મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની આગામી ઊદ્યોગ નીતિના ઘડતરમાં વેપાર-ઊદ્યોગ મંડળો-ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સૂઝાવો તથા અન્ય રાજ્યોની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના સર્વગ્રાહી પાસાંઓનો અભ્યાસ ધ્યાને લેવાની નેમ દર્શાવી છે. ગુજરાત વેપાર, ઊદ્યોગ તથા ઔદ્યોગિક ઉત્પાદનોના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપી લીડ લેવા તત્પર છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ-પ્રતિનિધિઓની ઉચ્ચ સ્તરીય બેઠક તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆતો અંગે બેઠક યોજવામાં આવી હતી.
ત્યારે મુખ્ય પ્રધાન રૂપાણીએ ખેડૂતો સાથે બેઠક ક્યારેય કરી નથી. તેમના સાંભળવાની તસ્દી લીધી નથી. દુષ્કાળ, વાવઝોડા, તીડ, નર્મદા નહેર ફાટવાની ઘટના, પુરથી તબાહી, ઓછું કૃષિ ઉક્પાદન, નર્મદાની નહેરો ન બનવવી, રાસાયણીક ખાતર, વીજળી ન મળવી, ખેડૂતોની આત્મહત્યા જેવી બાબતોમાં રૂપાણીએ ખેડૂતો સાથે ક્યારેય બેઠક કરી નથી. પણ ભાજપને ચૂંટણી ફંડ આપતાં વેપારીઓ અને કરડપતિઓ સાથે વારંવાર બેઠકો કરે છે. પણ રૂપાણીને મળવા માટે ખેડૂતો જાય છે તો પણ મળતાં નથી.
આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, નાણાંના અધિક મુખ્ય સચિવ, જી.પી.સી.વી.ના અધ્યક્ષ અને સભ્ય સચિવ એ. સી. એસ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ, ઊર્જા અગ્ર સચિવ સુનયના તોમર, ઊદ્યોગ કમિશનર રાહૂલ ગુપ્તા, GIDCના મેનેજિંગ ડિરેકટર થેન્નારસન, MSM કમિશનર રંજીતકુમાર અને ચેમ્બર્સના પદાધિકારીઓ જોડાયા હતા.
પ્રતિનિધિમંડળે ગુજરાત સરકાર દ્વારા વેપાર-ઊદ્યોગને મળી રહેલા પ્રોત્સાહનો તેમજ સરળ નીતિઓને કારણે ઊદ્યોગ-વેપાર સંચાલનમાં સુગમતા માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીને પ્રતિનિધિમંડળે એવી પણ ખાતરી આપી કે ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવાના ધ્યેયમાં ગુજરાત લીડ લઇ શકે તે હેતુસર રાજ્યના વેપાર-ઊદ્યોગ મંડળો સરકાર સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે અને પૂર્ણ સહયોગ કરશે.
વેપાર ઊદ્યોગ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માટે મહત્વપૂર્ણ નિર્ણય ચેમ્બર્સની રજૂઆતોનો સંવેદનશીલ પ્રતિસાદ આપતાં લીધા છે તેને આવકારીને આભારની લાગણી વ્યકત કરી હતી.
વિજયભાઇ રૂપાણીએ પણ વેપાર-ઊદ્યોગ મંડળોની GIDCની જમીન, MSME અંતર્ગત સહાય, GST સહિતની રજૂઆત અંગે સત્વરે યોગ્ય કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.

English



You must be logged in to post a comment.