ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ ફરી મહિલાને ધમકી અપાવી, સોશિયલ મિડિયામાં લખવાનું બંધ કર નહીંતર સારું નહીં થાય

BJP MLA Balram Thawani threatens women again, stop writing in social media or else it will not be good

અમદાવાદ, 2 એપ્રિલ 2020

ભાજપના ધારાસભ્યો કોરોના અને ગરીબો માટે પ્રજાની વચ્ચે જતાં ન હોવાની વાતને લઈને અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના માણસો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ વટાવીને સામાજિક કામ કરતાં મહિલા દીપાબેન સંતવાણીના ઘરે જઈને 2 એપ્રિલ 2020ની રાતના સમયે ઘમકી આપી હતી. થાવાણીના બે માણસો સંતોષ અને રાજાભાઈ સામાજિક કાર્યકરને ઘરે આવ્યા હતા અને ધમકી આપી હતી કે ધારાસભ્ય વિરૂદ્ધ સોશિયલ મિડિયામાં લખવાનું બંધ કરે.

ગરીબોને અનાજ વિતરણ કરવા કે તેમને મદદ કરવા માટે ધારાસભ્ય કંઈ કરતાં નથી. તેથી દીપા સંતવાણીએ રાજીનામાની માંગણી કરી હતી. તેમણે સોશિયલ મિડિયા પર પોસ્ટ મૂકી હતી.

અગાઉ, 22 માર્ચ 2020 પોસ્ટ મૂકી હતી. રાસનકાર્ડ માટે એક મહિલાને લઈને ગયા હતા. કામ ન થયું તેથી તેમણે ફેસબુક રક પોસ્ટ મૂકી હતી.

દિપાબેન સંતવાણી નરોડા વિધાનસભામા આવતા કુબેરનગર વિસ્તારના રહેવાસી છે. ભાજપમાં 5 વર્ષ પહેલાં કાર્યક્રતા હતા. દિપાબેન અત્યારે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. બલરામ થવાણી માટે ચૂંટણી સમયે મેનેજમેન્ટ ટીમ સાંભળતા હતા. ભાજપમાં ગરીબોના કામ થતાં ન હોવાથી તેમણે ભાજપ છોડી દીધો હતો.

મહિલાનાં રક્ષણ અને પ્રોત્સાહન મળે તે માટે  “નારી સન્માન” સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષા છે.

શ્રીમતી મનજીત સિંઘ કૌર નામના મહિલાને નામ બદલી માટે ધક્કા ખવડાવી રહ્યા હતા ત્યારે તેમણે સોશિયલ મિડિયામાં લખ્યું હતું કે, ગરીબોના કામ ન કરવા હોય તો ધારાસભ્ય શા માટે થાઓ છો.

મોટા મોટા વાયદાઓ કરી વિધાનસભાની ચૂંટણી લડીને ધરાસભ્ય તો બની ગયા પણ જનતા માટે કામ કરવાના બદલે જનતાને ધક્કા ખવડવામાં માહિર ધારાસભ્ય બલરામ થાવાણી અને તેમના ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર કિશોર થાવાણી જે એક મહિલાને છેલ્લા ઘણા દિવસોથી એક નામ બદલીકરણ માટે ધક્કા પર ધક્કા ખવડાવે છે

પીડિત મહિલા મનજીત સિંઘ કૌર જેમને પોતાના બાળકોના આધાર કાર્ડ માટે નામ બદલીકરણ માટે સ્થાનિક ધારાસભ્યની એટલે કે નારોડના સ્થાનિક જનતા દ્વારા બનેલા  ધારાસભ્ય બલરામ થાવાણીની એક સહીની જરૂર હતી. પણ બલરામ થાવાણી એક સહી માટે એક મહિલાને વારંવાર ધક્કા ખવડાવીને હેરાન કરતાં હોવાનો આરોપ છે.

દીપા સંતવાણી લખે છે કે, શું આવા ધારાસભ્ય કે આવા કાઉન્સિલરની જરૂર છે ખરા ??

હું માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી જી અને નરોડા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી બલારામ થાવાની જી ને પ્રાર્થના કરુ છુ કે આજે જન પ્રતિનિધિ ની ફરજ નિભાવવા માટે જાહેર જનતા ને આજે તમારી સેવા ની ખૂબ જ જરૂર છે, પછી તમે જનતા ની સામે ઊભા ના રહો અને લોકો ની સાથે જો તમને શંકા છે, તો પછી તમે  મિનિટનો રાજીનામું આપી દો.

જનપ્રતિનિધિ હોવા છતાં નરોડાના ધારાસભ્ય બલરામ થાવાની જાહેરમાં આવ્યા ન હતા. જેઓ આજે પોતાને કહે છે તેઓએ લોકોને એકલા છોડી દીધા છે.

નરોડા એસેમ્બલીની જનતા હવે બલારામ થાવાનું રાજીનામું લેવા માગે છે. તેમ દીપાએ લખ્યું છે.

અગાઉ મહિલાને જાહેરમાં માર માર્યો હતો,

શું હતી એ શરમજનક ઘટના ?

ભાજપના અમદાવાદ નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને માર માર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી ન હતી.  મહિલાને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસ ધારાસભ્ય બલરામ થાવાણીને છાવરી રહી હતી.

એન.સી.પી.ના નેતા રેશમા પટેલે પણ આ મામલે ભાજપના ધારાસભ્ય પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ધારાસભ્યની હરકત એ નારી શક્તિનું અપમાન છે. કળિયુગના રાક્ષસો છે. આવા લોકોને ધારાસભ્ય પદે રહેવાનો કોઈ અધિકાર નથી. ભાજપે થવાણીને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ. આ ભાજપ ધારાસભ્ય ભાજપે આવા લોકોને પાર્ટીમાંથી બરતરફ કરવા જોઇએ. ભાજપ માત્ર નારી સન્માન અને સશક્તિકરણની વાતો કરે છે પરંતુ હકીકત અલગ જ છે.

પણ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે તે સમયના રાષ્ટ્રીય ભાજપના પ્રમુખ અમિત શાહે કોઈ પગલાં લીધા ન હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બધું જાણતાં હોવા છતાં મૌન રહ્યાં હતા. થાવાણીની દાદાગીરી નથી આ નામર્દાનગીનું એક ઉદાહરણ છે.

ભાજપના ધારાસભ્ય બલરામ થવાણી દ્વારા એન.સી.પી.ની મહિલાને માર મારવામાં આવ્યો હતો. મહિલા  પાણીના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ધારાસભ્ય થવાણી પાસે અન્ય મહિલાઓ સાથે ગયા હતા. ત્યારે મહિલાને ધારાસભ્ય ઓફિસની બહાર જ માર મારવામાં આવ્યો હતો.

મહિલા પર આરોપ લગાવતા થાવાણીએ કહ્યું કે, મહિલાએ મારી સાથે ગેરવર્તણૂક કર્યું હતું.  ત્યાર બાદ મારા પર મહિલા સાથે આવેલા કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો જેના સ્વબચાવમાં મેં હુમલો કર્યો હતો.

મહિલા આયોગે પણ આ ઘટનામાં રસ લીધો હતો.

મહિલા આયોગ હરકતમાં આવ્યું છે અને મહિલાને માર મારવા મામલે અમદાવાદ પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે. આ મામલે મહિલા આયોગે સુઓ મોટો દાખલ કરી છે. પોલીસે ફરિયાદ ન નોંધતા મહિલા આયોગે સુઓમોટો દાખલ કરવી પડી છે.

મામલો વધારે પ્રમાણમાં બિચકાતા અંતે ભાજપના ધારસભ્ય પીડિત મહિલાની માફી માગવા પહોંચ્યા હતા. મહિલાએ તેને રાખડી બાંધી હતી. રૂ.22 લાખની એ રાખડી પડી હતી.