Saturday, August 8, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

લજાઈ ગામે ગૌસેવાના લાભાર્થે ૧૦ લાખનો ફાળો: સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ નાટક...

અમારા ગામની ગાયો કદી કતલખાને નહિ જાય તેવા ઉમદા આશય સાથે ગૌસેવા કામધેનુ વિસામો ટ્રસ્ટ લજાઈના લાભાર્થે છેલ્લા 51 વર્ષથી ચાલતા સેવાયજ્ઞમાં દર વર્ષની જેમ આ વર્ષે પ્રસિદ્ધ નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ રજૂ કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં એક જ રાત્રિમાં રૂપિયા ૧૦ લાખનો ફાળો નોંધાયો હતો. મોરબી નજીક ૫૧ વર્ષ પૂર્વે ૧૯૬૭માં લજાઈ ગામનાં લોકો દ્વારા કરાયેલા ...

બહુચરાજી મંદિરની નવરાત્રિમાં ડિસ્કો દાંડિયાને સ્થાન નહીં

ભાવનગર નજીકના ભંડારિયા ગામમાં આવેલા બહુચરાજી માતાના સાંનિધ્યમાં પરંપરાગત રીતે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પણ આ ગામમાં ડિસ્કો દાંડિયાને કોઈ સ્થાન નથી. અહીં ભવાઈ અને નાટક દ્વારા પારંપારિક રીતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીંની નવરાત્રિમાં આપણી સંસ્કૃતિની મહેક આવે છે. અહીં બહુચર માતાજીના સાંનિધ્યમાં માણેકચોકમાં આવેલ...

અદાણી, એસ્સાર, ટાટાને વીજળીના રૂ.4100 કરોડ વધારે ચૂકવી સૌરભ પટેલનું કૌ...

ભાજપ સરકારે તેના 23 વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓને તગડી કમાણી કરાવી છે. પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે તેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરીને રૂ.4100 કરોડ જેટલી માતબર રકમ ખાનગી વીજ કંપનીઓને ચૂકવીને મોટો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશ...

ડાંગરના પાકમાં ઈયળો પડી, પાક વીમો મળતો નથી

ભારત ખેતી પ્રધાન દેશ ગણવામાં છે. ત્યારે જગતનો નાથ અને તાત ખેડૂતને ગણવામાં આવે છે. થોડાં સમય પેહલા દિલ્હીમાં ખેડૂતો દ્વારા સરકારનો ઘરાવ કરવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતનો ખેડૂત પણ પોતે વાવેલા પાકની નિષ્ફળતાને લઈ હેરાન પરેશાન છે. અમદાવાદ દસ્કોઇ તાલુકાના વિશલપુર ગામ ખાતે ખેડૂતોએ વાવાલો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. જેનો પાક વીમો સરકાર આપી ન...

12 દિવસે પિવાનું પાણી

ચોમાસા ની વિદાય થતાંની સાથે જ રાણપુર શહેરમાં સર્જાઈ છે પીવાના પાણીની સમસ્યા. રાણપુર શહેરને ૧૨ દિવસે પાણી આપતાં ગામ લોકો પરેશાનીમાં મૂકાઈ ગયાં છે. ગ્રામ પંચાયતનાં  પાંચ કૂવામાંથી હવે માત્ર ત્રણ કૂવામાં  હવે થોડાક દિવસો ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. ઓછા વરસાદના કારણે આજુબાજુના ડેમો અને નદી નાળાં પણ ખાલીખમ થઈ ગયાં છે. ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પીવાન...

વડગામમાં વોટ્સએપ પર તલાક

ટ્રિપલ તલાકના કાનૂન બાદ પણ વોટ્સ એપ પર તલાકનો મામલો સામે આવ્યો છે. વડગામ તાલુકાના પીરોજપુરા ગામની મહિલાને તેના પતિએ વોટ્સ એપ પર તલાક આપ્યા છે. ત્યારે પીડિત મહિલાએ હવે પોલીસ સમક્ષ ન્યાય માટે ગુહાર લગાવી છે. નસીમબહેન નામની મહિલાના લગ્ન તેમના જ ગામના હુસેનભાઇ સાથે થયા હતાં. જેમના 22 વર્ષના દામ્પત્ય જીવનમાં 3 સંતાનો છે. લગ્ન બાદ પતિ સાથે તેઓ મુંબઇ સ્થા...

પત્રકારો બે દેશના સબંધો સુધારી શકે

વડોદરા નજીક આવેલ પારૂલ યુનિ. ખાતે જર્નાલિઝમના વિદ્યાર્થીઓના એક વર્કશોપમાં આવેલા રશિયાની આરયુડીએનના ત્રણ અધ્યાપકોએ પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ, ભારત અને રશિયા વચ્ચે ઘણાં સમયથી સારા સબંધ છે. તેમાં પણ તાજેતરમાં રશિયાના પ્રમુખ પુતિનની મુલાકાત અગાઉ અમેરિકા દ્વારા આર્થિક પ્રતિબંધોની ધમકી આપવામાં આવી હોવા છતાં ભારતે જે કરાર કર્યા છે ત્યારે ભારત ...

સિંહોના મોત માટે રાજકીય નેતાઓની હોટેલ જવાબદાર

છેલ્લાં બે વર્ષમાં જ 215 સિંહના મોત ગીરમાં થયા છે. તે માટે હોટેલ જવાબદાર હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જંગલની અંદર 550 હોટેલ ચાલી રહી છે. જેમાં માત્ર 15 હોટેલો પાસે જ પરવાના છે. બાકીની એક પણ હોટેલ પાસે પરવાના નથી. જે સિંહ દર્શન કરાવવા માટે ગંદુ માંસ આપતાં રહ્યાં છે. આ હોટેલમાંથી ઘણી ખરી ભાજપના નેતાઓની છે. પૂર્વ મુખ્ય પ્રધાનના સંબંધી અને ભા...

અમેરિકા છોડી મર્જિયા મુસાએ ગુજરાતમાં ગૌશાળા બનાવી

અમેરિકાના ટેક્સાસમાં રહેતી મર્જિયા મુસા બનાસકાંઠા જિલ્લામાં આવેલા પોતાના પૈતૃક ગામ કાણોદર માટે કંઇક કરી બતાવ્યું છે. તેના પિતાના ગામ માટે ડેરી ખોલીને લોકોને આર્થિક રીતે મદદ કરવાનું શરૂ કર્યું હતું. નવેમ્બર 2016માં 5 એકર જમીન ખરીદીને 22 ગાયો રાખવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં રૂ.2.50 કરોડનું ખર્ચ કર્યું હતું. તેની પાસે ડચ ઓરિજિનની 120 હોલિસ્ટન ફ્રિઝ...

સત્તા મેળવવા ભાજપે કાયદા વિરૃદ્ધ રોસ્ટર જ બદલી કાઢી

સત્તા મેળવવા માટે ભાજપ ગમે તે હદ ઓળંગી શકે છે. તે માટે હવે તેમને કોઈ નૈતિક મૂલ્ય નડતાં નથી. ગાંધીનગર જિલ્લામાં સત્તા મેળવવા માટે ભાજપે અનેક નૈતિક અધઃપતન નોતર્યું છે. બે વખત કોંગ્રેસના મેયર આયાત કરીને સત્તા મેળવી હતી. કોંગ્રેસના નેતા નરહરી અમીનને આયાત ગાંધીનગર માટે કર્યા હતા. નગરપાલિકા અને તાલુકા પંચાયત મેળવવા માટે કોંગ્રેસથી પક્ષપલટો કરાવીને સત્તા ...

વડનગર મેડિકલ કોલેજને કોણ રાજકીય રીતે પરેશાન કરે છે

વડનગરની મેડિકલ કોલેજ સ્વનિર્ભર બનાવી દેવામાં આવી છે. અહીં કરોડો રૂપિયાની ફી લોકો પાસેથી લેવામાં આવતી હોવ છતાં GMERS સંચાલિત સ્વનિર્ભર મેડિકલ કોલેજને ગુજરાતનું આરોગ્ય વિભાગ પુરતો સ્ટાફ આપતો નથી. જ્યારે MCIની તપાસ આવે છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર સ્ટાફ ફાળવી આપે છે. આ ટીમ જતી રહે એટલે સ્ટાફ પણ જતો રહે છે. વડનગરની મેડિકલ કોલેજનું ઉદઘાટન બે વર્ષ પહેલા...

સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર દાદી જાનકી શું કહે છે ?

દેશની પરિસ્થિતી વિપરીત છે. અસ્વચ્છતા, ગંદગી, દુર્ગધ આપણા દેશની એક મોટી સમસ્યા છે. આ માટે ગરીબી, વસ્તી વધારો, લોકોની ગંદી આદતો, સ્વચ્છતા માટેની જાગરૂકતાનો અભાવ તેમજ શિક્ષણનો અભાવ છે. આપણા દેશમાં 40% થી પણ વધુ ઘરોમાં શૌચાલય નથી. 50% થી વધુ લોકો ખુલ્લામાં શોચક્રિયા કરે છે. કચરો ગમે ત્યાં ગમે તેમ ફેંકવો; ગમે ત્યાં થુંકવું; પાન મસાલાના કે માવાના પાઉચ કે...

કોંગ્રેસના જૂથવાદથી ભ્રષ્ટાચાર બહાર આવ્યો, 71 હેક્ટર જમીનનો વિવાદમાં

રાજકોટ જિલ્લા પંચાયતનો સત્તાધારી પક્ષ કોંગ્રેસમાં જૂથવાદ સાથે હવે ભ્રષ્ટાચાર પણ માઝા મૂકી રહ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસની કે જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક મળે ત્યારે વિવાદ બહાર આવે છે, પક્ષના બે ભાગલા પડી ગયા છે. જે બન્ને ભાગ હવે પૈસા કમાવા માટે આગળ આવી રહ્યાં છે. રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક મળી હતી તેમાં શાસક કોંગ્રેસ જૂથના સભ્ય ચં...

બુલેટ ટ્રેન માટે 900 કરોડના બદલે 200 કરોડનું જ વળતર કેમ ?

ગુજરાતમાં બુલેટ ટ્રેન પસાર થઈ રહી છે તેના માટે ખેતીની જમીનનું ખેડૂતો માંગી રહ્યાં છે એવું રૂ.900 કરોડનું વળતર આપવું ન પડે તે માટે ગુજરાત સરકાર તેમાં કાપ મુકીને માત્ર રૂ.200 કરોડ આપવાની ગણતરી કરવામાં આવી રહી છે. તેથી ગુજરાત સરકાર અને ખેડૂતો વચ્ચે જમીનની લડાઈ ચાલી રહી છે. જો ટ્રેન માટે રૂ.1.20 લાખ કરોડ ખર્ચવામાં આવતાં હોય તો જેમની જમીન જઈ રહી છે તેમન...

પાંખી હાજરીથી આઈ કે જાડેજાને કોણે ઠમઠોર્યા  ?

અમદાવાદ શહેર ભાજપ પર કોઈનો અંકુશ ન રહેતાં પ્રદેશ ભાજપના નેતાઓ અમદાવાદ શહેરના ભાજપના નેતાઓ અને પ્રભારીઓ પર ભડકી ઉઠ્યા છે. મુખ્ય પ્રધાનના સિવિલ હોસ્પિટલ ખાતેના કાર્યક્રમોમાં ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યો ગેરહાજર હતા. તાજેતરમાં અમદાવાદાના વૈભવી સર્કિટ હાઉસ ખાતે પણ ભાજપના ધારાસભ્યો કે કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા. આવા અનેક કાર્યક્રમોમાં નોંધપાત્ર ...