VIDEO મેડ ઇન ચાઇના માલનો બહિષ્કાર કરી આર્થિક સ્થિતિ નબળી પાડો – વિજ્ઞાની સોનમ વાંગચૂક

 

રિઅલ લાઈફનાં ફુન્સુખવાગડુ

એટલે વિજ્ઞાની સોનમ વાંગચૂકની પાસે તાલીમ આપવાની અલગ જ સિસ્ટમ છે. સોનમ વાંગચૂક જ એ વ્યક્તિ છે કે જેના જીવનને આવરી લઈ આમીર ખાન અભિનિત ફિલ્મ 3 IDIOTS બનાવવામાં આવી હતી. વાંગચૂકને ધ્યાનમાં રાખીને આમીરખાનની ભૂમિકા લખવામાં આવી હતી. શિક્ષણમાં પરિવર્તન માટે સોનમ કેટલાય વર્ષોથી કામ કરી રહ્યા છે. પોતાના નવીન વિચારોની મદદથી તેમણે લદ્દાખમાં શિક્ષણની સિકલ જ બદલી નાંખી છે.

ચીનને સબક શિખવો

ચીનને પાઠ ભણાવવા માટે વિદ્વાન અને નવીન સંશોધનકાર સોનમ વાંગચુકે મેડ ઇન ચાઇના માલનો બહિષ્કાર કરવા અને તેની આર્થિક સ્થિતિને નબળી બનાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે.

હવે તેઓ ચીનની સિકલ બદલવા માટે મેદાને આવ્યા છે. તેમણે ચાઈનાનો માલ અને મોબાઈલ ન વાપરવા માટે દેશભરના લોકોને અપીલ કરી છે. તમારા મોબાઈલમાં હેલો, ટીકટોક કે બીજી ચાઈનીસ મોબાઈલ એપ હોય તો તે તુરંત ડીલીટ કરી નાંખો. ચાઈનાનું લશ્કર ભારતના પ્રદેશમાં આવીને ઘુસી જાય છે અને બાંધકામ કરે છે. અને ભારત દેશ આવું કરી રહ્યો હોવાનો આરોપ મૂકે છે. ત્યારે વિજ્ઞાની સોનમ વાંગચૂકે વિડિયો દ્વારા દરેકને અપીલ કરી છે. જેમાં ભગવા અંગ્રેજ ભાજપ, સંઘ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ આવી જાય છે. તેઓ ચાઈનીઝ માલ અને મોબાઈલ રોજ વાપરે છે. તેમણે આ માલ ન વાપરવા માટે એક સાચા દેશભક્ત સીંધુ નદીના કાંઠે લદાખમાંથી અપીલ કરી છે.

વાંગચૂકે કહ્યું – ચીની ચીજોનો આટલા મોટા પાયે બહિષ્કાર થવો જોઈએ કે તેની અર્થવ્યવસ્થા પતન થાય અને ત્યાંના લોકોનો ગુસ્સો સરકાર સામે વધે. હાલમાં ભારત મેન્યુફેક્ચરિંગ, હાર્ડવેર, મેડિસિન કાચી સામગ્રી, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ચપ્પલ અને પગરખાં જેવી ઘણી ચીજો માટે ચીન પર નિર્ભર છે. જે બંધ કરો. ચીની ચીજોનો આટલા મોટા પાયે બહિષ્કાર થવો જોઈએ કે તેની અર્થવ્યવસ્થા પતન થાય અને તે દેશના લોકો ગુસ્સામાં આવીને ચીની સરકારને ઉથલાવી દેવા જોઈએ.

ચીનમાંથી ખરીદેલો માલ ચીની સરકારના ખિસ્સામાં જશે, જેના દ્વારા તેઓ બંદૂકો ખરીદશે અને તેનો ઉપયોગ આપણી સામે કરે છે. જો આપણે આપણા દેશનો કેટલોક મોંઘો સામાન પણ ખરીદીએ છીએ, તો તે આપણા મજૂરો અને ખેડુતો માટે ઉપયોગી થશે. ચીનની સરકારને આપણા દેશના પૈસાથી આપણી સામે લશ્કર માટે વાપરવા દેવા તે આપણને મંજૂર નથી.

બહિષ્કાર પદ્ધતિસર થવું પડશે: વાંગચુક

તરત જ ચીની ચીજોનો બહિષ્કાર કરી શકતા નથી. તે આયોજિત રીતે કરવું પડશે. એક વર્ષ માટે હાર્ડવેર આઇટમ્સના બહિષ્કારને દૂર કરો, તે દરમિયાન આપણા દેશની કંપનીઓ અન્ય દેશોના સ્ત્રોત મેળવવાનાં રસ્તાઓ શોધે છે. કાચા માલ પર આધારીત કંપનીઓ બીજી રીતે સોર્સિંગ શરૂ કરે છે.

ચાઇનીઝ સોફ્ટવેર એક અઠવાડિયામાં બાયકોટ અને એક વર્ષમાં ચાઇનીઝ હાર્ડવેર બંધ કરવું જોઈએ. ચીનમાં બનાવેલ કોઈપણ ચીજો લઈશું નહીં. ચીનનો બહિષ્કાર કરતાં પહેલાં બિન-ચાઇનીઝ બજાર બનાવવું પડશે.

અભિયાન ફક્ત ત્યારે જ સફળ થશે જ્યારે આ અભિયાન લોકોથી શરૂ થશે. બાંગ્લાદેશી, વિએટનામ જેવા અન્ય દેશોની કંપનીઓ આવશે. ચીનમાં બનાવેલ ઉત્પાદનો તેઓને ભારતમાં ખાલી કરવાની તક મળશે.

આ અભિયાન ફક્ત ત્યારે જ સફળ થશે જ્યારે તે લોકો વતી શરૂ થશે, આપણે બધું સરકાર પર છોડવું જોઈએ નહીં. કેન્દ્ર સરકારે આની શરૂઆત કરી છે. ચાઇનીઝ ચીજોનો બહિષ્કાર કરવાના કિસ્સામાં, ઉણપ સરકારની નહીં પરંતુ નાગરિકોની છે. આપણી સુવિધા માટે મેડ ઇન ચાઇનાનો માલ ખરીદીએ છીએ.

લોકોની વિચારસરણી બદલાઈ જાય તો સરકારે પોતાની નીતિઓને આપમેળે બદલવી પડશે. લોકોથી અભિયાન શરૂ થવું જોઈએ.

કોણ છે સોનમ વાંગચૂક ?  https://www.facebook.com/wangchuksworld/

સોનમ વાંગચુકનો જન્મ 1 સપ્ટેમ્બર 1966માં થયો હતો. લદાખી એન્જિનિયર, શોધક અને શિક્ષણ સુધારણાકાર છે. સ્થાપક વિદ્યાર્થીઓ અનુસાર, તે વિદેશી શિક્ષણ પ્રણાલીનો શિકાર લદ્દાખ છે.  સોનમ એક SECMOL સંકુલ ડિઝાઇન કરવા માટે પણ જાણીતા છે જે સંપૂર્ણ રીતે સૌર-ઉર્જા પર ચાલે છે, અને તે રાંધવા, લાઇટિંગ અથવા હીટિંગ માટે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરતી નથી.

સરકારી શાળા પ્રણાલીમાં સુધારો લાવવા સરકાર, ગ્રામીણ સમુદાયો અને સિવિલ સોસાયટીના સહયોગથી 1994 માં ઓપરેશન ન્યૂ હોપ શરૂ કરવાનું શ્રેય પણ સોનમ વાંગચુકને આપવામાં આવે છે..

સોનમ વાંગચૂક 1988માં એન્જીનીયરીંગની ડિગ્રી મેળવ્યા બાદ સ્ટુડન્ટ્સ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લડાખ(SECMOL)ની સ્થાપના કરી અને લડાખના વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું શરુ કર્યું હતું. 1994માં વાંગચૂકે ઓપરેશન ન્યુ હોપ(ONH) શરુ કર્યું હતું. ONH પાસે 700 શિક્ષકો, 1000 VEC લીડર્સ હતા. આનાથી વિદ્યાર્થીઓને મેટ્રિકની પરીક્ષામાં ઘણો ફાયદો મળ્યો હતો. 1996માં 5 ટકા વિદ્યાર્થીઓ પાસ થઇ શકતા હતા, જયારે 2015 આંકડો વધીને 75 ટકા થઇ ગયો હતો.

2018માં પોતાની શોધ માટે મેગ્સેસે એવોર્ડ્સ મળ્યો હતો.

સોનમ વાંગચૂકને એક રીતે અસંખ્ય ભારતીય લોકો – વિદેશીઓ ઓળખે છે. આમિરખાને બનાવેલી સુપરહીટ ફિલ્મ ‘થ્રી ઈડિઅટ્સ’ના મૂળ પ્રેરણા સ્ત્રોત ફૂંગસુક વાંગ્ડુ એ જ સોનમ વાંગચૂક છે. આ ક્વોલિફાઈડ એન્જિનિયર લડાખમાં એન્જિનિયરીંગ ક્ષેત્રે અને સામાન્ય લોકોના જીવનમાં પણ જબરજસ્ત પરિવર્તન લાવ્યા છે. તેમણે લડાખના બાળકો, યુવાનોને શિક્ષણ આપવામાં અસાધારણ જહેમત લીધી છે.

વાસ્તવિક અને ખૂબજ ગૂંચવડાભરી સમસ્યાઓનો હિંમતભેર, રચનાત્મક રીતે અને વ્યવહારૂ માર્ગો – ઉપાયો શોધી સામનો કરવામાં ગજબનું નેતૃત્ત્વ દાખવ્યું છે.

કૃત્રિમ ગ્લેશિયર બનાવ્યા

સોનમે બરફ-સ્તૂપ તકનીકની શોધ કરી છે જે કૃત્રિમ હિમનદીઓ બનાવે છે, આ શંકુ આકારની બરફની કેપ્સ શિયાળાના પાણીને સંગ્રહિત કરવા માટે વપરાય છે.

સોનમ વાંગચૂક સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ(SECMOL)ના સ્થાપક છે.

વાંગચૂક એક પ્રસંગ કહે છે કે મે મહિનો હતો. સ્કુલની વચ્ચેનાં પુલમાં રાખવામાં આવેલો બરફ પિગળી રહ્યો ન હતો. બરફ પ્રકાશમાં પીલળે અને છાયામાં ન પીગળે.  ગામ પર જામેલા બરફનાં તળાવ પર તો છાંયડો કરવો મુશ્કેલ હતો. પરંતુ તેમણે ઊંધા શંખનાં આકારે બરફનાં સ્તંભ બનાવ્યા. તેનો ફાયદો એ થયો કે બરફનો ઓછો ભાગ સૂર્ય કિરણોની લપેટમાં આવ્યો. આના કારણે વધારે પ્રમાણમાં બરફ ઓગલીને પાણી થવાની માત્રાને અટકાવવામાં સહયતા મળી.

2013માં ઠંડીની સિઝનમાં વાંગચૂક અને તેમના વિદ્યાર્થીઓએ 1,50,000 લીટર જામેલા પાણીની મદદથી બરફનો સ્તંભ ઊભો કર્યો હતો. જેની ઉંચાઈ 3,000 મીટર હતી. આ પ્રયોગમાં ગ્રેવિટીનો ઉપયોગ કરીને અપસ્ટ્રીમથી પાણીનો છંટકાવ કર્યો અને બાષ્પણકણને જમીન પર પડતા પૂર્વે બરફમાં પરિવર્તિત કરી નાંખ્યો હતો.

આ કૃત્રિમ ગ્લેશિયરોને પાણીનાં ટેન્કોમાં સંગ્રહ કરવામાં આવ્યો તો ડ્રિપ ઈરિગેશન સિસ્ટમની મદદથી વાવેલા છોડને પાણી આપવામાં આવતું હતું. લદ્દાખનાં સૌથી મોટા આઈસ કોનથી અંદાજે 10 લાખ લીટર પાણીનું સપ્લાય કરવામા આવે છે. કૃત્રિમ ગ્લેશિયરને આઈસ સ્તુપ નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે જોવામાં તિબેટી ધાર્મિક સ્થળ જેવો લાગે છે.

આ આવિષ્કાર માટે વાંગચૂકને પ્રતિષ્ઠિત રોલેક્સ એવોર્ડ ફોર એન્ટરપ્રાઈઝ આપવામાં આવ્યું હતું. આ પુરસ્કાર થકી મળેલા એક કરોડ રૂપિયાનો ઉપયોગ હિમાલયન ઈન્સટીટયુટ ઓફ ઓલ્ટરનેટીવ્ઝનાં નિર્માણ પાછળ કરવામાં આવ્યો હતો. જેનાથી વિદ્યાર્થીઓ પોતાનાં શિક્ષણનો ખર્ચ પોતે જ ઉઠાવી લેશે. હિમાલયન પ્રદેશોનાં અલગ અલગ બાળકો અહીંયા તાલીમ હાંસલ કરવા આવે છે.

ભાવિમાં હિમાલયન ઈન્સટીટયુટ ઓફ ઓલ્ટરનેટીવ્ઝ ખોલવાની ઈચ્છા છે. આ ઈન્સટીટયુટમાં બિઝનેસ, ટુરીઝમ અને અન્ય વિભાગો રાખવામાં આવનાર છે. allgujaratnews.in