ખોરાક ઝેરી બની જતાં 70 પશુઓના પાંજરાપોળમાં મોત
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલ પાંજરાપોળમાં ફૂડ પોઈઝનીંગની અસર થતા ૭૦ જેટલા પાડાઓના કરૃણ મોત થયા હતા. બપોરના સુમારે નિત્યક્રમ મુજબ લીલું ઘાસ આરોગ્યા પછી એકાએક ઝેરની અસર થતાં પાંજરાપોળ કંપાઉન્ડમાં મુંગા પશુઓ એકપછી એક ટપોટપ મરવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં પશુ ચિકિત્સકોની ૯ ટીમો દોડી આવી હતી અને અસરગ્રસ્ત અન્ય પશુઓની ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી...
ભૃગુ ઋષિ નર્મદા લાવ્યા, ભાજપે ભરુચની નર્મદા વિલુપ્ત કરાવી
પુરાણોમાં ભૃગુઋષિ ભરૂચ તરફ નર્મદા નદીને લાવ્યા હોવાની માન્યતા છે. પણ ભાજપે ભરૂચની નર્મદા નદીને સુકવી નાંખીને વિલુપ્ત કરાવી દીધી છે. નર્મદા બચાનો ભરૂચ બચાવોનું, હવે ફરી એક વખત આંદોલન શરૂ થવાનું છે. ચોમાસા બાદ પુનઃ નર્મદા નદી માં પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. નર્મદા નદીને પુનઃ ભરૂચ શહેરના કિનારે લાવવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ દ્વારા...
દરેક ખેડૂતને માંડ રૂ.7463 ચૂકવાયા, તેનાથી તો વધું વીમા પ્રિમિયમ ખેડૂતો...
બાકી રહી જતા ખેડૂતોએ આ પેકેજનો મહત્તમ લાભ લેવા ઓનલાઇન અરજી કરવાની રહેશે
અત્યાર સુધીમાં ૮.૨૮ લાખ ખેડૂતોને રૂા.૬૧૭.૯૨ કરોડ ની રકમ તેમના ખાતામાં સીધી જમા કરાવી દેવાઇ ગુજરાતમાં આ વર્ષે લાંબા સમય સુધી છેલ્લા દાયકાઓમાં ન થયેલ હોય તેવો વરસાદ થયો છે. સહાય પેકેજ જાહેર કર્યુ હતુ. આ પેકેજનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા તા.૩૧ ડીસેમ્બર ૨૦૧૯ નિયત કરાઇ હતી ...
અનેક બિમારીઓ ભગાડતા કાળા ચોખાની ગુજરાતમાં ખેતી શરૂં
ગાંધીનગર, 01 જાન્યુઆરી 2020 allgujaratnews.in સફેદ, પીળાશ પડતા, છીંકણી અને હવે કાળા ચોખાની ખેતી ગુજરાતમાં થવાની શક્યતા ઊભી થઈ છે. ત્રીપુરા અને મીઝોરમમાં થતાં કાળા ચોખા હવે ખેડાના સાંખેજ ગામના મેકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલાં ખેડૂત શિવમ પટેલે કાળા ચોખાની 3 વીઘા જમીનમાં બ્લેક રાઈસની ખેતી કરીને 150 મણ જેટલું ઉત્પાદન મેળવ્યું છે. નવાગામ ચ...
ભાજપના મંત્રી શંકર ચૌધરીનું ગૌચર જમીન કૌભાંડની તપાસ ન થઈ
જગન્નાથ ગૌચર જમીન કૌભાંડ 6 દિલીપ પટેલ ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી છે. પી.આઈ.એલ.માં ગૌચર અને શરત ભંગના દસ્તાવેજ રજૂ કરાયા હતાં. (જે અગાઉ khabarchhe.com દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતાં.). રૂપાણી સરકારે આજ...
આનંદીબેન અને રૂપાણી સરકારમાં ગૌચર 1400 કરોડની જમીન પર દબાણ
ગૌચર જમીન કૌભાંડ 5 દિલીપ પટેલ અમદાવાદના આસ્થાના કેન્દ્ર ભગવાન કૃષ્ણના જગન્નાથ મંદિરની ગૌચરની જમીન ગોટાળા બહાર આવ્યા બાદ આખા ગુજરાતમાં કૃષ્ણની પ્રિય એવા ગાયો માટે ચરવાની જમીન પર ભાજપની નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારો વેળાએ તેવા કૌભાંડો થયા છે તેની વિગતો સરકારી કફતર અને પુરાવાઓ દ્વારા સાંપડી છે. 29 માર્ચ 2018માં તાજેતરમ...
રવિ ઋતુમાં બદલાઈ રહેલાં પ્રવાહો ખેડૂતો માટે ખરાબ
ગુજરાતમાં અનેક કૃષિ પાકના રવિ વાવેતરમાં વિક્રમ તૂટી રહ્યાં છે. ઘઉં, મકાઈ, ચણા, કઠોળ, જીરું, ધાણા આ પાંચ પાકમાં સારું વાવેતર છે. તેની સામે ઈસબગુલ, સવા, લસણ, શેરડી, તેવીબીયાના વાવેતરમાં સારો એવો ઘટાડો થયો છે. ખેડૂતોનો આવો ટ્રેન ગુજરાતના કૃષિ અર્થતંત્ર માટે યોગ્ય વલણ ધરાવતો નથી. કારણ કે પાકના ઉત્પાદનમાં સ્થિરતા હોવી જરૂરી છે. ખેડૂતો શેરડી જેવા મહત્...
ભગવાનની જમીનની સત્તા ટ્રસ્ટના સહાયક ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને આપી દેવામાં ...
જગન્નાથ જમીન ગોટાળો - 4 દિલીપ પટેલ લાગણીશીલ લોકોનો ગેરફાયદો ઉઠાવાયો અમદાવાદના લોકો કોઈ પર પણ વિશ્વાસ મૂકી દે એવા ભોળા છે. તેઓ મંદિરના બનાવટી લોકો પર પણ એટલો જ આંધળો વિશ્વાસ ધરાવે છે. સાધુઓ પર જ નહીં પણ હાથી પર પણ એટલો જ વિશ્વાસ ધરાવે છે. મંદિરના પ્રિય હાથી સરજુ પ્રસાદની સમાધિ આસ્થાનું કેન્દ્ર બની શકે છે.
એક હાથી સરજુ પ્રસાદ હતો. સરજુ ...
ઉદ્યોગ પતિઓ સાથે રૂપાણીએ બેઠક કરી, ખેડૂતો સાથે ક્યારેય કેમ ન કરી ?
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની આગામી ઊદ્યોગ નીતિના ઘડતરમાં વેપાર-ઊદ્યોગ મંડળો-ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સૂઝાવો તથા અન્ય રાજ્યોની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના સર્વગ્રાહી પાસાંઓનો અભ્યાસ ધ્યાને લેવાની નેમ દર્શાવી છે. ગુજરાત વેપાર, ઊદ્યોગ તથા ઔદ્યોગિક ઉત્પાદનોના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપી લીડ લેવા તત્પર છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધી...
ધાબા પર ખેતી કરી મહિને રૂ.4 હજારના શાક-ભાજી ઉગાડો
પેરિસ એ વિશ્વના સુંદર શહેરોમાંનું એક છે. તે પણ આજે કૃષિના નવા ઉપયોગમાં મોખરે છે. પેરિસના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ચૌદ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી છ માળની ઇમારતની છતની ટોચ પર શહેરી ખેતી બનાવવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે આ શહેરી ખેતી વિશ્વમાં તેના પ્રકારનાં સૌથી મોટા ખેતરમાં હશે. ત્રીસ પ્રશિક્ષિત માળીઓ તેની સંભાળ રાખે છે અને અહીં ત્રીસ પ્રકારના છો...
હવે ગુજરાતમાં સ્ટ્રોબેરી થવા લાગી, થશે સસ્તી
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધર (ઉત્તર) ગામનાં ખેડૂત પર્વતભાઇ સાયબાભાઇ ડામોર અને તેમના પત્ની શાંતાબેન ડામોરે પ્રથમ વખત સ્ટ્રોબેરીની ખેતી કરી છે. 12 વર્ષથી ખેતરમાં રસાયણિક પેદાશો બનાવ્યા નથી. કુદરતી રીતે પ્રાકૃતિક ખેતી કરે છે. બાગાયત વિભાગની મદદથી તેઓ મહારાષ્ટ્રના મહાબળેશ્વર ખાતે તેમણે ખેતી જાણી હતી. મહાબળેશ્વરમાં વર્ષભર ઉષ્ણતામાન ખુશનુમા રહે...
કૃષ્ણનું જગન્નાથ મંદિર ગોટાળાની આગમાં, ભગવાનના નામે ભ્રષ્ટાચારી કોણ ?
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક એવાં જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટની રૂ.800 કરોડની કિંમતની જમીનનો વિવાદ સામે આવ્યો છે. મહેન્દ્ર ઝા આ યોજના પાછળનું ભેજું હોવાનો આરોપ મૂકવામાં આવે છે. આ શોદામાં કેટલાંક ટ્રસ્ટીઓને રૂ.70 કરોડ મળેલા છે જે બિહારની એક જમીન ખરીદવામાં વપરાયા છે. અમદાવાદમાં 1878 થી દરેક અષાઢ-સુદ-બીજ પર ભગવાન જગ...
તસવીર પુરાવો – બનાસકાંઠામાં 17 તાલુકાનાં 124 ગામમાં તીડે ભયંકર ખ...
બનાસકાંઠા માં 17 તાલુકાનાં 124 ગામ પ્રભાવિત, તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ રવાના થાય તેવી શક્યતા છે. 25 ટકા તીડનો નાશ કર્યા બાદ દવા છંટકાવની કામગીરી વધુ ઝડપી બનાવવા 116 ટીમો ઉતારવામાં આવી છે. બીજીતરફ તીડ કઇ દિશામાં જઇ રહ્યા છે તેનો સર્વે કરવા માટે પણ 33 ટીમો કામે લગાડવામાં આવી છે.કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કહ્યું કે ખેતરમા...
તુવેરની નીચા ભાવે ખરીદી આદિવાસી વિસ્તારમાં કરવી પડશે
ખેતરમાં તૈયાર થયેલો તુવેરનો પાક બજારમાં આવવા લાગ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ઓછા ભાવે તુવેરની ખરીદી 1 જાન્યુઆરી 31 માર્ચ 2020 સુધી શરૂ કરશે. ખેડૂતો દ્વારા ઓન-લાઇન નોંધણી કરાવવી ફરજિયાત 15 જાન્યુઆરી 2020 સુધીમાં કરવા તારીખ લંબાવી છે. ખેડૂતોએ આધાર કાર્ડ, 8-અ અને 7-12નો ઊતારો કે જેમાં વાવેતરની નોંધ હોય અને જો નોંધ ન હોય તો તલાટીનો દાખલ...
કૃષિમાં ગુજરાત 10મું અને ભાજપ ભ્રષ્ટાચારમાં નંબર 1
• ભાજપ સરકારની વિકાસની વાતનો પરપોટો ગુડ ગર્વનન્સના અહેવાલમાં ફૂટી ગયો.
• શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાય પાછળના નાણાં અન્ય હેતુ માટે ખર્ચવાના કારણે આ સ્થિતીનું નિર્માણ થયું છે. કૃષિ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રમાં ગુજરાત ૧૧માં સ્થાને છે : દેશના ટોપ ૧૦ માં સ્થાન નહી.
• ભાજપ સરકારની જાહેરાત - સુત્રોમાં જ ગતિશીલ, પ્રગતિશીલ અને વાયબ્રન્ટ. ‘ગુડ ગર...

English