Admin
કચ્છમાં નવરાત્રીએ ગૌમૂત્ર અને તિલક કરાશે
મેઈન હેડિંગઃ
પેટા હેડિંગઃ ગૌમૂત્રનો અભિષેક અને લાલ તિલક સાથે નવરાત્રીની ઉજવણીમાં અપાશે પ્રવેશ
આદ્યશક્તિની આરાધનાના ઉત્સવ નવરાત્રિનો આરંભ ૯ ઓક્ટોબરથી થઇ રહ્યો છે. નવલા નોરતા અને નવરાત્રીની ગરીમા જળવાય તે માટે હિંદુ યુવા સંગઠન અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિધર્મીને નવરાત્રી પંડાલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. કચ્છના ભૂજ, અંજાર, માંડવી, ...
સરકારની રૂ.17 કરોડની 62 હજાર બોરી તુવેર સડી ગઈ છે
ગુજરાતમાં નાફેડ દ્વારા મગફળી કાંડની શ્યાહી હજુ સુકાઈ નથી અને તેની તપાસ પણ મંથરગતિએ ચાલી રહી છે ત્યારે નાફેડની વધુ એક ઘોર બેદરકારી સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. વડોદરા-છોટાઉદેપરુના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી 62 હજાર બોરી તુવેર સડી ગઈ છે.
રાજકોટ જિલ્લામાં મગફળી કાંડનો ભારે ચકચાર મચેલો છે અને આ મામલે કોંગ્રેસ દ્વારા પણ ભારે ઉહાપોહ મચાવવામાં આ...
ડોકટરે 1000 મેડિકલ કેમ્પ કરી માનવ સેવા કરી
સામાજીક લેખક શૈલેષ સપરિયાએ જણાવ્યું હતું કે ધરાઈ ગામના વતની વિરાભાઈ કાતરિયાએ આંખના સર્જન તરીકેનો અભ્યાસ પૂર્ણ કરીને 1983ના વર્ષમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં એમના સેવા યજ્ઞની શરુઆત કરી હતી. ડો. વી.સી.કાતરિયા છેલ્લા 36 વર્ષથી સેવાની ધૂણી ધખાવીને મોરબીમાં બેઠા છે. કેટલાય સરકારી નોકરી કરતા ડોક્ટરો સરકારી દવાખાને જેટલા હાજર રહે છે એના કરતાં પોતાના અથ...
પૂરમાં તૂટેલાં 219 ઘર મિત્તલ પટેલના પ્રયાસોથી ફરી બન્યા
સામાજીક કાર્યકર મિત્તલ પટેલે કહ્યું હતું કે, દરેકના જીવનમાં એવી કેટલીયે વાતો હોય છે જેને યાદ કરતા આંખ ભીની થઈ જાય. કાશ કમ્પ્યુટરની જેમ જીંદગીમાં પણ એક ડીલીટ બટન હોય તો કેવું સારુ થાત. 2017માં બનાસકાંઠામાં પુર આવ્યું ને કેટલાયના જીવનમાં ઊથલ પાથલ કરી નાખી.
ખારિયાના પરા પટણીઓઢામાં દેવીપૂજક પરીવારો રહે. ખેતીવાડીની આછી પાતળી જમીન ને કાંઈક મહેનત કરીન...
બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલો
કેન્દ્ર સરકારે ગુજરાત હાઇકોર્ટમાં કર્યુ સોગંદનામુ... જમીન સંપાદન ની પ્રક્રિયા ગુજરાત સરકાર કરી રહી હોવાથી કેન્દ્ર સરકાર તે બાબતે કશું કહી શકે નહીં તેઓ કેન્દ્રનો દાવો... અરજદારોએ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં કોઈ માંગણી ન કરી હોવાથી કેન્દ્ર સરકારે કશું કહેવાનું રહેતું નથી તેઓ કેન્દ્ર સરકારનો દાવો... જરૂર પડે વિગતવાર સોગંદનામુ કરવાની હાઈકોર્ટ પાસે માં...
ગુજરાતની દોડવીરાંગના સરિતા હવે રાજકીય પ્યાદુ બની ગઈ છે
એશિયન ગેમ્સમાં રીલે દોડમાં ચાર યુવતીઓની સાથે ગોલ્ડ મેડલ જીત્યા બાદ સરિતા ગુજરાતના રાજકારણીઓ હવે તેનો ઉપયોગ પ્રસિદ્ધ મેળવવા અને તેમનો ઉપયોગ પ્યાદા તરીકે કરી રહ્યા છે. તેમની સિદ્ધિને આગળ કરીને બધાજ રાજકીય પક્ષો પોતાનો રોટલો શેકી રહ્યા છે. સરિતાને થતાં અન્યાયને આગળ ધરીને કોંગ્રેસના ધારાસભ્યે સરકાર અને ભાજપની ખેલકૂદ નીતિ અને સરકારની સામાજિક નીતિને પડકા...
અમરેલીમાં 5000 કરોડપતિ બન્યા ગરીબ, સસ્તું અનાજ પણ લીધું
અમરેલી તાલુકા પંચાયતના કોંગ્રેસના વડેર બેઠકના સભ્ય ભત હપાણી લાખોપતિ હોવા છતાં ગરીબો માટેનું અનાજ લેવાનું કાર્ડ – બીપીએલ – ધરાવે છે. તેઓ નિયમિત રીતે દર મહિને સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદી જાય છે. અમરેલી કલેક્ટરને આ અંગેની રજૂઆત કરવામાં આવી છે. તાલુકા પંચાયતના સભ્યોને પોતાના નામે બીપીએલ કાર્ડ મળવીને સસ્તા અનાજની દુકાને થી 12 કિલો અનાજ, દોઢ કિલો ખ...
મોટાભાગના ધારાસભ્યોની પોતાની આવક એક લાખથી 3 કરોડ છતાં પગાર વધારો
182 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્યએ પોતાના પગાર વધારાનો વિરોધ વિધાનસભામાં કર્યો ન હતો. ચૂંટાતા પહેલાં ધારાસભ્યોની આવક કેટલી હતી. વિધાનસભામાં માત્ર 20 ધારાસભ્યો એવા છે કે તેણે એવી જાહેરાત કરી છે કે તેમની આખા વર્ષની આવક શૂન્ય છે. 8 ધારાસભ્યોની આવક વર્ષે રૂ.2 લાખથી વધું છે. 8 ધારાસભ્યોની આવક રૂ.3 લાખથી વધું હતી. 13 ધારાસભ્યોની આવક રૂ.4 લાખથ...
ભાજપે અપક્ષને નગરપાલિકા પ્રમુખ બનાવી દીધા, કેમ આવું કર્યું ?
ગાંધીનગર ભાજપના રાજકારણમાં અવનવા બનાવો બનતા જ રહ્યા છે. હવે સ્થાનિક કક્ષાએ પણ અચંબિત કરે એવા બનાવો બની રહ્યા છે. ખેડા જિલ્લાના ઠાસરા અને કઠલાલ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 25 સપ્ટેમ્બર 2018માં થઈ હતી. ઠાસરા નગરપાલિકામાં અઢી વર્ષ માટે અનામત બેઠક હોવાથી ત્યાં અનામત સભ્ય હોય તો જ પ્રમુખ બની શકે તેમ હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે અના...
3 ઓક્ટોબરથી MLAના પગાર વધારા સામે ગાંધીઆશ્રમમાં ધરણા
18ર ધારાસભ્યોના માહિને રૂ.45,000 જેટલા પગાર વધારા માટેનું બિલ સરકાર દ્વારા તૈયાર કરી વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષ દ્વારા આ બિલને સહમતી આપી બંને પક્ષ દ્વારા મોંઘવારીની વાત આગળ ધરી તમામ ધારાસભ્યના પગાર વધારાને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. ત્યારે જનતા વતી આંદોલનકારી પ્રવિણ રામે તમામ 18ર ધારાસભ્યોને લેટર લખી 79 દિવસમાં જવાબ માંગ્...
ગાંધીનગર ભાજપનો ટોયલેટ ભ્રષ્ટાચાર ટેપમાં બહાર આવ્યો
ગાંધીનગર શહેરમાં ભારતીય જનતા પક્ષ માટે દશા માઠી બેઠી હોય એવા વારંવાર અનેક પ્રકારના અણબનાવો છેલ્લા ઘણા વર્ષોથી બની રહ્યા છે. ખાસ કરીને જ્યારે કોર્પોરેશનમાં અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પક્ષાંતર કરાવીને નીતિ નિયમો બાજુ પર મૂકી દીધા પછી ઘણી બધી આફતો શરૂ થઈ છે. હવે એના જ પક્ષના મહિલા કાઉન્સિલના પતિ દ્વારા એક વાતચીતની ઓડિયો ક્લીપ જા...
સરકારના ખર્ચે અને પ્રજના પૈસે ભાજપ ભજન કરશે, રથયાત્રામાં કરોડોનું પેટ્...
ભારતીય જનતા પક્ષ લોકોની વચ્ચે સીધી રીતે જઈ શકે તેમ નથી. કારણ કે પેટ્રોલ, ડીઝલ અને ઘરની વસ્તુઓમાં જંગી વધારો થતાં મોંઘવારી વધી છે. તેથી ભાજપે દર વખતની જેમ આ વખતે નુસખા કરીને લોકોની વચ્ચે જવાનો પ્રયત્ન કર્યો છે. પ્રજાના પૈસે હવે ભાજપ દરેક ગામોમાં જશે. પોતાનો પ્રચાર કરશે અને મોજ કરશે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના નામે આ વખતે ભાજપે કાર્યક્રમો ગોઠવી લ...
વિજલપોર નગરપાલિકામાં ભાજપના પ્રમુખની પોલ બહાર આવશે, અવિશ્વાસ પ્રસ્તાવ ...
નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકામાં ભાજપના પ્રમુખ સામે ભારતીય જનતા પાર્ટીના સભ્યો ભારે વિરોધ કરી રહ્યા છે. ભાજપના સભ્યોએ પોતાના જ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. ભાજપની નેતાગીરી સામે જંગ શરૂ કર્યો છે. અવિશ્વાસની દરખાસ્ત અંગે ચર્ચા કરવા અને મતદાન કરવા માટે 25મી સપ્ટેમ્બર 2018ના રોજ સામાન્યસભા બોલાવવામાં આવી છે. જેમાં અધ્યક્ષની સામે દરખાસ્ત...
મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ મહિલા આયોગમાં...
વિધાનસભા ના ચોમાસુ સત્ર ના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ રેલી બાદ વિધાનસભા માં પ્રવેશતી વખતે કોંગ્રેસ ના ધારાસભ્યો ને ગેટ નં 1 પાસે પોલીસ દ્વારા રોકવામાં આવતા તે દરમ્યાન થયેલી ઝપાઝપીમાં કોંગ્રેસ પક્ષના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમમર નો હાથ ઝપાઝપી દરમ્યાન મહિલા પોલીસ અધિકારીને અડી જતા. ભારે ચર્ચા ચકડોળે ચઢી હતી. પરંતુ આ ઘટના ના ઘેરા પ્રત્...

English