મગફળી કૌભાંડ નાફેડ પર ફોડવા ભાજપ સરકારનો દાવ
......
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે નાફેડના ચેરમેન વાઘજી બોડાએ મગફળી મૂદે ટંકારામાં કોંગ્રેસના સંમેલનમાં મંચ પરથી નિવેદનો કર્યા છે તેને આઘાતજનક ગણાવ્યા છે.
તેમણે વાઘજી બોડાના નિવેદનોના સંદર્ભમાં કહ્યું કે, કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારે ગુજરાતના ખેડૂતોના વ્યાપક હિતમાં મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કરીને તેની જવાબદારી નાફેડને સ...
મગફળી કૌભાંડમાં ધાનાણી દિલ્હીમાં ઉપવાસ આંદોલન ચાલુ રાખશે
ચાર હજાર કરોડના મગફળી કૌભાંડ ઉપર પડદો પાડવાના પ્રયાસ સામે કોંગ્રેસ સત્ય બહાર લાવવા વાઈરલ ઓડીયોમાં જે અધિકારી, સંસદસભ્ય, મંત્રી, ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરાયો છે તેમનો પણ ન્યાયિક તપાસમાં સમાવેશ કરવા માંગણીી કરવામાં આવી છે. વિરોધપક્ષના નેતાએ પાંચમા દિવસનો ઉપવાસ પોતાના કાર્યાલયમાં કર્યો - કાલે દિલ્હીમાં પણ ઉપવાસ ચાલુ રાખશે.
વિરોધપક્ષના નેતા પરેશ ધાન...
વરસાદ ખેંચાતા રૂ.250 કરોડનું કૃષિ વીજ બિલ વધશે
વરસાદ ખેંચાતા ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે પ્રતિદિન આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. અદાણી, એસ્સાર જેવી ખાનગી વીજ કંપનીઓ અને કેન્દ્રીય પાવરગ્રીડમાંથી વીજળી ખરીદ કરાશે.
ખેતરના ઊભા પાકને પાણી આપવાની જરૂરીયાત ઊભી થતાં ૭૩૦૮ કૃષિ ફીડરોના ૧૫ લાખ જેટલા ખેડૂતોને તાત્કાલિક ધોરણે લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના ૨૮૬૩ ફીડ...
વરસાદ ન પડતાં પાણીની ગંભીર કટોકટી, ખેડૂતોનો પાક નિષ્ફળ
રાજ્યમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ૪ મહત્વપૂર્ણ નિર્ણયો
જળાશયોમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોઇ પીવાનું પાણી કોઇ સમસ્યા વિના નિયમીત અપાશે. સિંચાઈ માટે પાણી નહીં અપાય.
કચ્છનો ટપ્પર ડેમ નર્મદાના પ૦૦ MCFT જળથી ભરી દેવાશે.
ખેડૂતોને ૮ ને બદલે ૧૦ કલાક વીજળી અપાશે.
૧રપ મી.મી.થી ઓછા ...
મગફળી કૌભાંડમાં કોંગ્રેસના આક્ષેપો ખોટા, પણ ભાજપે 20 પ્રશ્નોના જવાબ ટા...
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી હતી કે મગફળીની ખરીદીની સમગ્ર ઘટનામાં કોઇપણ પાર્ટીના કે કોઇ પણ ચમરબંધી હશે તો પણ તેને છોડવામાં નહી આવે. કૃષિમંત્રી ફળદુએ પણ તંત્રને કડકમાં કડક પગલા લેવા સૂચના આપી છે. જે લોકોએ ગેરરીતી કરી છે તે જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે તેની સામે કડક એકશન લઇ રહી છે. પોલીસ તંત્ર દ્વારા ૨૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ આ...
મગફળી કૌભાંડમાં પરેશ ધાનાણી તેમની કચેરીમાં ઉપવાસ પર ઉતર્યા
ભાજપની રૂપાણી સરકારના સૌથી મોટા મગફળી કૌભાંડમાં વિજય રૂપાણી અને અમિત શાહ માટે વિરોધ પક્ષ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. મગફળી ખરીદ કાંડની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાનીએ વિધાનસભામાં આવેલાં તેમના કાર્યાલય ખાતે આજે ઉપવાસ કર્યા હતા. જે રીતે દિલ્હીની મુખ્ય પ્રધાન કેજરીવાલે ઉપરાજ્યપાલ સામે તેમના કાર્યાલયમાં ઉપવાસ કરીને સમગ્ર ...
વરસાદ ઓછો થતાં પાણી કાપ આવશે
ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે, સરેરાશ ૩૩ ઈંચની સામે અત્યાર સુધીમાં માંડ ૧૮ ઈંચ એટલે કે, ૫૫ ટકા વરસાદ પડ્યો છે. ગત વર્ષની સરખામણીમાં ૨૭ ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. રાજ્યના કુલ ૨૦૩ ડેમોમાં હાલ ૩૨ (૬૮ ટકા ખાલી છે) ટકા પાણી જ ભરાયું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ૩૭૪૬ મીલિયન ક્યુબીક મીટર (એમસીએમ) પાણી તો છે પરંતુ તેમાં પાણીનો જીવંત જથ્થો તો માત્ર ૪૬ એમ...
વઢવાણમાં નર્મદાના પાણી ન છોડાતા વિરોધ
વઢવાણ તાલુકાના વાઘેલા, માળોદ, ખોલડીયાદ, ટીંબા, કારીયાણી, ટુંવા, ગુંદીયાળા, ખેરાળી ગામોને બાટોદ તરફ જતી વડોદ કેનાલમાંથી પાણી મળે છે. ધોળીધજા ડેમ ભરવાના નાટકો કરી તેનું પાણ સૌરાષ્ટ્ર સુધી પહોંચાડાય છે. આથી વડોદ કેનાલમાં પહોંચાડવામાં ન આવતા ૧૦ ગામની આશરે ૫૦ હજાર વીઘા જમીન તરસી રહેતા ખેડૂતો ખફા થયા છે. નર્મદાના પાણીની રાહ સૌરાષ્ટ્રને પાણી પૂરું પ...
કોંગ્રેસ સામે ખેડૂતોનો વિરોધ
બેમાસ જેટલો સમય વીતી ગયા છતા વરસાદ નહી પડતા ખેડૂતો ઓ અને પશુપાલકોની હાલત કફોડી બની છે ત્યારે હળવદ કોગ્રેસ દ્રારા વિવિધ પ્રશ્નોનો મામલે હળવદ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં રાહતદરે ઘાસચારા આપવા માટે મામલતદારને આવેદનપત્ર આપતા માલધારી સમાજના લોકો ધસી આવી ને કોંગ્રેસના આવેદનપત્રનો વિરોધ કરી ને કોગ્રેસ હાય હાયના નારા લગાવીને રોષ વ્યક્ત કર્યો હતો...
સૂર્યશક્તિ કિસાન યોજના શરૂ
જેતલપુર એ.પી.એમ.સી ખાતે ખેડૂતોને ખેતરમાંજ વિજળી ઉત્પાદન કરી સિંચાઈ માટે ઉપયોગ માં આવે તેવી સૂર્ય શકિત કિસાન યોજના – SKYની જાણકારી ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે ઉપસ્થિત ખેડૂત મિત્રોને આપી હતી. આજે જેતલપુર ખાતે આવેલી એ.પી.એમ.સી માં અમદાવાદ અને ગાંધીનગર જીલ્લાના ખેડુતમિત્રો સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે ખેડ...
જંતુ ભગાવો દવા અને જંતુ લાવો ખાતર તરફ વધતું વલણ
ખેડૂતોને હવે મોંઘી ખેતી પરવડતી નથી. તેથી તેઓ કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે. ખર્ચ ઘટાડવા માટે આ શ્રેષ્ઠ માર્ગ છે. જંતુનાશક દવા તથા રાસાયમીક ખાતરના વધતા ભાવો પરવડતા ન હોવાથી વનસ્પતીઓમાંથી જંતુ ભગાવો દવા અને પશુના છાણમાંથી ખાતર બનાવનારાઓની સંખ્યા વધી રહી છે. ખાતર અને જંતુ ભગાવો દવા માટે ગૌમૂત્રનો વધું ઉપયોગ થઈ રહ્યો છે. સર્વ રોગોની દવા ખેતરના શેઢ...
મગફળી કાંડની આગે ભાજપમાં આગ લગાડી,ઓડિયો વાયરલ
વિઠ્ઠલ રાદડીયા, આર.સી.ફળદુ અને ગાંધીનગરના નેતાઓ સાથે ઠંડુ પાડવા વાત કરી
કરોડો રૂપિયાની મગફળીકાંડમાં વાડ ચીભડાં ગળે એમ ભાજપના જ અનેકાનેક આગેવાનોએ પ્રજાના રૂપિયાનો વેડફાટ કર્યો હોવાનું હવે ધીમેધીમે ‘ઓન પેપર’ પણ આવવા માંડ્યું છે ત્યારે ગુજકોટ સૌરાષ્ટ્ર ઝોનના મેનેજરની એક ઓડિયો ક્લિપ આજે ચર્ચામાં આવી છે. હાલ મગફળી કૌભાંડમાં પકડાયેલા આ આરોપી મગન ઝાલાવડિ...
ઉકાઈમાં શેરડીનું વાવેતર મોડું કરો
ઉકાઈ કેચમેંટ એરિયામાં મેઘરાજાએ રિસામણા કરતાં ડેમમાં પાણીની આવક ઓછી થઈ છે. જેને લઈ ડેમમાં હાલમાં પાણીની સપાટી માત્ર 300 ફૂટ જેટલી જ છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદના એંધાણ જણાતા નથી. જેને લઈ ઉકાઈ કાકરાપાર કમાન્ડ એરિયાના પ્રમુખ દ્વારા વિવિધ સુગર ફેક્ટરીઓને જાણ કરી છે કે પાણીની સપાટી ધ્યાનમાં રાખી 15 સપ્ટેમ્બર પછી શેરડીની રોપણી કરવા અ...
ખેડૂતો હોસ્પિટલ માટે ભૂખ હડતાલ કરશે
ખેડા કેમ્પ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને જિલ્લા કલેક્ટરે જમીનની ફાળવણી કરી હોવા છતાં આ જમીન પર અમૂલ ડેરીના સહકારથી પશુઓ માટેના કુત્રિમ વીર્યદાન કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું હતું. જે કામ છેલ્લા દસ મહિનાથી પાલિકા દ્વારા બંધ કરાવી દેવાતા ભારે વિવાદ સર્જાયો છે. કાયદેસરનું કામ હોવા છતાં પણ તેને રાજકિય દબાણ હેઠળ મંજૂરી આપવામાં આવતી નથી. તેવા આક્ષેપ સાથે સ્થ...

English