82 લાખ લોકોને રોગ પ્રતિરોધક અમૃતપેય અને 52 લાખ લોકોને હોમીયોપેથી દવા અપાઈ

ગાંધીનગર, 17 એપ્રિલ 2020

આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાન ,હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. 17 એપ્રિલ 2020 સુધીમાં 82.68 લાખ લોકોને ઉકાળો અપાયો છે. હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ આર્સેનિકમ આલ્બમ 30 નું તમામ સરકારી હોમીયોપથી દવાખાના કે હોસ્પીટલ દ્વારા 52.36 લાખ લોકોને આપવામાં આવી છે.

આયુર્વેદા હોમીયોપેથી મેડીકલ ઓફીસર દ્વારા covid-19 અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગ, પોલીસ ખાતાના, કલેકટર કચેરી , વિવિધ વહીવટી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી કે કર્મચારીઓની રોગ પ્રતિરોધક શક્તિ વધારવા અમૃતપેય ઉકાળા અને હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ – આર્સેનિકમ આલ્બમ -30નું સ્થળ પર જઈને આપવામાં આવે છે .

રાજય સરકારના 568 આયુર્વેદ દવાખાના, 38 આયુર્વેદ હોસ્પીટલ અને 272 હોમીયોપેથી દવાખાનામાં ઉપલબ્ધ છે. આ દવાખાના કે હોસ્પીટલ કયાં આવેલી છે તેની જાણકારી માટે હેલ્પલાઈન નંબર 104 ઉપરથી જાણી શકશો.  વેબસાઈટ https://ayush.gujarat.gov.in/index.htm ઉપરથી પણ મેળવી શકાશે.

આયુષ પ્રભાગ દ્વારા આયુર્વેદ અને હોમીયોપેથીના નિષ્ણાંતોની મદદ લઈને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ડૉ.જયંતિ રવિ સાથે પરામર્શ કર્યા બાદ આયુષની માર્ગદર્શિકા તૈયાર કરી પ્રસિધ્ધ કરાઈ છે.