Admin
કેવી રીતે નામ પડ્યું માતા આશાપુરા?
આદ્યશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રીનો તહેવાર. કચ્છમાં લખપતમાં બિરાજતા માતાનામઢ આશાપુરા માતાજીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે ચાલો આપણે પણ ઘરે બેઠા માતાનામઢ આશાપુરા માતાજીની દંતકથાથી પરિચિત થઈએ..
માતાનામઢમાં આવેલ આશાપુરા માતાજીની મૂર્તિનું સ્વયભું પ્રાગટ્ય થયું હતું. અંદાજિત ૨૦૦૦ વર્ષ પહેલા આશાપુરા માતાજી સ્વયંભુ પ્રગટ થયા ...
બળાત્કારીને સળગાવી દો, કોંગ્રેસ ધારાસભ્ય ગેની ઠાકોર
દેશનાં રાજકીય નેતાઓ વાણી વિલાસ કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. રોજે રોજ નીત નવા નિવેદનો કરીને આ તમામ રાજકીય નેતાઓને પ્રસિદ્ધિ મેળવવામાં રસ હોય છે. આવાં જ એક નેતા છે ગુજરાતનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર. જે હંમેશા વિવાદાસ્પદ નિવેદન કરીને ચર્ચામાં રહે છે. આજે ફરી ગેનીબહેનનો વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં હિંમતનગ...
પક્ષ-વિપક્ષ એક થયાં
સામાન્ય રીતે રાજકારણમાં પક્ષ અને વિપક્ષ હોય છે. અને હંમેશા એકબીજાની સામે આરોપ પ્રતિઆરોપ કરતાં હોય છે. ત્યારે અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાનાં જુનાસાવર ગામનાં દાતાએ બનાવેલું અદ્યતન બસસ્ટેન્ડનાં લોકાર્પણ કાર્યક્રમમાં સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસનાં નેતાઓ વિરોધ ભૂલીને એક થઈને એક મંચ પર બેસીને વિકાસમાં સાથે હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
...
ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાની અશોભનિય ભાષાની ઓડિયો ક્લિપ વાઈરલ
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરીને લગભગ 80 બેઠકો પર જીત મેળવનાર કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ઊભરીને બહાર આવી હતી. અને આ વખતની ચૂંટણીમાં ખાસ વાત એ હતી કે, જે ધારાસભ્યો ચૂંટાયા છે તેમાંનાં મોટાભાગનાં યુવાન ધારાસભ્યો છે. અને આ ધારાસભ્યો આક્રમક રીતે જે તે ક્ષેત્રમાં સરકારની નિષ્ક્રિયતા ઉપર પોતાનાં નિવેદનો આપતાં હોય છે. આ નિવેદનો આપવામાં ધ...
23 પૈકી 21 સિંહોને કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ હોવાનું જાહેર
ગીર પૂર્વની દલખાણિયા રેન્જમાં ટપોટપ 23 સિંહોનાં મોત મામલે રાજ્ય સરકારનાં વન વિભાગની બેજવાબદારી બહાર આવી છે. જે 23 સિંહોનાં મોત નિપજ્યાં હતાં તે માટે વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા અગાઉ એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, માત્ર 4 સિંહોને જ કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ હતાં. પરંતુ પૂના સ્થિત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં મોકલેલાં સેમ્પલ બાદ આઈસીએમઆ...
જૂનાગઢમાં બેઠા ગરબાની આજે પણ બોલબાલા
જૂનાગઢ એટલે તપોભૂમિ, ગિરનારની આ ભૂમિમાં નવરાત્રિની વિવિધ રીતે ઉજવણી થાય છે. તેમાં બેસીને ગાવામાં આવતા પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ જીવંત રાખવાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બે મંડળ એવા છે જેના સભ્યો આમંત્રણ આપનારના ઘરે જઈને બેઠા ગરબા ગાય છે.
નવી પરંપરા મુજબ વિવિધ જ્ઞાતિના લોકો દ્વારા પોતાના સમાજના યુવક યુવતીઓ માટે રાસોત્સવનું આયોજન કર...
મહેસાણામાં ૨૫ વર્ષ માટે ખાનગી એજન્સીને સફાઈ કોન્ટ્રાક્ટ આપતાં વિવાદ
મહેસાણા નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટ આપવાને લઇ વિવાદ વકર્યો છે અને તેના કારણે વિરોધ પક્ષની સાથે સફાઈ કર્મચારીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. નગરપાલિકાના હાલના સત્તાધીશોએ ખાનગી એજન્સીને ૨૫ વર્ષનો સફાઈ કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય કર્યો છે અને ૨૫ વર્ષ સુધી કરોડોનો કોન્ટ્રાક્ટમાં દર વર્ષે ભાવ વધારો પણ આપવાની જોગવાઈ કરાઈ છે. હાલમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને ...
બાળકો પર કોઈ જાતિય અત્યાચાર કર્યો નથીનું શિક્ષકોએ સોગંદનામું કરવું પડશ...
રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આવા ગુનાઓ ન બને તે રોકવા માટે રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા કોઈ આકરાં પગલાં લેવામાં આવતાં નથી. ત્યારે રાજ્યનાં શિક્ષણ વિભાગે એક ફતવો જારી કર્યો છે જેનાં કારણે ભારે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલાં પરિપત્રનો કોંગ્રેસ દ્વારા પણ ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે...
ધારાસભ્યએ અર્ધનગ્ન રેલી કઢી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાલમાં જ રાજ્ય સરકારને ફટકાર લગાવવામાં આવી હતી. તેનાં ભાગરૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા શહેરોમાં થતાં ગેરકાયદેસર પાર્કિંગ ઉપરાંત લારી ગલ્લાંવાળા ઉપર તવાઈ આવી છે. આ સંજોગોમાં કેટલાંક ઠેકાણે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરીનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આવો જ એક અનોખો વ...
ચોરવાડમાં નવરાત્રિની સાથોસાથ કરાય છે લોકમેળાનું આયોજન
ગીર સોમનાથ જિલ્લા નજીક આવેલ ચોરવાડ ગામે એક અનોખી રીતે જ નવરાત્રિના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ નવરાત્રિમાં પ્રાચીન ગરબાની પરંપરાને જાળવી રાખવા માટે રાસ ગરબાની સાથે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
નવલા નોરતાની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે આજના સમયમા અર્વાચીન ગરબા તરફ લોકો અને આયોજકો વળી રહ્યાં છે. આ સમયમાં પ્રાચીન અને મૂળભૂત પરંપરાને ટકાવી રાખ...
છોટાઉદેપુરમાં ટામેટનાં ભાવ ગગડી જતાં ખેડૂતો પાયમાલ
ટામેટાના પોષણક્ષમ ભાવના અભાવે છોટાઉદેપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહા મહેનતે પકવેલો ટામેટાનો પાક ખેડૂતોનો કસ કાઢી રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં ખેડુતો દ્વારા ટામેટાનો પાક કરવામાં આવ્યો હતો અને હાલમાં ટામેટાનો પાક તૈયાર છે. ત્યારે ટામેટાનો ભાવ તળીયે જતાં ખેતરોમાં કાળી મજુરી અને બિયારણ તેમજ ખાતરનો ખર્ચ કર્યા બાદ પણ ખર્ચનું વળતર પણ નહીં મળતાં...
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ, મગફળીનું ઉત્પાદન ઘટ્યું
ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા 15-20 દિવસથી સિઝનની નવી મગફળીની આવકનો પ્રારંભ થવા પામ્યો છે. જો કે આ વર્ષે દુષ્કાળગ્રસ્ત વર્ષની સાથે છેલ્લાં પાછોતરો વરસાદ થયો ન હોવાથી મગફળીના ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો હોય તેમ ગોંડલ માર્કેટ યાર્ડમાં સિઝનની નવી મગફળીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન ધરાવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં છે...
જિલ્લામાં સેંકડો ખેડૂતોની વીજ કનેક્શન માટેની અરજી હજુ પડતર
રાજ્યમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. જગતનો તાત આજે સિંચાઈનાં પાણી માટે તરસે છે, તો બીજી બાજુ રાજ્યમાં ચાલુ વર્ષે અપૂરતાં વરસાદનાં કારણે પાક નિષ્ફળ જવાનાં કારણે પહેલાંથી જ દેવાનાં બોજ તળે દબાયેલો ખેડૂત વધુ દેવાં હેઠળ જઈ રહ્યો છે અને રાજ્ય સરકાર આ મામલે કોઈ નિરાકરણ લાવી નથી રહી. ત્યારે બીજી બાજુ રાજ્યમાં ખેડૂતોને વીજ પૂરવઠો મળી રહે એવાં મોટાં ...
ગેરરીતિ અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક કોલેજના વિદ્યાર્થીનો નંબર અન્...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખીને અનેક નિર્ણયો કરવામાં આવે છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઇને વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી અનેક વિદ્યાર્થો મુંઝવણમાં મૂકાઈ ગયાં છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે વિદ્યાર્થીઓનાં પરીક્ષા સીટ નંબર જમ્લીંગ કરીને ગોઠવણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી એક કોલેજના વિ...
કોંગ્રેસની વેબ લોંચ
ગુજરાત કોંગ્રેસ દ્વારા શુક્રવારે પ્રદેશ કાર્યાલયે લોક સરકાર મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સમાંતર સરકાર ચલાવવાના આશયે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. લોકો લોક સરકાર વેબસાઈટ પર પોતાની ફરિયાદ રજૂ કરી શકશે, જેના આધારે ફરિયાદનું નિરાકરણ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરાશે અને ફરિયાદનો ઉકેલ આવે તે માટે પ્રયાસ કરાશે. જોકે હાલ તો કોંગ્રેસે લોક સરકા...

English