ફુલોની સુગંધમાં કરોડોના અત્તર જેવું ખર્ચ કરતા ભાજપના નેતાઓ

BJP leaders are spending crores on the fragrance of flowers like perfume भाजपा नेता फूलों की खुशबू पर इत्र की तरह करोड़ों खर्च कर रहे हैं

ફુલોના પ્રદર્શન માટે રૂ. 17 કરોડનો ખર્ચ  ભાજપના નેતા અને સાંસ્કૃત્તિક અને મનોરંજન સમિતિના અધ્યક્ષ જયેશ ત્રિવેદી કરાવશે
ભાજપ અમદાવાદના લોકોની આવકને બાપાનો બગીચો સમજે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 28 ઓક્ટોબર 2024
હવે ફુલોના પ્રદર્શન – ફ્લાવર શો 2025 માટે રુપિયા 17 કરોડનો ખોટો ખર્ચ ભાજપના સત્તાધીશો કરી રહ્યાં છે. આ ખર્ચ માટે રિક્રીએશન કમિટીના અધ્યક્ષ અને ભાજપના કોર્પોરેટર જયેશ ત્રિવેદી જવાબદાર છે. તેમનું સન્માન ગાંધીનગર શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા અગાઉ તેજસ્વી વ્યક્તિ તરીકે કર્યું હતું. પણ હવે તેઓ અમદાવાદની પ્રજા માટે નિસ્તેજ સાબિત થયા છે.સરખેજ વોર્ડ નંબર 33ના જયેશ એમ. ત્રિવેદી કોર્પોરેટર છે. રિક્રીએશન કલ્ચરલ એન્ડ હેરિટેજ સમિતિના અધ્યક્ષ જયેશ ત્રિવેદી અને  ઉપાધ્યક્ષ સ્નેહા કુમારી પરમાર છે. તેઓ પ્રજાના નાણાનો બેહિસાબ ખર્ચ કરી રહ્યાં છે. જ્યારે રેવન્યુ સમિતિના અધ્યક્ષ અનિરુદ્ધ ઝાલા અને ઉપાધ્યક્ષ પ્રદીપ દવે છે.વર્ષ 2024માં ફ્લાવર શો માટે રૂ. 11 કરોડનો ખર્ચ કરાયો હતો. હવે રૂ. 6 કરોડ એટલે કે 50 ટકા ખર્ચ વધારી દેવાયો છે.અમદાવાદમાં વર્ષ 2013થી એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે જાન્યુઆરીમાં ફલાવર શોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવે છે.બી.આર.ટી.એસ.કોરિડોરમાં કરેણના પ્લાન્ટ રોપવા માટે રૂપિયા 30 લાખનો ખર્ચ કરાશે.

ખર્ચ(કરોડમાં)

ફ્લાવર સ્કલ્પચર – 2.47
સીઝનલ પ્લાન્ટ  – 3.31
ડીસ્પલે – 3.99
આઈકોનિક સ્કલ્પ્ચર – 3.99
ડેકોરેશન વર્ક – 1.70

2020
2020માં રૂ. 2.25 કરોડનો ખર્ચ કર્યો હતો. 7 લાખ લોકો આવ્યા હતા. દરેક વ્યક્તિ પાસેથી રૂ. 25ની ફી વસૂલી હતી. એક કુટુંબના 4 વ્યક્તિઓ પાસેથી રૂ. 100 પડાવી લીધા હતા. 26 દિવસમાં રૂ. 1 કરોડ 66 લાખ 98 હજાર આવક થઈ હતી.

5 વર્ષ પહેલા
5 વર્ષ પહેલાં 2018 સુધાના 4 વર્ષમાં ફ્લાવર શો પાછળ રૂ. 8 કરોડ 94 લાખનો ખર્ચ થયો હતો. પણ આવક રૂ. 2 કરોડ 90 લાખ થઈ હતી. પ્રજા પાસેથી ઉઘાડી લૂંટ જેવી ઉંચી ફી વસૂલ કર્યા પછી ખર્ચની સામે આવક તો માત્ર 30 ટકા જ થઈ હતી.

2025થી 2023
2015થી 2023 સુધીમાં એએમસીને ફ્લાવર શો પાછળ અંદાજે 12.45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે, તેની સામે અંદાજે 9.38 કરોડ રૂપિયાની આવક થઈ હતી. 2015થી 2023 દરમિયાન કુલ 53થી 57 લાખ જેટલા લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.

આવક જાવક
2013માં ખર્ચ રૂ. 33 લાખ હતો.
2017માં ખર્ચ રૂ.1.70 કરોડની સામે આવક રૂ.60 લાખ.
2018માં ખર્ચ રૂ.2.10 કરોડની સામે રૂ.65 લાખ.
2019માં ખર્ચ રૂ.2.64 કરોડની સામે રૂ.95 લાખ.
2020માં ખર્ચ રૂ.1.66 કરોડ સામે રૂ.2.25 કરોડ.
2021માં કોરોનાના કારણે શો બંધ.
2022માં ખર્ચ રૂ.3 કરોડ  રૂ. 30ની ફી રાખી હતી.
2023માં ખર્ચ રૂ. 5.45 કરોડ.
2024માં ખર્ચ રૂ. 5.45 કરોડ અને આવક રૂ. 5 કરોડ કરી હતી.
2025માં ખર્ચ રૂ. 17 કરોડ સામે આવક રૂ. 6 કરોડની થવાની ધારણા છે.

2022માં 10 લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લેવાના હતા.

2023
ફ્લાવર શોમાં 5.45 કરોડનો ખર્ચ થયો હતો. સોમવારથી શુક્રવાર સુધી રૂ. 50 ફી અને શનિ-રવિ માટે રૂ. 70 ટિકિટ હતી. 12 વર્ષ સુધીના બાળકોની કોઈ ટિકિટ ન હતી.

2024
ફ્લાવર-શો 2024માં  221 મીટર લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધ થઈ હતી. અમદાવાદે ચીનનો રેકોર્ડ તોડ્યો હતો. 10 લાખ લોકો આવ્યા અને રૂ. 5 કરોડની આવક થઈ હતી.

વૃક્ષોનું ખર્ચ
અમદાવાદમાં વર્ષ 2024ના ચોમાસાના 100 દિવસના સમયમાં 30 લાખ રોપા-વૃક્ષ રોપવા રૂપિયા 30 કરોડનો ખર્ચ કરાયો હતો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 2024ના ચોમાસામાં 5 જુનથી પ્લોટ,સેન્ટ્રલ વર્જ સહિતની જગ્યાઓએ 30 લાખ રોપા અને વૃક્ષ વાવવાના નામે રુપિયા 35 કરોડનો ખર્ચ કર્યો હતો.
વાવવામા આવેલા 30 લાખ રોપા માંથી 50 ટકા જ બચે છે.

ખોટા ખર્ચ માટે ભાજપના પદાધિકારીઓ જવાબદાર
રેવન્યુ કમિટી ચેરમેન અનિરુદ્ધ સિંહ ઝાલા , રેવન્યુ કમિટી ડે.ચેરમેન પ્રદીપ દવે
લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જર, લીગલ કમિટી ડે.ચેરમેન મોના રાવલ
વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી ચેરમેન દિલીપ બગાડીયા, ડે.ચેરમેન ચેતન પટેલ
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન જયેશ પટેલ  અને ડે.ચેરમેન પારુલ પટેલ
હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ કમિટી ચેરમેન જશુભાઈ ચૌહાણ અને ડે.ચેરમેન ચેતનાબેન પટેલ
રિક્રીએશન, કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટી ચેરમેન જયેશ ત્રિવેદી અને  ડે.ચેરમેન સ્નેહા કુમારી પરમાર
હોસ્પિટલ કમિટી ચેરમેન ભરત કાકડિયા અને  ડે.ચેરમેન અનસુયાબેન પટેલ
ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી ચેરમેન પ્રિતેશ મહેતા અને ડે.કમિટી ચેરમેન યોગેશ પટેલ
મહિલા અને બાળ વિકાસ કમિટી ચેરમેન અલકાબેન મિસ્ત્રી અને ડે ચેરમેન જલ્પાબેન પંડ્યા
AMTS કમિટી ચેરમેન ધર્મસિંહ દેસાઈ
મટીરીયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટી ચેરમેન બળદેવ પટેલ અને ડે.ચેરમેન નિકી મોદી
Ews આવાસ એન્ડ હાઉસિંગ કમિટી ચેરમેન મુકેશ પટેલ અને  ડે.ચેરમેન હેમંત પરમાર
વીએસ હોસ્પિટલ ચેરમેન ચાંદની પટેલ અને ડે.ચેરમેન ઉમંગ નાયક