક કરોડ રૂપિયાથી વધુનો ટાર્ગેટ પૂરો કરવો ખૂબ અઘરો છે. ર૦ વર્ષથી કોંગ્રેસપક્ષ શાસનમાં ન હોવાથી ભંડોળ એકત્રીત કરવું ખૂબ મુશ્કેલરૂપ બન્યું છે. કોંગ્રેસના આગેવાનોને બુથ દીઠ ૫ હજાર રૂપિયા ૫ક્ષ ભંડોળ એકત્ર ક...
દેશની પ્રથમ ડીઝીટલ શામળાજી RTO ચેક પોસ્ટ ભ્રષ્ટાચારનું નાકું
14 ઓક્ટોબર 2018, દિવસે અરવલ્લી જિલ્લાની શામળાજી RTO ચેકપોસ્ટ હંમેશ વિવાદમાં રહે છે. 6 કરોડના ખર્ચે શામળાજી RTO ચેકપોસ્ટ સંપૂર્ણ ડીઝીટલ કરી દેવામાં આવી હોવાથી હવે ભ્રષ્ટાચાર નહીં થાય એવી શેખી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં મારી હતી. પણ અહીં તો ભ્રષ્ટાચાર યથાવત ચાલુ હોવાનું રંગે હાથ પકડાયું છે. ટ્રકમાં ઓવરલોડ માલ ભરી RTO ચેક પોસ્ટ પરથી પસ...
પોણા બે લાખ કરોડના સહારાના માલિક સુબ્રોતો રોયનું સામ્રાજ્ય કઈ રીતે તૂટ...
સહારાના સુબ્રોતો રોયના નામે રિઅલ એસ્ટેટ, સ્પોર્ટ્સ, મિડિયા, ફાઈનાન્સ, હોટેલ્સ, રિટેઈલ અને હેલ્થ કેર જેવાં અલગ-અલગ ક્ષેત્રમાં એટલા બધા ધંધા વિકસી ચુક્યા છે કે, તેમની નેટવર્થ આવક ૧,૭,૩૦૦૦ કરોડ રૃપિયાની થવા જાય છે. તેમા પણ છેલ્લા પાંચ વર્ષમાં હોટલ બિઝનેસમાં તો સહારા પરિવારે મોટા સાહસ ખેડયાં છે. ન્યૂયોર્કની ‘ પ્લાઝા હોટલ ‘ કે લંડનની ‘ગ્રાસવનોર હોટલ’...
ભરૂચ જિલ્લાનાં ગામાં આફ્રિકાના 250 સિદ્દી રહે છે
ઔદ્યોગિક રીતે વિકસિત ભરૂચ જિલ્લામાં એક એવુ ગામ આવેલું છે જેમાં પ્રવેશતા જ જામે આપણે આફ્રિકાના કોઈ ગામમાં ફરતા હોય એવો અહેસાસ થાય છે. મૂળ આફ્રિકાના એવા સિદ્દિ જનજાતિના વસતી ધરાવતા આ ગામમાં ૨૫૦ જેટલા સિદ્દિ કોમના લોકો રહે છે. જેઓના અહીં આગમન પાછળ ઘણો રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. ત્યારે મિની આફ્રિકા તરીકે ઓળખાતા ભરૂચ જિલ્લાના ગામની વિશે જાણીએ.
વિવિધતામ...

English