राजकोट के BJP नेता शराब बनाने की फैक्ट्री बनाने में एक्सपर्ट हैं BJP Leader from Rajkot is an Expert in Running an Illicit Liquor Factory
7 ફેબ્રુઆરી 2026
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને વિંછીયાના પીપરડી બેઠકના ભાજપના મહિલા સદસ્યની દારબની ફેક્ટરી પકડી પાડી હતી. 218 બોટલ, દારૂ બનાવવાનું 30 લીટર લિકવીડ મળી કુલ રૂ. 1.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વિંછીયાના અમરાપર ગામની સીમમાં આવેલી વાડીમાં આવેલી ઓરડીમાં પોલીસે દરોડો પાડીને નકલી અંગ્રેજી દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપી હતી. વાડી રાજકોટ જિલ્લા પંચાયતની પીપરડી બેઠકના સદસ્યા સવિતાબેન નાથાભાઈ વાસાણીની છે. પોલીસના દરોડા સમયે હાથ નહીં લાગેતો રણજીત વાસાણી તેમનો પુત્ર છે. આરોપીઓ રાજસ્થાનનાં કિશન મારવાડી પાસેથી ટ્રાન્સપોર્ટમાં દારૂનું લિકવીડ મંગાવતા હતા. તેની સાથે ખાલી બોટલ, તેના લેબલ અને ઢાંકણા પણ આવતા હતાં.
જેટલું લિકવીડ હોય તેટલું જ પાણી મિક્સ કરી આરોપીઓ બોટલમાં ભરી તેને વેચતા હતા.
બે કિશોર સહિત કુલ ચાર ઈસમોને ઝડપી લીધા હતા.
સૂત્રધાર મનાતો ભાજપ આગેવાનનો પુત્ર નાસી છૂટયો હતો.
જીતેશ વીરાભાઈ સોલંકી (રહે. સમઢીયાળા, તા. વિંછીયા), પ્રદીપ કાળુભાઈ સાગઠિયા (રહે. વિંછીયા) ઉપરાંત બે કિશોરની ધરપકડ કરી હતી. જ્યારે રણજીત નાથાભાઈ વાસાણી (રહે. વિંછીયા)ના નામો જાહેર થયા હતા.
અગાઉ, રાજકોટ શહેરમાં એક ઇમિટેશનનો ધંધાર્થી શહેર ભાજપનો નકલી મંત્રી બની કારમાં હોદ્દાની નેમ પ્લેટ રાખીને દારૂની બોટલ સાથે નીકળી પડ્યો હતો. આ મહાશય ગ્રીનલેન્ડ ચોકડીએ મોડી રાતે બી-ડિવીઝન પોલીસની ટીમને ઝપટમાં આવી ગયો હતો. પહેલા તો તેણે પોતે એક જ ફોન કરશે તો જવા દેવો પડશે તેમ કહી પોતે શહેર ભાજપ મંત્રી છે તેવુ કહી રૂઆબ બતાવ્યો હતો. પણ પોલીસે તેની વિશીષ્ટ પુછપરછ કરતાં પોતે કોઇ મંત્રી નહિ હોવાનું અને ઇમિટેશનનો ધંધાથી ર્હોવાનું કબુલ્યું હતું.
અગાઉ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પૂર્વ કોર્પોરેટર તેમજ ભાજપનાં કાર્યકર આશિષ વાગડીયા ગત રોજ પોતાની ઓફીસમાં નશો કરી રહ્યા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે આશિષ વાગડીયાની ઓફીસે તપાસ હાથ ધરી હતી. જ્યાં પૂર્વ કોર્પોરેટર પોતાની ઓફીસમાં નશાની હાલતમાં પોલીસનાં હાથ ઝડપાઈ જવા પામ્યા હતા. જે બાદ પોલીસે આશિષ વાગડીયાની ધરપકડ કરી તેઓને પોલીસ મથકે લઈ ગયા હતા.
અગાઉ, ભાજપના યુવા નેતા મોનીલ શાહ માટે રૂ।. 2900ની કિંમતની એક બોટલ એવો સ્કોચ વ્હીસ્કી દારૂ લઈ જતા ઋષભ દેસાઈ અને શુભમ થાનકી નામના બે શખ્સોને સ્કોચ વ્હીસ્કી સાથે પકડયા હતા જે અન્વયે ક્ષોભભરી સ્થિતિમાં આવેલા ભાજપે આજે વોર્ડ નં. 10ના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ મોનીલ રાજેન્દ્રભાઈ શાહ (ઉ. 30)ને સસ્પેન્ડ કરેલ છે. શહેર ભાજપ પ્રમુખએ જણાવ્યું કે ભાજપના સક્રિય કાર્યકર મોનીલ શાહનું નામ નશાકારક પીણાના સેવન કરવામાં તથા હેરાફેરી કરવામાં ખુલતા આવા કૃત્યથી પક્ષની પ્રતિષ્ઠાને નુક્શાન પહોંચતું હોય તેને તમામ હોદ્દા તેમજ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
અગાઉ, મોટા વડાગામમાં યોગેન્દ્ર સિંહ જાડેજા પોતાની વાડીએ આવેલી ઓરડીમાં નકલી વિદેશી દારૂ બનાવતો હતો. લોધિકા પોલીસે પ્લાસ્ટિકના કોથળાઓ, કેરબાઓ મળી આવ્યા હતા. પ્લાસ્ટિકની ટાંકી પણ જોવા મળતા તેને ચેક કરતા અંદરથી કેફી પ્રવાહીની વાસ આવતી હતી. તેમજ ત્યાંથી વિદેશી દારૂની મેકડોલ્સ નં.1 બ્રાન્ડની શરાબના સ્ટિકર, રેપર, બોક્સ મળી આવ્યા હતા. વાડીની ઓરડીમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની સામગ્રી, વિદેશી દારૂ જેવું કેફી પ્રવાહી ભરેલી 60 બોટલ, 385 લિટર કેફી પ્રવાહી ભરેલા કેરબા મળી કુલ રૂ.25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અગાઉ, ભક્તિનગર પોલીસે રાજકોટ ભાજપનો નેતા વોર્ડ નંબર 14ના ઓબીસી મોર્ચાના અધ્યક્ષ જયદીપ દેવડા વિરુદ્ધ દારૂનો ગુનો નોંધાયો હતો. જયદીપ દેવડાને બચાવવા તેના જ વોર્ડના કોર્પોરેટર્સ અને બે નંબરમાં પાર્ટનરએ ધમકી આપી હતી. 54 દારૂની બોટલ અને 24 બિયરના ટીન પકડાઈ હતી.
200 સભ્ય બનાવી જયદીપ દેવડા બૂથનો રજીસ્ટર વાલી બન્યો હતો. ગોપાલનગર નવ માંથી ભક્તિનગર પોલીસે રેડ કરી હતી.
ગુજરાતી
English





