Tuesday, July 22, 2025

Admin

13226 POSTS 0 COMMENTS

વાંકાનેર પેલેસમાં થયેલ ચોરી વિષે માહિતી આપનારને પાંચ લાખનું ઇનામ

પાંચાળ ભૂમિનો સૌરાષ્ટ્રી તાજ: વાંકાનેરનો એક્ચ્યુઅલી વતની છું નાનું મારું ગામ ખુબજ રૂપકડું છે,મચ્છુ કાંઠે વસાવેલ ગામને ફરતે કિલ્લો હતો હવે ગઢની રાંગ છે,ઝાલાવાડનું એક રજવાડું એટલે વાંકાનેર ઝાલા પરિવારનું આજે પણ અમો રાજા તરીકે માનસન્માન આપીયે યુવરાજ તરીકે કેશરીબાપાને સંબોધન કરીયે ખુબજ માયાળુ સ્વભાવના તેના દાદા રાજવી શ્રી અમરસિંહજી ઝાલાએ આજથી 100 એક વર...

વૃક્ષપ્રેમી કાંતિભાઇ પટેલે ૨૦૦૦ વૃક્ષોનું એકલા હાથે જતન કર્યું

(સુનિલ પટેલ) ‘રાણીપના કાંતિભાઇ સવારે છોડને પાણી પાણી પીવડાવવા નીકળે ત્યારે રસ્તામાં મળતાં ઇંટ કે તેના ટૂકડા લઇને પોતાની સાયકલ પર મૂકી દે છે. આ સિવાય આસપાસમાં જ્યાંથી પણ ઇંટના ટૂકડા મળે તેને પોતાની સાયકલ પર ગોઠવી દે છે. આ ટૂકડાઓ દ્વારા તેઓ વાવેલા છોડના રક્ષણ માટે સંરક્ષણ માટેની દિવાલ બનાવે છે. આ ઉપરાંત તેઓ તેઓની સાથે દાતરડું પણ રાખે છે જેના દ્વાર...

૧૨ પાસ વર્ષા બહેન ઘરે ઘરે ફરી મીટર રીડીંગ કરે છે

અમદાવાદ જિલ્‍લાનું ગોરૈયાગામ વિરમગામ તાલુકામાં આવેલું છે. અહીંના વર્ષાબેન નટુભાઇ દલવાડીને ઈચ્છા હતી કે તે નોકરી કરે. ગરીબ પરિવારમાં હોવા છતાં તેમણે તે માટે તૈયારી શરૂ કરી હતી. આત્‍મવિશ્‍વાસ , સાહસિકતા, નીડરતા અને કંઇક નવુ કામ કરવાની ઉત્‍સુક હતી તેમની પાસે. તેને સરકારી વીજ કંપનીમાં મીટર રીડર તરીકે નોકરી મળી ગઈ છે. વર્ષાબેન બહેન પોતાની નોકીર અંગે કહે...

ગુજરાતના સમાચારપત્રો માટે નવી જાહેર ખબરની નિતી

જાહેર ખબરની નિતી અન્વયે જે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે તે મુજબ ૧ થી ૧૨ મુદ્દાની તમામ વિગતોના દસ્તાવેજો જાહેરખબરની પેનલ પર આવતા તમામ અખબારોએ અત્રેની કચેરીને મોકલવાના રહેશે. તેમાં પરિશિષ્ઠ - અ અને વર્તમાન પત્રોની વિગતોનું ચેકલીસ્ટ આ સાથે સામેલ છે.

દેશની સૌ પ્રથમ ગુગલ સ્કુલ, અમદાવાદની

ગુગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવન ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકોને પુછે છે કે... ‘‘ બ્લેક બોર્ડ અને ગુગલ ક્લાસ, એમ બેમાંથી શેમાં મજા આવે છે...? ’’ બાળકો હોંશે હોંશે જવાબ આપે છે... ‘‘ગુગલ ક્લાસમાં...’’ પરીક્ષા, પ્રોજેક્ટ અને હોમ વર્ક .... બધું જ ઓન લાઈન છે. કેટલાક પ્રશ્નો અને તેના જવાબ પછી ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકો ગુગલ ...

સવારે ૮થી ૧૨ સુધી રાજયના ૩૫ તાલુકાઓમા વરસાદ

રાજયમા વરસી રહેલા વરસાદે આજે તા.૨૧-૭-૧૮ ના રોજ સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ કલાક દરમિયાન ૩૫ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં માંગરોળ, ગણદેવી, ચીખલી, હાલોલ, બાબરા,ચોર્યાસી, પોશીના,અમરેલી, વંથલી મળી કુલ નવ તાલુકાઓમાં એક ઈચ થી વધુ અને અન્ય ૨૬ તાલુકાઓમાં અડધો ઈચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૧.૩૫ ટકા 

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ-ગાંધીનગર સહિત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૯૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ સાથે મોસમનો કુલ સરેરાશ વરસાદ રાજયમાં ૫૧.૩૫ ટકા જેટલો થઇ ગયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૧/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાકે પૂરા ...

દાંતામાં પાંચ, મહેમદાવાદ, વઘઈ અને શેહરામાં પાંચ ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉતર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૪૬ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો, મહેમદાવાદ તાલુકામાં ૧૩૮ મી.મી., વઘઈમાં ૧૩૪ મી.મી. અને શહેરામાં ૧૩૦ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇ...

ચાર વર્ષમાં 42 દેશ ફરીને મોદીએ 1500 કરોડ વાપર્યા

જૂન, ૨૦૧૪થી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીએ ૮૪ દેેશોમાં પ્રવાસ કર્યો છે. આ વિદેશ પ્રવાસ માટેની ચાર્ટડ ફલાઇટો, વિમાનની સારસંભાળ અને હોટલાઇન સુવિધા પાછળ અત્યાર સુધીમાં ૧૪૮૪ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે. વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે રાજ્ય સભામાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ હેઠળ ચાર્ટડ ફલાઇટો, વિમાનની સારસંભાળ અને હોટલાઇન સુવિધા પ...

હાર્દિકની સફળતા પર પત્ર

જય હિંદ જય ભારત ! ડોક્ટર કુણાલ પટેલ અને કૂણાલ પટેલ ની ફેમીલી તરફથી મારા નાના ભાઈ હાદીક ને જન્મ દિવસ નિમિત્તે ખુબ ખુબ આભાર.! આજથી ટૂંક સમય પહેલા ગુજરાતની ધરતી પર એક એવા ધરતીપુત્રનો ઉદય થયો કે જેને ફક્ત ગુજરાત જ નહિ પરંતુ સામાગ્ર દેશનું ધ્યાન પોતાના પર કેન્દ્રિત કરાવ્યું.માત્ર વર્ષ ૨૪ વર્ષની ઉમરમાં નવા-નવા જુવાનીમાં પ્રવેશેલા નવ યુવકો જ્યારે ભણતર...

રિલાયન્સ રિફાઇનરીમાં પાણી ભરાઈ ગયા

જામનગરની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જળ-પ્રદૂષિત રિફાઇનરી વિસ્તારમાંવવરસાદના પાણી ભરાયા છે. સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મમાં  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મોટી-ખાવડી રિફાઇનિંગ એસોસેટની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરો મંગળવાર - જુલાઇ 17, 2018 માં સેલફોન કેમેરામાં લેવામાં આવી હતી. કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ હતી. તે સ...

કામમાં મચી પડો, સફળ થશો : ફોટો જર્નાલીસ્ટ, ભાટી એન.

સોશિયલ મીડિયા મીડિયા બળવત્તર બનતું જાય છે,દરેક કોલમિસ્ટ,લેખક,વિડીયોગ્રાફર, ટી,વી,એન્કર,ફોટો જર્નાલિસ્ટ,કાર્ટૂનિસ્ટ,કવિ કે આપ ફ્રેન્ડ્સ કોઈને કોઈ પોસ્ટ મૂકીને આપના મંતવિયો જણાવો છો,આપ કોઈ પણ છાપામાં લખતા હો કે કોઈ પણ ક્ષેત્રમાં હો આપનું યોગ્ય માર્કેટિંગ ના થાય તો આપની પ્રોડકટ્સ વેચવા માટે કોઈને કોઈ તુકા લડાવા પડે જેમ કે વેપારી છાપામાં કે ટી,વીમા એડ્...

નર્મદા શ્રમ અને સેવા શિબિર’ યોજાશે 

વિશ્વની મોટી સિંચાઇ યોજનાઓ પૈકીની એક અને ગુજરાતની જીવા દોરી સમાન નર્મદા યોજનાના વિકાસ કાર્યમાં રાજયના યુવક-યુવતીઓ પોતાની શક્તિઓનું શ્રમદાન કરે અને પોતાની શક્તિઓ વધુ વિકાસાવીને રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં પ્રદાન આપે તેવા શુભ હેતુથી કેવડીયા કોલોની-નર્મદા ખાતે નર્મદા શ્રમ અને સેવા શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્ર...

મહિલા સામેના ગુનાના દોઢ વર્ષમાં બે લાખ ફોન આવ્યા

ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારથી રાજધર્મની ઐસીતૈસી કરનાર ભાજપ સરકારનાં છેલ્લા ચાર વર્ષનાં શાસનમાં ગુનાખોરીએ માઝા મુકતાં દારૂની રેલમછેલ, અપહરણ અને હત્યાનાં છડેચોક બનતાં બનાવો વચ્ચે દુષ્કર્મનાં ૩૨૩૧ બનાવો ગુજરાત માટે કલંકરૂપ છે. કેબીનેટ મંત્રી નહીં બની શકનાર છ ફુટ ઊંચા ગૃહ રાજ્યમંત્રી કે મુખ્યમંત્રીને આ ક્રાઈમ રેટ દેખાતો નથી કારણ ક...

ભ્રષ્ટાચારના કારણે નબળા બનેલા રસ્તા અને પુલ ધોવાયા 

રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ઠેર ઠેર રોડ, રસ્તા અને નાના પુલો તૂટી ગયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે રસ્તા અને પુલોમાં થયેલા મોટાપાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. અનેક જિલ્લાઓમાં હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે કોંોંગ્રેસ ...