ભારતીય જનસંઘનું દેશમાં સૌપ્રથમ બોટાદ નગરપાલિકામાં શાસન

Bharatiya Jana Sangh ruled Botad Municipality for the first time in the country देश में सबसे पहले बोटाद नगर पालिका में भारतीय जनसंघ का शासन

દિલીપ પટેલ

અમદાવાદ, 11 સપ્ટેમ્બર 2024

1980માં ભારતીય જનતા પાર્ટીનો અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતા હેઠળ જન્મ થયો. પુરોગામી તરીકે ભારતીય જનસંઘ 1951થી ભારતીય રાજનીતિમાં સક્રિય હતું. તેના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી સ્વતંત્ર ભારતના સૌપ્રથમ કોંગ્રેસના મંત્રીમંડળમાં રહી ચૂક્યા હતા. આજનો ભાજપ મોદીએ ઊભો કર્યો હોવાનો યુવાનોમાં ખ્યાલ છે. પણ ભાજપનો પાયો નાંખનારા સહિદ થયા છે, તેના શબ પર મોદી સત્તાની સીડી ચઢ્યા છે તે બતાવતો આ લેખ છે.

1977 થી 1979 સુધી જનસંઘ મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જનતા પાર્ટીમાં ભળી ગયો હતો.

જનતા પાર્ટીના આંતરિક મતભેદોને 1979માં જનતા સરકારના પતનમાં પરિણમતા 1980માં ભાજપે એક અલગ પક્ષ તરીકે રચના કરી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કેટલાક જૂના જોગીઓએ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની સ્થાપના કરી. વાજપેયીની ઉદાર હિન્દુત્વવાદી નીતિએ સમાજમાં બહું ઉંડે સુધી પોતાની છાપ છોડી. 1984ના સામાન્ય ચૂંટણીમાં ભાજપનો કરુણ રકાસ થયો. એ પછી ભાજપે કટ્ટર હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો.

1984થી 1998 સુધી પોતાની હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો જોયા પણ કેન્દ્રમાં સત્તા હાસલ કરી શકે અને કાર્યકાળ પૂરો કરી શકે એટલી બેઠકો મળી ન હતી.

1999માં વાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા મળ્યા અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સ્થાપના થઇ. વાજપેયીના નેતૃત્વમાં જ આ સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા. કેન્દ્રમાં જે NDA પક્ષ છે તે ભાજપ જ આજે ગણવામાં આવી રહ્યો છે.

વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીઓમાં NDA અને ભાજપનો પરાજય અચંબો આપનાર હતો. દેશમાં સ્વીકૃતિ ન મળી એટલે 2014 સુધીનો એક દાયકો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UPAનો રહ્યો. UPAનો પણ રાજકીય સૂર્યાસ્ત થયો.2014, 2019, 2024માં નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકાર બની હતી. ત્યારે ઈવીએમમાં ભારે ગોલમાલ થઈ હોવાના આરોપો લોકો અને પક્ષોએ લગાવીને બેલેટથી મતદાન કરવાની માંગણી કરી હતી.

એકાત્મ માનવવાદ સિદ્ધાંતથી પ્રેરિત છે પક્ષ
ભાજપ લોકશાહી અને યોગ્યતાનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટી બની. અહીં કોઈપણ સભ્ય ભલે તેની જાતિ, પ્રદેશ અથવા ધર્મ કોઈપણ હોય તે તેની લાયકાતથી ટોચના સ્થાને પહોંચી શકે એમ હતું. આ લોકો અને કાર્યકર્તાઓ પાર્ટી હતી, વ્યક્તિગત પરિવારની નહીં. પોતાની સ્થાપનાના પ્રારંભથી જ મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત બનાવવા માટે ભાજપા પ્રતિબદ્ધ હતું.
દીનદયાળ ઉપાધ્યાય દ્વારા રજૂ કરવામાં આવેલા ‘એકાત્મ માનવવાદ’ના સિદ્ધાંતથી ભાજપા અત્યંત પ્રેરિત છે. ખૂબ જ થોડા સમયમાં ભાજપની ગણના ભારતના રાજકીય ક્ષેત્રમાં એક મોટી તાકાતના રૂપમાં થવા લાગી. 1989માં (સ્થાપનાના માત્ર 9 વર્ષમાં) લોકસભામાં પક્ષના સભ્યોની બેઠકો 2 થી 85 સુધી પહોંચી ગઈ. ભાજપ અને કમ્યુનિસ્ટ પાર્ટીએ જનતાદળનું સમર્થન કર્યું અને રાષ્ટ્રીય મોરચાનું નિર્માણ થયું, જેણે 1989-90માં ભારતમાં સરકાર બનાવી.

ભાજપે 1990ની વિધાનસભા ચૂંટણીઓમાં ઘણા રાજ્યોમાં પોતાની સરકારો બનાવી. 1991માં 120 બેઠકો મેળવી ભાજપા લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષ ઉભરી. જે પ્રમાણમાં એક યુવા પક્ષ માટે એક નોંધપાત્ર ઉપલબ્ધી હતી. 1995માં આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, ઓરિસ્સા, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપાના કમળ ખીલી ઉઠ્યા અને ભાજપનો જાણે સૂર્યોદય થયો તેમ જોવામાં આવતું હતું.
1996માં અટલ બિહારી વાજપેયીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે સંપૂર્ણ બિન-કોંગ્રેસી પૃષ્ઠભૂમિવાળા તે દેશના સૌપ્રથમ વડાપ્રધાન બન્યા. ભાજપે 1998 અને 1999ની ચૂંટણીઓમાં લોકોનો જનાદેશ પ્રાપ્ત કર્યો અને વાજપેયીજીના નેતૃત્વમાં 1998 થી 2004 સુધી છ વર્ષ દેશનું સંચાલન કર્યું. ત્યારબાદ ફરી સત્તા કોંગ્રેસના હાથમાં ગઈ અને 10 વર્ષ ભારતની જનતાએ કોંગ્રેસને નેતૃત્વની કમાન સોંપી. 2014માં ‘અબકી બાર મોદી સરકાર’ના સૂત્ર સાથે ફરી લોકસભામાં ભાજપે બહુમતી હાસલ કરી. 282 બેઠકો પર ભાજપે જીત મેળવી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારની રચના કરી.
ટૂંકમાં ઇતિહાસ
1951 : શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
1977 : ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં વિલિન થયું. જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપી, મોરારજી દેસાઇની આગેવાની હેઠળ સરકાર બનાવી.
1980 : જનતા પાર્ટીમાં શામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી.
1984 : લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પક્ષ તરીકે લડેલા ભાજપને બે બેઠક મળી.
1989 : ચૂંટણીમાં કુલ 88 બેઠક મેળવી પક્ષ રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવ્યો, જનતા દળ ગઠબંધન સરકારને સમર્થન આપ્યું.
1990 : રામજન્મ ભૂમિ આંદોલનમાં અડવાણીને જેલ, ભાજપે સરકારને સમર્થન પાછું ખેંચી લીધું.
1996 : ચૂંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, વાજપેયી વડાપ્રધાન બન્યા પરંતુ કાળક્રમે 271 સાંસદોનું સમર્થન ન મળતા અંતે રાજીનામું આપ્યું.
1998 : ફરી એક વખત ભાજપની આગેવાની હેઠળ સાથી પક્ષો સાથે બનાવેલા દળ NDAને બહુમતી મળી, ચૂંટણીમાં 22 બેઠકો મળી અને લોકસભાના કાર્યકાળ દરમિયાન ભાજપનું શાસન રહ્યું.
2014: 282 બેઠકો પર ભાજપે જીત મેળવી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારની રચના કરી.
2019: 282 બેઠકો પર ભાજપે જીત મેળવી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારની પુનઃ રચના કરી.
1950માં જનસંઘ નામનું બીજ આજે ભારતીય ભાજપ પાર્ટી નામનું વટવૃક્ષ બન્યું છે. આજે લોકસભામાં સ્પષ્ટ બહુમતી છે. 55.84 ટકા સીટ ભાજપ પાસે છે.

અટલ બિહારી વાજપેયીએ 1980માં યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધિવેશનમાં પોતાના ભાષણથી દેશની રાજનીતિને નવી દિશામાં લઈ જવા પર ભાર મૂક્યો હતો. અટલ બિહારી બાજપેઈએ 1980માં કહ્યું હતું તે આજે ભાજપ માટે સંપૂર્ણ સત્ય સાબિત થઇ ચૂક્યું છે એમ કહી શકાય. તેમની પંક્તિ હતી, “અંધકાર દૂર થશે, સૂર્ય બહાર આવશે, કમળ ખીલશે.”

5 દાયકાથી ભાજપનો ગઢ

રાજકોટમાં ભાજપની 50 વર્ષની સત્તા

1952માં જનસંઘની શરૂઆત સૌપ્રથમ રાજકોટમાં થઇ અને 1967માં જનસંઘના પ્રથમ ધારાસભ્ય ચિમન શુક્લ હતા. ચિમન શુક્લના મોટા પુત્ર કશ્યપ બાદ નાના પુત્ર નેહલ શુક્લ કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ત્યારથી ભાજપમાં વારસાગત કે કૌટુંબીક રાજસત્તાનો પ્રારંભ થયો હતો.

રાજકોટ મહાનગરપાલિકાની 1973માં સ્થાપના થઇ ત્યારથી લઈ અત્યાર સુધીમાં એટલે કે 50 વર્ષમાં કોંગ્રેસ 5 વર્ષ અને સાડાત્રણ માસ સત્તામાં રહી છે. જ્યારે બાકીના 45 વર્ષ અહીં ભાજપે રાજ કર્યું છે. 2026માં એટલે કે નવી ટર્મ પુરી થાય ત્યાં સુધીમાં ભાજપના સત્તાના 47 વર્ષ પુરા કરશે.

રાજકોટમાં 47 વર્ષના આ રાજ માટે જનસંઘના પાયાના પથ્થર એવા 6 પરિવાર છે. જેમાં અરવિંદ મણિયાર, ચીમન શુક્લ, કેશુભાઈ પટેલ, વજુભાઇ વાળા, પ્રવીણ મણિયાર અને વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. ચિમનભાઇ, અરવિંદભાઇ, પ્રવીણ મણિયારનું નિધન થઇ ગયું છે.

ભારતીય જનતા પાર્ટીને તારનાર બીજુ કોઇ નહીં પરંતુ જનસંઘ છે.
ગાંધીજીની હત્યા બાદ ગુજરાતમાં સંઘના આગેવાનોને જેલમાં પુરી દીધા હતા. બાદમાં 1952માં રાજકોટમાં કાર્યાલય નહીં પરંતુ મોટી ટાંકી ચોકમાં એક ડેલામાં માંડવા બાંધી ચીમન શુક્લએ જનસંઘની સ્થાપના કરી હતી. સંઘમાં પાયાના પથ્થરમાં સૌરાષ્ટ્રનો મોટો ફાળો છે.

ચિમનભાઇ શુક્લ કાકાના નામથી જાણિતા હતા. સંઘના પાયાના પથ્થર ચિમનભાઇ શુક્લ હતા. તે સમયે પક્ષ પલ્ટો કરતા લોકો સામે ચિમનકાકાએ રાજકોટમાં ઉપવાસ આંદોલન ચલાવ્યા હતા. જેને લઇ વોર્ડની ફરી ચૂંટણી યોજાઇ હતી. તેમાં જીત થઇ હતી. પક્ષ પલ્ટો કરનાર સામે પ્રથમ વખત ઉપવાસ કર્યા બાદ આમા કાયદો પણ આવ્યો હતો.

ભાજપના પ્રથમ ધારાસભ્ય

1967માં જનસંઘના પ્રથમ ધારાસભ્ય ચિમન શુક્લ હતા. 1952માં જનસંઘની શરૂઆત સૌપ્રથમ રાજકોટમાં થઇ. વર્ષ 1985થી ભાજપની બેઠક બની.

વિજય રૂપાણી જે બેઠક પરથી ચૂંટાઈને મુખ્યમંત્રી બન્યા તે રાજકોટ વિધાનસભા 69ની બેઠક પરથી જ ચિમન શુક્લ જનસંઘના ધારાસભ્ય બન્યા હતા.

ચિમન શુક્લએ અનેક ચળવળો અને આંદોલન કરી જનસંઘનો વ્યાપ વધાર્યો હતો. ત્યારબાદ કેશુભાઇ પટેલ સહિતના આગેવાનો તેમાં જોડાયા. જે તે સમયે રાજકારણને લઇ તેનો કોર્સ કરવા ચિમન કાકા નાગપુર ગયા હતા ત્યાં અટલ બિહારી બાજપાયી તેના ક્લાસમેટ હતા.

2017અને 2022માં ભાજપની આ બેઠકમાં ભારે વિવાદો, જૂથવાદ અને કાવાદાવા થયા હતા. સગાવાદ થયો હતો. પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠક પર ડૉ. દર્શિતા શાહને ટિકિટ આપીને હાર્યા હતા. દર્શિતા શાહ અને વિજય રૂપાણી બંનેનો ધર્મ ‘જૈન’ છે.
આ બેઠક પર કાયમ ભાજપનું શાસન રહ્યું જે ગુમાવ્યું હતું.
આ બેઠક પરથી ગુજરાતને બે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી તેમજ વિજય રૂપાણી મળ્યા છે. આ ઉપરાંત આ બેઠક પરથી સૌથી વધારે વખત જીતવાનો રેકૉર્ડ ધરાવનારા વજુ વાળા હતા. જેઓ વિજય રૂપાણીની જગ્યાએ મુખ્ય પ્રધાન થવાને સૌથી લાયક નેતા હતા. પણ મોદીએ તેમને મુખ્ય પ્રધાન બનાવ્યા ન હતા. કારણ કે મોદીની હામાં હા કરે તેવા નેતા ન હતા. તેમણે વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન બનાવીને મોટી ભૂલ કરી હતી. વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવીને મોદીએ તેમને ગુજરાતના રાજકારણથી દૂર કરી દીધા હતા.

આ બેઠક પરથી ચૂંટાઈને આવેલા નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેનારા મુખ્ય મંત્રી છે. જ્યારે આ બેઠક પર સૌથી વધુ લીડ 53 હજાર મતથી પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી જીત્યા હતા.

રાજકોટ પશ્ચિમની આ બેઠક પર સૌથી વધુ 65 હજાર મતદારો પાટીદાર સમાજના છે. છતાં એક પણ વખત પાટીદારને ઉમેદવાર બનાવ્યા નથી. ભાજપ માટે વર્ષોથી ‘સુરક્ષિત બેઠક’ હોવાથી સામાજિક કે ધાર્મિક પરિબળો કામ લાગતાં નથી.

આ બેઠક પર જૈન સમાજના 27 હજાર મતદારો હોવા છતાં છેલ્લી 2014ની પેટાચૂંટણીમાં અને 2017ની સામાન્ય ચૂંટણીમાં જૈન ઉમેદવાર (વિજય રૂપાણી)નો વિજય થયો હતો.

આ બેઠક પર પાટીદાર મતદારો વધારે હોવા છતાં અહીં જ્ઞાતિવાદી અને ધર્મને લગતા પરિબળો કામ લાગતાં નથી.

આ બેઠક સતત ભાજપ પાસે જતી હોવા અંગે તેઓ કહે છે, “ભાજપની મજબૂત પકડ સિવાય અહીં કૉંગ્રેસને સારો ઉમેદવાર પણ મળતો નથી, જેનો ફાયદો ભાજપને થાય છે.”

છેલ્લાં 37 વર્ષથી ભાજપ સતત આ બેઠક જીતતો આવ્યો છે. વર્ષ 1967થી અત્યાર સુધીમાં માત્ર બે વખત કૉંગ્રેસ પાસે આ બેઠક આવી હતી.

જનસંઘ અને ભાજપના સ્થાપનાકાળના નેતાઓની કૅડરના વજુભાઈ વાળા 1980માં રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારથી રાજકોટમાં પાણીની કટોકટી રહેતી આવી હતી.

1985માં વાળા રાજકોટ પશ્ચિમ બેઠક પરથી જીત્યા તે દિવસથી આજ દિન સુધી આ બેઠક ભાજપનો ‘અજય ગઢ’ રહી છે.
2001માં નરેન્દ્ર મોદીએ મુખ્ય મંત્રી તરીકે પદગ્રહણ કર્યા બાદ તેમના માટે સૌથી સલામત વિધાનસભા બેઠક ગણી હતી. 2002માં યોજાયેલી પેટાચૂંટણીમાં મોદી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને 14,728 મતની લીડથી જીત્યા હતા.

બાદમાં 2007 અને 2012ની ચૂંટણીમાં ફરી વખત વજુભાઈ વાળા આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. વિધાનસભામાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકૉર્ડ ધરાવે છે.

એમ.ડી. પૅથૉલૉજીનો અભ્યાસ કરનાર ડૉ. દર્શિતા શાહ છેલ્લી બે ટર્મથી રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યાં છે. બીજી ટર્મમાં તેમની ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

દર્શિતાબહેનના દાદા ડૉ. પી.વી. દોશી આરએસએસના પ્રચારક હતા. રાજકોટમાં ક્યારેય પણ સંઘના કોઈ મોટા નેતા આવતા તો તેઓ તેમને ત્યાં જ રોકાતા હતા. ડૉ. પી.વી. દોશીના પુત્ર એટલે કે દર્શિતાબહેનના પિતા પણ સંઘના કાર્યકર હતા.

RSS
મહાત્મા ગાંધીની હત્યામાં આર એસ એસના લોકોની સંડોવાણીની શંકાના આધારે સરદાર પટેલે 1948માં એક વર્ષ માટે આર.એસ.એસ. પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારે આર. એસ.એસ.ના સભ્યોએ રાજનૈતિક શાખા શ્યામા પ્રસાદ મુખર્જીએ ઈ.સ. 1951માં દિલ્હીમાં ભારતીય જન સંઘની સ્થાપના કરી હતી. પ્રથમ ચુંટણી 1951-52માં 3 બેઠક મળી. હિંદુ મહાસભા ને 4 બેઠક અને રામરાજ્ય પરિષદને ૩ બેઠક મળી હતી. શ્યામા પ્રસાદ મુખર્જી અને દુર્ગા પ્રસાદ બેનર્જી બંગાળમાંથી ચુંટાઈ આવ્યા હતા. બેરિસ્ટર ઉમાશંકર મુળજીભાઈ ત્રિવેદી રાજસ્થાનના ચિત્તોડમાંથી ચુંટાયા હતા.

તેના બે વર્ષ પછી રાજકોટમાં જનસંઘની સ્થાપના થઈ હતી.

શંકરસિંહનો અમદાવાદના ઈંદુચાચાના પુતળા પાસે બળવો

ગુજરાત જનસંઘ
જનસંઘ
રાષ્ટ્રીય સ્તરે 1951માં ભારતીય જનસંઘની સ્થાપન પછીના 6 માસમાં આ ગુજરાત વિસ્તારમાં પણ જનસંઘનું માળખું ગોઠવાયું હતું. પક્ષના પ્રથમ પ્રદેશ પ્રમુખ તબિબ – ડૉ. મોહનનાથ કેદારનાથ દીક્ષિત તેમણે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં ક્રાંતિકારી ભૂમિકા ભજવી હતી. પ્રથમ પ્રદેશ ઉપપ્રમુખ વકીલ હરિપ્રસાદ સાંકળેશ્વર પંડ્યા હતા.
પ્રદેશ ઉપપ્રમુખ અને મહામંત્રી બન્ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી આવતા હતા. નિષ્ઠાવાન કાર્યકર્તા અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા.
સુમન પારેખ
પ્રદેશ મહામંત્રી સુમનભાઈ પારેખ પક્ષના પૂર્ણ સમયના કાર્યકર્તા હતા. પાછળથી વકીલાતના વ્યવસાયમાં જોડાયા હતા. જેમનું 90 વર્ષે અવસાન 4 મે 2018માં થયું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પહેલી પેઢીના સ્વયંસેવક અને જનસંઘના ગુજરાતના સ્થાપક પૈકીના એક સુમનભાઇ છગનભાઇ પારેખ હતા.
મુળ મહુવામાં જન્મેલા અને આર.એસ.એસ.ના વરિષ્ઠ અગ્રણી સુમનભાઇ પારેખએ 1948માં બી.એસસી. કર્યા બાદ 1948 થી1960 ના ગાળામાં આર.એસ.એસ.ના પ્રચારક બન્યા હતા.
1955 ? (1951) થી 1960 દરમીયાન ગુજરાતમાં જનસંઘના સંગઠન મંત્રી હતા. પંડિત દિનદયાળ ઉપાધ્યાય, સરસંઘચાલક ગુરૂજી, શ્યામાપ્રસાદ મુખર્જી, અટલ બિહારી બાજપાયી, એલ.કે. અડવાણી, ક્રાંતિવીર સરદારસિંહ રાણા, વકીલસાહેબ, નાનાજી દેશમુખ જેવા નેતાઓ સાથે કામ કર્યું હતું. તેમના અવસાન સુધી કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી માર્ગદર્શન મેળવતાં હતા.
પહેલું શાસન
સમગ્ર દેશમાં સૌપ્રથમ શાસન બોટાદ નગરપાલિકામાં જનસંઘનું સ્થપાયું હતું. બોટાદના સરકારી મુખ્ય અધિકારી તરીકે પારેખ હતા. ગુજરાતની વડી અદાલતમાં વકીલાત કરતાં હતા. વકીલમંડળ, ગુજરાત વિશ્વ વિદ્યાલયના સેનેટ સભ્ય હતા. વર્ષો સુધી ભાવનગર આર.એસ.એસ.માં સંઘચાલક તરીકે વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. તેમનું ભાવનગરમાં અવસાન થયું ત્યારે રાજેન્દ્રસિંહ રાણા સિવાય ભાજપના કોઈ દિગ્વિજય નેતા ન હતા.

સવર્ણ શહેરી પક્ષ
જનસંઘના પ્રારંભમાં નેતૃત્વ શહેરી મધ્યમ અને શિક્ષિત તથા સવર્ણ વર્ગનું હતું. જેવું કોંગ્રેસના પ્રારંભ સમયે હતું. જનસંઘની પ્રારંભિક સ્થિતિ માટે સ્વાભાવિક હતું. આઝાદ ભારતની તે સમયની સ્થિતિનું પ્રતિબિંબ પાડનારું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય જયાં વિશેષ હતું, એવા અમદાવાદ, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, સિદ્ધપુર, સુરત અને નવસારી શહેરી વિસ્તારોમાં જ જનસંઘ હતો. સંઘના પ્રભાવ ધરાવતાં શહેરોમાં જનસંઘના કાર્યકરો શોધવામાં આવી રહ્યાં હતા.
શરૂઆતમાં જનસંઘમાં કોઈ સભ્ય બનવા કે ચૂંટણી લડવા તૈયાર ન હતા. મધ્યમ વર્ગમાં જનસંઘે શરૂઆત કરી હતી.
પાકિસ્તાન અલગ થતાં સંઘને ફાયદો
ભારતથી પાકિસ્તાન અલગ થતાં સૌથી મોટો ફાયદો કોંગ્રેસ કરતાં જનસંઘને થયો હતો. પાકિસ્તાનથી ભારત આવતાં લોકોની સહાનૂભૂતિ જનસંઘે જીતવા માટે પ્રોપોગેન્ડા શરૂ કર્યા હતા. તે વર્ગમાં જનસંઘ પગપેશારો કરી શક્યો હતો. પાકિસ્તાનથી મોટા પ્રમાણમાં હિંદુઓ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું અને ઠેબરભાઈની કોંગ્રેસની સરકાર હતી.
હિંદુ રાષ્ટ્રની થિયરી સૌરાષ્ટ્રને ગમી
જનસંઘની હિંદુ નીતિ સૌરાષ્ટ્રની ધર્મ પ્રિય પ્રજાને પસંદ આવી હતી. આમ પાકિસ્તાનથી આવેલાં લોકો અને સૌરાષ્ટ્રમાં રહેતાં લોકો જનસંઘને કોંગ્રેસથી અલગ થઈ ને ટેકો આપવા લાગ્યા હતા. જનસંઘ હિંદ રાષ્ટ્ર અને હિંદુ રાષ્ટ્રની થિયરી પર ચાલતો હતો. સૌરાષ્ટ્રમાં હિંદુ પરંપરા દૃઢ હતી.
ડાકુઓનો ટેકો
વળી, સૌરાષ્ટ્રમાં 222 રજવાડાઓ હતા જેમની જમીન સૌરાષ્ટ્ર સરકારે લઈ લીધી હતી. તેથી આ રાજપૂત રાજાઓ કોંગ્રેસથી નારાજ હતા. સરકારને પરેશાન કરવા માટે ગુંડાગીરી અને ડાકુગીરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જેમા ભૂપત ડાકુ એક હતો. જેણે જમીન જેમને આપેલી એવા પાટીદાર ખેડૂતો પર હુમલાઓ શરૂ કર્યા હતા. અનેક ખેડૂત કણબીઓની હત્યા કરી અને અનેકના નાક કાપ્યા હતા.
જમીનદાર અને જનસંઘ
આ સમયે જનસંઘને સૌરાષ્ટ્રના જમીનદાર ક્ષત્રિય રાજપુતોએ ટેકો આપ્યો હતો. પણ સૌથી મોટી કોમ પાટીદાર જમીનનોના માલિકો બનતાં તેઓ કોંગ્રેસ સાથે પહેલી પેઢી રહી હતી. કારણ કે સૌરાષ્ટ્રની તમામ જમીન રાજપુત રાજાઓના નામે હતી. એક પણ ખેડૂતના નામે જમીન ન હતી. પણ રાજપાટ દેશમાં ભળી જતાં આ જમીન આપવા પ્રથમ તો તૈયાર ન હતા. પણ ઢેબરભાઈએ સમજાવટથી જમીનો લઈને ખેડૂતો કણબી અને બિજાના નામે કરી હતી.
જનસંઘને ફાયદો
સંઘની આ નીતિનો સીધો ફાયદો એ થયો કે, જનસંધના બીજા પ્રમુખ તરીકે હરિસિંહ ગોહિલ ચૂંટાઈ આવ્યા હતા. જે ક્રાંતિકારી સંગઠનને સહાયક 231 ક્ષત્રિય રજવાડામાં રાજકીય પકડ ધરાવતાં હતા. તેમના સમયમાં જનસંઘ કંઈક ચિત્રમાં આવ્યો હતો.
બોટાદ – માણાવદર સર કર્યું
ગોહિલના સમય દરમિયાન જનસંઘે ગુજરાતમાં સૌપ્રથમ વાર બોટાદ નગરપાલિકાની ચૂંટણી જીતી હતી. 25માંથી 21 બેઠકોની વિક્રમી જીત હતી. આમ સત્તાની શરૂઆત અહીંથી થઈ હતી. 1963માં સૌરાષ્ટ્રના માણાવદર નગરપાલિકામાં (પહેલી વાર?) બહુમતી મળી હતી. જે કેશુભાઈ પટેલનું વતન છે.. માણાવદરમાં બહુમતી મળતા જનસંઘના સ્થાનિક નેતા ગોરધનભાઈ ચૌહાણની હત્યા થઇ હતી.

વિધાનસભાની પહેલી બેઠક
જનસંઘે વિધાનસભાની નચૂંટણીમાં પ્રથમ બેઠક પણ સૌરાષ્ટ્રમાં જીતી હતી. સૌરાષ્ટ્રના કેન્દ્ર એવા રાજકોટ શહેરમાંથી પહેલી બેઠક જીતી હતી. જનસંઘનો રાજ્ય રાજકારણમાં આ રીતે વિજય થતાં પ્રવેશ થયો હતો. 1967માં જનસંઘના ધારાસભ્ય તરીકે રાજકોટથી ચીમનભાઈ શુક્લ ચૂંટાયા હતા.

પ્રવીણ મણિયાર 1953-54માં RSSમાં જોડાઈને કાર્યરત હતા. પ્રવીણ મણિયાર એડવોકેટ હતા. તેમના પિતા રતિલાલ અભેચંદ મણિયાર રાજકોટના પ્રથમ મેયર અરવિંદભાઈ મણિયારના નાના ભાઈ હતા.
સંઘમાં પ્રાંત કાર્યવાહ અને પશ્ચિમ ક્ષેત્રના સંપર્ક પ્રમુખની વર્ષો સુધી જવાબદારી સંભાળી હતી.

રાજકોટમાંથી જન્માષ્ટમીએ 1986થી પ્રવીણભાઈના માર્ગદર્શનમાં નીકળતી હતી.

30 વર્ષ સુધી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય રહ્યા હતા. 1993-94માં રાજકોટને મેડિકલ કોલેજ મળે તે માટે આંદોલન શરૂ થયું હતું. સર્વપક્ષીય સમિતિ રચાઈ હતી. તેના તેઓ કન્વીનર હતા. 1994માં વીવીપી એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના થઈ ત્યારે તેઓ અધ્યક્ષ હતા.

પ્રવીણ મણિયારે કેશુભાઇની સરકાર રચવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

શંકરસિંહ વાઘેલાના(રાજપા)સમયે હજુરિયા-ખજુરિયાનો જે બળવો થયો હતો તે સમયે સંઘના નેતા હોવાના કારણે રાજકોટ ભાજપનો સંપૂર્ણ કમાન્ડ તેમના હાથમાં હતો. તે સમયે રાજપાના કાર્યકરોએ તેમના ઘર પાસે ધરણાં પણ કર્યા હતા.

ભાજપમાં આંતરિક અસંતોષ સમયે ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના થઇ હતી.

ગુજરાત પરિવર્તન પક્ષ
19 વર્ષ પહેલાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના બાદ તે રાજકીય પ્રવાહથી દૂર રહ્યા હતા. પરંતુ ભાજપમાં આંતરિક અસંતોષ સમયે ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના થઇ ત્યારે કેશુભાઇ પટેલ સાથેના સંબંધોને લઇને તેમની સાથે રહ્યા હતા. વિરોધ પક્ષના આગેવાનો સાથે પણ તેમના સંબંધો છેવટ સુધી જળવાયેલા રહ્યા હતા.

આઈસક્રિમ ઓલટો
પ્રવીણ મણિયાર, મનસુખ જોષી, સ્વ.લાભુભાઇ ત્રિવેદી, સી.એલ.સંઘવી, ડો.પી.વી.દોશી રોજ રાતે સદર બજારમાં સત્ય વિજય પટેલ આઇસક્રીમના ઓટલે વર્ષો સુધી નિયમિત ભેગા થતા હતા, અનેક રાજકીય ચર્ચા અને નિવેડા માટે ઓટલો એ.પી.સેન્ટર બની રહ્યો હતો.

વાળા
વજુ વાળા વિદ્યાર્થીકાળથી જ સંઘ સાથે જોડાયેલા છે. સહકારી ક્ષેત્રે તેમણે 1971થી 1990 સુધી નેતાગીરી સંભાળી હતી. કટોકટીના સમયે 1975માં તેમણે 11 માસની જેલ પણ ભોગવી હતી. 1975માં કોર્પોરેટર બની રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મેયર પણ બન્‍યા હતા. 1985થી 2012 સુધી તેઓ સતત ધારાસભ્‍ય રહ્યાં હતા. 1990માં તેઓ શહેરી વિકાસ પ્રધાન બન્‍યા બાદ 2012 સુધી કેબિનેટ પ્રધાન તરીકે નાણા, ઉર્જા અને મહેસુલ જેવા વિભાગો સંભાળ્‍યા હતા. 8 વખત નાણા પ્રધાન રહ્યા હતા. વજુ વાળા 1996થી 1998 અને વર્ષ 2005થી 2006 સુધી ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ પણ રહી ચૂક્યા છે. હાલ કર્ણાટક રાજ્યના ગર્વનર છે.

મોદી
નરેન્દ્ર મોદી દિલ્હીમાં રહીને રાજકોટના કેશુભાઈ પટેલને ઉથલાવવાના કારવતરામાં સફળ રહ્યાં પછી તેમણે કેશુભાઈના ખાસ ટેકેદાર અને અમદાવાદની એસિલબ્રિજ વિધાનસભાની બેઠક પર હરેન પંડ્યાની બેઠક ખાલી કરાવીને ત્યાંથી ચૂંટણી લડવા માંગતા હતા. પણ હરેન પંડ્યાએ ના પાડી કે તેઓ રાજીનામું નહીં આપે. તેથી કેશુભાઈ પટેલના બીજા સૌથી વિશ્વાસુ એવા વજુ વાળાની બેઠક ખાલી કરાવીને ત્યાંથી ચૂંટણી લડી હતી. જે સંઘનો ગઢ રહ્યો હતો.
નરેન્દ્ર મોદી સૌ પ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા તે બેઠક વાળાની હતી.

જનસંઘ
ગુજરાતમાં ચિમનભાઇએ 1952માં રાજકોટમાં જનસંઘની સ્થાપના કરી ચીમનભાઇ શુક્લના પુત્ર કશ્યપભાઇ શુક્લએ જણાવ્યું હતું કે, 1948માં ગાંધીજીની હત્યા થયા બાદ જનસંઘના આગેવાનોને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. આથી સંઘ પરિવારે વિચાર કર્યો કે આપણી એક રાજકીય પાર્ટી હોવા જોઇએ. આ કલ્પનાથી ગુજરાતની અંદર ચિમનભાઇ શુક્લ, નાથાભાઇ, વસંતરાવ સહિત પાંચ આગેવાને 1952ની અંદર જનસંઘની સ્થાપના કરી હતી.

સંઘ પરિવારનું ગુજરાતમાં રાજકોટ એપી સેન્ટર હતું.
રાજકોટમાં મોટી ટાંકી ચોકની અંદર ડેલામાં માંડવા નાંખી 11 લોકોએ જનસંઘની સ્થાપના કરી હતી. ચિમન શુક્લની સુઝબૂઝથી કેશુભાઇ પટેલ, અરવિંદ મણિયાર, વજુ વાળાને તૈયાર કર્યા હતા. આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં કેશુભાઇ પટેલ અને ચિમન શુક્લએ સંઘ અને ભાજપને મોટા કર્યા હતા.

શંકરસિંહ વાઘેલાનું જનસંઘમાં આવવાનું થયું ત્યારે ક્ષત્રિય અને પટેલનું કોમ્બીનેશન કરવાની વાત આવી હતી. ત્યારે શંકરસિંહ એક મહિનો જનસંઘના કાર્યાલયે રોકાયા હતા.

વિજય રૂપાણી
વિજય રૂપાણી વિદ્યાર્થી કાળથી જ સંઘ સાથે જોડાયેલા હતા. વિજયભાઇ 1988થી 1995ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યાં છે. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યાં છે.
વિજય ધારાસભા લડ્યા અને પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગના પ્રધાન હતા.
પ્રધાન ઉપરાંત તે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ હતા. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. પછી તેમને કોરોનામાં નિષ્ફળતા, મગફળી સળગાવવાના કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપસર મોદી અને શાહે હાંકી કાઢ્યા હતા.