અસભ્ય બનાવવાની ભાજપની ભૂંગળા વાળી ભવાઈની ઠગાઈ લીલા

Bhavai’s thug leela with BJP, to make people rude भवई की ठग लीला भाजपा के साथ, असभ्य बनाने के लिए

દિલીપ પટેલ
અમદાવાદ, 5 ઓક્ટોબર 2024
2 ઓક્ટોબર 2024 સુધીમાં દેશભરમાં ભાજપ 1 કરોડ સભ્ય બનાવી શક્યો નથી. ત્યાં ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવાયા હોવાનો ખોટો દાવો કરાયો હોવાનું માનવામાં આવે છે. 25 સપ્ટેમ્બર સુધીમાં 1 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ મોટાભાગના રાજ્યોમાં ભાજપનુ સંગઠન તેમ કરવામાં નિષ્ફળ નીવડી છે. અત્યાર સુધીમાં ફક્ત 83 લાખ સભ્યો બન્યા છે. તેની સામે ગુજરાતમાં 80 લાખ સભ્યો ભાજપે બનાવી દીધા હોવાનો દાવો કરાયો છે. તે દેશના લોકો સામે મોટું જૂઠ કે પ્રજા સાથે ઠગાઈ થઈ હોવાનું માનવામાં આવે છે.

ભાજપના સભ્યો બનાવો, છેતરપિંડી કરવાનું સૂત્ર ભાજપના નેતાઓએ અપનાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોબર 2024માં ભાજપના પ્રથમ સભ્ય બનીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરી ત્યારથી લોકોની સાથે ઠગાઈ કરીને તેમને ભાજપના સભ્યો છેતરીને બનાવી દેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ભાજપના અનેક નેતાઓ ઠગાઈમાં પકડાયા પણ હવે સભ્યો બનાવવામાં પણ ઠગ વિદ્યા અજમાવી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં 1.19 કરોડ સભ્ય વાળા ભાજપને 1.88 કરોડ મત જ મળ્યા હતા તેથી ઠગીને વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષના ગુજરાત એકમમાં લોકોને ઠગીને 2 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક પૂરો કરવામાં આવી રહ્યો છે.

વિવાદોના કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાં ભાજપના નેતાઓ ગમે તે જગ્યાએ હાજર લોકોને ભાજપના સદસ્ય બનાવી રહ્યા છે. નવરાત્રીમાં વડોદરામાં ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો હતો. વડોદરાના પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ગઈ કાલે રાત્રે ન્યુ સમા સ્થિત અયપ્પા મેદાન ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ગયા હતા, ત્યાં તેમણે ગરબા ગ્રાઉન્ડના સિક્યુરિટી સ્ટાફને સભ્ય બનાવી દીધા.

ગુજરાત રાજ્યભરમાં 3 સપ્ટેમ્બરથી ભાજપનું સભ્ય બનાવો અભિયાન આરંભ થયો હતો. 2020 મોબાઈલ ફોન પર મિસ્ડ કોલ કરીને 1 કરોડ 13 લાખ સભ્યો નોંધ્યા હોવાનો દાવો કરાયો તેમાં પણ મોટી ગોલમાલ અને ઠગાઈના કિસ્સા બહાર આવ્યા હતા. હવે, 2024 સદસ્યતા અભિયાન 2 કરોડ ટાર્ગેટ છે. ગુજરાતમાં અનેક વિવાદાસ્પદ કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે

ગુજરાતમાં પૂર મોંઘવારી જેવા મુદ્દાને કારણે સક્રિય સદસ્યતા અભિયાનમાં ઓછા લોકો જોડાઈ રહ્યા છે. જેના કારણે આવા વિવાદો થઈ રહ્યા છે.

અગાઉ પણ તેમણે નિઝામપુરા સ્થિત બ્યુટી સલૂન સ્ટાફની તમામ મહિલાઓ ભાજપના સભ્ય બનાવ્યા હતા.

અત્યાર સુધી મિસ્ડ કોલના આધારે સભ્ય બની જવાતું હતું એ પદ્ધતિમાં થોડો ફેરફાર કરાયો છે. હવે મિસ્ડ કોલ બાદ સંબંધિત વ્યક્તિને તેના મોબાઇલ પર એક લિન્ક મોકલવામાં આવે છે અને આ લિન્કમાં રહેલા ફોર્મમાં જેને સભ્ય બનવું હોય એ વિગતો, ફોટા વગેરે સબમિટ કર્યા પછી ઓટીપી આવે અને એ ઓટીપી સબમિટ થયા પછી સભ્ય બનાવાય છે.
સામૂહિક ઠગાઈ 2011માં પહેલી વાર મોબાઇલના મિસ્ડ કૉલ થી સદસ્યતા અભિયાન શરુ થયું હતું, એ સમયે પણ ખોટા મિસ્ડ કૉલ થી ભાજપના સભ્યો બનાવ્યાના વિપક્ષે આક્ષેપ કર્યા હતા, પણ કોઈ પુરાવા નહીં હોવાને કારણે કોઈ કાનૂની કાર્યવાહી થઈ ન હતી અને મામલો શાંત થઈ ગયો હતો.

પહેલા રાજકીય પક્ષમાં લોકો સામે ચાલીને જઈને વિચારધારા સાથે જોડાઈને રાજકારણ કરતા હતા, પરંતુ હવે રાજકારણીઓ માત્ર સંખ્યા બળ વધારવા માટે જ્યાં જાહેર જનતા દેખાય ત્યાં તેમના મોબાઈલ ફોનમાં OTP મંગાવી સદસ્ય બનાવવાની ઘટનાઓ સામે આવી રહી છે.

અનેક છેતરપિંડી
ભાજપ સરકારની નબળી કામગીરીને લીધે કોઇ એમના અભિયાનને પ્રતિસાદ આપતું નથી. તેથી તેમને ઠગીને સભ્ય બનાવવામાં આવે છે.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા પ્રણવ સોની પાસેથી એમના પરિચિત એવા ભાજપના કાર્યકરે એક ઓટીપી માંગ્યો. પ્રણવભાઈએ મિત્રતાને ધ્યાનમાં રાખીને ઓટીપી નંબર આપ્યો અને બે મિનિટમાં તેઓ કોંગ્રેસમાંથી ભાજપના સભ્ય બનાવી દીધા હતા.

વિવાદો
રાજકોટ, મહેસાણા, ભાવનગર, સુરેન્દ્રનગર, વલસાડ, વડોદરા, અમદાવાદમાં ભાજપનું અભિયાન વિવાદી બન્યું હતું.

રાજકોટમાં કવિ દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે મોબાઈલ લઇને આવવાનું કહ્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભ દેથરિયા માટે વિદ્યાર્થી એકઠા કર્યાનો પણ આરોપ છે. કારણ કે સભ્ય બન્યા બાદ રેફરલ તરીકે MLAનો નંબર નાખવા વારંવાર જાહેરાત પણ કરી હતી. રાજકોટ શહેરમાં ભાજપના વિશાળ બોર્ડની મંજૂરી વગર લગાવી સભ્યો બનાવવા ઠગાઈ કરાતી હોવાના આરોપ હતા.

ભાવનગરમાં નગરસેવકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નગરસેવક યુવરાજસિંહ ગોહિલ સક્રિય સભ્ય બનવા ભાન ભૂલ્યા

ભાવનગરના ખડી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને હાલ ભાજપના નગરસેવક યુવરાજ ગોહિલ હોસ્પિટલમાં દર્દીના સગાને સભ્ય બનાવતા હતા.

સુરેન્દ્રનગરની વઢવાણના અણીન્દ્રામાં આવેલી એમ. આર. ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં મોબાઇલ લાવીને સદસ્ય બનાવ્યા હતા.  શાળામાં વિદ્યાર્થીઓને મોબાઇલ લઇને આવવાની ખાસ સૂચના આપીને એમના વાલીઓને બારોબાર સભ્ય બનાવી દેવાયા હતા.

મહેસાણામાં એક દર્દીને એક્સ રે કરાવવા માટે નોંધણી કરાવીને સભ્ય બનાવી છેતર્યા હતા. વિસનગર સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવાયા હતા.

ભાવનગરમાં એક પૂર્વ પદાધિકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓને સભ્ય બનાવતા હતા.

ભાજપના એક પદાધિકારીઓ 100 સભ્યો બનાવો અને રૂ. 500 રોકડ લઇ જાવના ભ્રષ્ટાચારની જાહેરમાં જાહેરાત કરી હતી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના અગ્રણીઓ ભાજપના સભ્ય બનાવી દેવાયા હતા. કોંગ્રેસના સેવાદળના પ્રમુખ રમેશ પટેલ અને પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલ ભાજપના સભ્ય બનાવી દેવાયા હતા.

જૂનાગઢ જિલ્લામાં રાશન લેવા ગયેલા ખેડૂતને ઠગીને ભાજપે OTP મેળવી ભાજપનો સભ્ય બનાવાનો કિસ્સો બન્યો હતો.

સરકારી કર્મચારીઓ ભાજપના કાર્યકરો
કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે સરકારી કર્મચારી કોઈપણ રાજકીય પક્ષમાં જોડાઈ શકતા નથી. ત્યારે કાંકરેજ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો રાજકીય પક્ષ સાથે જોડાયા છે. આવા શિક્ષકો સામે કાયદાકીય પગલા ભરવા માંગ કરી હતી.

કેવા લક્ષ્ય અપાયા
ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રથમ સભ્ય બનાવી આરંભ કર્યો હતો. દરેક જનપ્રતિનિધિએ પોતાને મળેલા મત જેટલા સભ્યો બનાવવાના હતા.
ગુજરાત ભાજપના સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ કે.સી. પટેલ છે.
7 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ પરત કરવાના હતા.
ગુજરાત ભાજપે 2 કરોડ સભ્ય બનાવવાનો લક્ષ્ય પૂર્ણ કરવા માટે 200થી 7 લાખ સભ્યો બનાવવા સુધીના આદેશો આપવામાં આવ્યા હતા.

સાંસદોએ વ્યક્તિગત 10,000
ધારાસભ્યએ 5 હજાર
સાંસદે વિસ્તારમાં – 7 લાખ
ધારાસભ્ય- 1 લાખ
કોર્પોરેટર- 2 હજાર
જિલ્લા પંચાયતના સભ્ય- 1000
તાલુકા પંચાયતના સભ્ય- 500
પ્રદેશના પદાધિકારી- 1000
મોરચાના પ્રદેશ પ્રમુખ મહામંત્રી અને સેલના સંયોજક- 1000
પૂર્વ સાંસદ- 2000
પૂર્વ ધારાસભ્ય- 1000
2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઉમેદવાર- 2500

અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોના રોષનો ભોગ ભાજપના નેતાઓએ બનવું પડ્યું હતું.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 5 લાખના મતે દરેક બેઠક જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. પાટીલે ફરી 2 કરોડ સભ્યો નોંધવા આદેશ કર્યો છે. ગુજરાતમાં કુલ 4.30 કરોડ મતદારો છે. એ જોતાં પાટીલે લગભગ 45 ટકા મતદારોને ભાજપના કાર્યકર બનાવવાનો ટાર્ગેટ આપી દીધો છે.

પાટીલે દાવો કર્યો કે, 1.19 કરોડ સભ્યો હાલ છે તેમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 1.88 કરોડ મત મળ્યા હતા. ભાજપના સભ્યોએ ભાજપને જ મત આપ્યા ન હતા.

તો જ ટિકિટ મળશે
દર છ વર્ષે ભાજપ દ્વારા એક વખત સભ્ય બનાવાય છે. આ વર્ષે પક્ષનો કાર્યકર 100 વ્યક્તિને સભ્ય બનાવે પછી આગામી સામાન્ય ચૂંટણીઓ માટે પક્ષના ઉમેદવાર તરીકે ટિકિટ માગવાનો અધિકારી બને છે. જે સભ્યોએ 100 કરતાં ઓછા સભ્યો બનાવે તે ચૂંટણીઓ માટે પક્ષના ઉમેદવાર બનવા માટે ટિકિટની માંગણી કરી નહીં શકે.

સત્તાના જોરે સભ્ય
નેતાઓ સત્તાના જોરે સભ્યો નોંધવામાં લોકોને ઠગવામાં પાવરધા બની ગયા હતા. તેની સામે કાર્યકરો લાચાર હતા. બે કરોડ સભ્યો બનાવવા સામે 72 લાખ સભ્યો માંડ નોંધાયા હતા.

ગુજરાતમાં અનેક એવા કિસ્સા બન્યા છે તેના કારણે અભિયાન વિવાદોમાં ઘેરાયું છે. નેતાઓ સતાના જોરે લક્ષ્યાંક નજીક પહોંચવા ઠગાઈ કરતા પકડાયા હતા.

દેશમાં
પટણામાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બિહારમાં પણ સભ્ય નોંધણી ઝુંબેશમાં ઢીલાશ સામે ચિંતા વ્યકત કરી હતી.
2 ઓક્ટોબર 2024 સુધીમાં દેશભરમાં 1 કરોડ સભ્ય બનાવી શક્યો નથી. 25 સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ સમયે 1 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ મોટાભાગના રાજયોમાં ભાજપનુ સંગઠન તેમ કરવામા નિષ્ફળ નિવડયુ છે. અત્યાર સુધીમાં ફકત 83 લાખ સભ્યો બન્યા છે.
ત્રિપુરા, અરુણાચલ પ્રદેશએ સભ્યો બનાવી દીધા હતા.
ઉત્તરપ્રદેશમાં 20 લાખ સભ્યો સામે 15 લાખ સભ્યો બનાવી દીધા હતા.
રાજસ્થાન અને બિહાર રાજયો સૌથી પાછળ છે. આ બંને પ્રદેશોમાં ભાજપની સરકાર છે.
રાજસ્થાનમાં 55 લાખ સામે 26 લાખ સભ્યો નોંધાયા હતા.
બિહારમાં 65 લાખ સભ્યો સામે 32 લાખ સભ્યો નોંધાયા હતા.
તેલંગણામાં હાલત નબળી છે.
ઉતરપ્રદેશ અને આસામ બાદ ગુજરાત અને મધ્યપ્રદેશ આવે છે.