બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ 1918માં શરુઆત કરી તેને 101 વર્ષ થયા છે. હમણાં જ 50 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. જેમાં ક્રોસન્ટ્સ, ક્રીમ વેફર્સ સહિત છે. દરેક ભારતીય પરિવારમાં સૌથી વિશ્વસનીય નામ છે.
આ કંપની ગુજરાતમાં પ્રદૂષણ કરતી રંગે હાથ પકડાઈ છે.
ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર.23માં આવેલી બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ બિસ્કિટનું ઉત્પાદન કરે છે. ઝીરો વોટર ડિસ્ચાર્જ કેટેગરીમાં આવે છે. કાયદા મુજબ એમનું ગંદુ પાણી એમણે એમના પ્લાન્ટ માં ટ્રીટમેન્ટ કરી પ્લાન્ટમાં જ વપરાશ કરવાનું હોય છે. બહાર નિકાલ કરવો એ ગુનો છે. ઝીરો ડિસ્ચાર્જ ની પરવાનગી લઈ ને ગેરકાયદેસર બહાર નિકાલ કરતા હોય છે.
મોડીરાતે બ્રિટાનીયા કંપનીની પાછળ આવેલા વરસાદી કાંસમાં પ્રદુષિત પાણી છોડવામાં આવ્યું હતું. લોકોએ જીઆઈડીસી મોનીટરીંગ ટીમ તથા પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમભાઈ પટેલને જાણ કરી હતી. કંપનીએ જાહેર કર્યું કે અમારા કર્મચારી ની ભૂલ ને કારણે ગંદુ પાણી બહાર ગયું છે. એસીડીક નથી.
કાંસ આખી પ્રદૂષિત
જીઆઈડીસીમાં બનાવેલા વરસાદી કાંસને સેલોદ,ફૂલવાડી, કપલસાડી, થઈને વહેતી ખાડી સાથે ગેરકાયદેસર જોડાયા છે. ઝઘડિયા જીઆઈડીસીનું તમામ પ્રદુષિત પાણી ખાડીઓ મારફતે નર્મદામાં ભળે છે. ગંભીર ગેરરીતિ છે. લોકો કહે છે કે, દંડ નહીં પણ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.
બ્રિટાનીયા કંપનીનો શેરનો ભાવ રૂ.3122 છે.
બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ લિ. રૂ.289.69 કરોડનો ચોખ્ખો નફો કરે છે. કુલ આવક રૂ.2,726.40 કરોડ છે. છતાં અહીંના લોકો માટે સમાજ ફાળો આપવામાં આવતો નથી. પણ, 1 મે, 2019ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં રૂ.1ની કિંમતના ઈક્વિટી શેર્સ પર શેરદીઠ રૂ.15 (1500 ટકા)ના ડિવિડંડ આપે છે.
બ્રિટાનિયા કંપની ઓછું વજન આપે છે
બ્રાન્ડેડ ચીજવસ્તુઓ પર આંધળો વિશ્વાસ કરતાં લોકો માટે આંચકારૂપ સમાચાર સાંપડયા છે. મલ્ટિનેશનલ કંપની બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ લિ.એ ગુડ ડે બિસ્કિટના પેકેટ પર 210 ગ્રામનું લેબલ માર્યું હતું, 185.14 ગ્રામ વજન નિકળેલું હતું. ગ્રાહક તકરાર નિવારણ ફોરમે સેવામાં ખામી બદલ બ્રિટાનિયાને 2016માં દંડ ફટકાર્યો હતો. જૂનાગઢના અનુભાઈ ભીમજીયાણી નામના ગ્રાહકે ડિસેમ્બર 2014માં એક પ્રોવિઝન સ્ટોર પરથી બ્રિટાનિયાના ગુડ ડે બિસ્કિટના 10 પેકેટ ખરીદેલા. જોકે પેકેટમાં દર્શાવ્યા કરતાં તેનું વજન ઓછું હતું.
નાસ્તા બજારમાં આવી
બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ કોમર્શિયલ પેપર મારફતે બોન્ડ દ્વારા રૂ.500 કરોડ એક્ત્ર કર્યા બાદ પેપ્સીકો અને હલ્દીરામને પડકારવા સ્નેકસ બજારમાં લાવી છે. બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ 24 હજાર કરોડના સાલ્ટી સ્નેકસ માર્કેટમાં જવા માટે પેપ્સિકો અને હલ્દીરામની સામે બ્રિટાનીયા ટાઈમ પાસ બ્રાંડ સાથે બ્રિટાનીયા કંપની પાસે 80 પ્લાંટ્સ છે. ગુડડે અને ન્યૂટ્રિચોઈસ બ્રાંડની માલિક બ્રિટાનિયાએ ટોટલ ફૂડ કંપની બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
10 હજાર કરોડની વાડિયા ગ્રુપની કંપની બ્રિટાનિયાએ પહેલા જ સ્નૈકસ કેટેગરીમાં એન્ટ્રી કરી હતી પરંતુ ત્યારે તે થોડા સમય બાદ તેમાંથી નીકળી ગઈ હતી. બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ 122.28 કરોડ ડોલરની છે.
કચ્છમાં પ્લાંટ
પારલે બાદ કચ્છ બ્રિટાનીયાએ મુંદરા પ્લાન્ટના વિસ્તરણ કર્યું છે. મુંદરા સેઝમાં 155 કરોડના રોકાણ સાથે કાર્યરત યુનિટનું સંપુર્ણ ઉત્પાદન એક્સપોર્ટ ઓરીએન્ટેડ છે. અહીં ક્રીમ બિસ્કીટ અને ટોસનું ઉત્પાદન થાય છે. જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 28 હજજાર મેટ્રિક ટન છે. આ યુનિટમાંથી 800 લોકો રોજગાર મેળવી રહ્યાં છે.