ગાંધીનગર, 27 નવેમ્બર 2020
નર્મદા યોજનાનું વિપુલ પાણી ખેડૂતોને આપવામાં આવતું હોવાનો દાવો ભાજપની સરકારો કરતી આવી છે. પણ વાસ્તવિકતા જૂદી બહાર આવી છે. જ્યાં નહેર દ્વારા પાણી મળતું હોય ત્યાં હંમેશ ડાંગર અને શેરડી જેવા વધું પાણીથી પાકતાં પાકનું વાવેતર વધે છે. પણ ગુજરાતમાં નર્મદા યોજના આવી હોવા છતાં છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં શેરડીની ખેતી વધવાના બદલે ઘટી રહી છે. છેલ્લાં 10 વર્ષમાં 40861 હેક્ટર વિસ્તાર ઘટી ગયો છે. વાવેતરમાં 20.23 ટકાનો ઘટાડો થયો છે.
નર્મદા નહેરથી શેરડીનો કોઈ ફાયદો નહીં
1.27 કરોડ ટન શેરડી 10 વર્ષ પહેલાં પેદા થતી હતી. જે હવે 1.17 કરોડ ટન શેરડી પેદા થાય છે. 2001-02માં 1.78 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. તેનો બેમતલબ નિકળે છે. સરકારની નીતિઓના કારણે કાંતો ખેડૂતો શેરડી ઉગાડવાનું પસંદ કરતાં નથી અથવા તો નર્મદા યોજનાનું પાણી આપવામાં આવે છે તે દાવામાં દમ ન હોઈ શકે.
10 લાખ હેક્ટરના બદલે 1.50 લાખમાં શેરડી
નર્મદા નહેરથી 18 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થવાની હતી. ખરેખર તો નર્મદા નહેરથી ઓછામાં ઓછી 10 લાખ હેક્ટર વિસ્તારમાં શેરડી પાકવી જોઈતી હતી. પણ 5 લાખ હેક્ટરથી વધું સિંચાઇ થતી નથી, ત્યાં મીઠી શેરડી કઈ રીતે પાકે. એક હેક્ટરે 70 હજાર ટન શેરડીનું ઉત્પાદન છે. તે નર્મદાના કારણે ખરેખર વધવું જોઈતું હતું. હાલ સામાન્ય વાવેતર 1.50 લાખ હેક્ટર છે.
નર્મદાનો જ્યાં સૌથી વધું ફાયદો
નર્મદા યોજનાનો સૌથી વધું ફાયદો અમદાવાદ અને સુરેન્દ્રનગરને મળવાનો હતો. ત્યાં શેરડીનું વાવેતર એક હેક્ટર પણ નથી થયું. એજ નહીં જ્યાંથી નર્મદાની નહેરો પસાર થાય છે તેવા જિલ્લા ગાંધીનગર, બનાવકાંઠા, ખેડા, મહેસાણા, કચ્છ, આણંદ જિલ્લામાં શેરડીનું બિલકુલ વાવેતર નથી થતું.
નર્મદા નહેરના નર્મદા, બોટાદમાં જ શેરડી જોવા મળે છે. પણ તે નહેરના પાણીથી ઓછી પાકે છે.
જ્યાં નર્મદા નહીં ત્યાં શેરડીનું વિપુલ વાવેતર
જ્યાં નર્મદા યોજના નથી ત્યાં સૌથી વધું શેરડીનું વાવેતર થાય છે. ગુજરાતમાં જ્યાં સૌથી વધું શેરડી પાકે છે એવા વિસ્તારો નહેરની સગવડ ધરાવે છે. જેમાં ગીરસોમનાથષ તાપી, નવસારી, મોરબી, સુરત, જુનાગઢ, ડાંગ, વલસાડ, ભરૂચ, વડોદરા જેવા જિલ્લાઓમાં ઉકાઈ, કરજણ જેવા સ્થાનિક ડેમ છે. તેઓ તેનાથી શેરડી પકડે છે. પણ નર્મદા નહેરના વિસ્તારોમાં શેરડી ખેડૂતો પકવતાં નથી તેનો મતલબ કે ખેડૂતોને નર્મદાનું પૂરું પાણી મળતું નથી અથવા પાણી મળે છે ત્યાં ખેડૂતોને નર્મદા ઓથોરિટી પર ભરોષો નથી.