Bharuch BJP on drugs नशे पर भरुच भाजपा
ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ભાજપના નેતા ડ્રગ્સની ખંડણી આપે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
નશો એટલે કે, કેફી પદાર્થ લેવાથી ચડતો કેફ, ધન, સત્તાનો ઘમંડ. આવું જ ભાજપના ભાંગતા ભરૂચમાં થઈ રહ્યું છે. અહીં સત્તાના નાશાની સાથે કેફી નશો પણ બની રહ્યો છે. નશો કરવા માટે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાય છે છતાં ભાજપના નેતાનો સત્તાનો નશો ઉતરતો નથી. હવે તો ભરૂચમાં ભાજપના નેતાઓ ડ્રગ્સના ખોટા કેસ કરવા ખંડણી આપવા લાગ્યા છે.
ભરૂચ નજીક આવેલા રહાડપોર ગામમાં પ્રકાશ અંબાલાલ પટેલની ગાડીમાં ડ્રગ્સ મૂકાવીને ભાજપના નેતા ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલએ આમ આદમી પક્ષના નેતાને ફસાવી દઈને કાયદાનો ગેરઉપયોગ કર્યો હતો. ભાજપના નેતાએ 4 લાખની સોપારી આપી હતી. પ્રકાશ પટેલ આમ આદમી પાર્ટીના કાર્યકર છે. તેણે ભાજપના નેતાની શાળાના કૌભાંડો ખુલ્લા પાડ્યા હતા. તેથી ખોટો ગુનો ઉભો કરી 10 વર્ષની જેલ કરાવવા માટે ભાજપના નેતાએ કાવતરું રચ્યું હતું.
ભાજપ લઘુમતી મોરચા
સ્કૂલવાન ચાલક ગામના કૌભાંડ અંગે RTI કરી માહિતી માંગી હતી. ગામના સરપંચ મુનેરાબાનુ ગુલામફરીદ પટેલના પતિ તેમજ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીએ સ્કૂલવાનમાં ડ્રગ્સ મૂકાવી દીધું હતું. ડ્રગ્સ મૂકવા માટે રૂ.4 લાખની સોપારી આપી હતી. વાન ચાલકને ફસાવ્યો હતો.
વડોદરાના ડ્રગ્સ સપ્લાયર સહિત ત્રણની ધરપકડ કરી હતી. મારુતિ વાન સહિત કુલ 7 લાખ 10 હજારનો મુદ્દામાલ કબજે કરી હતી. NDPS એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
62 ગ્રામ એમડી ડ્રગ્સ તથા 5-5 ગ્રામની ડ્રગ્સના પેકેટ ભાજપના નેતાએ મુકાવી હતી. તેથી એસઓજી પોલીસે સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી હતી. પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા.
સ્કૂલવાન ચાલક પ્રકાશ પટેલ એમડી ડ્રગ્સનો વેપાર કરતો ન હતો, કે નશો કરતો ન હતો. ડ્રગ્સ કોની પાસેથી લાવતો તેની વિગતો પોલીસને મળી ન હતી. પુરાવા મળ્યા ન હતા. પ્રકાશ પટેલે ગામના સરપંચે ફસાવ્યો હોવાની જુબાની આપી હતી.
રહાડપોર ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ તેમજ ભરૂચ ભાજપ લઘુમતી મોરચાના મહા મંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલનું આ કાવતરું હતું. પોલીસે બોલાવી કડક પૂછપરછ અને તેના મોબાઈલની સીડીઆર સાથે તપાસ કરવામાં આવતા આખરે તેઓ ભાંગી પડ્યો હતો.
ભાજપના નેતા ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલે પોતે પ્રકાશ પટેલની ગાડીમાં ડ્રગ્સ મૂકાવેલું હતું. આ માટે બે મહિના કાવતરું ઘડ્યું હતું. જેમાં પોલીસે ગુલામ, અહેમદખાન અને આફતાબ હતા.
ડ્રગ્સ મૂકવા માટે રહાડપોર ગામના આશિયાના પાર્કમાં રહેતા અહેમદખાન ઉર્ફે શાહરુખ સોકતખાન પઠાણને 4 લાખ રૂપિયાની સોપારી આપી હતી. સ્કૂલવાનમાં ડ્રગ્સ મુકનાર અહેમદખાન ઉર્ફે શાહરુખ સોકતખાન પઠાણની ધરપકડ કરી હતી.
અહેમદખાન ડ્રગ્સનો જથ્થો વડોદરાના હાથીખાના વિસ્તારમાં પટેલ ફળિયાના રહીશ આફતાબ ઉર્ફે અપ્પુ સિકંદર શેખ પાસેથી ખરીદ્યું હતું.
ભાજપના હોદ્દેદારોના અનેક કારનામા ખુલ્લા પડી રહ્યા છે. ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિ અટોદરીયાએ તુરંત સસ્પેન્ડ કર્યા નથી. દરમ્યાન ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલની ડ્રગ્સ કૌભાંડમાં સંડોવણી સામે આવી એટલે ભાજપ પણ ભીંસમાં મુકાયો છે,
ભાજપના ચૂંટાયેલા નેતા કે પોલીસને મોટા ડ્રગ્સ ઉત્પાદક દેખાયા નહીં.
6 ઓગસ્ટ 2024માં ભરૂચમાં રાજ્યના ભરૂચ અને અંકલેશ્વરમાં તો ડ્રગ્સ બનાવતી ફેક્ટરી સ્થાનિક પોલીસને દેખાતી ન હતી. તેથી SOG અને ATS પોલીસે દહેજની જોલવાની એલાયન્સ ફાર્મા કંપનીમાં દરોડો પાડ્યો હતો. 31 કરોડથી વધુનો MD ડ્રગ્સ બનાવવાની કાચી સામગ્રી મળી હતી. પણ ભરૂચમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. MD ડ્રગ્સ બનાવવાનું કાચું મટીરિયલ ઝડપાયું હતું. કંપનીમાં સિન્થેટિક સિમ્યુલન્ટ ડ્રગ્સ મેફેડ્રોન બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. અંકલેશ્વરમાં દવાની આડમાં ડ્રગ્સ વેપાર થાય છે. તેનું મહારાષ્ટ્રમાંથી MD ડ્રગ્સ ઝડપાયું હતું. દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવે છે, પણ ભરૂચ પોલીસની આંખ સામે જ ફેક્ટરી ચાલતી રહી હતી. તે પણ ઘણાં વર્ષોથી ચાલતી હતી. પણ તેને એક વાન ચાલક પાસે 62 ગ્રામ ડ્રગ્સ જ દેખાયું હતું.
ભાજપના સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લામાં ભાજપના 43 હજાર સભ્યોને ડ્રગ્સ બનાવતી ફેક્ટરી દેખાઈ ન હતી.
31 કરોડનું ડ્રગ્સ
જેનું સંચાલન ચીફ કેમીસ્ટ ઓપરેટર પંકજ રાજપુત કરી રહ્યો હતો. નશાકારક ટ્રામાડોલ દવા બનાવવામાં આવતી હતી.
કંપની માંથી રૂ. 31 કરોડનો પ્રવાહી ટ્રામાડોલ 1410 લીટરના જથ્થો જપ્ત કર્યો હતો. પંકજ રાજપૂત તથા નિખિલ કપૂરીયાનાઓએ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જરૂરી ટ્રામાડોલ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડીયન્સ કે જે દવા બનાવા માટે કાચા માલ તરીકે કામ આવે છે. તેનો પ્રવાહી ટ્રામાડોલને સંગ્રહિત કરેલો હતો.
નિખિલ કપૂરીયા તથા પંકજ રાજપૂતનાઓને ટ્રામાડોલ API બનાવવા માટેના જરૂરી રો- મટીરીયલ અને કેમીકલ સરખેજ, અમદાવાદ ખાતે આવેલ શ્રીજી સાયન્ટીફીકના માલિક હર્ષદ કુકડીયાનાઓ પ્રોસેસીંગ માટે આપતા હતા. પ્રોસેસીંગ બાદ તૈયાર થયેલ ટ્રામાડોલ API નિખિલ કપૂરીયા તથા પંકજ રાજપૂતનાઓ હર્ષદ કુકડીયાનાઓને સરખેજ ખાતે મોકલી આપતા હતા.
શ્રીજી સાયન્ટીફીકના માલિક હર્ષદ કુકડીયાનાની પૂછપરછ કરી હતી. તેઓ કેવલ ગોંડલીયાના સંપર્કમાં હતો. હર્ષદ કુકડીયા ગેરકાયદેસર રીતે ટ્રામાડોલ ટેબ્લેટના જથ્થાના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ અંકલેશ્વરના પંકજ રાજપુત તથા મારૂતી બાયોજેનીકના માલીક નીખીલ કપુરીયા પાસેથી તૈયાર કરાવી કેવલ ગોંડલીયાને સપ્લાય કરતો હતો.
આ રીતે તૈયાર થનાર ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટનું ઉત્પાદન તથા પેકેજીંગ છત્રાલ ખાતે આવેલી ડીનાકોર ફાર્મા પ્રા.લિ. ના માલિક આનંદ પટેલ દ્વારા કરવામાં આવતું. જે કામ મુખ્ય આરોપી કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલ દ્વારા કરાવવામાં આવતું.
ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો કેવલ ગોડલીયા અને હર્ષિત પટેલ દ્વારા આગળ આપવામાં આવતો હતો.
મુંદરામાં આ ટોળી દ્વારા જ માલ મોકલાતો હતો.
મુંદરા
મુંદ્રા કસ્ટમ્સ વિભાગ દ્વારા 28 જુલાઈ રોજ એક શંકાસ્પદ એક્સ્પોર્ટ કન્ટેઈનરમાં સર્ચ હાથ ધરવામાં આવેલું હતું. ગેરકાયદેસર રીતે પશ્ચિમ આફ્રિકી દેશો સિયેરા લિઓન અને નાઇજર ખાતે એક્સ્પોર્ટ થનાર રૂ. 110 કરોડની કિંમતની કુલ 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડવામાં આવેલો હતો. આ જથ્થો આ કેસમાં ઝડપાયેલ આરોપીઓ દ્વારા તૈયાર કરી મોકલવામાં આવેલ હતો.
રાજકોટ સ્થિત વેપારીના બે કન્સાઇન્મેન્ટ્સ કે જે પશ્ચિમ આફ્રિકાના દેશો સિએરા લિઓન અને નાઇજર જવાના હતા. જેને ડિક્લોફેનાક ટેબ અને ગેબેડોલ ટેબ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેને અટકાવવામાં આવ્યા હતા. તેની તપાસ કરવામાં આવી હતી.
કન્ટેનરમાં બોક્સ જેમાં ‘ટ્રેમેકિંગ 225 અને ‘રોયલ-225’ એમ બંનેમાં ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટ 225 મિલિગ્રામ હોય છે. સ્ટ્રીપ્સ કે ન તો બોક્સમાં ઉત્પાદકની કોઈ વિગતો હતી. 68 લાખ ગોળીઓ મળી આવી હતી. રાજકોટ, ગાંધીનગર અને ગાંધીધામ ખાતે ફોલોઅપ સર્ચ ચાલી રહ્યું હતું. જેમાં ભરૂચની ફેક્ટરી પકડાઈ હતી.
ટ્રામાડોલ એક ઓપીયોઇડ દર્દની દવા છે, જે એક સાયકોટ્રોપિક પદાર્થ છે અને એનડીપીએસ એક્ટ, 1985 ની કલમ 8 (સી) હેઠળ ટ્રામાડોલની નિકાસ પર પ્રતિબંધ છે. ટ્રામાડોલને 2018માં એનડીપીએસ એક્ટ હેઠળ સાયકોટ્રોપિક પદાર્થ તરીકે સૂચિત કરવામાં આવી હતી.
આઇએસઆઇએસના અધિકારીઓએ લાંબા સમય સુધી જાગવા માટે તેનો ઉપયોગ કર્યો હોવાથી ટ્રામાડોલે તાજેતરના સમયમાં ફાઇટર ડ્રગ તરીકે બદનામી મેળવી છે.
કૃત્રિમ ઓપિઓઇડ દવા લોકપ્રિય છે અને નાઇજિરિયા, ઘાના વગેરે જેવા આફ્રિકન દેશોમાં તેની માંગ છે.
8 ડિસેમ્બર 2023માં ભરૂચ બાયપાસ ચોકડી નજીક નશાનો કારોબાર ચાલતો હતો. છતાં પોલીસને દેખાયો ન હતો. તે બંધ કરાવવાની માંગ સાથે સ્થાનિક લોકોએ આંદોલન કરવું પડ્યું હતું.
ભાજપના કૌભાંડો અને અનીતિ
ભરૂચ ભાજપ ગુનાખોર
જિલ્લા પ્રમુખની સહી વાળો લઘુમતી મોરચામાં નિમણૂકનો પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એક વર્ષ પહેલાં બૂટલેગર પાસે હપ્તો લેવા ગયાં ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી સહિત બે જણની ધરપકડ થઈ હતી. ખંડણી, આબરૂ લેવાનો પ્રયાસ તેમજ એટ્રોસિટીના ગુનામાં આમોદ પોલીસે ધરપકડ કરી હતી. વર્ષ 2019 માં મહિલા બુટલેગર પાસે દેશી દારૂનો હપ્તો લેવા બન્ને આરોપી ગયા હતા. તે સમયે ખંડણી, આબરૂ લેવાનો પ્રયાસ અને ઇટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ હતી. ઉપરાંત ઘરમાં પ્રવેશ કરી, કપડાં ફાડી નાખી જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા. અકબર બેલીમે બ્લાઉઝ ખેચતા ફાટી ગયો હતો. જ્યારે BJP લઘુમતી મોરચાના મહામંત્રી જાવિદ મલીકે પણ સાડી ખભા પાસેથી ખેચતા સાડી બ્લાઉઝમાંથી નિકળી ફાટી ગઈ હતી. આમોદના BJP લઘુમતી મોરચાના મહામંત્રી જાવીદ મલેક અને અકબર બેલીમ હતા.
આમોદ પોલીસ મથકે FIR છતાં 2021 માં એક પૂર્વ MLA એ વકફ બોર્ડ, હજ કમિટી, અલ્પ સંખ્યક નાણાં નિગમમાં જાવીદને સભ્ય બનાવવા પ્રદેશ પ્રમુખને ભલામણ પણ કરી હતી. ભરૂચની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયના નેતા વિધાનસભામાં લોક પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવતા હતા. હવે એવું નથી. 1998માં ભાજપે વાગરાની (ભરૂચ) બેઠક પરથી મુસ્લિમ ઉમેદવાર અબ્દુલગની કુરૈશીને ટિકિટ આપી હતી, પરંતુ કોંગ્રેસના ઉમેદવારની સામે હારી ગયા હતા.
ભરૂચમાં 25 ટકા મુસ્લિમ મતદારો છે. 30 ટકા મતદારો આદિવાસી છે, 12 ટકા પાટીદારો છે, 3 ટકા ક્ષત્રિયો છે, 5 ટકા દલિતો છે. બાકીના 25 ટકા મતદારો અન્ય જ્ઞાતિના છે.
રાષ્ટ્રગીતનું અપમાન
બે વર્ષ પહેલાં રાષ્ટ્રગીતના અપમા માટે ભરૂચમાં નિકાહના પ્રસંગમાં શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. રાષ્ટ્રગીતનું અપમાન કરનારાઓમાં 2 વ્યક્તિઓ ભાજપ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં સઇદ આદમ રોકડિયા હાલમાં થયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભરૂચના વોર્ડ નંબર 1માં ભાજપ તરફે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઝૂબેર ઉર્ફે ઇમરાન ઇસ્માઇલ પટેલ ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી તરીકેના પદ પર હતા. જોકે, ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ પદે ગુલામનાથાનું કોઈ સાંભવા તૈયાર નથી.
ભરૂચ નગરપાલિકા
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપના સુરભી તમાકુવાલા તથા ઉપપ્રમુખ તરીકે ભરત શાહ હતા ત્યારે નર્મદા નદીમાં આવેલા પૂરને લઇ કાંઠા વિસ્તારના અસરગ્રસ્તોને કઢી ખીચડી ખવડાવવા માટે મળતિયાઓને કઢી ખીચડીનો ઠેકો આપી દઈ તેનું બિલ રૂ.6.84 લાખ કર્યું હતું. હિન્દુ – મુસ્લિમ સમાજના સંગઠનો ઘ્વારા 18 દિવસ સુધી જમાડવામાં આવ્યા હતા. ભરૂચના ભાજપના સત્તાધીશોએ રૂ. 6.84 લાખનું બિલ મૂકયું. ભરૂચ નગરપાલિકાએ તો ખરેખર રૂ.1.50 લાખનું જ ખર્ચ કર્યું હતું.
બે જૂથ
2018માં ધારાસભ્ય દુષ્યંત પટેલનું ભરૂચ જિલ્લા અને ભરૂચ નગર ભારતીય જનતા પાર્ટી એકમના મોવડી મંડળના સભ્યોનું એક અલગ જૂથ સામ સામે લડતાં હતા.
ભરૂચ શહેર ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી ઇમરાન પટેલને સસ્પેન્ડ કરાયા હતા.
વકફ બોર્ડ
ભરૂચથી 10 કિલોમીટર દૂર કરમાડ ગામની 2015માં એક શાળાની રૂ.2 કરોડની જમીન રૂ.20 લાખમાં વેચી મારવાના કૌભાંડ બાદ ગાંધીનગરની ગુજરાત રાજ્ય વક્ફ ટ્રીબ્યુનલ દ્વારા પગલાં લેવા આદેશ કરાયો હતો. ટ્રસ્ટની 4452 ચોરસ મીટર જમીન વકફની માલિકીની હોવા છતાં અંજુમને હીખ્ઝુલ ઇસ્લામના નામની મિલકત એન એ કરીની મંજૂરી અબ્દુલા ઉમરજી પટેલે માંગી હતી. વેચવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. મંજૂરી વગર પ્લોટ રૂ.20 લાખમાં વેચી નાખવામાં આવ્યો હતો. 50 રૂપિયે ફૂટનો ભાવ થાય છે. તેના આધારે તેના પર 37 બંગલા બની ગયા હતા.
9000 કરોડનું જિંગા કૌભાંડમ
સપ્ટેમ્બર 2017માં ભરૂચના હાંસોટતાલુકાના વમલેશ્વર અને કતપોર ગામમાં ખેતીની જમીનમાં ગેરકાયદે તળાવ બનાવી જીંગા ઉછેરનું કૌભાંડ બહાર આવતાં 98 તળાવો હતા, જેમમાંથી રૂ.17 કરોડના ખર્ચે બનેલાં 23 ખાનગી તળાવો તોડી પાડવામાં આવ્યાં હતા. ત્રણ વર્ષ પહેલાં આલીયાબેટમાં સરકારી જમીન પર બનાવી દેવામાં આવેલાં 1,200થી વધારે તળાવો તોડી પડાયા હતા.
રમેશ મિસ્ત્રી
વિડિયો 2024માં ભાજપના ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મિડિયાને ધાક ધમકી આપી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.
મનસુખ વસાવા
ભરૂચના ભાજપના ધારાસભ્ય મનસુખ વસાવાએ અનેક વખત જાહેરમાં ધમકી આપી હતી. મલ ચૌહાણે જણાવ્યું કે, એક સાંસદે ન શોભે તેવું કૃત્ય કર્યું છે અમે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીશું.
2021માં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ધમકી- ‘ભાજપ કાર્યકર્તાઓ રેલી કરતા રોક્યા તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ.
કારણ છે કૌભાંડ
પ્રકાશ પટેલે ગામના કૌભાંડો જાહેર કર્યા હતા. તે માટે આરટીઆઇ કરી માહિતી માંગી હતી.