Admin
ખેડામાં પાણી આપવા રજૂઆત
વિરપુર અને બાલાસિનોરની કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોએ માગણી કરી છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદના રિસામણાને કારણે તળાવો અને નદીઓમાં પાણી નથી. જેથી ખેડૂતોએ વાવેતર કરેલા પાકને નુકશાન થાય તેવી ભિતી સેવાઇ રહી છે. સરકાર દ્વારા પાણી છોડવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ભાદરવાના આરંભે વીરપુર તાલુકામાં આ...
કોગ્રેસની સભા, રેલી અને વિધાનસબા ધેરાવમાં ઘર્ષણ, નેતાઓને પકડી લેવાયા
ભાજપના ૨૨ વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિને કારણે આર્થિક પાયમાલીમાં ધકેલાયેલાં ખેડૂતોની સંપૂર્ણ દેવામાફીની માગણી સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા મંગળવારે ગાંધીનગરમાં ખેડૂત આક્રોશ રેલી યોજી હલ્લાબોલ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર-૬ ખાતેની સત્યાગ્રહ છાવણીએ સવારે ૯ કલાકે રેલીને સંબોધન કરવામાં આવી ત્યારરબાદ કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો, આગેવાનો અને ખે...
કોંગ્રેસમાં કેમ રાજીનામાં પડી રહ્યાં છે, આણંદમાં 4 રાજીનામાં
આણંદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું શાસન છે. છેલ્લી કેટલીક ટર્મથી રાજકીય ખેંચતાણને લઈને તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમાંય ખાસ કરીને હોદ્દાની રૂએ મહત્વની ગણાતી કેટલીક સમિતિમાં ઉચ્ચ પદ હાંસલ કરવા કેટલાક સભ્યો દ્વારા યેનકેન પ્રકારના રાજકીય દાવ રમાઈ રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડયું હતું. આણંદ જિલ્લા કોંગ્રેસનો આ...
ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી શકાય ? ખેડૂત અને બિનખેડૂત વર્ગને લડાવ...
સરકાર હવે સરકારી અર્થશાસ્ત્રીઓ (અનર્થશાસ્ત્રીઓ)ને મેદાનમાં લાવીને ગુજરાતની જનતાને ખેડૂત વિરૂઘ્ધ બિન-ખેડૂત બનાવીને લડાવવા જઈ રહી છે, જનતા સાવધાન રહે એમ ખેડૂત સંગઠનો કહે છે. હાર્દિક પટેલની માંગણીઓને લઈને જેમ સરકાર હરકતમાં આવી ગઈ છે. ગુજરાતના ખેડૂતો માથે પાક ધિરાણના 45,607 કરોડ અને લાંબાગાળાનું ધિરાણ (જમીન લેવલીંગ, બોરવેલ, ટ્રેકટર વગેરે માટે લીધેલી...
કોંગ્રેસના રાજકોટના કોર્પોરેટરે ભાજપ પ્રમુખને આવકારવા બેનર લગાવ્યા, ભા...
રાજકોટ શહેરના વોર્ડ નં.૧3ના કોંગ્રેસના નગરસેવક ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને આવકારતું જાહેર બેનર મૂકતાં હવે તે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે એવું સ્પષ્ટ થઈ ગયું છે. સફાઈ અભિયાન વેળાએ નિતીન રામાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ વાઘાણી સાથે જાહેરમાં જ કાનમાં મોં રાખીને વાતો કરી હતી. રાજકોટ શહેરમાં કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદથી કંટાળીને પક્ષથી વિમૂખ થઈ ગયા ...
ફોટો પડાવવા માટે કચરો ટ્રેક્ટરથી નીચે નાંખી સફાઈ કરી
સ્વચ્છતા ઝુંબેશ ચલાવવા માટે ગુજરાતમાં ખરેખર સફાઈની લાગણી કરતાં માત્ર ફોટો પડાવવા માટે જ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવતી હોવાના અનેક બનાવો ભાજપની પોલ ખોલ જેવા બની ગયા છે. મહેસાણાના રાધનપુર સર્કલ પાસે એવું જ થયું હતું. જ્યાં રસ્તા સાફ થઈ ગયા હતા તેથી ટ્રેકટરમાં કચરો લાવીને રોડ પર નાંખવામાં આવ્યો હતો અને પછી ભાજપના નેતાઓએ ફોટો પડાવવા માટે હાથમાં ઊભો સાવરોણ...
ખેડૂતોને સૌથી વધુ વીજળી આપતું ગુજરાત, પણ ખેડૂતો કહે છે ના આવું નથી
કૃષિ ક્ષેત્રે સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડીને ગુજરાતે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે, એટલું જ નહીં ગુજરાતે એક જ દિવસમાં 15 લાખ કૃષિ વીજ જોડાણમાં વિક્રમજનક 10 કરોડ યુનિટથી વધુ વીજળી કૃષિક્ષેત્રે પૂરી પાડી છે. ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં કૃષિક્ષેત્રે રોજની 6થી 7 કરોડ યુનિટ વીજળીનો ...
દાડમમાં સુકારાનો રોગ આવતાં ખેતરો સુકાઈ ગયા
દાડમની ખેતી ગયા વર્ષ સુધી નફાકારક હતી. આ વર્ષે દાડમના ભાવ હવે તૂટી ગયા બાદ હવે તેમાં મુંડા નામની જીવાત પડી જતાં દાડમ સુકાવા લાગ્યો છે. 5000 હજાર હેક્ટર વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લામાં દાડમ પર જોખમ આવી ગયું છે. બનાસકાંઠા જિલ્લાંમાં 6,800 હેક્ટરના વાવેતર થાય છે. જેમાં લાખણી તાલુકામાં 5000 હેક્ટર દાડમ ઉગાડવામાં આવ્યા છે. તેના ઉપર આફત આવી પડી છે. તેથી દ...
રૂ.8માં 150 કિલો મીટર જઈ શકતું સસ્તું હાઈબ્રિડ બાઈક ઋષિલ પટેલે બનાવ્યુ...
બોરસદ તાલુકાના વાલવોડ ગામના કિશોરે રૂ.8ના ખર્ચે 150 કી.મી. સુધી જઈ શકે તેવું ઇલેક્ટ્રિક અને સૌર ઉર્જા સંચાલિત હાઈબ્રિડ બાઇક બનાવ્યું છે. બોરસદ તાલુકાના વાલવોડ ગામના મધ્યમ પરિવારમાં જન્મેલા અને 12 સાયન્સમાં અભ્યાસ કરતા ઋષિલ પટેલે પિતાના જૂના પડી રહેલા બાઇક પર સંશોધન કર્યું. ભડકે બળતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત આપે તેવી આ એકદમ સરળ ટેકનોલોજી છે. કોઈ ...
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી
મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો...
ગુજરાત મહિલા પોલીસનું હિમોગ્લોબિન ઓછું, લીપસ્ટીક આપે તો વધે
ગુજરાતની મહિલા પોલીસ માટે મેડીકલ ચેકઅપ કરીને તેમનું હેલ્થ કાર્ય તૈયાર કર્યું તો સામે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે, મહિલા પોલીસ પોતાની ફરજ દરમિયાન સતત તનાવનો સામનો કરતી હોય છે. ફરજ દરમિયાન તનાવ ઉભો થતાં મોટાભાગના મહિલા પોલીસમાં હિમોગ્લોબીનની ખામી હોવાનું બહાર આવ્યું છે. આવા સંજોગોમાં શરીરને થાક, સુસ્તી, અશક્તિ, ચક્કર આવવાં, ગભરામણ થવી, શ્વાસ ચઢ...
દર્દીનું મોત થાય અને બિલ બાકી હોય તો પણ મૃતદેહ સોંપી દેવો પડશે
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુજરાતના આરોગ્ય વિભાગને કડક આદેશ કરીને દર્દીઓના અધિકારો અંગેનો ચાર્ટર પ્લાન મોકલી આપ્યો છે. આ પ્લાન લાગુ થયા બાદ હોસ્પિટલના બીલ ચૂકવણીનો વિવાદ થવાના સંજોગોમાં પણ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવાનો ઇન્કાર નહીં કરી શકાય. જોકે આવો આદેશ હોસ્પિટલની ફી સંદર્ભે છે. દરેક ડોક્ટરોએ અને હોસ્પિટલોએ પોતાના ચાર્જીસ જાહેરમાં લખીને મૂકવ...
કાશ્મીરની પથરીનો ભારતનો રેકોર્ડ તોડતું ગુજરાત
ગયા વર્ષે ધરમપુર શહેરના રામવાડી વિસ્તારમાં રહેતાં મૂળ ખારવેલ ગામના 45 વર્ષના મહેશભાઇ રસીકભાઇ પટેલને પેશાબમાં અસહ્ય પીડા થતાં તેમની યુરીનરી બ્લેડરમાં પથરી હોવાનું બહાર આવતાં ધરમપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમના પેટમાં ઓપરેશન કરતાં એશિયાની સૌથી મોટી પથરી નિકળી હતી. વલસાડના ધમપુરના ડો. કે. સી. પટેલે દર્દીના શરીરમાંથી 1365 ગ્રામ...
74 ટકા વરસાદ પડ્યો પણ 53 ટકા બંધો ખાલી રહ્યાં
ચોમાસાની વિદાય લીધી છે, ગુજરાતમાં ચોમાસામાં 74% વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતમાં 93%, સૌરાષ્ટ્રમાં 72%, મધ્ય ગુજરાતમાં 67%, ઉત્તર ગુજરાતમાં 43% અને કચ્છમાં 26% વરસાદ પડયો છે.ત્યારે ગુજરાતના બંધોમાં સરેરાશ 53% પાણી સંગ્રહ થયો છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધું કઠણાઈ થશે. નર્મદા બંધમાં 63% પાણી આવ્યું છે. જે પૂરતું નથી. કચ્છના 20 બંધમાં 12% પાણી છે જ્યાર...
દાનમાં મળેલી કરોડોની જમીન સાધુએ પરત કરી દાતા કુટુંબને આફતમાથી ઉગાર્યું...
શ્રાવણી અનુષ્ઠાન સફળ થાય અને કોઈનું ઋણ ન રહે તે માટે જૂનાગઢ ભવનાથ રૂદ્રજાગીર આશ્રમના મહંત ઇન્દ્રભારતી સાધુએ 14 વર્ષ પહેલાં દાનમાં મળેલી દેવાળીયા પાર્ક નજીકની કરોડો રૂપિયાની 27 વિઘા જમીન દાન આપનાર પરિવારને પરત કરી દીધી છે. આશ્રમની આ જમીન પર આંબાના વૃક્ષો ઉગાડવામાં આવેલા છે. અલસ માલિક પરિવારની આર્થિક સ્થિતી ખરાબ થતાં આ કરોડોની જમીન પરત આપી છે. શ્રાવણ...

English