Tuesday, August 4, 2026

તુલસીથી તીડ દૂર ભાગી ગયા, કીડા મારી તરીકે તુલસી, લીમડો અને સીતાફળ શ્રે...

અમદાવાદ : થરાદથી 34 કિલોમીટર દૂર આવેલા નારોલીમાં તુલસીનું ઝાડ છે. આખો થરાદ તાલુકો તીડના આક્રમણથી બચ્યો નથી. કૃષિ પાક પર વિનાશ વેર્યો છે. તુલસી આસપાસ ઊભા પાકનો સોથ વાળી દીધો છે. ત્યારે આશ્ચર્ય વચ્ચે તુલસી બચી ગયા છે.  તેના પર તીડ બેઠા નથી કે એક પાન ખાધુ નથી. થરાદના નારોલી, રડકા, આંતરોલ સહિતના 10 ગામોમાં તીડોએ આતંક મચાવી ખેડૂતોના પાકનો સફાયો બોલાવ...

સફેદ મોર કાલોલમાં મળી આવ્યા, અમદાવાદમાં પણ સફેદ રંગના મોર

ગીરનું સફેદ હરણ અમદાવાદ, 27 ડિસેમ્બર 2019 વેરાવળ રેન્જ મા ફરજ બજાવતાં ફોરેસ્ટ ગાર્ડ હિતેષસિંહ એમ. મેરના મિત્ર મિત્ર બળદેવસિંહ રાઉલજીએ જાણ કરેલી  અજય સૌહાણે વન્યપક્ષી-સફેદ મોર પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના ખરસલીયા ગામની સીમમાં જોયા છે. સફેદ બે મોર રેલવે લાઇન નજીકની 3 કિમી ધેરાવ વિસ્તારમાં જોવા મળેલા હતા. જેની ફોટોગ્રાફી તથા વિડિયો ર...

મોંઘા પિસ્તાની ખેતીમાં મબલખ આવક, કરો પહેલ

ગાંધીનગર : દેશમાં પ્રથમ વખથ રાજસ્થાનમાં પિસ્તાની ખેતી કરવા માટે 2017માં પ્રયાસો થયા બાદ ગુજરાતમાં પણ પિસ્તાની ખેતી કરવાની તક ઊભી થઈ રહી છે. રાજસ્થાનના કૃષિ મંત્રીએ કહ્યું કે ઈરાનથી પિસ્તા પ્લાન્ટ લાવવાની તૈયારી વચ્ચે તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને પણ વિનંતી કરી છે. મંત્રાલય સંબંધિત દેશમાંથી પ્લાન્ટ વિશે વિગતવાર માહિતી લેવાના છે. પિસ્તાનું ઉત...

પશુઓ ટપોટપ મરી રહ્યાં છે, ડેરીના ખાણદાણના કારણે

પશુદાણની ગુણવત્તામાં સુધારા કરવામાં આવ્યા છે. પશુદાણની ગુણવત્તા વિશે આપણા દેશમાં કોઈ કાયદાકીય નિયંત્રણથી- નિયંત્રણ નથી. તેથી ભેળસેળ વધી છે. ગુજરાતમાં 2.71 કરોડ ગાય છે. 1 કરોડ ભેંસ છે. આમ દુધાળા પશુ 4 કરોડની આસપાસ છે. ગ્રોથ રેટ 5 ટકા છે. રોજનો 5 કરોડ કિલો ખાણદાણની ખપત છે. પશુને ખુલ્લામાં ખાણ આપવાથી 20 ટકાનો વ્યય થાય છે. પશુપાલકોનો આરોપ છે કે હલકી ગુ...

10 કિલો મીટરમાં તિડે વિનાશ વેર્યો, ભાજપ કોંગ્રેસના નેતાઓ બાખડ્યા

પાકિસ્તાન અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશેલા તીડના ઝુંડે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્‌યું છે. ગુરુવારે રાજસ્થાન તરફથી તીડનું 10 કિમી વિસ્તારમાં ફેલાયેલું વધુ એક વિશાળ ઝૂંડ બનાસકાંઠામાં ઘૂસ્યું છે. ત્યારે તેનાથી હજારો હેક્ટર ખેતરમાં ઊભા પાકને નુકસાનની ભીતિ છે. ત્યારે આજે થરાદ તાલુકામાં તખુવા ગામે કોંગ્રેસના સ્થાનિ...

સફેદ સોનાના બજાર માટે બોટાદમાં રાજકારણ

બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના ઉપાધ્યક્ષ સહિત 5 ડીરેકટરોને કોગ્રેસ છોડાવી ભાજપમાં લઈ લેવામાં આવ્યા છે.  સરકારી અતિથિ ગૃહ ખાતે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા આ પક્ષાંતર કરાવાયું તેની સામે ભાજપમાં અંદરથી વિરોધ જોવા મળી રહ્યો છે. ઊર્જામંત્રી સૌરભ પટેલ અહીં ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં 906 મતથી માંડ-માંડ જીત્યા હોવાથી તેઓ પક્ષને બરબાદ કરી રહ્ય...

વિડિયો – 200 કરોડનું પ્લેન લીધું તીડ નાશ માટે હેલિકોપ્ટર ના બદલ...

રાજસ્થાનના જેસલમેરના કેટલાક ગામોમાં રણમાં રહેતાં તીડના આક્રમણ બાદ હવે વાવના રણકાંઠામાં રણ તીડનું આક્રમણ થતાં ખેડૂતોના પાક ખાઈ ગયા છે. ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણના કચ્છના રણ કાંઠા પરના 200 ગામોમાં પાક સાફ કરી ગયા છે. હવે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર જેવા રણ કાંઠાના જિલ્લાઓના ગામોમાં તીડ હુમલા કરી શકે છે. તીડ...

વિખ્યાત વઢવાણી મરચા હવે ખેડામાં થવા લાગ્યા

મરી મસાલામાં 28 ટકા હિસ્સો સૂકા મરચાનો છે. જેની કિંમત દેશમાં રૂ.2400 કરોડ થવા જાય છે. જેમાં દર વર્ષે 100 કરોડનો વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 2013-14માં રૂ.738 કરોડનું મરચું થયું હતું. જે આજે રૂ.950 કરોડની આસપાસ હોઈ શકે છે. મરચું પકવવામાં ગુજરાતનો ક્રમ 7મો આવે છે. શિયાળો આવતાંની સાથે જ મોળા અને સ્વાદ ધરાવતાં વઢવાણી મરચાની મોસમ શરૂ થઈ છે. ગુજરાતમા...

મામલતદારનું કામ મુખ્ય પ્રધાન કરે છે

ગાંધીનગર, 25 ડિસેમ્બર, 2019 રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોના પાકને થયેલ નુકશાન પેટે સહાય માટે રૂ.૩૭૯૫ કરોડની નુકશાન સહાય વિતરણનો રાજ્યવ્યાપી પ્રારંભ રપ ડિસેમ્બર 2019થી શરૂ થયું છે. દરેક ખેડૂતોને આ રકમ ચૂકવાશે તેથી રાજ્યના 55 લાખ ખેડૂતો ગણતરી કરતાં દરેકના ખાતામાં સરેરાશ રૂ.6900 જમા થશે. પણ જે ખએડૂતને રૂ.10 લાખનું નુકસાન થયું હોય ...

ગુજરાતના 40 લાખ ખેડૂતો ઉપર 60 હજાર કરોડનું દેવું

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર એ ખેડૂતને આર્થિક પાયમાલીમાં રાહત આપવા માટે બે લાખ રૂપિયા જેટલું દેવું ખેડૂતોનું માફ કર્યું તેને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ માં સરકાર બનતાની સાથે જ ખેડૂતોને દેવા માફી નો અમલ કર્ય...

તીડના ટોળા ગાંધીનગર તરફ ધસી રહ્યાં છે

ગુજરાતમાં તીડનું આક્રમણ બહુ ખતરજનક અને ચિંતાજનક હદે વધી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવથી ૧૦ દિવસ પહેલા ઘૂસેલું કરોડો તીડનું ટોળું ધીમે-ધીમે પાટણ થઈને મહેસાણાના સતલાસણા સુધી પહોંચી ગયું છે. એટલે કે, તીડનું આક્રમણ ૧૫૦ કિમી સુધી આવી ગયું છે. હજુ તીડના આક્રમણ પર અંકુશ મૂકવામાં નહીં આવે તો માત્ર ૧૦૦ કિમી દૂર ગાંધીનગર સુધી તીડનું ટોળું પહોંચી શક...

પ્રદુષિત પાણીથી સાબરમતી નદી કાં

અમદાવાદના - નરોડા, ઓઢવ, વટવા, નારોલની ઔદ્યોગિક વસાહતોમાં સ્થાપિત કેમિકલ ઉદ્યોગોનું અનેક પ્રકારના કેમિકલયુક્ત પ્રવાહી સાબરમતી નદીમાં ઠાલવવામાં આવે છે. તદુપરાંત સમગ્ર શહેરની ગટરોનું પાણી નદીમા છોડવામાં આવે છે. આ સ્થળ પર હવા એટલી દુર્ગંધ મારે છે કે આપ ત્યાં 5-10 મિનિટ રોકાવાનું પસંદ નહિ કરો. વિચારો કે ગ્યાસપુરથી ખંભાતના અખાત સુધીમાં રહેતા લાખો નાગરિકો...

અફિણનો ભાવ એક કિલોના રૂ.50 હજાર થઈ ગયો

ગુજરાતમાં પોલીસે નશીલા પદાર્થોને પકડવાનું ચાલુ કરતાં તેના ભાવ ડ્રગ ડિલરોએ વધારી દીધા છે. પહેલાં રૂ.40 હજારનું કિલો મળતું અફિણ હવે રૂ.50 હજારના કિલોના થઈ ગયા છે. બનાસકાંઠામાં પકડાયેલા અફીણનો ભાવ 100 ગામનો રૂ.5000 જાણવા મળ્યો છે. આમ અફિણ હવે રૂ.50,000 નો કિલો મળતું થયું છે. થરાદ તાલુકાના ભરડાસર ગામે કેશરાભાઈ દલાભાઈ પટેલના ખેતરમાં બનાવેલા રહેણાંક ઘ...

અડદની આયાત, ખેડૂતોને વધું એક માર માદી સરકાર આપશે

કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન વધુ ચાર લાખ ટન અડદ દાળની આયાત કરવાની મંજૂરી આપી છે. આ આયાત મંજૂરી દાળ મિલો અને રિફાઇનરોને આપવામાં આવી છે જેથી બજારમાં દાળની સપ્લાય વધે અને ભાવને અંકુશમાં રાખી શકાય. આ પહેલા પણ સરકારે માર્ચ 2020 સુધી દોઢ લાખ ટન અડદ દાળની આયાતની મંજૂરી આપી હતી. વિદેશ વેપાર વિભાગ (ડીજીએફટી) દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ અડ...

વધું ઉત્પાદન આપતી જાકતોનું બિયારણ કેમ ઓછું પેદા કરાય છે ?

મગફળીનું બિયારણ બનાવવા માટે સરકારી સાહસ ગુજરાત બીજ નિગમ દ્વારા ખરીફ ઋતુમાં ફાઉન્ડેશન અને સર્ટીફાઈડ બીજના ઉત્પાદન માટે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 9900 હેક્ટરમાં 47,885 થી 50 હજાર ક્વિન્ટલ મગફળીનું બિયારણ તૈયાર કરાશે. જે ખેડૂતોને આપવામાં આવશે. પણ કૃષિ વિજ્ઞાનીઓએ હમણાં શોધેલી અને ખેડૂતોને ઉગાડવા માટે ભલામણ કરી હોય એવી સૌથી વધું તેલ ધરાવત...