ગાંધીનગર 3 માર્ચ 2020
સૌથી પહેલા તો વારંવાર ઉપયોગમાં લેવામાં આવેલા તેલનો ઉપયોગ ફરી કરવામાં આવે તો કેન્સર થવાની સંભાવના વધી જાય છે. બચેલાં તેલમાં ફ્રી રેડિકલ્સ બનવા લાગે છે, જે આગળ જઈને ગંભીર બીમારીઓનું કારણ બને છે. ઉપરાંત વારંવાર તેલ ગરમ કરવાથી તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ખતમ થઈ જાય છે. જેના કારણે તેમાં કેન્સર પેદા કરનાર તત્વ ઉત્પન્ન થવા લાગે છે. કેન્સરના કીટાણુંઓ વધવાના ચાન્સ વધે છે.
શું રોગ
ખરાબ ચરબી, હાર્ટ એટેક અને આંતરડામાં ચાંદા સહિતની બિમારીઓ આ પ્રકારના તેલમાં તળેલી વસ્તુઓ ખાવાથી થાય છે. લોકો સવારે કામ પર જતાં પહેલાં ભજીયા, ગાંઠીયા, જલેબી કે અન્ય જંકફૂડનો નાસ્તો કરે છે.
ઘરમાં રોગ
કોઈ પણ વાનગીને તળી લેવામાં આવે ત્યાર બાદ છેલ્લે થોડું તેલ જરૂરથી બચે છે. તેવામાં લોકો તે તેલને બચાવી રાખે છે. તેમાંના મિનરલ્સ ખત્મ થઇ જાય છે. બોડીમાં લો ડેન્સીટી લીપોપ્રોટીન એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે. જેના કારણે ઘણા બધા રોગો શરીરમાં પ્રવેશ પામે છે.
હૃદય રોગ, હાર્ટ સ્ટ્રોક અને છાતીમાં દુઃખાવો, ગળામાં બળવું, એસીડીટી, ગેસની સમસ્યા થઇ શકે છે. ચરબી વધવાની સમસ્યા થઇ શકે છે. મોટાપાનું કારણ બને છે. લોહી પણ ફેટ વાળું બને છે. ડાયાબિટીસનો પણ ડર રહે છે. તેની સાથે જ તે લોહીને ઘાટું બનાવી નાખે છે. શ્વાસ લેવાની પણ સમસ્યા થઇ શકે છે, સાથે સાથે આપણા શરીરની અમુક નળીઓ પણ બ્લોક થઇ શકે છે.
ખરાબ તત્વ ખોરાકમાં ચોંટી જાય છે અને તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તેના કારણે એસિડિટી, હાર્ટ ડિસીઝ, કેન્સર, સ્ટ્રોક, પાર્કિસન્સ અને અલ્ઝામર જેવી ઘાતક બીમારીઓનો ખતરો વધે છે. સાથે જ આવું તેલ ખાવાથી કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે.
કયું તેલ સારૂં
તળેલું ભોજન સારૂં નહીં. તળવા અથવા ભોજન બનાવવા માટે એક સાથે અલગ-અલગ તેલનો ઉપયોગ ન કરવો. એક સમયમાં એક પ્રકારના તેલમાં ભોજન પકાવવું. સસ્તા તેલ જલ્દી ગરમ થઈ જાય છે. ફીણ થવા લાગે તો તેલનો ઉપયોગ કરવો નહીં. આ એડલ્ટ્રેટેડ ઓઈલ હોય છે. જે શરીર માટે હાનિકારક હોય છે. બધાં જ તેલ એક સરખાં નથી હોતા. કેટલાક તેલ વધુ તાપમાન પર ગરમ થાય છે જેમ કે સોયાબીન, રાઈસ બ્રેન, સરસિયું, મગફળી, કેનોલા અને તલનું તેલ.
પામોલીન
પામોલીન તેલમાં ફરસાણ બનાવવામાં આવે છે. પોરબંદરની પ્રખ્યાત ખાજલીઓ પામોલીન તેલમાં બનાવવામાં આવે છે. પામોલીન તેલમાંથી બનાવાતી ફરસાણ અને ખાજલીઓ લાંબા સમય સુધી ટકી શકે છે. અસર શરીર ઉપર પણ થઈ શકે અને ઝાડા, ઉલ્ટી, પેટનો દુ:ખાવો, અપચો, તાવ અને પેટને લગતી અન્ય બિમારીઓ પણ થઈ શકે છે.