Friday, January 23, 2026

Admin

13368 POSTS 0 COMMENTS

ગુજરાતનો મોંધો ને મોટો મોલ અમદાવાદમાં બનશે

ગુજરાતમાં શોપીંગ મોલ એક તરફ બંધ થઈ રહ્યા છે તો બીજી બાજુ રૂ.900 કરોડના ખર્ચે સૌથી મોંધો અને સૌથી મોટો મોલ SG હાઈવે પર થલતેજ પર બનવાનો છે. બીસફલ ગ્રુપ દ્વારા બનનારા મોલ-કમ-મલ્ટિપ્લેક્સ પ્રોજેક્ટમાં નવ લાખ ચોરસ ફુટ બાંધકામ હશે. અમદાવાદના થલતેજના ઝાયડસ હોસ્પિટલ ક્રોસરોડ પર મુંબઈના ફિનિક્સ ગ્રુપ અને અમદાવાદના બીસફલ ગ્રુપ દ્વારા 900 કરોડ રુપિયાના ખર્ચ...

કચ્છને ભાજપે બળાત્કારની ભૂમિ બનાવી

કચ્છના નલિયામાં ભાજપની કાર્યકર પર ભાજપના જ નેતાઓએ બળાત્કાર કર્યો હોવાનું બહાર આવતાં બીજી અનેક ભાજપની કાર્યકર એવી યુવતીઓ સાથે ભાજપના નેતાઓએ બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો બહાર આવ્યા બાદ ભાજપના નેતા જનરલ સેક્રેટરી શંકર ચૌધરીને તપાસ સોંપાઈ હતી જેના પર ઠંડુ પાણી રેડી દઈને સમગ્ર કાંડ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. ફરી એકવાર ભાજપના નેતાઓના ચરિત્ર સામે સ...

ઉદયમતિની રાણીવાવ કેવી છે ?

ગુજરાતની પોતાની એક આગવી પ્રાંતિજ અસ્મિતા છે. જેમાં કલા-સૌંદર્યનાં અનુપમ સ્થાપત્યો રાષ્ટ્ર અને વિશ્વ સ્તરે પોતાની ઓળખ જાળવી રહ્યાં છે. જેમાં ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નાં બેનમૂન સ્થાપત્યોની યાદીમાં સ્થાન પામનાર પાટણની ૧૧ મી સદીની “રાણીવાવ ” છે. આ પ્રાચીન વાવ કર્ણદેવના સમયમાં તેની માતા મહારાણી ઉદયમતિએ પતિ ભીમદેવ ૧ લાના પરમાર્થે બંધાવી હતી. ઉદયમતિ સોરઠ...

એક દિવસમાં જ્યાં હજારો લીમડાના વૃક્ષ ઉગી નિકળશે

My Earth Green Earth. 5 થેલા ભરી લીંબડાના બી - લીંબોળીનો રોડ સાઈડ છંટકાવ કર્યો હતો. વાહનમાં રહીને ખોબા ભરીને રસ્તાની બન્ને બાજુ કિલો મીટર સુધીી બીયાંં નાંખ્યયા હતાંં. વરસાદ પડતો હોવાથી  બીબી ઉગી નિકળશે અને હજારો લીમડાનાા ઝાડ અહીં છાંયડો ફેલાવશે. હવે કુદરત ને પ્રાર્થના કે એમાંથી લીમડાના વૃક્ષ બનાવે. લીંબોળી વેરવા કાર્યક્રમ ભાગ 2 યોજ્યો હતો.  ...

અમદાવાદનો બેસ્ટ વિકએન્ડ, પોળોનું જંગલ

અમદાવાદ નજીક વીકેન્ડ માટે છે બેસ્ટ છે આ જગ્યા... મુલાકાત ન લીધી હોય તો અચુક એકવાર લઇ લેજો... અમદાવાદની પાસે આવેલા ‘પોળોના જંગલ’. અમદાવાદથી માત્ર 150 કિમી દૂર આવેલા વિજયનગર એરિયામાં એક ખૂબ જ સુંદર પોળો જંગલ આવેલું છે. અમદાવાદની સાવ નજીક હોવા છતાં હજુ સુધી આ પોળો જંગલ અંગે બહુ ઓછા લોકો જાણે છે. આ જંગલમાં ઉંચા વૃક્ષો, પર્વતો, અવનવા પક્ષીઓ અને ચાર...

આખા ગુજરાતમાં વરસાદે લીધો વિરામ

૨૨ જૂલાઇ ૨૦૧૮ના દિવસે સવારે ૮ થી બપોરે ૨ સુધીના છ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ક્યાય વરસાદ પડ્યો નથી. એક માત્ર ડાંગ જિલ્લામાં એક ઈંચ વરસાદ થયો છે. જ્યાં એક ઇંચથી ઓછો વરસાદ થયો છે તે સ્થળો આ રહ્યા  

વરસાદથી ૮૦૦ ગામની ૧ લાખ હેકટર જમીનમાં નુકસાન

રાજ્યમાં ૭ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ પરિસ્થિતિ, ઠેર-ઠેર પાણી છતાં “ભાજપ સરકાર અને મુખ્યમંત્રીએ ખેડૂતને નુકસાન, જમીન ધોવાણ, રોગચાળા ડામવા, શુદ્ધ પીવાના પાણી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ” તેવી વાતો હકીકતમાં અનેક જાહેરાતોની જેમ વધુ એક કાગળ ઉપરની જાહેરાત છે. ત્યારે મુખ્યમંત્રી અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયેલ વહીવટી...

વાંકાનેર પેલેસમાં થયેલ ચોરી વિષે માહિતી આપનારને પાંચ લાખનું ઇનામ

પાંચાળ ભૂમિનો સૌરાષ્ટ્રી તાજ: વાંકાનેરનો એક્ચ્યુઅલી વતની છું નાનું મારું ગામ ખુબજ રૂપકડું છે,મચ્છુ કાંઠે વસાવેલ ગામને ફરતે કિલ્લો હતો હવે ગઢની રાંગ છે,ઝાલાવાડનું એક રજવાડું એટલે વાંકાનેર ઝાલા પરિવારનું આજે પણ અમો રાજા તરીકે માનસન્માન આપીયે યુવરાજ તરીકે કેશરીબાપાને સંબોધન કરીયે ખુબજ માયાળુ સ્વભાવના તેના દાદા રાજવી શ્રી અમરસિંહજી ઝાલાએ આજથી 100 એક વર...

વૃક્ષપ્રેમી કાંતિભાઇ પટેલે ૨૦૦૦ વૃક્ષોનું એકલા હાથે જતન કર્યું

(સુનિલ પટેલ) ‘રાણીપના કાંતિભાઇ સવારે છોડને પાણી પાણી પીવડાવવા નીકળે ત્યારે રસ્તામાં મળતાં ઇંટ કે તેના ટૂકડા લઇને પોતાની સાયકલ પર મૂકી દે છે. આ સિવાય આસપાસમાં જ્યાંથી પણ ઇંટના ટૂકડા મળે તેને પોતાની સાયકલ પર ગોઠવી દે છે. આ ટૂકડાઓ દ્વારા તેઓ વાવેલા છોડના રક્ષણ માટે સંરક્ષણ માટેની દિવાલ બનાવે છે. આ ઉપરાંત તેઓ તેઓની સાથે દાતરડું પણ રાખે છે જેના દ્વાર...

૧૨ પાસ વર્ષા બહેન ઘરે ઘરે ફરી મીટર રીડીંગ કરે છે

અમદાવાદ જિલ્‍લાનું ગોરૈયાગામ વિરમગામ તાલુકામાં આવેલું છે. અહીંના વર્ષાબેન નટુભાઇ દલવાડીને ઈચ્છા હતી કે તે નોકરી કરે. ગરીબ પરિવારમાં હોવા છતાં તેમણે તે માટે તૈયારી શરૂ કરી હતી. આત્‍મવિશ્‍વાસ , સાહસિકતા, નીડરતા અને કંઇક નવુ કામ કરવાની ઉત્‍સુક હતી તેમની પાસે. તેને સરકારી વીજ કંપનીમાં મીટર રીડર તરીકે નોકરી મળી ગઈ છે. વર્ષાબેન બહેન પોતાની નોકીર અંગે કહે...

ગુજરાતના સમાચારપત્રો માટે નવી જાહેર ખબરની નિતી

જાહેર ખબરની નિતી અન્વયે જે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે તે મુજબ ૧ થી ૧૨ મુદ્દાની તમામ વિગતોના દસ્તાવેજો જાહેરખબરની પેનલ પર આવતા તમામ અખબારોએ અત્રેની કચેરીને મોકલવાના રહેશે. તેમાં પરિશિષ્ઠ - અ અને વર્તમાન પત્રોની વિગતોનું ચેકલીસ્ટ આ સાથે સામેલ છે.

દેશની સૌ પ્રથમ ગુગલ સ્કુલ, અમદાવાદની

ગુગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવન ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકોને પુછે છે કે... ‘‘ બ્લેક બોર્ડ અને ગુગલ ક્લાસ, એમ બેમાંથી શેમાં મજા આવે છે...? ’’ બાળકો હોંશે હોંશે જવાબ આપે છે... ‘‘ગુગલ ક્લાસમાં...’’ પરીક્ષા, પ્રોજેક્ટ અને હોમ વર્ક .... બધું જ ઓન લાઈન છે. કેટલાક પ્રશ્નો અને તેના જવાબ પછી ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકો ગુગલ ...

સવારે ૮થી ૧૨ સુધી રાજયના ૩૫ તાલુકાઓમા વરસાદ

રાજયમા વરસી રહેલા વરસાદે આજે તા.૨૧-૭-૧૮ ના રોજ સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ કલાક દરમિયાન ૩૫ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં માંગરોળ, ગણદેવી, ચીખલી, હાલોલ, બાબરા,ચોર્યાસી, પોશીના,અમરેલી, વંથલી મળી કુલ નવ તાલુકાઓમાં એક ઈચ થી વધુ અને અન્ય ૨૬ તાલુકાઓમાં અડધો ઈચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૧.૩૫ ટકા 

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ-ગાંધીનગર સહિત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૯૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ સાથે મોસમનો કુલ સરેરાશ વરસાદ રાજયમાં ૫૧.૩૫ ટકા જેટલો થઇ ગયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૧/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાકે પૂરા ...

દાંતામાં પાંચ, મહેમદાવાદ, વઘઈ અને શેહરામાં પાંચ ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉતર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૪૬ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો, મહેમદાવાદ તાલુકામાં ૧૩૮ મી.મી., વઘઈમાં ૧૩૪ મી.મી. અને શહેરામાં ૧૩૦ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇ...