નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું, લીંબડીનાં બળોલ અને દેવપરા વચ્ચે કેનાલમા...
ગુજરાતનાં ઘણાં વિસ્તારોમાં અપૂરતાં વરસાદનાં કારણે પાણીનાં ધાંધિયા જોવા મળી રહ્યાં છે. જગતનાં તાતને સિંચાઈ માટે પૂરતાં પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું અને તેનાં વિરોધમાં રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ખેડૂતો પાણીનો પોકાર કરી રહ્યાં છે, પરંતુ બહેરી સરકારનાં કાને આ વાત અથડાતી નથી. આવી સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં સરકાર ખેડૂતોનાં દર્દને સમજી નથી શકી. ત...
પાટણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર થયાં આક્રમક
રાજ્યમાં એકબાજુ ખેડૂતોનાં દેવા માફીને લઈને પાટીદાર યુવાન નેતા અને PAASનાં કન્વીનર હાર્દિક પટેલ મેદાનમાં ઉતરેલો છે તો બીજી બાજુ પાટણ જિલ્લામાં પડેલાં અપૂરતાં વરસાદને લઈને કોંગ્રેસનાં રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરાવવા માટે આંદોલનનાં માર્ગે ચાલ્યાં છે. આ બન્ને યુવાન નેતાઓ દ્વારા ખેડૂતોને પડી રહેલી હાલાંકીને પ્રાધાન્ય ...
કચ્છ જિલ્લામાં કપાસનું વાવેતર નિષ્ફળ, ખેડૂતો વધુ દેવાનાં ડૂંગરતળે દબાય...
ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલાં અપૂરતાં વરસાદનાં કારણે લગભગ અડધાં ગુજરાતમાં અછતની સ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં ઘણાં ઠેકાણે ચોમાસા દરમિયાન થયેલાં વરસાદનાં કારણે વાવણી કરી હતી, પરંતુ બાદમાં વરસાદ ખેંચાઈ ગયો અને હવે તો ચોમાસુ પણ પૂર્ણ થઈ ગયું છે ત્યારે વાવણી કરેલાં મોટાભાગનાં પાકો નિષ્ફળ ગયાં છે. આસમાનમાંથી તો પાણીનું ટીપું નથી પડી રહ્યું પણ જગતના તાતની ...
મોરબીનાં ખેડૂતોને પાણી ન અપાતાં ભીખ માંગી વિરોધ કર્યો
ખેડૂતોનાં હિતની હંમેશા વાત કરનારા રાજ્ય સરકાર તાતની વાત સાંભળતી નથી. અને તેનાં કારણે આજે રાજ્યનો ખેડૂત દેવાનાં ડૂંગર તેળે દબાઈ ગયો છે. રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું, તેમ જ અપૂરતાં વરસાદનાં કારણે તેમણે કરેલાં વાવેતર પણ નિષ્ફળ જવાની આરે ઊભું છે. ત્યારે દેવાં કરીને મોંઘા બિયારણ અને ખાતર ખરીદનાર ધરતીપુત્ર વધુને વધુ દેવાન...
ખેડૂતોએ દેવા માફી માટે દાન ઉઘરાવી મુખ્યમંત્રીને મોકલાશે
રાજ્ય સરકાર દ્વારા હંમેશા નર્મદાનાં નીર રાજ્યનાં છેવાડાનાં ગામ સુધી પહોંચાડવાનાં બણગાં ફૂંકવામાં આવે છે. પરંતુ હકીકતમાં રાજ્યનાં ઘણાં છેવાડાનાં ગામો એવાં છે જ્યાં હજુ સુધી નર્મદાનાં નીર પહોંચ્યા જ નથી. જેના કારણે એ વિસ્તારોનાં સ્થાનિક લોકો સહિત ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરા...
કરેડા ગામમાં આવેલા તળાવને નીજી સ્વાર્થ માટે ખાલી કરાવવાનું કારસ્તાન
રાજ્યસરકાર સુજલામ સુફલામ યોજના હેઠળ વિવિધ વિસ્તારોમાં પાણીના સ્ત્રોત્રમાં વધારો કરી રહી છે. જયારે સાંઠગાંઠ ધરાવતા લોકો પોતાના અંગત સ્વાર્થ માટે પાણીના સ્ત્રોત્રને ખાલી કરી તેમાંથી રોકડી કરવાની પેરવી કરી રહ્યા છે. ત્યારે આજે કરેડા સહીત ગામોના તળને ફાયદો કરતા કરેડાના તળાવને યેનકેન પ્રકારે ખાલી કરવાનાં કારસ્તાનથી નારાજ ગ્રામજનોએ ઘોઘા તાલુકા હિતરક્ષક સ...
બોટાદના રાણપુર વિસ્તારમાં નર્મદા મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનામાં એટલો બધો ભ્રષ્ટાચાર ફેલાયો છે કે રોજે રોજ નર્મદાની કેનાલમાં ગાબડાં પડવાનાં કિસ્સાઓ સામે આવે છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર જે તે કોન્ટ્રાક્ટર કે એજન્સીઓ સામે પગલાં લેવાનું કષ્ટ પણ ન લેતી હોવાનું ફલિત થઈ રહ્યું છે. થોડાં દિવસો પહેલાં સુરેન્દ્રનગર નજીક બળોલ અને દેવપરા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્ય...
બનાસ ડેરીની કથા
* નિષ્ઠા હોય ત્યારે ‘શક્યતાનું શિલ્પ’ કંડારી શકાય છે. રણને લીલાછમ કરી શકાય છે, સપનાં વાસ્તવમાં તબદીલ થઈ શકે છે. માયૂસ ચહેરા પર સ્મિત પ્રસરી શકે છે. એક રીતે બનાસડેરી વહેતી શ્વેતગંગા છે, જેનાથી સૂકાંપ્રદેશના લોકોનું જીવન ધન્ય થયું. પહાડીપ્રદેશના રહેવાસીઓ માટે જીવનનિર્વાહના વિકલ્પ ઊભો થયો અને લીલાછમ વિસ્તારના લોકોની જિંદગી શ્રેષ્ઠત્તમ બની. શ્વેતગંગા સ...
મોરબીમાં આંદોલનનાં બીજા દિવસે સરકારને સદ્બુદ્ધિ મળે તે માટે ખેડૂતો કર્...
એક બાજુ રાજ્ય સરકાર ખેડૂતોનાં દેવાં માફી મામલે કોઈ વિચારણા કરતી નથી અને બીજી બાજુ ધારાસભ્યોનાં તેમ જ મંત્રીઓનાં પગાર ભથ્થાંમાં ધરખમ વધારો કરીને ખેડૂતોનું અપમાન કરતી હોય એવી સ્થિતિ ઊભી થઈ છે. મોરબી પંથકનાં ખેડૂતો છેલ્લાં કેટલાંય સમયથી પાણી માટે વલખાં મારી રહ્યાં છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મત મેળવવાની લ્હાયમાં રાજ્ય સરકારે સૌની યોજનાનાં ...
મોરબીનાં ખેડૂતોએ ડેમનાં પટમાં ક્રિકેટ રમીને નોંધાવ્યો વિરોધ
મંત્રીઓ અને ધારાસભ્યોનો પગાર વધારો કરીને તેમને બખ્ખાં કરાવી દેનાર રાજ્ય સરકાર ખેડૂતોને પાણી આપવામાં તેમ જ તેમનાં દેવાં માફી આપવામાં ઉણી ઉતરી છે. ત્યારે મોરબીમાં ખેડૂતો દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. મોરબીનાં ખેડૂતો છેલ્લાં કેટલાંય સમયથી પોતાનાં ઊભા મોલને બચાવવા માટે પૂરતાં પ્રમાણમાં પાણી આપવાની માંગણી કરી રહ્યાં ...
ગઢડાના ગોડાઉનમાં આગ લાગતાં લાખોની કિંમતનો કપાસ બળીને ખાખ
રાજ્યનો ખેડૂત છેલ્લાં કેટલાંક સમયથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. એક બાજુ અપૂરતાં વરસાદનાં કારણે તે દેવાનાં ડૂંગરતળે દબાઈ રહ્યો છે તો બીજી બાજુ પોતાની ઉપજ જે ગોડાઉનમાં રાખી હોય છે તેમાં અચાનક આગ લાગતાં જગતનો તાત વધુને વધુ મશ્કેલીમાં મૂકાઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા શહેરના બોટાદ રોડ પર આવેલ બીડમાં કપાસનાં ગોડાઉનમાં લાગેલી ભીષણ આગના ...
ગઢડાનાં ગુંદાળા ગામે પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યમાં અપૂરતાં વરસાદને લઈને જગતનાં તાતનાં માથે મોટી ઘાત બેઠેલી છે. અને તેનાં કારણે તેમનાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો કેટલાંક ઠેકાણે પાક નિષ્ફળ થવાની શરૂઆત પણ થઈ છે. ત્યારે દેવું કરીને સારો પાક મળે એવી આશા સાથે વાવણી કરે છે પરંતુ વરસાદ અને પાણીની અછતનાં કારણે પાક નિષ્ફળ જાય છે તેનાં કારણે દેવાનાં ડૂંગર તળે દબાયેલો ખેડૂત આત...
ધાતરવડી ડેમ 2ની મંજૂર નહેર શરૂં કરવા આંદોલન
રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું નબળું જતાં રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં અછતની સ્થિતિ સર્જાઈ છે. સાથોસાથ પાણીની કારમી તંગીની પણ શરૂઆત થઈ છે. પાણીની તંગીથી તંગ આવેલાં ધરતીપુત્રો અવારનવાર તંત્ર પાસે સિંચાઈ માટે પાણી આપવાની માંગણી કરી રહ્યાં છે, પરંતુ રાજ્ય સરકાર કે વહીવટી તંત્રનાં પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે જગતનાં તાતને હવે પાણીનો પોકાર કરવા માટે ...
ધોળીધજા ડેમમાં જળ સમાધી લેવા જતાં ધારાસભ્યોની અટકાયત
રાજ્યનાં ખેડૂતોને પડી રહેલી પાણીની સમસ્યા તેમ જ દેવાંમાફીને લઈને સુરેન્દ્રનગર જિલ્લાનાં કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યોએ ધોળીધજા ડેમમાં જળસમાધિ લેવાની જાહેરાત કરી હતી. જેનાં ભાગરૂપે આજે સવારે જ્યારે આ ત્રણ ધારાસભ્યોની આગેવાનીમાં ખેડૂતો ધોળીધજા ડેમ પહોંચ્યા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. જેનાં કારણે ખેડૂતોનાં મામલે રાજનીતિ ગરમાઈ છે.
સુરેન્દ્રનગર જ...
અછત બાબતે સરકારે આપેલા આંકડા ખોટા
રાજ્યનાં ખેડૂતોને પડી રહેલી પારાવાર હાલાંકીનો ઉકેલ લાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે. ખેડૂતોનાં દેવાંમાફી, સિંચાઈનું પાણી, તેમ જ પાકવીમાની રકમ મામલે રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણયો લેવામાં ન આવ્યાં હોવાનાં આરોપ સાથે ગઢડાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રવિણ મારૂએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને પોતાની હૈયાવરાળ ઠાલવી છે.
પોતાનાં પત્રમાં ધારાસભ્...

English