Wednesday, August 5, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

શિક્ષક પરીક્ષા પેપર લીકમાં ખેડાના શિક્ષણ માફિયાની સંડોવળી

ગુજરાત રાજ્ય સરકારમાં શિક્ષકોની ભરતી માટે ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો બહાર આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈ તપાસ કરાઈ નથી. ૨૯ જુલાઇ ૨૦૧૮ના રોજ માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી માટે યોગ્યતા કસોટી લેવાઈ હતી. જેમાં અરવલ્લીના શિક્ષક અને અન્ય બે વ્યકિતઓ સાથે મળી અને આ કૌભાંડમાં ખેડા જિલ્લા શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણ માફિયાઓ પણ સંડોવાયા હોવાની વિગતો બહાર આ...

ગૌચરની જમીન પર દબાણ

કાંકરેજ તાલુકાના રતનગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને બીજા અનેક લોકોએ ગૌચરની જમીન ઉપર તેમજ તળાવમાં દબાણ કરી દીધું છે. તાલુકા પંચાયત દ્વારા દરેક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને નોટિસો ફટકારવામાં આવી છે પણ તે માત્ર કાગળ પર બતાવવા માટે જ કાર્યવાહી કરવામાં આવી છે. દબાણ દૂર કરવામા આવે તો પશુઓ માટે ખરાબો ખૂલ્લો થાય અને માલધારીઓના માટે સાર્વજનિક રીતે જમીન ખૂલ્...

આંદોલન કરતાં નોકરીમાંથી દૂર કર્યા

પાટણ યુનીવર્સીટીમાં બાંધકામ વિભાગમાં બે વર્ષથી કોન્ટ્રાકટ મારફતે નોકરી કરતા ઇલેક્ટ્રિશિયનને કુલપતિ દ્વારા કોઈ પણ વાંક ગુના વિના ફરજ પરથી હાંકી કાઢયા હતા. તેમણે સામુહિક આત્મહત્યા કરવાની ચીમકી આપી છે. સાત દિવસમાં નિરાકરણ નહિ આવે તો યુનીવર્સીટીના કોઈપણ ખૂણામાં કે કુલપતિની ચેમ્બરમાં કે જાહેરમાંઆત્મવિલોપન કરશે. પોલીસે ઇલેક્ટ્રિશિયન સહીત ૫ ઈસમોની અટકાયત ...

માણસામાં વરસાદથી ખેડૂતોમાં આનંદ

માણસા પંથકમાં ૨૩ દિવસ પછી ૪ ઇંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ૨૧ હજાર હેક્ટરમાં વાવણી કર્યા પછી વરસાદ નહીં આવતાં પાક સુકાવા લાગ્યો હતો. ગયા ચોમાસાની સિઝનમાં ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ સુધીમાં જિલ્લામાં સૌથી વધુ 26 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પ્રથમ બે કલાકમાં બે ઇંચ વરસાદ થયો હતો. તે પછી બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ ૪ ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં આનં...

ડીસામાં વેપારી પેઢીએ રાજસ્થાનના ખેડૂતોના પૈસા ડૂબાડ્યા

બનાસકાંઠા જિલ્લામાં આર્થિક મંદીના કારણે પ્રજા સાથે છેતરપીંડીના બનાવોમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. એક પછી એક  પેઢીઓ છેલ્લા કેટલાય સમયથી લોકોના રૂપિયા લઇ ફરાર થઈ રહ્યા છે. ડીસા માર્કેટ યાડમાં એક પેઢીનું ઉઠામણું થતા રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા ખેડૂતોના લાખો રૂપિયા ફસાયા છે. જાલોર જિલ્લાના અનેક ખેડૂતો વાવેતર કરેલ અનાજ ડીસા માર્કેટયાડ માં આ પેઢી ઉપર ...

મુળ બિહારી મહંત ચરસ-ગાંજા સાથે પકડાયા

મહેસાણાના અંબાજી મંદિરનાં મહંત રામકિશોરદાસ મહારાજ ચરસ-ગાંજાનાં જથ્થા સાથે ઝડપાયા હતા. પોલીસે મહંતને વેચાણ કરવા આવેલ હિમાચલ પ્રદેશનાં દંપતિ અને પુત્ર પાસેથી રૂપિયા ૮૦ હજારનાં ચરસ-ગાંજાનો જથ્થો કબજે કરીને ચારેયની ધરપકડ કરી હતી. હિમાચલ પ્રદેશનાં પાસીંગની એક ક્રેટા કારમાં ત્રણ ઈસમો પ્રેમસિંહ કલ્યાણસિંહ ચૌહાણ, તેની પત્ની દુર્ગાપુરી અને તેનો પુત્ર અશ્વિન...

રૂા. ૨૦૦માં ઇન્જેક્શન અને રૂા. ૨૦૦૦માં એક ગ્રામ પાઉડરની પડીકીનું વેચાણ...

સયાજીગંજમાં ગોળીઓ-બિસ્કીટ સહિત પરચુરણ સામાનની દુકાન ધરાવતી અને તાંદલજા વિસ્તારમાં મરીયમ પાર્કમાં રહેતી નસીમ નજીરભાઇ પટેલ નામની મહિલા યુવાનોને નશીલા ઇન્જક્શન તથા માદક પાઉડરનું વેચાણ કરતી એક મહિલાની પોલીસે ધરપકડ કરી પેન્ટોઝોસીન ઇન્જેક્શન તથા મેથામ્ફેટામાઇન પાઉડરના જથ્થો પકડી પાડ્પોયો હતો. રૂ. બસોમાં ઇન્જેક્શન તથા બે હજારમાં એક ગ્રામ પાઉડરની પડીકીનું ...

વરસાદથી 84 ટકા પાકને જીવતદાન, કૃષિ નિયામક

ગુજરાત રાજ્યમાં થયેલા તાજેતરના વ્યાપક વરસાદથી ૮૪.૩૯ ટકા જેટલા વિવિધ ખરીફ પાકોને નવું જીવતદાન મળ્યું છે, એમ રાજ્યના કૃષિ નિયામક ભરત મોદીએ જણાવ્યું છે. ૮૫.૬૫ લાખ હેક્ટર સામે આ વર્ષે કુલ ૭૨.૨૯ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તાજેતરના વરસાદ પછી દિવેલા, કઠોળ, ગુવાર, જુવાર, બાજરી તથા ઘાસચારાના પાકોનું નવું વાવેતર હાથ ધરાશે. ક...

ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન આવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 ઓગષ્ટે એક દિવસ ની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે .ત્યારે તેમની આ એક દિવસની મુલાકાત ને સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે. જોકે વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ તેમજ પદવીદાન પ્રસંગે ગુજરાત આવી રહેલા નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ પી એમ ઓ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી ૨૩ ઓગસ્ટે સવારે ...

ઉપવાસ આંદોલન માટે પોસ્ટ વોર

25 ઓગસ્ટના ઉપવાસ આંદોલનને લઇ નિકોલ વસ્ત્રાલ રાણીપ તેમ જ અમદાવાદ ની પાટીદાર સોસાયટીની અંદર ઠેકઠેકાણે ઉપવાસ આંદોલનને લઇ બેનર લગાવવામાં આવ્યા તેમ જ પત્રિકાઓનું વિતરણ કરી લોકો સુધી મેસેજ પહોંચાડવાનો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

700 કાર્યકરો સાથે હાર્દિક પટેલની અટકાયત, પત્ર જાહેર કર્યો

હાર્દિક પટેલની ધરપકડ કરી લઈને તેમના નિવાસ સ્થાને પોલીસ પહેરો મુકી દેવામાં આવ્યો છે. આજના ઉપવાસ ને રોકવા માટે અત્યાર સુધી 700 લોકોની અટકાયત કે ધરપકડ કરવામાં આવી છે.જેમાં નિકોલ અને વસ્ત્રાલમાંથી 58 લોકો,રાજકોટ થી અમદાવાદ આવતા 26 લોકોની ચોટીલામાં ધરપકડ અને મારા નિવાસ સ્થાન પર મારા સહીત 59 લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે.200 થી વધુ પોલીસ મારા નિવાસ સ્થા...

મગફળી કૌભાંડમાં હાઇકોર્ટના નિવૃત જજનું તપાસપંચ નિયુક્તક કરાયું 

ગફળીના ગોડાઉનોમાં લાગેલી આગની ઘટનાઓના સંદર્ભે તપાસ માટે હાઇકોર્ટના નિવૃત જજ એચ.કે. રાઠોડનું કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ ન્યાયિક તપાસ પંચ રચવાની જાહેરાત સરકારે કરી છે. ગોંડલ, શાપર(વેરાવળ), હાપા(જામનગર), ગાંધીધામ(કચ્છ) એમ ચારેક ગોડાઉનમાં મગફળીના જથ્થામાં લાગેલી આગ અંગે સરકારે શરૂઆતથી જ સી.આઇ.ડી. ક્રાઇમને તપાસ સોપી હતી અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટર...

52 દારૂની દુકાન પણ દરોડા 12 પર જ કેમ પડ્યા ?

ગુજરાતમાં કાયદેસર દારૂ વેચતી હોય એવી 52 દુકાનો છે. તે તમામ પર દરોડો પાડી શકાય તેમ હોવા છતાં માત્ર 12 દુકિનો - લીકર શોપ - પર GSTના દરોડા પાડીને રહસ્યા ઊભું કર્યું છે. બીજી દારૂની દુકાનો પર જો દરોડો પાડવામાં આવ્યો હોત તો રૂ.100 કરોડ જેવી વેરા ચોરી પકડી શકાઈ હોત એવું વેચાણ વેરાના નિવૃત્ત અધિકારીઓ માની રહ્યાં છે. ગુજરાતમાં દારુ વેચતી કાયદેસર 12 દુકા...

વડોદરા કલેક્ટર કચેરી પાસે કોણ સળગી ઉઠ્યું તેનું રહસ્ય

વડોરા જિલ્લા કલેક્ટર કચેરી પાસે 14 ઓગસ્ટ 2018ને ગુરુવારે સાંજે એક વ્યક્તિ સળગી ઉઠ્યો હતો. સળગી ઉઠેલી વ્યક્તિ કોણ હતી? કેવી રીતે સળગ્યો? વગેરે સવાલો વચ્ચે રહસ્યના વમળો સર્જાય છે. જમવાનું આપે તો તે જમતો હતો. છેલ્લા કેટલાંક સમયથી આ વ્યક્તિ દયનીય હાલતમાં ફૂટપાથ ઉપર દિવસો પસાર કરતો હતો. લોકોએ આગ બુઝાવીને એમ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ક...