ગોંડલના ભાજપના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સામે 4500 પાનાંનું ચાર્જશીટ
જૂનાગઢના યુવાનનું અપહરણ, હુમલાના કેસમાં બનાવના બે માસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી : પુરાવાના નાશની કલમનો ઉમેરો
જૂનાગઢ,
જૂનાગઢના યુવાનનું અપહરણ અને ખૂની હુમલાના કેસમાં ગોંડલના ગણેશ જાડેજા ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ સહિતના 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી તપાસ કરી હતી. જેમાં પુરાવાના નાશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. બે માસમાં તપાસ પૂર્ણ કર્યા બાદ પોલીસે 4500 પાનાનું આરોપનામું અદાલતમાં રજૂ કર્યું હતું.
જૂનાગઢ પોલીસે બે માસમાં આ કેસની તપાસ પૂર્ણ કરી છે. હથિયાર મળ્યું નથી. ફરિયાદમાં હથિયાર બતાવી નગ્ન કરી ધમકી આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આથી પુરાવાના નાશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
29 મે 2024ના જૂનાગઢના દાતાર રોડ પરથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય ઉર્ફે ચંદુ સોલંકીનું અપહરણ કરી ખુની હુમલો થયો હતો.
ગોંડલનાં ભાજપનાં ધારાસભ્ય ગીતા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે એક દલિત યુવાનનું અપહરણ કરી અને તેમને નગ્ન કરીને ઢોર માર મારવાની અને તેનો વિડીયો ઉતારવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. 11 શખ્સો સામે અપહરણ હત્યાનો પ્રયાસ, એટ્રોસિટી સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
5 જૂન 2024ના જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. પોલીસે કાયદા વિભાગની મંજૂરી મેળવી હાઇકોર્ટમાં રિમાન્ડની માગણી કરી હતી.
કોર્ટે પોલીસને જેલમાં જઈ પૂછપરછ કરવા મંજૂરી આપી હતી. ગણેશ જાડેજા સહિતના જામીન ના મંજૂર થયા હતા. 7 ઓગસ્ટ 2024માં જામીન અંગે સુનાવણી થનાર છે.
જયરાજ સામે અરજી
સંજય સોલંકીએ ગોંડલના જયરાજ જાડેજાને આ ગુનામાં આરોપી બનાવવાની માંગ કરી હતી. સંજય સોલંકીએ લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, અમારી મૂળ ફરિયાદમાં કલમ 120 (બી)નો ઉમેરો કરેલો હોય, અમનો પુરી શંકા છે કે આ ગુનાહિત કાવતરું રચવામાં આરોપી ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજા પણ સામેલ હોય તેવું લાગી રહ્યું છે. જયરાજસિંહની દાદાગીરી સામે દલિત આંદોલન થયું હતું.
રેલી પહેલા બનેલી ઘટનાઓ
મુસ્લિમ બની જઈશું
જાડેજાની ધરપકડ નહીં કરીને ન્યાય નહીં મળે તો મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી આપવામાં આવી હતી. ટોર્ચર કરવામાં આવ્યું હતું. 40 દિવસથી ન્યાય મળતો ન હતો. વિસાવદરના મોટી મોણપરી ગામમાં દલિત સમાજના સંમેલનમાં સરકારને 40 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જૂનાગઢ અનુસુચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકી છે. આ કેસમાં સરકાર સ્પેશિયલ પીપીની નિમણૂક કરીને કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી મુખ્ય માંગણી કરી હતી. માંગણી નહીં સંતોષાય તો 10 તારીખે સોલંકી પરિવારના 150 સભ્યો જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ઇસ્લામ ધર્મ અંગિકાર કરશે.
બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર પણ ઉપસ્થિત રહ્યાં
આ સંમેલન પૂર્વે ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર ભીમરાવ યશવંતરાય આંબેડકર પણ જૂનાગઢ આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કાળવા ચોક ખાતે ડો.બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કર્યા હતા. ૩ કલાકે જૂનાગઢ મધુરમ ખાતે આવેલા આંબેડકર હોલ ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાંથી રેલી મોટી મોણપરી ગઈ હતી. સાંજે 7.30 કલાકે મોટી મોણપરીમાં સભાના સ્થળે પહોંચી હતી.
ધરપકડ કરો
જૂનાગઢ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા અનુસુચિત જાતિના લોકો જૂનાગઢ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. જો 6 જૂન સુધીમાં જવાબદારોની અટકાયત કરવામાં નહીં આવે તો રાજ્યના દરેક જિલ્લા મથકે આંદોલન કરવામાં આવશે. 5 જૂને પોલીસે જાડેજાને પકડી લીધો હતો.
ધારાસભ્ય
72 કલાક થયા બાદ પણ ધરપકડ કરવામાં આવી નહોતી જેને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત સમાજના લોકોને સાથે લઈને રાજકોટ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ તેમણે આગામી 24 થી 48 કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં નહિ આવે તો જુનાગઢ બંધ અને અને ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજવાની ચીમકી ઉચ્ચારી હતી.
રેલી – આરોપો
ઘટનાના વિરોધમાં સમસ્ત અનુસુચિત સમાજ ગુજરાત દ્વારા – દલિત સમાજ દ્વારા જુનાગઢથી ગોંડલ સુધીની બાઈક રેલી કાઢવામાં આવી હતી. રેલી બાદ તેમણે ગોંડલમાં મહાસંમેલન પણ કર્યું હતું. માગ હતી કે દલિત યુવાન પર કથિત અત્યાચાર કરનારા ગણેશ જાડેજાને કડકમાં કડક સજા થવી જોઈએ. ફરી કોઈ દલિત સાથે આ પ્રકારે અત્યાચાર ન કરે તે માટે ગણેશને કડકમાં કડક સજા થાય.
ગોંડલ શહેરના ડુંગર હિર દ્વાર પાસે રાજુ સોલંકીને હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા ગોંડલ શહેરમાં રેલીમાં જોડાયા હતા. રેલી સવારે 10 કલાકે જૂનાગઢથી નીકળી નવાગઢ ડો.આંબેડકર ચોક પહોંચી હતી. ત્યાંથી ભેંસાણ, જેતપુર, ધોરાજી, ઉપલેટાના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. વિરપુર હાઇવેથી વિરપુર તથા આસપાસના ગામોના કાર્યકરો જોડાયા હતા.
જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુ.જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પિતાની માંગ
ફરિયાદી સંજય સોલંકીના પિતા અને દલિત આગેવાન રાજુ સોલંકીએ રેલીમાં માંગ કરી કે, કેસના આરોપીઓ હાલની ગુજરાત સરકારના સત્તાપક્ષ સાથે જોડાયેલા છે. પ્રિવેન્શન ઑફ એટ્રોસિટી ઍક્ટ હેઠળની જોગવાઈ મુજબ 60 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવે. ‘ડે ટુ ડે’ ટ્રાયલ ચલાવવામાં આવે અને કેસ છ મહિનામાં પૂર્ણ કરવામાં આવે. આ કેસની તપાસમાં બે સરકારી કર્મચારીઓને સાહેદ તરીકે લઈને તેમના નિવેદન નોંધવામાં આવે. ચાર્જશીટ પહેલાં કોઈ આરોપીને જામીન ન મળે તે માટે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.
ગુજસીટોક મુજબ કાર્યવાહી થાય,સાથે સાથે અમે ગાંધીનગર સુધી બાઇક રેલી યોજશે,ગોંડલ સ્વયંભૂ નહિ જયરાજ સિંહના મળતિયાઓએ બંધ કરાવ્યું હતું,કલમ 120 બી, ગુજસીટોક મુજબ કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી. ગોંડલે હાથમાં ટેટુ દોર્યું છે તે ટેટુને લઈ ટિપ્પણી કરી હતી.
રાજુ સોલંકીએ કલમ 120 હેઠળ જયરાજની ધરપકડ કરવાની માગ કરી હતી. જયરાજસિંહ સામે ગુજસીટોક મુજબ કાર્યવાહી થાય. ગોંડલ સ્વયંભૂ નહિ જયરાજ સિંહના મળતિયાઓએ બંધ કરાવ્યું હતું. કલમ 120 બી, ગુજસીટોક મુજબ કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી. જયરાજના નિવેદન સામે રાજુ સોલંકીએ વળતો પ્રહાર કર્યો હતો.
અમારું આંદોલન ભાજપના ધારાસભ્ય ગીતા જાડેજાનું રાજીનામું લે તે માટેનું હશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના સમાજના આગેવાનો એકઠાં થઈશું. આગળના આયોજન અંગે ચર્ચા કરીશું. મુખ્ય પ્રધાનના આવાસ સ્થાને 2 લાખ લોકોની રેલી લઈને ગાંધીનગર પણ જઈશું. રાજ્યપાલ અને ભાજપ કાર્યાલય કમલમ પહોંચીને ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર આપશે. ગોંડલમાં શક્તિ પ્રદર્શન થતાં ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા. ગણેશના પિતા જયરાજસિંહ જાડેજા પણ દૂધે ધોયેલા નથી. તેમણે પીએસઆઈ પર ફાયરિંગ કર્યું. હાલ પણ તે મર્ડર કેસમાં જામીન પર છે.
વગદાર
આરોપી વગદાર પરિવારમાંથી આવે છે. તેથી કેસમાં ભીનું સંકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલમાં ઘણા ગામો અને માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યાં હતાં.
એસઆઈટી
તપાસ માટે ખાસ એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીના સભ્ય અને જુનાગઢના ડીવાયએસપી ધાંધલિયા હતા. કેસની તપાસ કરી રહેલા એસ સી – એસ ટી સેલના ડીવાયએસપી જે કે ઝાલા અચાનક રજા પર ઉતરી ગયા હતા. પછી ઘાંધલિયાને તપાસ સોંપાઈ હતી.
ઘટના કેમ બની
જૂનાગઢના દાદર રોડ પર 26 વર્ષના સંજય રાજુભાઈ સોલંકી રહે છે. સંજય સોલંકી કોરિયોગ્રાફી કરે છે.
30 મેના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ તેઓ જૂનાગઢના કાળવા ચોકમાં કાળુભાના પૂતળા પાસેથી તેમના 6 વર્ષના દીકરા રાજવીર સાથે પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમની સાવ નજીક એક ફોર વ્હીલરે અત્યંત જોખમી રીતે પસાર થઈને બ્રેક મારી હતી. જેથી સંજયએ તેમને કાર સરખી રીતે ચલાવવાનું કહ્યું હતું. આથી કારમાં બેઠેલા લોકો નીચે ઉતરી આવ્યા હતા.
સંજયએ કહ્યું કે તમારે ઝઘડો કરવો હોય તો હું મારા દીકરાને ઘેર મૂકીને આવું. આમ કહીને તેઓ દાતાર રોડ પર આવેલા તેમના ઘર તરફ મોટરસાયકલ લઈને રવાના થયા હતા. એ દરમિયાન ફોર વ્હીલરે તેમનો ઘર સુધી પીછો કર્યો હતો. તેઓ ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં બીજી એક કાર ત્યાં આવી પહોંચી હતી. બંને કારમાંથી અંદાજે 10 જેટલા લોકો ઉતરી આવ્યા હતા.
ગણેશ સંજયના પિતાને ઓળખતો હોવાથી એ વખતે આ મામલે સમાધાન થયું હતું અને સૌ જતા રહ્યા હતા.
રાત્રિના પોણા ત્રણ વાગ્યા આસપાસ પોતાનું મોટરસાયકલ લઈને ઘરે જતા હતા. ત્યાં દાતાર રોડ ગાયત્રી દાળિયા ભંડાર સામે ગણેશ જાડેજા સહિતના લોકોએ ફરી સંજયનો પીછો કરી કારને ફૂલ સ્પીડમાં ચલાવી તેમની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. તેઓ નીચે પછડાયા હતા. એ પછી કારમાંથી 5 લોકોએ નીચે ઉતરી તેમને લોખંડના પાઈપથી માર મારવો શરૂ કરી દીધો હતો.
એ દરમિયાન બીજી બે ફોર વ્હીલર પણ ત્યાં આવી પહોંચી હતી. તેમાંથી પણ કેટલાક લોકો નીચે ઉતર્યા હતા. સંજયને ઉપાડીને કારમાં બેસાડીને અપહરણ કરીને ગોંડલ તરફ લઈ ગયા હતા. અપહરણકર્તામાં એક વ્યક્તિ પોતે પોલીસ હોવાનું જણાવતા હતા. સંજયને ઢીકાપાટુ મારતો હતો. આ લોકો તેમને એક અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં ગણેશ જાડેજા અને તેના સાગરિતો અગાઉથી હાજર હતા. અહીં સંજયને ફરી આ લોકોએ ઢોર માર માર્યો હતો.
જાતિ સૂચક શબ્દો બોલી ગાળો ભાંડી હતી.
ગણેશ જાડેજા ફરી સંજયને તેની કારમાં બેસાડીને ગોંડલ સ્થિત તેના ગણેશગઢ નામના ઘરે લઈ ગયો હતો. ત્યાં પાંચ-છ લોકો પિસ્તોલ અને લોખંડના પાઈપ સાથે હાજર હતા. જે સંજયને ગણેશની ઓફિસમાં લઈ ગયા હતા. ગણેશના કહેવાથી તેમણે સંજયના કપડાં ઉતારી નાખ્યા હતા. ફરી આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેનો વિડીયો મોબાઈલમાં ઉતાર્યો હતો. માફી મંગાવડાવી હતી. સાથે જ ધમકી આપી હતી કે, “જૂનાગઢ કોંગ્રેસ એનએસયુઆઈમાંથી રાજીનામું આપી દે જે અને જો આ બાબતે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું.”
ગભરાયેલા સંજયએ માફી માગતા આખરે તેમને એક કારમાં બેસાડીને જૂનાગઢની ભેંસાણ ચોકડી પાસે કીયાના શોરૂમ નજીક ઉતારી દેવામાં આવ્યા હતા.
ખાનગી વાહન કરીને સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમના પિતા અને દલિત સમાજના આગેવાનો રાવણભાઈ પરમાર, હરસુખભાઈ મકવાણા, મીત સોલંકી વગેરે હાજર હતા. પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આઈપીસીની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2), આર્મ એક્ટની કલમ 25(1-બી)(એ) અને એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(આર)(એસ), 3(2)(5) મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ રક્ષણની પણ માંગ કરી હતી.
પિસ્તોલ જેવા હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને જ્ઞાતિસૂચક અપશબ્દો કહી અપમાન કર્યું હતું.
કોંગ્રેસ નેતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હતા.
પોલીસે છ દિવસ બાદ ગણેશ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી હતી. ગણેશ ફરાર હતો.
પોલીસે ઘટનાનું રિહર્સલ પણ કર્યું હતું.
ગણેશને કોઈ અફસોસ નથી
આ દરમિયાન ગણેશ જાડેજાના ચહેરા પર ગુનો કર્યાનો કોઈ અફસોસ ન હોય તેમ પોલીસવાનથી કોર્ટમાં આવતા અને જતા સમયે મંદ મંદ મલકાતો જોવા મળ્યો હતો. આ અગાઉ પણ જ્યારે ગણેશ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પણ તેઓ હસતા મોઢે જોવા મળ્યો હતો. જેલમાં જતા સમયે પણ તે સતત હસતો હતો. જેલમાં જતા સમયે ગણેશે કેમેરા સામે વિકટ્રીની નિશાની બતાવી હતી. પોલીસ જાપ્તામાં રહેલા તમામ આરોપીઓનાં ચહેરા પર હાસ્ય દેખાઈ રહ્યું હતું. આરોપીઓને પોલીસનો કોઈ ડર ન હોય તેમ લોકો સામે હાથ ઉપર કરી આરોપીઓ હસી રહ્યા હતા. વાયરલ થઈ રહેલા વિડિયોએ પોલીસની કાર્યવાહી પર અનેક સવાલ ઉભા કર્યા હતા. પૂર્વ ધારાસભ્યના દીકરાને પોલીસ છાવરતી હોવાના આરોપ પણ લાગી રહ્યા હતા.
ડી. ડી. સોલંકી
રેલીના આયોજક અને યુવા ભીમસેનાના સંસ્થાપક ડી. ડી. સોલંકી હતા. તેમણે આરોપ મૂક્યા કે પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી ગણેશ જાડેજાને અંગત કારમાં કેમ લઈ જવામાં આવ્યો? જ્યારે તે સિવિલ હોસ્પિટલમાં વિવિધ ટેસ્ટ માટે આવ્યો ત્યારે તેનું શર્ટ નારંગી રંગનું હતું તે પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ બ્લૂ રંગનું કઈ રીતે થઈ ગયું? આઈપીસી કલમ 120 પાછળથી કેમ ઉમેરવામાં આવી?
ગોંડલ બંધ
ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમણે આરોપી ગણેશ જાડેજાના સમર્થનમાં બંધ પાળ્યો હતો તેમણે અધિકારીક રીતે બંધનું એલાન આપ્યું નહોતું. માર્કેટિંગ યાર્ડ તથા ઘણા ગામોએ બંધ પાળ્યો હતો.
જેલમાં છે. તેમ છતાં તેના સમર્થનમાં 84 ગામ સ્વયંભૂ બંધ પાળે તે વાત શંકાસ્પદ જણાય છે. જો ખરેખર એવું હોય તો તે શરમજનક કહેવાય. ગણેશને સમર્થન એટલે કાયદો, વ્યવસ્થા અને લોકશાહી શાસન વ્યવસ્થાના વિરોધમાં બંધ હતું.
ગુજરાતમાં સહકારી સંસ્થાઓ, મંડળીઓ કેવા લોકોના હાથમાં છે તેનો એક નમૂનો ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે. ખેડૂતોની સમસ્યા હોય તો બંધ પાળે તે બરાબર છે. ગણેશ જેવા અપરાધના આરોપીના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરે તે ગંભીર બાબત છે.
84 ગામના બંધની વાત ઉપજાવી કાઢેલી હતી. ગોંડલ બંધ હતું. જયરાજની ધાકને કારણે ગોંડલ વિસ્પંતારના ગામડાઓએ આવું જાહેર કરવું પડ્યું છે. ગણેશે કરેલી મારામારીને યાર્ડની કામગીરીને શું લેવાદેવા હોય? અહીં માલ વેચવા આવતા ખેડૂતોને ગણેશ સાથે શું લેવાદેવા હોય કે તે યાર્ડ બંધ રાખીને પોતાનું કામ અટકાવે? આખો મામલો ધાક અને દાદાગીરને લગતો છે.
અકસ્માત છે જાડેજા
12 દિવસ બાદ આરોપી ગણેશ જાડેજાના પરિવારે પોતાનું મૌન તોડ્યું હતું. જયરાજસિંહ પોતે ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.જયરાજસિંહ જાડેજાએ કહ્યું છે કે આ આકસ્મિક ઘટના છે અને તેમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે. તેનો જવાબ ગોંડલની જનતા આપશે.
આત્મવિલોપન
પીડિત પરિવાર દ્વારા આરોપીની ધરપકડ નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, જયપાલસિંહ ઉર્ફે જે.કે., ક્રૃપાલ રાણા, ઇન્દ્રજિત ઉર્ફે ઇન્દુભાઇ દાદુભાઈ જાડેજા, પૃથ્વીરાજ ઉર્ફે પૃથુ રેવતુ જાડેજા, દિગ્પાલ ઉર્ફે દિગુભા કેસરી જાડેજા, સમીર ઉર્ફે પોલાડ બગસ મજગુલ, અકરમ હબીબ તરકવાડિયા, રમિઝ અનવર પઠાણ વગેરે કુલ 11 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે કથિત ગુનામાં વપરાયેલી ફોર્ચ્યુનર અને થાર ગાડી તેમજ મોબાઇલ ફોન મળી 25 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. પોલીસ રિમાન્ડ વગર આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો.
નગ્ન વીડિયો
નગ્ન વીડિયો ઉતાર્યો મોબાઇલ કબજે લઈને તેને એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. ત્રણ આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. બે આરોપીના મોબાઈલ જપ્ત કર્યા ન હતા.
મોટી રકમ
સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ આરોપ લગાવ્યો હતો કે આ ફરિયાદ મામલે સમાધાન કરવા માટે જાડેજા પરિવારે તેમને મોટી રકમ ઓફર કરી હતી. તેનો ઈનકાર કર્યો હતો.
ગોંડલ MLA અનેકવાર વિવાદમાં આવી ચુક્યા છે
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજા વિવાદો માટે જાણીતા છે. તેમનો પુત્ર ગણેશ જાડેજા પણ અવારનવાર વિવાદો ઉભા કરતો રહે છે. તેણે હાલમાં જ વિધાનસભા ચૂંટણી પહેલા રીબડા જૂથ તથા ગોંડલ જુથ વિવાદમાં આવ્યું હતું. ત્યાર બાદ રાજકોટના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપૂત અંગે કરેલા બફાટ બાદ થયેલા આંદોલન શાંત કરવામાં જયરાજ જાડેજાએ અગ્રણીની ભૂમિકા ભજવી હતી. ગીતા જાડેજા જયરાજના પત્ની અને ગણેશના માતા છે.
5 જૂને ધરપકડ કરી હતી.
2019
રાજકોટ જિલ્લાના ગોંડલના કોંગ્રેસ આગેવાન રાજેશ સખીયા પર રાતના ગોંડલમાં જીવલેણ હુમલો કરી કાર પર ફાયરીંગ કર્યું હતું. કોંગ્રેસ કાર્યાલયથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. બાઈક પર આવેલા બે લોકોએ પહેલા તેઓની કાર પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ કાર પર ગોળી મારી હુમલો કર્યો હતો. રાજેશ સખીયા સ્થાનિક ભજપના આગેવાનો પર રાજકીય કિન્નાખોરી કરીને હુમલો કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા.
2019
પોરબંદર લોકસભા વિસ્તારમાં ભાજપ પ્રેરિત ગેંગ દ્વારા ગોંડલ, જેતપુર, ઉપલેટામાં ભાજપને મત મળે એવું આયોજન દરબાર ગેંગના બે માથાભારે લોકોએ કર્યું છે. સજા ભોગવતાં અને જામીન પર રહેતાં શખ્સોએ જવાબદારી સોંપી હતી. દરબાર ગેંગના બે માથાભારે તત્વો દ્વારા આ ત્રણ વિસ્તારોમાં ધાક ઊભી કરી દીધી હતી. ગોંડલની દરબાર ગેંગ દ્વારા કુતિયાણામાં કાંધલ સાથે મુલાકાત કરી હતી.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપત જાડેજાના પૌત્રોએ હવામાં ગેસ સિલિન્ડર પિસ્ટલમાંથી ફાયરીંગ કરતાં હોવાનો વિડિયો જાણી બુજીને વાયરલ કર્યો હતો.
રીબડા પાસે જન્મ દિનની મીજબાનીમાં કાર લઈને નીકળેલા યુવાનો કારના છાપરું ખોલી બંદૂક જેવા હથિયારથી ફાયર કરતાં હોવાનો વિડિયો મિત્રો દ્વારા ઉતારવામાં આવ્યો હતો. ભાજપના આ વગદાર લોકોની સામે કોઈ ફરિયાદ કરી ન હતી. માજી ધારાસભ્ય મહિપત જાડેજા એક હત્યાનો કેસ હતો. સભામાં ભાષણ કરી રહ્યો હતો. આ અંગે ગુજરાતની વડી અદાલતે તેની સામે તપાસ કરવાના આદેશ કર્યો છે.
વન અધિકારીઓને માર્યા
25 માર્ચ 2018ના દહેરાદૂનથી ભારત દર્શન કરવા આવેલા 47 ટ્રેઈની ફોરેસ્ટ અધિકારીઓની બસ ડીઝલ પુરાવવા રીબડા ગામના પેટ્રોલ પંપે ઉભી રહી ત્યારે માજી ધારાસભ્ય સહિતના ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. માર મારતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્યને બચાવવા માટે પોલીસે પહેલા તો આ ગુનો દબાવી દીધો હતો. પણ IFS અધિકારીઓનું ગાંધીનગરથી દબાણ આવતાં કાર્યવાહી કરવામાં આવી હતી. આમ સરકાર દ્વારા ગુંડાઓનો બચાવ થઈ રહ્યો હોવાનું ગોંડલના લોકો માની રહ્યાં છે.
રાજકારણમાં ઉપયોગ
ભાજપ સરકારના સર્વોચ્ચ નેતા સાથે અને રાષ્ટ્રીય ભાજપના નેતા બચાવી રહ્યાં છે. રાજ્યના મુખ્ય સચિવે મહિપતને જેલ હવાલે કરવા માટે પોલીસને આપેલી સૂચના આપી હતી. મહિપતને તેના ઘર પાસેથી જ દબોચી લેવાયો હતો.
સંજય સામે ગુના
સંજય રાજુ સોલંકી વિરુદ્ધ 3 ગુના નોંધાયા હતા. રાજુ બાવનજી સોલંકી વિરુદ્ધ 12 ગુના હતા.
ગોંડલમાં ગુંડાગીરી કેમ
ફેબ્રુઆરી 2021ના એકે અહેવાલ પ્રમાણે
પૈસા અને મલસ પાવરના જોરે આખા સૌરાષ્ટ્રમાં ડોન બની બેઠેલા ભાજપના નેતા ફરાર હતો. સુરતમાં કરોડોની ખંડણી ઉઘરાવવાના ગુનામાં તે વોન્ટેડ હતો. ખરેખર તો તે રીબડામાં જ હાજર હતો. તેનો પુવારો એક વિડિયો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને જીતાડવામાં મદદ કરી હતી. અનિરૂદ્ધને લોકસભાની ચૂંટણીમાં મદદ કરવા કહેવાયું હતું. તેને ભાજપે ગાંધીનગરથી આદેશ આપીને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો હતો. પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા અને પ્રદિપ જાડેજાની મહેરબાનીથી તેને ગુજરાતની પોલીસ ગુંડાધારા હેઠળ પકડતી ન હતી. રાજકીય આશ્રય હેઠળ હતો.
પોલીસ વડા કઈ કરી શકયા નહીં
તા ફરારી આરોપીઓને પકડવા માટે 10 જાન્યુઆરી 2021થી 9 ફેબ્રુઆરી 2021 સુધી ખાસ ઝૂંબેશ શરૂં કરી હતી. પણ 25 જાન્યુઆરી 2021માં રીબડા ગામમાં અનિરૂદ્ધ તેના પિતાના કાર્યક્રમમાં હાજર હતો. જસપાલ ઝાલાએ એક વિડિયો મૂકેલો તેમાં અનિરૂદ્ધ સફેદ માસ્ક પહેરેલો દેખાતો હતો. રાજકીય આશ્રય ધરાવતાં આ ગેંગસ્ટર સામે કોઈ પગલાં ભરાયા નથી.
જુગારના દરોડા
14 ઓગસ્ટ 2020માં ગોંડલના રીબડા ગામમાં અનિરૂદ્ધની વાડીમાં ચાલતાં જૂગાર ખાના પર દરોડા પાડ્યા હતા. ગેમ્બલિંગ ગુનો તેમની સામે હતો. સુરતમાં કરોડો રૂપિયાની ખંડણીના કેસમાં પોલીસ તેને પકડવા ગઈ ત્યારથી તે ફરાર હતો. બિટકોઈન કેસમાં શૈલેશ ભટ્ટે ઉઘરાણીની સોપારી અનિરૂદ્ધને આપી હતી. તે સુરતના બિલ્ડર રાજુ દેસાઈની સાઈટ પર હથિયારો સાથે ઘુસી ગયો હતો. અમદાવાદના ફોજદારના ભાઈ રઘુવીર જાડેજા સહિત 18 જુગારીઓ પકડાયા હતા.
ભાજપના નેતઓના સંબંધો
રિબડાના અનીરૂધ્ધસિંહ મહિપત જાડેજાની સાથે ભાજપના અનેક નેતાઓની દોસ્તી છે. તેથી તેની સામે કંઈ થઈ શક્યું નથી. સી આર પાટીલ પ્રમુખ બનતા તેને ત્યાં રીબડામાં દરોડો પાડ્યો હતો.
ખૂન કેસની સજા ભોગવી રહેલાં અનિરૂદ્ધસિંહ જાડેજા જેલમાં હતો. 2017ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તેને સારવારના બહાને જેલની બહાર ભાજપ સરકારે કઢ્યો હતો.
ભાજપનો પ્રચાર કર્યો
જેલથી બહાર આવીને ભાજપનો પ્રચાર કરતો હતો. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ હોવાનું કાગળ પર દેખાડવામાં આવ્યું હતું. નબળા પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણએ પોતાની બેઠક જીતવી જરૂરી હતી.
રૂપાણીએ કોઈ તપાસ ન કરી
જેલમાંથી કેમ બહાર તે હતો તે અંગે ગુજરાતની વડી અદાલતે તેમની સામે તપાસ કરવાનું રૂપાણીની સરકારને આદેશ આપ્યો હતો. ત્યાં સુધી ધુપ્પલ ચાલ્યું હતું. તો તે તપાસ સાચી રીતે થઈ હોય તો ગાંધીનગર અને દિલ્હીના મળીને 4 નેતાઓના નામ બહાર આવે તેમ છે.
સૌરાષ્ટ્રના મજબૂત પટેલ નેતા સ્વ.પોપટ સોરઠિયાની હત્યા 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદનના કાર્યક્રમમાં જ હત્યા કરવામાં આવી ત્યારે રીબડાની જ એક ગેંગ હતી.
ચૂંટણીમાં ધમકી
જેલમાં સજા કાપી રહ્યા હોવા છતાં ભાજપના ઉમેદરોનો પ્રચાર કરીને મતદારો માટે ચોક્કસ પ્રકારનો મેસેજ આપવામાં આવતો હતો. તેમ છતાં તે સમયે રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને જામનગરના જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ કોઈ જ વાંધો લીધો ન હતો.
જેલ સત્તાવાળાઓની સંડોવણી
જેલ સત્તાવાળાઓની પણ સંડોવણી બહાર આવે તેમ છે. વિગતો અધિકારીઓ જાણતાં હોવા છતાં બધા મૌન બની ગયા છે. આવા ગંભીર આક્ષેપોની ગુજરાતની વડી અદાલતે અત્યંત ગંભીર નોંધ લીધી હતી. સમગ્ર મામલે સ્થાનિક ડિસ્ટ્રિક્ટ જજને તપાસનો આદેશ કરી ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ સુપરત કરવાની તાકીદ કરી હતી.
ચૂંટણીના પ્રચાર દરમિયાન કાયદાની ઐસી તૈસી કરી ભાજપના ઉમેદવારની પ્રચાર સભામાં તે હાજર રહ્યો હતો. જાહેરમાં ધમકી ભર્યા શબ્દો પણ ઉચ્ચાર્યા હોવાનો વિડિયો ત્યારે બહાર આવ્યો હતો.
વડી અદાલતે ટીકા કરી
10 ઓગસ્ટ 2018ને શુક્રવારે વડી અદાલતના જસ્ટિસ જે બી પારડીવાલાએ આ બાબતે ગંભીર ગણીને આકરી ટીકા કરી હતી કે આ દોષિત ગુનેગાર 4 ડિસેમ્બર, 2017ના દિવસે જેતપુરની સભામાં હાજર હોવાનું પુરવાર થયું છે.
કોર્ટે અત્યંત આકરા શબ્દોમાં નોંધ્યું કે, ટાડાની જોગવાઈ હેઠળ અને હત્યાનો કસૂરવાર કેદી એક કોન્સ્ટેબલે જવા દીધો એટલે જાહેર સભામાં પહોંચ્યો તે કોર્ટના ગળે ઊતરતી વાત નથી.
આથી માત્ર જેલવાળા જ નહીં પરંતુ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને સંબંધિત સ્ટાફની પણ ડિસ્ટ્રિક્ટ જજે તપાસ કરવાની હતી.
સારવાર નહીં
33 દિવસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલો. તેમાંથી માત્ર 12 જ દિવસ જ્યાં તબીબોએ તેને ચકાસ્યા હતા. 21 દિવસ જેલમાંથી ગેરકાયદે બહાર રહ્યો હતો. એડવોકેટ સંજય પંડિત તપાસ કરી રહ્યા હતા. તેમણે માંગણી કરી હતી કે તેની સામે ફરિયાદ નોંધવામાં આવે. એક વર્ષથી કોઈ ફરિયાદ રૂપાણીની સરકારે કરી નથી.
ન્યૂરો ફીજીસીયનની સારવાર લેવાની હતી તે લીધી ન હતી. ઈન્કવાયરી અહેવાલમાં તે બહાર આવ્યું છે.
દસ્તાવેજી પૂરાવા મંગાવીને કાર્યવાહી કરવાની સરકારે ખાતરી આપી હતી. તેમ છતાં તેમની સામે કોઈ પગલાં લેવાયા ન હતા.
બિસ્ટ સાથે ભોજન
ગેંગસ્ટર અનિરૂદ્ધ સાથે આઈ પી એસ ટી.એસ. બિસ્ટે સાથે ટેબલ પર બેસીને ભોજન લીધું હતું. ગૃહ વિભાગે માત્ર નોટિસ આપીને ખૂલાસો પૂછ્યો હતો. પૂર્વ મુખ્ય પ્રધાનનના જિલ્લામાં જ્યારે આવી ગેંગ હોય ત્યારે તેમની સામે સવાલો ઊભા થયા હતા.
રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા
2017માં ભાજપને વિધાનસભાની ચૂંટણી જીતવામાં મદદ કર્યા બાદ મુખ્ય પ્રધાન તરીકે ફરીથી વિજય રૂપાણી બનતાં તુરંત 2018માં અનિરૂધ્ધને ગેરદાયદે ભાજપની સરકારે સજા માફી આપી હતી. ત્યાર પછી તે બેફામ બન્યો હતો.
આ બાબતને એટવોકેટ સંજય પંડિતે જણાવ્યું હતું કે, ભાજપના ચૂંટણી પ્રચારની જૂનાગઢ એસપીએ તપાસ કરી હતી. તેનાથી હાઈકોર્ટને સંતોષ ન થયો. તેથી ગીતા ડીસ્ટ્રિક જજે તપાસ કરી હતી.
સુપ્રિમ કોર્ટની મંજૂરી ન લીધી
જે કોર્ટે સજા કરી હોય તેમાં માફી આપવા માટે તે કોર્ટની મંજૂરી લેવાની હોય છે. સુપ્રિમ કોર્ટે સજા માન્ય રાખી હતી. તેની કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. છતાં સજા માફ કરી દેવામાં આવી હતી.
9 વર્ષ પછી આજીવન કેદની સજાનો હુકમ સુપ્રિમ કોર્ટે કર્યો હતો. સુપ્રિમ કોર્ટે ફાંસી અંગે ટીપ્પણી કરી હતી. 12 વર્ષની સજા પછી માફ કરી શકાય છે.
નિયમોનું ઉલ્લંઘન
ટાડા અને પોટામાં સજા થઈ હોય તો તેમાં માફી મળી શકતી નથી. 302 અને ટાડા હેઠળ સજા થયેલી છે. 29 જાન્યુઆરી 2018માં પુત્રએ અરજી સજા માફીની કરી હતી. સાંજે જેલ આજીએ છોડી મૂક્યો હતો.
અગાઉ સજા માફી માટે અરજી સમિતિએ ફગાવી હતી. બીજી વખત અરજી કરવાની કોઈ જોગવાઈ નથી. કોઈ પણ જાતની શરત વગર સજા માફ કરવાની મહેરબાની રૂપાણી સરકારે કરી હતી.
બીસ્ટ બન્યા રાજ્યપાલ
જેલ આઈજી ટી એસ બીસ્ટે તેને સજા માફી આપી હતી. જે આપી શકે નહીં. જેલ આઈજીને સજા માફી માટે કોઈ પાવર આપેલા નથી, પણ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સજા માફ કરી શકે. બંધારણમાં જે સત્તા આપી છે તે ડેલીગેટ કરી ન શકે. આ બાબતને એડવોકેટ સંજય પંડિતે વડી અદાલતમાં ચેલેન્જ કર્યું હતું.
જેલમાં હતો અને ગુના
સજા કાળ દરમિયાન તેની સામે ગુના નોંધાયેલા. ગોંડલમાં 3 ગુના. જૂનાગઢ પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હોવાનો ગુનો દાખલ થયેલા હતા.
3 એફઆઈઆર તેની સામે હતી. અનિરૂદ્ધની સામે ગુંડા ધારો લાગુ થઈ શકે તેમ હોવા છતાં ભાજપ સરકારે કર્યો ન હતું.