Thursday, August 6, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ગુજરાતમાં કેટલા લોકો સમલૈંગિક છે ? 

ગુજરાતના માનવેન્દ્રસિંહ ગોહિલ  રાજવી કુંવરની પણ સમલૈંગિકોના અધિકાર માટેની લડત રંગ લાવી છે. વિશ્વના પહેલા સ્વેચ્છાએ જાહેર થયેલા સમલૈંગિક રાજકુમારે વડોદરામાં જીતનો જશ્ન મનાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સંબંધને કાયદાની પરિભાષામાં ગુનાઇત કૃત્યમાંથી બહાર કાઢી મૂકતાં સમગ્ર દેશમાં સમલૈંગિકોએ વધામણી કરી હતી. LGBT એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અ...

અમદાવાદના રિંગ રોડ પર કોમર્શિયલ વાહનોના ટોલ ટેક્સમાં  વધારો

ઔડા નિર્મિત સરદાર પટેલ રિંગ રોડ પર કોર્મશિયલ વાહનો પાસેથી વસૂલ કરાતાં ટોલ ટેક્સમાં રૂ. 2 થી 10નો વધારો કરાયો છે. ટ્રાન્સપોર્ટરો અને ટ્રાવેલ્સને અમદાવાદ શહેરમાંથી પસાર થવાની દિવસે મનાઈ હોવાથી પરા વિસ્તારમાં તેમના માટે આ માર્ગ સૌથી સરળ છે. રીંગરોડ બનાવીને ટોલટેક્સ માટે ભાજપના ખજાનચી સુરેન્દ્ર પટેલ કરોડોનું કૌભાંડ કર્યું હતું. તેથી આજે પણ અમદાવાદની પ્...

દોડવીરાંગના સરિતાનું ભવ્ય સ્વાગત

એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ગુજરાતનાં ચાર ખેલાડીઓએ ગુજરાતની ગોલ્ડ ગર્લ સરીતા ગાયકવાડ સાથે 6 સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પગ મૂક્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરીતાની સાથે અમદાવાદી ટેનિસ પ્લેયર અંકિતા રૈના પણ હતી, જેણે એશિયન ગેમ્સમાં સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેની સાથે સુરતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કર પણ આવ્યા હતા...

હાર્દિકના સમાધાનની રાહ ન જોઈ અને દેવું વધતાં ખેડૂત કુટુંબે આત્મહત્યા ક...

ગાંધીનગર ખાતે હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફકરવાને લઈ છેલ્‍લા 13 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહયા છે. ત્‍યારે ખેડૂતોએ લીધેલ લોન ભરપાઈ નહીં કરી શકવાના કારણે આત્‍મહત્‍યા કરી રહયા છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાના ચાંદગઢ ગામે રહેતા એક ખેડૂતના કપાસનો પાક નિષ્‍ફળ જવાના કારણે અને લીધેલ લોન ભરપાઈ થઈ શકે તેમ ના હોવાના કારણે ગઈકાલે આપઘાત કરી લીધો હતો. જયારે તેમના ...

હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત નથી, ભાજપ ખેડૂતોને સહાય કરે – ધારાસ...

ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે કે, હાર્દિકના ઉપવાસ અંગે ભાજપના વીજળી પ્રધાન સૌરભ પટેલે કોંગ્રેસ પ્રેરિત કહીને સમગ્ર પાટીદાર સમાજનું અપમાન કર્યું છે. હાર્દિકનો ઉપવાસ એ કોઇ કોંગ્રેસની માંગણી પુરી કરવા માટેનો નથી પરંતુ સમગ્ર પાટીદાર સમાજ, રાજયના ખેડૂતોના કૃષિ બજેટમાં તેમજ સબસીડીમાં વધારો કરવા, કૃષિ ઉપજને જીએસટી મુકત કરવા, કૃષિ ઓજારોને કરવેરા મુક...

અમરેલી કોંગ્રેસમાં ખૂરશીનો ખેલ

અમરેલી નગરપાલિકામાં બેઠક ચાલુ હતી તે દરમિયાન એકાએક ખૂરશીઓ ઉછળી હતી. સભ્યઓ પાલાકિના ભાજપના પ્રમુખ ઉપર કોંગ્રેસના સભ્યઓએ ખૂકરશીઓ ઉછાળી હતી. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનો આ વિસ્તાર હોવાથી અહીં મારામારી જેવી ઘટના બને ત્યારે તેને ગંભીર ગણવામાં આવી રહી છે. કોંગ્રેસે અમરેલી નગરપાલિકા પ્રમુખ તરીકે બાલુબેન પરમાર અને ઉપપ્રમુખ પદે સંદીપ ધાનાણીનું નામ નક્ક...

ભરૂચ ભાજપમાં વધતો જૂથવાદ

ભરૂચ ભાજપના અનેક જૂથોમાં મજબૂત જૂથ કોનુ ?. ભરૂચ નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ભાજપમાં અનેક પ્રકારના જૂથો ઊભા થયા છે, જેમાં એક મજબૂત જૂથ ધારાસભ્ય દુષ્યંત પટેલનું છે. ઉપરાંત ભરૂચ જિલ્લા અને ભરૂચ નગર ભારતીય જનતા પાર્ટી એકમના મોવડી મંડળના સભ્યોનું એક અલગ જૂથ છે. વળી રાજય કક્ષાના ભાજપના નેતોઓ અને ગાંધીનગરના નેતાઓના...

ભાજપના નેતાના વખાણ કર્યા અને વિરોધ પક્ષનું પદ ગયું

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેના પડોશી દમણમાંથી કંઈક શીખવા જેવું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેના પડોશી દમણમાંથી કંઈક શીખવા જેવું છે. આવું બીજા કોઈ નહીં પણ ગુજરાત પ્રદેશના એક નેતા જ કરી રહ્યા છે. ગુજરાતની અંદર આવેલા દીવ અને દમણની પક્ષની શિસ્ત માટેની કામગારીનો અભ્યાસ કર્યા બાદ તેમણે આવું નિવેદન આપ્યું છે. દમણ નગરપાલિકાના કોંગ્રેસના વિરોધ પક્ષના સલીમએ ...

નવસારીના વિજલપોર ભાજપમાં સત્તા સામે સાવકાનો જંગ

નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકામાં જનતા પાર્ટીના આંતરિક ઝઘડાઓ વધી ગયા છે. જેના કારણે ભાજપના સત્તાધીશો સામે વિરોધ ઊઠી રહ્યો છે. ભાજપના 33 સભ્યોમાંથી 15 જેટલા સભ્યો પાલિકા ગેરવહીવટ કરી રહ્યા હોવાનો આરોપ છે. તેઓ જે અનીતિ કરી રહ્યાં છે તેની સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો છે. પાલિકાના ભાજપના કાર્યકરો સામે શાસકો સતત ઓરમાયુ વર્તન દાખવતા હોવાની ગાંધીનગર ખાતે...

અધિકારીએ પુછ્યું તમે ત્રણ બાળકો પેદા જ કેમ કર્યા, નોટિસ આપી

મહેસાણા તાલુકા પંચાયત હંમેશને માટે કોઈક ને કોઈક કારણસર વિવાદમાં આવતી રહી છે હવે એક નવો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના એક સભ્ય અને ત્યાં ત્રણ સંતાનો હોવાનું જણાતાં તેમને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ આપનારા અધિકારીએ એવું કહ્યું છે કે ત્રણ સંતાનો તમે શા માટે જન્મ આપ્યો છે? તમારું આ કૃત્ય પંચાયતના કાયદા વિરુદ્ધ છે. તેથી તમારી સામે શા માટે પગલા ન પડવા. ...

વિદ્યાર્થીએ નૈસર્ગિક જંતુનાશક દવા બનાવી, દવાથી છોડનો વિકાસ 20 ટકા વધી ...

આણંદના વલ્લભવિદ્યાનગર ખાતે માસ્ટર ઓફ બાયોટેકનોલોજીમાં અભ્યાસ કરતા કપડવંજના વિદ્યાર્થી જીમીશ પરેશ પટેલે એક અદભુત નેચરલ પેસ્ટિસાઈડ્ઝની શોધ કરી છે. તેમની આ શોધ અંગે સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરવામાં આવ્યું છે. તેમણે નવી ઓર્ગેનિક પદ્ધતિ વિકસાવી છે. હાલ પેસ્ટીસાઈઝ જંતુનાશકો વપરાય છે, તેના સ્થાને કુદરતી દવા વાપરીને મબલખ ઉત્પાદન મેળવી શકાશે. ખે...

હઠીલા હાર્દિકનું આંદોલન રાજકીય પક્ષો ઉઠાવી રહ્યા છે

રાજ્યના ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ (પાસ) અને સરકાર વચ્ચે પડેલી મડાગાંઠમાં હાર્દિકનું આંદોલન પુરૂ થવા જઈ રહ્યું છે.પરંતુ આ મુદ્દો ભાજપ વિરોધી રાજકીય પક્ષો હઠીલા હાર્દિકના મુદ્દા ઉઠાવીને પોત પોતાના રાજ્યમાં આંદોલન કરવાની તૈયારી કરી છે. ગુજરાતમાં કોંગ્રેસે રાજ્યમાં 300 સ્થળે દેખાવો ધરણા અને આવેદનપત્રો...

8 સપ્ટેમ્બરના હાર્દિક પટેલના સમાચારો

મનોજ પનારાએ સી.કે.પટેલ વચ્ચે સમાધાન પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ઉપવાસના 14માં દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોડી સાંજે SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ હાર્દિક અને તેની માંગણીઓને લઈને રાજનીતિ ગરમાઇ ગઈ છે. હાલ મળી રહેલા અહેવાલ મુજબ પાસ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ...

તૈયાર પશુઆહાર સારો કે નહીં

પશુઓના ખોરાક અને પોષણમૂલ્ય પર વિવિધ પ્રક્રિયાઓની અસર પશુ ઉત્પાદનમાં પશુ આહારનું ઘણું જ મહત્વ છે. પશુ ઉત્પાદનમાં ખોરાકનો ખર્ચ ૬પ થી ૭પ ટકા જેટલો થાય છે. એટલા માટે જરૂરી છે કે પશુઆહારની એવી રીતે પ્રોસેસ કરવામાં અવો કે તે પધ્ધતિ અર્થક્ષમ હોય અને પશુઓની ઉત્પાદન ક્ષમતા પણ વધારે. પશુઆહારની પ્રોસેસીંગ પ્રક્રિયાઓમાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્...

માનવ અધિકારોના મશાલચી ગૌતમ ઠાકર નું અવસાન

પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી ઝ ના ગુજરાતના મંત્રી અને રાષ્ટ્રીય કારોબારી સદસ્ય ગૌતમ ઠાકર નું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે. 72 વર્ષના ગૌતમ ઠાકર ગુજરાતમાં માનવ અધિકારોના રક્ષણની તથા રાજકીય અને નાગરિક સ્વતંત્રતાની ચળવળ સાથે છેલ્લાં 50 કરતાં વધુ વર્ષોથી ખૂબ જ સક્રિય રીતે સંકળાયેલા હતા. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમ્યાન તેમણે જેલવાસ પણ વ...