[:gj]બેંક કૌભાંડમાં અમદાવાદ અને ગાંધીનગરમાં દરાડા [:]

[:gj]૩૭૦૦ કરોડના ૩૦ બેન્ક કૌભાંડોમાં CBIના ૧૧ રાજ્યોમાં ૧૦૦ સ્થળોએ દરોડા, મોટાપાયે દસ્તાવેજી પુરાવા જપ્ત : અનેક મોટા માથાઓ પર કાર્યવાહી થવાની શક્યતા

26 માર્ચ 2021
કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ)એ દેશના ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ ૧૦૦થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. સીબીઆઇએ બેન્ક ફ્રોડના લગભગ ૩૦ કેસોમાં આ રાષ્ટ્રવ્યાપી દરોડા પાડ્યા. ઉલ્લેખનીય છે કે આ લગભગ રૂા. ૩૭૦૦ કરોડનું કૌભાંડ છે. દરોડા દરમિયાન મોટાપાયે દસ્તાવેજી પુરાવા મળ્યા છે. સૂત્રો અનુસાર અનેક મોટા માથાઓ પર આ મામલે કાર્યવાહી થઇ શકે છે.
આ પહેલા સીબીઆઇએ ૧૯ માર્ચે ૨૫ રાજ્યોમાં લગભગ ૩૦ વિભાગો અને સંગઠનોમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન અંતર્ગત દરોડા પાડ્યા હતાં. દેશભરમાં ૧૦૦થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. આ દ રોડા કેન્દ્રમાં રેલવે, આયકર સહિત અનેક વિભાગોમાં તપાસ કરી. સીબીઆઇએ એવા સરકારી કાર્યાલયોની જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો જ્યાં વધારે ભ્રષ્ટાચારની આશંકા છે. જે રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા તેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હીનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીએ દરોડા માટે વિભિન્ન વિભાગોના સતર્કતા દલો સાથે સમન્વય કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે શિલોંગ, અગરતલા, તેજપુર, ગૌહાડી, ઇમ્ફાલ, પોર્ટ બ્લેયર, ઇટારસી, આગરા, સિંગરૌલી, ગોવા, મેરઠ, અલ્હાબાદ, ગોરખપુર, અમદાવાદ,, જમ્મુ, હરિદ્વાર, નયા રાયપુર, ગાંધીનગર, ભુસાવલ, જગાધરી, ફિરોજપુર, ચંદીગઢ, કોઇમ્બતૂર, મનાલી, મુંબઇ, વાસી, હાવડા, દિલ્હી, બેંગલોરૂ, હૈદરાબાદ, જયપુર વગેરે સ્થળોએ ઔચક અભિયાન ચલાવવામાં આવ્યું. ઔચક નિરીક્ષણમાં કવર કરવામાં આવેલા વિભાગોમાં એફસીઆઇ, રેલવે, જનરલ રિઝર્વ એન્જિનિયર ફોર્, એનઆઇટી મણિપુર, અંદમાન લોક નિર્માણ વિભાગ, સીએસડી ગોદામ, ઉત્તર કોલસા ક્ષેત્ર લિમિટેડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, રક્ષા સંપદા કાર્યાલય, નોર્થ એમસીડી, બીએસએનએલ, જીએસટી, ડાક વિભાગ, સીપીડબલ્યુડી, સૈન્ય એન્જિનિયરિંગ સેવા જેવા વિભાગો સામેલ છે.[:]