Friday, August 7, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

મોરબીના ડેમી 2 અને ડેમી 3 કમાન્ડ એરિયામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યોમાં ફરી ફરીને વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યાં છે. તેવી જ રીતે ગુજરાત સરકાર પણ આવા કાર્યક્રમો માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા લોકાર્પણ થઈ રહ્યું...

ચૂંટણી આવતાં ભાજપ સરકાર ફરી ફેરવશે રો રો ફેરી સર્વિસ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે વર્ષ 2017ની વિધાસભાની ચૂંટણી પહેલાં ભાવનગર જિલ્લાનાં ઘોઘાથી ભરૂચ જિલ્લાનાં દહેજ સુધીની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ ફેરી સર્વિસ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત વાહનમાં અવર જવર કરવા માટે ખૂબ સમય જતો હતો. તેનાં બદલે આ ફેરી સર્વિસથી માત્ર ગણતરીનાં કલાકોમાં સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતનાં જે ત...

મુખ્યમંત્રી રૂપાણીનાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ ઉપર દુષ્કર...

મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની વાતો કરનારી રાજ્ય સરકારનાં દાવા માત્ર પોકળ સાબિત થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હોમ ટાઉન રાજકોટમાં એક તબીબે મહિલા તબીબ ઉપર દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવતાં સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગયો છે. ઘટનાની વિગતો એવી છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલાં એક ડોક્ટર વિરૂદ્ધ બળાત્કારનો આરોપ મૂકતી ફરી...

સચ્ચાઈ છૂપાવતી સરકાર, સિંહોનાં મોત ઈનફાઈટથી નહિ પણ વાયરસના કારણે

ભારત દેશનું ગૌરવ અને એશિયાઈ સિંહો પર અમરેલી જિલ્લામાં સંકટ આવ્યું હોય તેમ  11 દિવસમાં 11 સિંહોના મોતથી સમગ્ર અમરેલી સહીત સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો છે. વનવિભાગના અધિકારીઓએ દાવો કર્યો આ સિંહોનાં મોતનું કારણ ઇન્ફાઇટ છે પરંતુ વાત સાંભળી તમને નવાઈ લાગશે શું એટલી બધી સંખ્યામાં મોતનું કારણ ઇન્ફાઇટ હોય ખરા પરંતુ આ વાતને લઇ અમરેલી જૂનાગઢ ગાંધીનગર સુધી ...

નર્મદા નહેરમાં ફરી ગાબડું, ભ્રષ્ટાચાર દેખાયૈ

બનાસકાંઠાનાં સૂઈ ગામનાં મોરવાડા-2 માઈનોર કેનાલમાં ગાબડું પડતાં આસપાસનાં વિસ્તારોનાં ખેતરો જળબંબાકાર થઈ ગયાં છે. કેનાલનાં પાણી ખેતરોમાં ઘૂસી જતાં ઊભા મોલને પણ નુકસાન થયું છે તેનાં કારણે જગતનાં તાતમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યાં છે ત્યારે આ કેનાલો બનાવવામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત થઈ...

ખોટ કરતી સાબર ડેરી શરૂ કરશે ચારસો કરોડનાં ખર્ચે પાવડર પ્લાન્ટ

સાબર ડેરીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળતા નથી. જેને લઈને પશુપાલકોમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સાબર ડેરી ચારસો કરોડના ખર્ચે નવો પાવડર પ્લાન્ટ બનાવાની જાહેરાત કરી છે. જેને લઈને પશુ પાલકોમાં ફરી એકવાર રોષ જાગે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક બાજુ જ્યાં સાબર ડેરી કહી રહી હતી કે મોટા પ્રમાણમાં પાવડરનો...

11 સિંહોનાં મોતમાં શું છે રહસ્ય

રાજ્યમાં અમરેલી જિલ્લાનાં ધારીનાં ગીરનાં જંગલનાં પૂર્વ વિભાગની દલખાણિયા રેન્જ અને જસાધાર રેન્જમાં થયેલાં 11 સિંહોનાં મોતનાં મામલો ગંભીર હોવાનું બહાર આવ્યું છે. Khabarchhe.comએ એકસાથે 11 સિંહોનાં મોતનાં મામલે રાજ્ય સરકાર ઢાંક પિંછોડો કરી રહ્યું હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેને આજે અનુમોદન મળ્યું છે. 11 સિંહોનાં મોતનાં મામલે કેન્દ્રનાં વન વિભ...

આજથી શરૂ થતા ચોમાસુ સત્રમાં વિધેયક મુકાય તેવી શક્યતા: પેપર લીકમાં પણ આ...

રાજય સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે બનાવવામાં આવેલા ફી નિર્ધારણ કાયદાનો અમલ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કરી શક્યા નથી. બેફામ ફી ઉઘરાવવામાં આવી રહી છે ત્યારે લોકોની સાથે કાયદાથી છેતરપીંડી કરવા માટે બીજા કાયદા ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમ્કિ શિક્ષણ સુધારા વિધેયક રજૂ થશે. જે માત્ર ભ્રમ પેદા કરવા માટે ભૂપ...

કેન્દ્ર સરકારે ગુજરાતને માર્યો તમાચો, શિક્ષણ માટે કાપ મૂક્યો

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગુજરાતની ભાજપ સરકારને શિક્ષણ માટે ઓછું ફંડ આપવામાં આવી રહ્યું હોવાનું RTI હેઠળ બહાર આવ્યું છે. જે ગુજરાત માટે તમાચો માર્યા બરાબર છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ આપવામાં આવેલા ફંડમાં હાલની ભાજપ એનડીએ સરકારની સરખામણીમાં પૂર્વ કોંગ્રેસ-યુપીએ સરકારે ગુજરાત રાજયને વધુ ફંડ આપ્યું હતું. આમ રૂ.320.45 કરોડનો તમાચો કેન્દ્ર સરકારે ગુજર...

સોલાર સિટી ગાંધીનગર ન બન્યું, દીવ બે વર્ષમાં જ બની ગયું

ગાંધીનગરને સોલાર શહેર બનાવવા માટે ભાજપના સત્તાધીશો છેલ્લાં 10 વર્ષથી આયોજન કરી રહ્યાં છે. પણ ગુજરાતના દરિયા કિનારા પર આવેલા દીવ સંપૂર્ણ રીતે સોલાર આધારિત ઇલેક્ટ્રીસિટી ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બની ગયો છે. પ્રવાસન વ્યવસાય આધારિત આ શહેરમાં દિવસે ગુજરાતની વીજળીની જરૂર રહેતી નથી. દીવના મલાલા સ્થિત 50 એકરમાં સૂર્ય ઊર્જા પેનલ  લગાડવામાં આવતા દિવસ દરમિયા...

મુખ્યમંત્રી અમૃતમ યોજના પ્રજા માટે ઝેર સાબિત થઈ

ગરીબ દર્દી માટેની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના ઝેર સાબિત થઈ છે. આ યોજનામાં આરોગ્ય મંથનમાં ભ્રષ્ટાચારના ઝેર સિવાય કંઈ જ નિકળતું નથી. ગરીબી રેખા હેઠળ જીવતાં લોકોમાંથી માંડ 55 ટકાએ તેમાં 5 વર્ષમાં નોંધણી કરાવી છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 10 જિલ્લા જ સારવાર માટે નક્કી કરાયા છે. તેથી રાજ્યના દૂરના વિસ્તારોમાંથી અમદાવાદ સારવાર લેવા માટે આવવું પડે છે. ગુ...

બસપાના પ્રમુખ નેહાએ કહ્યું દારુના અડ્ડા બંધ કરાવો, ગણેશોત્વમાં પોલીસે ...

છોટાઉદેપુર નગપાલિકાના ગુજરાતનાં એક માત્ર બહુજન સમાજ પક્ષના પ્રમુખ નેહા જયસ્વાલે પોલીસને કહી દીધું હતું કે જન્માષ્ટમી, તાજીયા અને ગણેશોત્વમાં શાંતિ જોઈતી હોય તો દારૂના અડ્ડા બંધ કરાવો. છુટથી દારુ મળે છે. જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર સુજલ માયાત્રાની જાહરીમાં તેમણે અધિકારીઓને 19 સપ્ટેમ્બર 2018ના રોજ કહ્યું હતું જેની અસર પણ થઈ છે. ગણેશ ઉત્સવ પૂર...

આફ્રિકન દેશની જેમ ગુજરાતના ગરીબ બાળકોને ખાવાનું મળતું નથી  

ગુજરાતના 6 વર્ષ સુધીના 7 ટકા બાળકો એવા છે કે જેને પૂરતું ખાવાનું પણ મળતું નથી તેથી તે કુપોષણથી અસહ્ય પીડા ભોગવી રહ્યાં છે અને શરિરનો વિકાસ રૂંધી રહ્યાં છે. તેમાંએ પૂર્વ ગુજરાતની આદિવાસી પટ્ટી પર બાળકોની હાલત આફ્રિકા અને નાઈઝીરીયાના બાળકો જેવી અત્યંત ખરાબ છે. જેમને પૂરતું ખાવાનું પણ મળતું નથી. છતાં રૂપાણી સરકાર પ્રજાના પૈસે કરોડો રૂપિયા ઉત્સવો અને વ...

તમારા નામે ગુજરાત સરકારે રૂ.33,500ની લોન લીધી છે તેની તમને ખબર છે ?

33500 દરેક વ્યક્તિના માથે દેવું ચઢી ગયું છે. ભલે તમે દેવાદાર ન હો પણ રૂપાણી સરકાર તમારા નામે દર વર્ષે રૂ.19,000 કરોડ વ્યાજે નાણાં લે છે અને ગુજરાતના રસ્તા બનાવવા માટે વાપરે છે. રૂ.3000 દેવું દર વર્ષે તમારા નામે કરે છે. આમ ગુજરાતને દેવાદાર રાજ્ય બનાવવા તરફ ધકેલવામાં આવી રહ્યું છે. સરકાર વિકાસ કરી રહી હોવાનો પ્રચાર કરે છે. પણ ગુજરાત તો દેવાદાર બની...

અહેમદ પટેલ ફરી સત્તામાં આવતાં ગંદી રાજનીતિ શરૂ 

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સામે તથા પોતાના જ પક્ષના ધારાસભ્યો સામે વિધાનસભાના પગાર બિલ અંગે ટીકા કરનારા અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસની શિસ્ત સમિતિએ આજ કોઈ પગલાં લીધા ન હોવાથી કોંગ્રેસમાં તેની ભારે ટીકા થઈ રહી છે. જોકે મોટા ભાગના કોંગ્રેસના નેતાઓ આ બાબતે પક્ષની અંદર એટલા માટે બોલવાનું ટાળી રહ્યાં છે કારણ કે...