ગાંધીનદર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાંથી કોંગ્રેસને 8 મહાનગરોમાં નેસ્તનાબુદ કરી દીધા બાદ ભાજપે હવે જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાંથી પણ નાબૂદ કરી દેવા માટે ભાજપ અને સંઘે છૂપો પ્લાન બનાવી લીધો છે. તેના ભાગરૂપે ચૂંટાયેલા 60 ટકા લોકોને ભાજપે ટિકિટ આપી નથી.
ગુજરાતમાં છ મહાનગરપાલિકાની 576 બેઠકો, 56 પાલિકાની 2088 બેઠકો, 31 જિલ્લા પંચાયતની 988 બેઠકો તેમજ 231 તાલુકા પંચાયતની 4778 બેઠકોની ચૂંટણી નિયત કરવામાં આવેલી છે. કુલ 8430 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપનો ગોલ 7500 બેઠકો મેળવવાનો છે. પરંતુ તેના માટે પાર્ટીના સિનિયર કાર્યકરોનો અસંતોષ વધી રહ્યો છે તે જોતાં આ ગોલ સિદ્ધ થાય છે કે કેમ તે મતદાન સમયે પાર્ટીના પ્રદેશ નેતાઓને ખબર પડશે.
ગુજરાતમાં સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં ભાજપને અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને ચૂંટણીને સફળતા મળે છે પરંતુ આ વખતે ભાજપે ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની સંસ્થાઓ કબજે કરવા માટે સ્ટેટેજી બનાવી છે કે જેથી વિધાનસભાની આવતા વર્ષે આવનારી ચૂંટણીમાં મોટો ફાયદો થઇ શકે. પાર્ટીના સિનિયર નેતાએ કહ્યું હતું કે ભાજપે વિધાનસભામાં 150 પ્લસ બેઠકો મેળવવાનો ટારગેટ રાખ્યો છે તેથી 80 ટકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનો વિજય મહત્વનો છે.