ગુજરાતના બહાદૂર મુખ્ય પ્રધાન ચિમનભાઈ પટેલ

દિલીપ પટેલ
અમદાવાદ 10 સપ્ટેમ્બર 2024
રાજનેતાના જીવનમાં એવો પણ સમય આવે કે, રાજકીય જહાજના હવા પ્રમાણે સઢ બદલે છે.
ગુજરાતની જીવાદોરી નર્મદા બંધને મક્કમતાપૂર્વક આગળ વધારવાનો શ્રેય ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલને આપવામાં આવે છે. તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાતના ઔદ્યોગીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફત ગુજરાતના બંદરો, રિફાઈનરીઓ અને વિજ ઉત્પાદન મથકોના વિકાસના અમલકર્તા બન્યા હોય.

તેઓ સ્વપ્નદૃષ્ટા નેતા અને આધુનિક ઔદ્યોગીક ગુજરાતનાં નિર્માતા તરીકે યાદ રખાયા. તેમણે મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદ્દતમાં ‘સરદાર સરોવર બંધ (નર્મદા બંધ) પરિયોજના’ની પરિકલ્પના કરી અને બીજી મુદ્દતમાં નર્મદા બંધનું અસરકારક બાંધકામ કરાયું. તેમણે નર્મદા બંધને ગુજરાતની જીવાદોરી સમાન ગણાવેલો.

ગુજરાતના વિકાસના પ્રણેતા, નર્મદા યોજનાના સ્વપ્નદ્રષ્ટ્રા અને ગુજરાતના છોટે સરદાર સ્વ.શ્રી ચીમનભાઈ પટેલને 95 મી જન્મજ્યંતિ પ્રસંગે નર્મદા ઘાટ ગાંધીનગર સમાધિ છે.

મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદ્દતમાં ‘સરદાર સરોવર બંધ નર્મદા બંધની પરિકલ્પના કરી હતી અને બીજી મુદ્દતમાં નર્મદા બંધનું અસરકારક બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમનો પાયો ચીમનભાઈ પટેલની સરકારમાં નંખાયો જેનો લાભ આજે ગુજરાતની જનતાને મળી રહ્યો છે.
1991ના અરસામાં જનતાદળ (ગુજરાત) નામના પક્ષની રચના કરી. 1994 સુધી તેમણે ગુજરાતના વિકાસના પ્રશ્નો અંગે કેન્દ્રમાં સબળ રજૂઆત કરી તથા ખાસ કરીને ‘નર્મદા પરિયોજના’ના પ્રશ્ને ગુજરાતનો વાજબી કેસ સ્વીકારાય તેવા પ્રયાસો હાથ ધર્યા.

ગુજરાતના કુશળ રાજનીતિજ્ઞ, દૃઢ વહીવટકર્તા, પ્રભાવશાળી સંગઠક તથા ગુજરાતના મુખ્યમંત્રી. અર્થશાસ્ત્ર વિષય પર તેમણે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનાં પાઠ્યપુસ્તકો પણ લખ્યાં છે. તેઓ પ્રભાવશાળી વક્તા તરીકે પણ જાણીતા હતા. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાના અમલ સાથે તેમનું નામ કાયમ માટે જોડાયેલું રહ્યું છે.

ભાજપની શરતો સ્વીકારીને ચીમનભાઈએ સત્તા મેળવી. તેમણે નર્મદાડૅમનો વિરોધ કરી રહેલા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરી હતી, જેની અમુક લોકોએ પ્રશંસા તો કેટલાકે ટીકા કરી. અનેક લોકો નર્મદા યોજનાને સાકાર કરવાનો શ્રેય ચીમનભાઈને આપે છે. નર્મદા નદીનું એક નામ રેવા છે, જે ચીમનભાઈનાં માતાનું પણ નામ છે. અમદાવાદમાં ચીમનભાઈના ઘરનું નામ પણ ‘રેવારણ્ય’ છે.

લોકહિતને ધ્યાને લઈને બાબુભાઈ પટેલે નર્મદા વિભાગનો હવાલો સંભાળ્યો અને ચીમનભાઈના મંત્રીમંડળમાં કામ કરવા તૈયાર થયા. કેશુભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા. સુરેશ મહેતા, વજુભાઈ વાળા, અશોક ભટ્ટ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મંત્રીપદ મળ્યા.

ડૉ. જીવરાજ મહેતાની સરકારને સત્તા છોડવા માટે વિવાદાસ્પદ રીતે ફરજ પાડવામાં સંગઠન-કક્ષાએ તેમની નિર્ણાયક ભૂમિકા રહી હતી. ચીમનભાઈનો રાજકીય ઉછેર મહદ્અંશે સંગઠન-કક્ષાએ થયો હતો. તેમની સફળ રાજકીય કારકિર્દીનું રહસ્ય સંગઠન-કક્ષાએ તેમની પકડ, રાજકીય કુનેહ, વિરોધીઓને પણ જીતી લેવાની અપાર આત્મશ્રદ્ધા તથા સંપર્કમાં આવનાર માણસોના મહત્ત્વને પિછાનવામાં રહ્યું હતું. સતેજ સ્મૃતિ, કોઠાસૂઝ, ત્વરિત નિર્ણયશક્તિ તથા સતત ક્રિયાશીલ રહેવાની તેમની પ્રકૃતિ તેમની નેતાગીરીની સફળતાના મૂળમાં હતી.

ગૌવધ

પોતાની બીજી મુદ્દત દરમિયાન તેઓ સમગ્ર ભારતમા પ્રથમમાંના એક એવા મુખ્યમંત્રી હતા જેમણે ગૌવધ, અને મહત્વના જૈન તહેવાર પર્યુષણના દશ દિવસો દરમિયાન દરેક પ્રકારના પ્રાણીઓના વધ અને માંસના વેચાણ, પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર કર્યો. આ કાયદાકીય પ્રતિબંધ 3 ઓક્ટોબર, 1993થી અમલમાં આવ્યો.

જન્મ

ચીમનભાઈનો જન્મ 3 જૂન 1929ના દિવસે સાધારણ ખેડૂત પરિવાર જીવાભાઈ તથા રેવાબહેનને ત્યાં સંખેડામાં થયો હતો. અવસાન, 17 ફેબ્રુઆરી, 1994ના રોજ થયું હતું. ત્યાર પછી ભાજપનો ઉદય થયો અને કોંગ્રેસ ક્યારેય સત્તા પર 2026 સુધી આવી નહીં. વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયેલો.

વિદ્યાર્થી

સોળેક વર્ષની ઉંમરથી જ વિદ્યાર્થીકાળમાં તેમણે રાજકારણમાં રસ લેવાનું શરૂ કરી દીધું હતું.
ચિખોદરાની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ કોસિન્દ્રાના ટી. વી. વિદ્યાલય તથા વડોદરાની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. 1945 પછી વિદ્યાર્થીમંડળની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાનું શરૂ કર્યું. આ ગાળા દરમિયાન તેમની સંગઠન અને વ્યવસ્થાશક્તિનો વિકાસ થયો.

સંખેડાના ગાંધીવાદી નેતા અને સ્વતંત્રતા સેનાની ડૉ. જેઠાલાલ પારેખે તેમનું ઘડતર કર્યું હતું. અહીં ચીમનભાઈએ નેતૃત્વ, સંગઠન અને વ્યવસ્થાપનના પાઠ ભણ્યા. સારી રીતે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરીને ઉચ્ચશિક્ષણ માટે તેમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલની વાટ પકડી.

મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
તેઓ 1950માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયેલા હતા. તેમણે એ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રના અનુસ્નાતકની પદવી મેળવેલી.
તેમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલ, વડોદરામાંથી 1951માં અર્થશાસ્ત્ર અને વસ્તીશાસ્ત્ર સાથે સ્નાતક અને 1953માં અનુસ્નાતકની ઉપાધિઓ પ્રાપ્ત કરી. તેમની વિદ્યાકીય કારર્કિદી ઉજ્જ્વળ હતી. અનુસ્નાતક ઉપાધિ પૂર્વે તેઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલમાં વિનયન શાખામાં અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્ય કરતા હતા. વિદ્યાકાળ દરમિયાન તેમણે ગુજરાત વિદ્યાર્થી કૉંગ્રેસના મંત્રી તથા મ. સ. વિશ્વવિદ્યાલના વિદ્યાર્થીસંઘના ઉપપ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. મ. સ. વિશ્વવિદ્યાલના બે વિદ્યાર્થીઓની બરતરફીના મુદ્દે ચીમનભાઈએ વિદ્યાર્થી-હડતાળને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું.

ત્યારપછી તેમણે ગુજરાત વિશ્વવિદ્યાલના સેનેટ-સભ્ય તથા એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી. 1959માં ડેન્માર્કના આરહુસ ટાપુમાં યોજાયેલ વિશ્વ યુવક પરિષદમાં તેમણે ભાગ લીધો તથા તેના ખુલ્લા અધિવેશનમાં વિકસતા દેશોના અર્થતંત્ર અને યુવકો વિશે પ્રભાવશાળી સંબોધન કર્યું હતું.

વિદ્યાકાળ દરમિયાન તેમણે ગુજરાત વિદ્યાર્થી કૉંગ્રેસના મંત્રી તથા મ. સ. વિશ્વવિદ્યાલના વિદ્યાર્થીસંઘના ઉપપ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. મ. સ. વિશ્વવિદ્યાલના બે વિદ્યાર્થીઓની બરતરફીના મુદ્દે ચીમનભાઈએ વિદ્યાર્થી-હડતાળને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું.

પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત પ્રદેશકક્ષાએ ગુજરાત યુવક કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લઈને કરી હતી. 1954માં તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને તે જ અરસામાં ગુજરાત કોંગ્રેસના મંત્રી તરીકે વરણી પામ્યા.

1955માં ભારત વિકાસયાત્રા રૂપે તૈયાર કરેલી ‘ભારતદર્શન’ યોજનાનો તેમણે અસરકારક અમલ કર્યો. ત્યારપછી તેમણે ગુજરાત વિશ્વવિદ્યાલના સેનેટ-સભ્ય તથા એલ.ડી. આર્ટ્સ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક હતા.

1959માં ડેન્માર્કના આરહુસ ટાપુમાં યોજાયેલ વિશ્વ યુવક પરિષદમાં તેમણે ભાગ લીધો તથા તેના ખુલ્લા અધિવેશનમાં વિકસતા દેશોના અર્થતંત્ર અને યુવકો વિશે પ્રભાવશાળી સંબોધન કર્યું હતું.

તેમણે 1955થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ‘આયોજન અને વિકાસ’ વિભાગનો હવાલો સંભાળ્યો હતો અને તે સાથે ‘કોંગ્રેસ-પત્રિકા’ના સંપાદનમાં પણ સક્રિય રસ લીધો હતો.

ગુજરાત વિશ્વવિદ્યાલમાં શિક્ષણના માધ્યમના વિવાદાસ્પદ પ્રશ્ને તેઓ ગુજરાતી માધ્યમના હિમાયતીઓની સાથે રહ્યા તથા આ પ્રશ્ને વિશ્વવિદ્યાલની સેનેટમાં જરૂરી ટેકો મળી રહે તે માટે જહેમત ઉઠાવી હતી.

ઉચ્ચશિક્ષણની સેવાઓથી તે સમયે વંચિત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સંખ્યાબંધ શૈક્ષણિક ટ્રસ્ટોને ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યાં.

1960માં તેમણે ગુજરાત કેળવણી ટ્રસ્ટ સ્થાપી અમદાવાદ શહેર વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કૉલેજની સ્થાપના કરી, જેના 1967 સુધી તેઓ આચાર્ય હતા. 1967માં સંખેડા મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાતાં તેમણે આચાર્યપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લધી. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં રમતગમત, વાહનવ્યવહાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો હવાલો સંભાળ્યો.

1977માં તેઓ ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ વેલફેર’ના ભારતના પ્રમુખ બન્યા. 1980માં વિધાનસભામાં તેઓ ફરી ચૂંટાયા બાદ તેમણે વિરોધપક્ષના નેતા તરીકે ભૂમિકા અદા કરી.

વિનયન શાખામાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી અને વિદ્યાર્થીલક્ષી રાજકારણમાં કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું. આ અરસામાં પણ તેમણે વિદ્યાર્થી હડતાલને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું હતું.

સારી શૈક્ષણિક પકડને કારણે જ્યાં ભણતા હતા, ત્યાં જ તેમને વ્યાખ્યાતા તરીકે ભણાવવાની નોકરી મળી ગઈ. તેઓ કૉંગ્રેસમાં અલગ-અલગ ભૂમિકા ભજવતા રહ્યા. આ અરસામાં બૉમ્બે પ્રેસિડન્સીમાંથી ગુજરાત બન્યું. શિક્ષણનો ફેલાવો થાય અને વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે તેઓ અને શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી અને સ્થાપક બન્યા.

લગ્ન

દરમિયાન 1948માં તેમણે વૈષ્ણવ વણિક પરિવારની દીકરી ઊર્મિલાબહેન સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરીને સામાજિક ક્ષેત્રે પરિવર્તન ઝંખતા પોતાના માનસનો પરિચય પૂરો પાડ્યો.

રાજકીય સફર

પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત પ્રદેશકક્ષાએ ગુજરાત યુવક કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લઈને કરી હતી. 1954માં તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને તે જ અરસામાં ગુજરાત કૉંગ્રેસના મંત્રી તરીકે વરણી પામ્યા. 1955માં ભારત વિકાસયાત્રા રૂપે તૈયાર કરેલી ‘ભારતદર્શન’ યોજનાનો તેમણે અસરકારક અમલ કર્યો.

તેમણે 1955થી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના ‘આયોજન અને વિકાસ’ વિભાગનો હવાલો સંભાળ્યો હતો અને તે સાથે ‘કૉંગ્રેસ-પત્રિકા’ના સંપાદનમાં પણ સક્રિય રસ લીધો હતો.

ગુજરાત વિશ્વવિદ્યાલમાં શિક્ષણના માધ્યમના વિવાદાસ્પદ પ્રશ્ને તેઓ ગુજરાતી માધ્યમના હિમાયતીઓની સાથે રહ્યા તથા આ પ્રશ્ને વિશ્વવિદ્યાલની સેનેટમાં જરૂરી ટેકો મળી રહે તે માટે જહેમત ઉઠાવી હતી. આવી જ રીતે ઉચ્ચશિક્ષણની સેવાઓથી તે સમયે વંચિત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સંખ્યાબંધ શૈક્ષણિક ટ્રસ્ટોને ઉચ્ચ શિક્ષણ આપતી કૉલેજો શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યાં. 1960માં તેમણે ગુજરાત કેળવણી ટ્રસ્ટ સ્થાપી અમદાવાદ શહેર વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કૉલેજની સ્થાપના કરી, જેના 1967 સુધી તેઓ આચાર્ય હતા. 1967માં સંખેડા મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાતાં તેમણે આચાર્યપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લધી તથા ગુજરાત સરકારના મંત્રીમંડળમાં રમતગમત, વાહનવ્યવહાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો હવાલો સંભાળ્યો.

અગાઉ ડૉ. જીવરાજ મહેતાની સરકારને સત્તા છોડવા માટે વિવાદાસ્પદ રીતે ફરજ પાડવામાં સંગઠન-કક્ષાએ તેમની નિર્ણાયક ભૂમિકા રહી હતી. ચીમનભાઈનો રાજકીય ઉછેર મહદ્અંશે સંગઠન-કક્ષાએ થયો હતો. તેમની સફળ રાજકીય કારકિર્દીનું રહસ્ય સંગઠન-કક્ષાએ તેમની પકડ, રાજકીય કુનેહ, વિરોધીઓને પણ જીતી લેવાની અપાર આત્મશ્રદ્ધા તથા સંપર્કમાં આવનાર માણસોના મહત્ત્વને પિછાનવામાં રહ્યું હતું. સતેજ સ્મૃતિ, કોઠાસૂઝ, ત્વરિત નિર્ણયશક્તિ તથા સતત ક્રિયાશીલ રહેવાની તેમની પ્રકૃતિ તેમની નેતાગીરીની સફળતાના મૂળમાં હતી.

વર્ષ 1960માં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ ઍજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ અમદાવાદમાં આર્ટ્સ કૉલેજની સ્થાપના કરી હતી. 1967માં કૉંગ્રેસની ટિકિટ મળી ત્યારે તેઓ આ કૉલેજમાં આચાર્ય હતા. ચીમનભાઈ તેમના વતન સંખેડામાંથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા અને હિતેન્દ્ર દેસાઈ સરકારમાં ઉદ્યોગમંત્રી બન્યા.

રાજકીય કારકિર્દી

જુલાઈ, 1973ના રોજ ગુજરાતના રાજકીય પ્રવાહો અને ઘટનાઓના ફળસ્વરૂપે તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા, પરંતુ ટૂંકા ગાળા બાદ ગુજરાતમાં ઊભા થયેલ ‘નવનિર્માણ’ આંદોલનના દબાણ નીચે તેમને મુખ્યમંત્રી-પદ છોડવું પડ્યું. ત્યારપછી તેમણે ‘કિસાન મજદૂર લોક પક્ષ’(કિમલોપ) નામના પ્રાદેશિક પક્ષની રચના કરી. આ પક્ષ અલ્પજીવી રહ્યો. 1977માં તેઓ ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ વેલફેર’ના ભારતના પ્રમુખ બન્યા. 1980માં વિધાનસભામાં તેઓ ફરી ચૂંટાયા બાદ તેમણે વિરોધપક્ષના નેતા તરીકે ભૂમિકા અદા કરી. માર્ચ, 1990માં તેઓ ફરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેમના નેતૃત્વ હેઠળની આ મિશ્ર સરકાર હતી, જેમાં તેમના પક્ષ સાથે ભારતીય જનતા પક્ષ પણ સરકારમાં સામેલ થયો હતો; પરંતુ થોડા સમય બાદ ભારતીય જનતા પક્ષ આ મિશ્ર સરકારમાંથી નીકળી જતાં ચીમનભાઈએ 1991ના અરસામાં જનતાદળ (ગુજરાત) નામના પક્ષની રચના કરી.

1969માં તેઓ સંખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને હિતેન્દ્ર દેસાઈના મંત્રીમંડળમાં જોડાયા. તેઓ ઘનશ્યામભાઈ ઓઝાના મંત્રીમંડળમાં પણ મંત્રીપદે રહેલા.
17 જુલાઇ, 1973માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ગબડાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા.
તેઓએ 9 ફેબ્રુઆરી, 1974 સુધી આ પદભાર સંભાળ્યો.
1974માં ભ્રષ્ટાચાર વિરુદ્ધના નવનિર્માણ આંદોલનને કારણે તેઓને પદ છોડવું પડ્યું. પક્ષમાંથી હકાલપટ્ટી બાદ તેઓએ બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાની હેઠળના જનતા મોરચાની સરકારની રચનામાં સહયોગ આપ્યો. તેઓ ફરીથી 4 માર્ચ, 1990ના રોજ, જનતા દળ (ગુજરાત)-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન વાળી સરકારમાં મુખ્યમંત્રી બન્યા. 25 ઓક્ટોબર, 1990માં ગઠબંધનમાં ભંગાણ પડ્યું અને તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 34 ધારાસભ્યોનો ટેકો લઈ પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા. પછીથી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેમના અવસાન, 17 ફેબ્રુઆરી, 1994, સુધી જોડાયેલા રહ્યા.

ઇંદિરા ગાંધીની કૉંગ્રેસ અને સંસ્થા કૉંગ્રેસ એમ બે ભાગ પડ્યા, ત્યારે તેમના રાજકીય ગુરૂ મોરારજીભાઈ સાથે રહેવાનું નક્કી કર્યું.

કૉંગ્રેસમાં ચીમનભાઈનું કદ વધી રહ્યું હતું. તેમને આશા હતી કે ચોથી વિધાનસભામાં તેમને જ મુખ્ય મંત્રી બનાવવામાં આવશે. પાર્ટીને 160માંથી 140 બેઠક મળી હતી એટલે ઇંદિરા ગાંધીએ પોતાના મંત્રીમંડળમાં પ્રધાન એવા ઘનશ્યામ ઓઝાને મુખ્ય મંત્રી તરીકે પસંદ કર્યા.

ચીમનભાઈ પટેલે અમદાવાદ નજીક તેમના ‘પંચવટી’ ફાર્મહાઉસ ખાતે પોતાના સમર્થક તથા ઓઝાથી અસંતુષ્ટ નેતાઓ સાથે બેઠકો શરૂ કરી અને ઓઝા વિરૂદ્ધ વાતાવરણ ઊભું કર્યું. તેમણે બળવાખોર ધારાસભ્યોને પહેલાં પંચવટી અને પછી આબુમાં એકઠા કર્યા.

મુખ્ય મંત્રી બનવા માટે ચીમનભાઈએ કથિત રૂપે કાં તો ધારાસભ્યો પર દબાણ કર્યું હતું કાં તો ધારાસભ્યોને ખરીદી લીધા હતા. પંચવટી ફાર્મમાં લગભગ 70 ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા. જેને પગલે પંચવટી ફાર્મને લોકો ‘પ્રપંચવટી ફાર્મ’ કહેવા લાગ્યા હતા.

પાકિસ્તાન ઉપર વિજય પછી ઇંદિરા ગાંધીનો સૂર્ય મધ્યાહને તપતો હતો. કૉંગ્રેસમાં કોઈ પણ નેતા તેમની સામે બોલવાની હિંમત નહોતો કરતો. આવા સમયે ચીમનભાઈએ ગુજરાતના મુખ્ય મંત્રીપદે પોતાનો દાવો રજૂ કર્યો. ઈંદિરાને પડકારી ફેંક્યો હતો.

ચીમનભાઈએ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સાથે તત્કાલીન બૉમ્બેના રાજભવનમાં બેઠક કરી. માંડ વીસેક મિનિટ મુલાકાત ચાલી. અચાનક વાતચીતે ઉગ્રસ્વરૂપ ધારણ કરી લીધું, ત્યારે ચીમનભાઈએ કહ્યું, ‘ગુજરાત વિધાનદળના નેતાની પસંદગી ધારાસભ્યો કરશે, તમે નહીં.’ ઇંદિરા ગાંધી હબક ખાઈ ગયા. તેમણે ગુજરાતના પ્રભારી સ્વર્ણસિંહને દિલ્હીમાં મળવા અને રજૂઆત કરવા કહ્યું.

ધારાસભ્યો ગુપ્ત રીતે મતદાન કરે અને જેને વધુ મત મળે તે મુખ્ય મંત્રી બને, એવી ફૉર્મ્યુલા તત્કાલીન વિદેશમંત્રી સ્વર્ણસિંહ અને પટેલની વચ્ચે નક્કી થઈ. મતગણતરી નવી દિલ્હી ખાતે સ્વર્ણસિંહની ઓફિસમાં થાય એ મુદ્દે પણ સહમતિ સધાઈ. નાયબ મુખ્ય મંત્રી કાંતિલાલ ઘિયાનો પણ સીએમપદ પર દાવો હતો. ઇંદિરા પોતાની સામે થનારા પટેલ કરતાં ઘિયાને પસંદ કરતા હતા.

સાત મતે ચીમનભાઈનો વિજય થયો હોવાનું જાહેર થયું, પરંતુ ઘણાને લાગે છે કે ઘિયાને વધુ મત મળ્યા હતા. પરંતુ ઇંદિરા ગાંધી તેમના વિરોધી એવા ચીમનભાઈને ભવિષ્યમાં કદ પ્રમાણે વેતરી નાખવા માગતા હતા, એટલે તેમણે આ ચાલ રમી હતી. ઉત્તર પ્રદેશ અને ઓડિશાની મહત્ત્વપૂર્ણ ચૂંટણી પહેલાં તેઓ ‘ફંડમૅનેજર’ મનાતા પટેલને નારાજ કરવા નહોતા માગતા.

કેન્દ્ર સરકારના ખાદ્યાન્ન મંત્રી ફખરુદ્દીન અલીએ ગુજરાતને મળતો એક લાખ પાંચ હજાર મેટ્રિક ટનનો અનાજના જાહેરવિતરણના ઘઉંના ક્વૉટાને ઘટાડીને 55 હજાર ટનનો કરી નાખ્યો હતો. માત્ર સિત્તેર પૈસામાં મળતું અનાજ પાંચ રૂપિયે કિલો મળવા લાગ્યું હતું. તેલિયા રાજા પણ સમર્થનની કિંમત વસૂલ કરી રહ્યા હતા. સારો વરસાદ થવા છતાં ચીજવસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા હતા.

આરબ-ઇઝરાયલ યુદ્ધ પછી તેલઉત્પાદક દેશોએ ઉત્પાદન ઘટાડી નાખ્યું હતું. માત્ર ત્રણ ડૉલરમાં મળતું ક્રૂડતેલ 12 ડૉલર ઉપર પહોંચી ગયું હતું, જેનો ફટકો કેન્દ્ર અને રાજ્ય સરકારને પડ્યો હતો. બાંગ્લાદેશને સ્વતંત્ર કરાવવા માટે લડાયેલા યુદ્ધનો ભાર હજુ પણ અર્થતંત્ર પર પડી રહ્યો હતો.

કૉંગ્રેસના જ એક વર્ગે ચીમનભાઈની છાપ ખરડાય તે માટે આ પ્રકારની હવા ઊભી કરી હતી અને વિદ્યાર્થી આંદોલનને હવા આપી હતી.

આવા સમયે નવનિર્માણ આંદોલન થયું. મંત્રીમંડળના સાથીઓ જ ચીમનભાઈ વિરૂદ્ધ થયા. તેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા.

ગુજરાતમાંથી પ્રેરણા લઈને બિહારમાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ ક્રાંતિની શરૂઆત થઈ. ઇંદિરા માટે વધુ એક મુશ્કેલી ઊભી થઈ. પોતાને અનુકૂળ હોય તેવા ઉમેદવારને ગોઠવવા માટે ઇંદિરા ગાંધીએ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું. તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા.

કૉંગ્રેસથી અલગ થયેલા ચીમનભાઈએ કિશાન મજદૂર લોકપક્ષની સ્થાપના કરી, જે ટૂંકમાં ‘કિમલોપ’ તરીકે ઓળખાતો. 1975ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કિમલોપ, ઇંદિરા કૉંગ્રેસ અને જનતા મોરચો એમ ગુજરાતમાં ત્રિપાંખિયો ચૂંટણીજંગ જામ્યો.

મોરારજી દેસાઈએ ગુજરાત વિધાનસભાને ભંગ કરવાની માગ સાથે તા. 11 માર્ચ 1974ના ઉપવાસ હાથ ધર્યા. તા. 15મી માર્ચે ઇંદિરા સરકારે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી.

નવી સરકારના ગઠનનો માર્ગ મોકળો થયો હતો, પરંતુ છ મહિનામાં ચૂંટણી યોજવાને બદલે રાષ્ટ્રપતિ શાસનને વધુ છ મહિના માટે લંબાવવામાં આવ્યું. આવામાં ગુજરાતમાં દુકાળ પડ્યો, એટલે રાજ્યમાં ચૂંટણી યોજાય તે માટે મોરારજીભાઈએ એપ્રિલ-1975માં ફરી ઉપવાસ શરૂ કર્યાં.

સંસ્થા કૉંગ્રેસ, જનસંઘ, સમાજવાદી અને ભારતીય લોકદળના ઉમેદવારોની પસંદગી મોરારજી દેસાઈ કરે એવું સૂચન કરવામાં આવ્યું હતું. પાકટ વયે પણ મોરારાજીભાઈએ જનતા મોરચાના ઉમેદવારોને જીતાડવા માટે વ્યાપક પ્રવાસ ખેડ્યા.

તા. 12મી જૂન 1975ના ગુજરાત વિધાનસભાના ચૂંટણીપરિણામ આવ્યા. એજ દિવસે અલ્લાહબાદ હાઈકોર્ટે વર્ષ 1971માં ઇંદિરા ગાંધીની ચૂંટણીને રદ્દ જાહેર કરી અને છ વર્ષ માટે તેમના ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો. ઇંદિરા ગાંધીને બેવડો આંચકો લાગ્યો હતો.

ચૂંટણીપરિણામો પછી 75 ધારાસભ્ય સાથે કૉંગ્રેસ સૌથી મોટાપક્ષ અને 88 ધારાસભ્ય સાથે જનતા મોરચો સૌથી મોટું ગઠબંધન હતું.

ચીમનભાઈ પોતે જોધપુરની બેઠક ઉપરથી હારી ગયા હતા, પરંતુ પાર્ટીના 12 ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. તેમના પક્ષે જનતા મોરચાને બિનશરતી ટેકો જાહેર કર્યો. બાબુભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રથમ વખત બિનકૉંગ્રેસી સરકાર બની.

જોકે, સત્તાના આ સમીકરણમાં નૈતિકતાનો લોપ થયો હતો, કારણ કે ચીમનભાઈ સત્તા ઉપર હતા ત્યારથી જ નવા ચૂંટાયેલા અનેક ધારાસભ્યો તેમની સામે ભ્રષ્ટાચારના આરોપ મૂકતા હતા. ચીમનભાઈના પૂતળા બાળવા અને નનામી કાઢવા જેવા કાર્યક્રમો આપ્યા હતા.

બાબુભાઈએ સત્તા સંભાળીને માંડ અઠવાડિયું થયું હતું કે તા. 25મી જૂન, 1975ના રોજ ઇંદિરા ગાંધીએ દેશ ઉપર કટોકટી લાદી દીધી અને સત્તાની સંપૂર્ણ ધૂરા પોતાની હાથમાં લઈ લીધી. કટોકટીવિરોધી નેતાઓ માટે ગુજરાતમાં અભયદાન હતું. છેવટે ઇંદિરાએ ગુજરાતની જનતા મોરચા સરકારને બરતરફ કરી.

રાષ્ટ્રપતિ શાસન હઠતા અને પરિસ્થિતિ અનુકૂળ થતાં માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા. માંડ ત્રણેક મહિના થયા હશે કે ઇંદિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લેવાની જાહેરાત કરી. ‘ગુજરાત મૉડલ’ ઉપર કેન્દ્રમાં જનતા મોરચાની સરકાર બની, તેના એક મહિનામાં સોલંકી સરકારનું પતન થયું. આ દરમિયાન પરિસ્થિતિ જોઈને અપક્ષ ધારાસભ્યો અને ચીમનભાઈ પોતાના રાજકીય વહાણના સઢ બદલતા રહ્યા.

જનતા મોરચાના નિષ્ફળ પ્રયોગ બાદ ભાજપ સ્વરૂપે નવા પક્ષનો રાજકીય પરિદૃશ્ય પર ઉદય થયો. જેને પહેલી ચૂંટણીમાં લોકસભાની માત્ર બે બેઠક મળી, પરંતુ તે અલગ-અલગ રાજ્યોમાં સત્તામાં હતો કે સત્તામાં ભાગીદાર હતો.

1985માં ચીમનભાઈએ જનતા પાર્ટીની ટિકિટ ઉપર પાટીદારોની બહુમતીવાળી ઊંઝા બેઠક ઉપરથી ચૂંટણી લડી અને ચૂંટાઈ આવ્યા. કૉંગ્રેસે ક્ષત્રિય, આદિવાસી, હરિજન (એ સમયે દલિત સમાજ માટે વપરાતો શબ્દ) અને મુસ્લિમનું KHAM સમીકરણ સાધીને રેકર્ડ 149 બેઠક જીતી. ઇંદિરા ગાંધીની હત્યા બાદ ઉઠેલા સહાનુભૂતિના મોજાનો પણ પાર્ટીને લાભ મળ્યો.

માધવસિંહ સોલંકીના એ મંત્રીમંડળમાં કોઈ સવર્ણ પ્રધાનને સ્થાન ન હતું. આવા સમયે પાટીદારોમાં લોકપ્રિય એવા ચીમનભાઈએ નવું સમીકરણ સાધવાનું શરૂ કરી દીધું હતું. રાજીવ ગાંધીએ તેમના દિગ્ગજ મંત્રી વીપીસિંહને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. જેમણે જનતા મોરચાની સ્થાપના કરી, જેમાં મુફ્તી મોહમ્મદ સઈદ, આરીફ મહોમ્મદ ખાન, સત્યપાલ મલિક, અરૂણ નહેરુ, વિદ્યાચરણ શુક્લા જેવા કૉંગ્રેસના નારાજ કદાવર નેતાઓ હતા.

જનતા પાર્ટીના અલગ-અલગ સ્વરૂપ, લોકદળ, બાબુ જગજીવનરામની કૉંગ્રેસ, લોકદળ તથા જનતા મોરચાએ મળીને જનતા દળની સ્થાપના કરી, ત્યારે ચીમનભાઈ પણ તેમાં જોડાઈ ગયા. પાર્ટીએ ગુજરાતમાં ભાજપ સાથે મળીને ચૂંટણી લડી. ભાજપને 12 અને જનતા દળને 11 બેઠક ઉપર વિજય મળ્યો.

જેમાં ચીમનભાઈએ સાધેલા ‘કોકમ’ સમીકરણે પણ ભાગ ભજવ્યો હતો, જે કોળી, કણબી (પટેલ) અને મુસ્લિમની ટૂંકાક્ષરી હતી. દસેક વર્ષથી સત્તાના પરિદૃશ્યમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા પાટીદારોએ ભાજપ અને જનતાદળને સાથ આપ્યો. તો મુસ્લિમો જનતાદળની સાથે રહ્યા.

એ પછી માર્ચ 1990માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ, ભાજપ અને જનતાદળ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો. ભાજપને 67 અને જનતાદળને 70 બેઠક મળી હતી. 12 જેટલા અપક્ષ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા.

ચીમનભાઈ ઉપર બાહુબલીઓ અને અસામાજિક તત્વોને આશરો આપવાના આરોપ પણ લાગ્યા હતા. કુતિયાણાની બેઠક પરથી સંતોકબહેનની ઉમેદવારીને કારણે રાજકારણમાં સુચારિતાના આગ્રહીઓનાં ભવાં તણાયાં હતાં.

નખશીખ ગાંધીવાદી ગણાતા બાબુભાઈ પટેલ લોકસ્વરાજ મંચના નેજા હેઠળ રાજકારણ કરી રહ્યા હતા અને વીપી સિંહના સંપર્કમાં પણ હતા. વિધાનસભા ચૂંટણી સમયે તેમની સામે ભાજપ કે જનતાદળે ઉમેદવાર ઊભા નહોતા રાખ્યા અને બાબુભાઈ મોરબીની બેઠક પરથી અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા.

1979ની મચ્છુ ડૅમ દુર્ઘટના વખતે બાબુભાઈએ સચિવાલયને મોરબી ખસેડી દીધું હતું, જેથી કરીને અલગ-અલગ મંત્રાલય વચ્ચે સમન્વય સરળ અને ઝડપી બને.

ચીમનભાઈની સરકારમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપના મંત્રીઓએ અમદાવાદમાં સરદાર પટેલના પૂતળાં સામે શપથ લીધા હતા
1989ના અંતભાગમાં ભાજપ અને ડાબેરીપક્ષોની કાખઘોડીથી કેન્દ્રમાં વી.પી. સિંહના નેતૃત્વમાં જનતા દળ સરકારની સ્થાપના થઈ.

વીપી સિંહે ઓબીસીને અનામતની જોગવાઈ કરતી મંડલ પંચની ભલામણોને લાગુ કરવાનું જાહેર કર્યું. જેના કારણે હિંદુ સમાજમાં વિભાજન થશે એવું લાગતા સંઘે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

રામ મંદિર મુદ્દે ભાજપના એક વર્ગમાં અવઢવ હતી, પરંતુ વિશ્વ હિંદુ પરિષદે જનતાની નસ તપાસી લીધી હતી અને તેને વિશ્વાસ હતો કે હિંદુઓને એક કરવાની આ તક છે. એટલું જ નહીં મંદિર બનાવવાની છેલ્લી તક છે.

સપ્ટેમ્બર 1990માં ગુજરાતના સોમનાથ ખાતેથી રામ રથયાત્રાની શરૂઆત થઈ, જે દશેરાના દિવસે અયોધ્યા ખાતે સમાપ્ત થવાની હતી. આ રથયાત્રા બિહારના સમસ્તીપુર પહોંચી, ત્યારે રાજ્યમાં લાલુપ્રસાદ યાદવની સરકાર હતી, જ્યાં અડવાણીની અટકાયત કરવામાં આવી અને તેમને એક બંગલામાં રાખવામાં આવ્યા.

યાદવ થકી વડા પ્રધાન વીપી સિંહ ભાજપને કદ પ્રમાણે વેતરવા માગતા હતા. જ્યાં અડવાણીને રાખવામાં આવ્યા હતા, તેમની સાથે વાત થઈ શકે તે માટે વિશેષ ટેલિફોનની લાઇન નાખવામાં આવી હતી, જેથી બંને વચ્ચે વાતચીત થાય અને વચ્ચેનો રસ્તો કાઢી શકાય પરંતુ આ વાત વિશે વાજપેયીને જાણ ન હતી. સિંહ-અડવાણીનો સંવાદ થઈ શકે તે પહેલાં વાજપેયીએ ટેકો પાછો ખેંચવાનો પત્ર રાષ્ટ્રપતિને સોંપી દીધો.

જેનો પડઘો ગુજરાતમાં પણ પડ્યો. ભાજપે ચીમનભાઈની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. લગભગ 16 વર્ષે હાથમાં આવેલી સત્તા ફરીથી ચીમનભાઈના હાથમાંથી સરકવાની હતી. આવા સમયે તેમના માટે સાનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ.

જનતાદળમાં ફાટ પડી અને ચંદ્રશેખર પોતાના સમર્થકો સાથે અલગ થઈ ગયા. 195 જેટલા સાંસદ હોવા છતાં સત્તા પર દાવો નહીં કરનારા રાજીવ ગાંધીએ ચંદ્રશેખર સરકારને ટેકો આપ્યો.

રાજીવ ગાંધી દ્વારા ગુજરાત કૉંગ્રેસ એકમને વિના શરતે ચીમનભાઈ સરકારને ટેકો આપવા માટે કહેવામાં આવ્યું. માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસના 30થી વધુ ધારાસભ્યોને આ વાત ગમી નહીં, પરંતુ તેઓ કેન્દ્રીય નેતૃત્વ સામે લાચાર હતા.

શરદ પવાર તેમના આત્મકથાનક ‘ઑન માય ટર્મ્સ’માં લખ્યું છે કે મારા અને ચીમનભાઈ વચ્ચે સારું સામંજસ્ય હતું. જો કોઈ મોટા ઉદ્યોગનો પ્રૉજેક્ટ તેમની પાસે આવતો, તો તેઓ મને મોકલી આપતા. જો કોઈ લઘુ કે મધ્યમ ઉદ્યોગ પ્રસ્તાવની વાત હોય તો હું તેને ગુજરાતમાં ચીમનભાઈ પાસે મોકલી દેતો.

ચંદ્રશેખરની સરકાર અલ્પજીવી નીવડી. ચંદ્રશેખરે લોકસભા વિસર્જનની જાહેરાત કરી દીધી. જનતાદળ વિખેરાઈ ગયું અને તેના અનેક ઘટક અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતમાં ચીમનભાઈએ જનતાદળ ગુજરાતની સ્થાપના કરી. આગામી લોકસભા ચૂંટણી જનતા દળ-ગુજરાત અને કૉંગ્રેસે સાથે મળીને લડી.

તા. 21મી મે, 1991ના ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન રાજીવ ગાંધીની હત્યા થઈ. તેના પાંચ દિવસ બાદ 26મી તારીખે ચૂંટણી યોજાઈ, છતાં કૉંગ્રેસને સહાનુભૂતિના મોજાંનો લાભ ન મળ્યો. તાજેતરમાં ભાજપમાં જોડાયેલા નારણ રાઠવા સ્વરૂપે જનતાદળ ગુજરાતના એકમાત્ર ઉમેદવાર જીત્યા. ખુદ ચીમનભાઈનાં પત્ની ઉર્મિલાબહેન પણ જામનગરની બેઠક પરથી ચૂંટણી હારી ગયાં. આદિવાસી વિસ્તારોમાં સારું પ્રદર્શન કરવાને કારણે કૉંગ્રેસ પાંચ અને ભાજપને 20 બેઠક મળી.

જનતાદળ-ગુજરાત સ્વરૂપે ચીમનભાઈને પોતાની પાર્ટીનું સ્વતંત્ર અસ્તિત્વ દેખાતું ન હતું, તેમની સરકાર ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું હતું. આવા સમયે તેમણે વડા પ્રધાન નરસિહ્મારાવનો સંપર્ક કરીને પોતાની પાર્ટીનું કૉંગ્રેસમાં વિલીનીકરણ કરવાની તજવીજ હાથ ધરી.

ગુજરાત કૉંગ્રેસને આ વાત પસંદ ન હતી, પરંતુ રાજીવ ગાંધીની ગેરહાજરીમાં તેઓ કંઈ કરી શકે તેમ ન હતા. બીજી બાજુ, દિલ્હી સરકારને ચીમનભાઈની જરૂર હતી, એટલે વિલીનીકરણ સુપેરે પાર પડ્યું.

લગભગ બે વર્ષમાં ત્રીજી વખત વખત ચીમનભાઈ પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા હતા. તેઓ કહેતા હતા કે ‘હું મારો કાર્યકાળ પૂર્ણ કરીશ જ.’ જોકે, વિધાતાને કદાચ આ વાત મંજૂર ન હતી. રાજ્યસભાની ચૂંટણી પહેલાં તા. 17 ફેબ્રુઆરી 1994ના તેમનું અવસાન થયું.

રાજ્યસભાના રસ્તે તેમનાં પત્ની ઉર્મિલાબહેન કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના વીજમંત્રી બન્યાં. પહેલાં તેમણે અને પછી તેમના દીકરા સિદ્ધાર્થ પટેલે ચીમનભાઈનો રાજકીય વારસો જાળવ્યો.

કયા પાટીદાર મુખ્યમંત્રીએ કેટલા દિવસ કર્યું શાસન

ચિમનભાઈ પટેલ 1,652 દિવસ

બાબુભાઈ પટેલ 1,253 દિવસ

કેશુભાઈ પટેલ 1,533 દિવસ

આનંદીબેન પટેલ 808 દિવસ

ભુપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્ય પ્રધાનો
17 ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ 13 સપ્ટેમ્બરથી 2024થી ચાલુ છે બીજેપી
16 વિજયકુમાર રૂપાણી 07 ઓગસ્ટ 2016 12 સપ્ટેમ્બર 2021 બીજેપી
15 આનંદીબેન પટેલ 22 મે 2014 07 ઓગસ્ટ 2016 બીજેપી
14 નરેન્દ્ર મોદી 07 ઓક્ટોબર 2001 22 મે 2014 બીજેપી
(10) કેશુભાઈ પટેલ 04 માર્ચ 1998 06 ઓક્ટોબર 2001 બીજેપી
13 દિલીપભાઈ પરીખ 28 ઓક્ટોબર 1997 04 માર્ચ 1998 રાષ્ટ્રીય જનતા પાર્ટી
12 શંકરસિંહ વાઘેલા 23 ઓક્ટોબર 1996 27 ઓક્ટોબર 1997 રાષ્ટ્રીય જનતા પાર્ટી
– રાષ્ટ્રપતિ શાસન 19 સપ્ટેમ્બર 1996 23 ઓક્ટોબર 1996 –
11 સુરેશચંદ્ર મહેતા 21 ઓક્ટોબર 1995 19 સપ્ટેમ્બર 1996 બીજેપી
10 કેશુભાઈ પટેલ 14 માર્ચ 1995 21 ઓક્ટોબર 1995 બીજેપી
9 છબીલદાસ મહેતા 17 ફેબ્રુઆરી 1994 13 માર્ચ 1995 જનતા દળ
(5) ચીમનભાઈ પટેલ 04 માર્ચ 1990 17 ફેબ્રુઆરી 1994 જનતા દળ
(7) માધવસિંહ સોલંકી 10 ડિસેમ્બર1989 03 માર્ચ 1990 કોંગ્રેસ
8 અમરસિંહ ચૌધરી 06 જૂલાઈ 1985 09 ડિસેમ્બર 1989 કોંગ્રેસ
(7) માધવસિંહ સોલંકી 07 જૂન 1980 06 જુલાઈ 1985 કોંગ્રેસ
– રાષ્ટ્રપતિ શાસન 17 ફેબ્રુઆરી 1980 06 જૂન 1980 –
(6) બાબુભાઈ જશભાઈ પટેલ 11 એપ્રિલ 1977 17 ફેબ્રુઆરી 1980 જનતા મોરચા
7 માધવસિંહ સોલંકી 24 ડીસેમ્બર 1976 10 એપ્રિલ 1977 કોંગ્રેસ
– રાષ્ટ્રપતિ શાસન 12 માર્ચ 1976 24 ડીસેમ્બર 1976 –
6 બાબુભાઈ જશભાઈ પટેલ 18 જૂન 1975 12 માર્ચ 1976 જનતા મોરચા
– રાષ્ટ્રપતિ શાસન 09 ફેબ્રુઆરી 1974 18 જૂન 1975 –
5 ચીમનભાઈ પટેલ 17 જૂલાઈ 1973 09 ફેબ્રુઆરી 1974 કોંગ્રેસ
4 ઘનશ્યામભાઈ ઓઝા 17 માર્ચ 1972 17 જૂલાઈ 1973 કોંગ્રેસ
– રાષ્ટ્રપતિ શાસન 13 મે 1971 17 માર્ચ 1972 –
3 હિતેન્દ્રભાઈ દેસાઈ 19 સપ્ટેમ્બર 1965 12 મે 1971 કોંગ્રેસ
2 બળવંતરાય મહેતા 19 સપ્ટેમ્બર 1963 19 Sep 1965 કોંગ્રેસ
1 ડો. જીવરાજ મહેતા 01 મે 1960 19 Sep 1963 કોંગ્રેસ