The central government gave Rs 10,121 crore to Gujarat to build urban houses
માર્ચ 19, 2021
કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ ગુજરાતને રૂ. 10,121 કરોડ આપ્યા છે. દેશમાં 110 લાખ મકાનને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 7,68,809 મકાન ગુજરાતમાં છે. એક મકાન દીઠ રૂપિયા 131645 સહાય ગણી શકાય.
કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સે જાહેર કર્યું છે કે, ગુજરાત માટે રૂ. 14,182 કરોડ સહિત દેશમાં કુલ રૂ. 1,78,076 કરોડની કેન્દ્રીય સહાયને મંજૂરી આપવામાં આવી છે,
ગુજરાત માટે રૂ. 10,121 કરોડ સહિત સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોને કુલ રૂ. 90,538 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે.
112 લાખ ઘરની સામે અત્યાર સુધીમાં 110 લાખ મકાન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાંથી 74.8 લાખ મકાનોનું બાંધકામ શરૂ થઈ ગયું છે, જેમાં બાંધકામ પૂર્ણ થઈ ગયેલા 43.3 લાખ મકાનોનો સમાવેશ થાય છે
એક્સટ્રા બજેટરી રીસોર્સ તરીકે રૂ. 60,000 કરોડના નેશનલ અર્બન હાઉસિંગ ફંડ (એન.યુ.એચ.એફ.)ની રચના કરવામાં આવી છે. વધુમાં, અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં હાઉસિંગ લોનના વ્યાજનો બોજો ઘટાડવા માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓમાં પ્રાયોરીટી સેક્ટર લેન્ડિંગ શોર્ટફોલનો ઉપયોગ કરીને રૂ. 10,000 કરોડની નેશનલ હાઉસિંગ બેંકની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ રૂ. 10,000 કરોડની ફાળવણી 2019-20માં કરવામાં આવી છે.