ખેડૂતોના 15 ગંભીર મુદ્દા છતાં ભારતીય કિસાન સંઘ ભાજપના ખોળે છે
ગાંધીનગર
ગુજરાતમાં કિસાન આંદોલન કેમ થતું નથી તેની પાછળનું મુખ્ય કારણ ભારતીય કિસાન સંઘ છે. આ સંઘના નેતાઓ સરકાર સાથે બેસી ગયા હોવાથી રાજ્યના 60 લાખ કરતાં વધુ કિસાનોના 15 જેટલા મહત્વના પ્રશ્નો યથાવત રહ્યાં છે. ગુજરાતમાં કિસાનો માટે મજબૂત નેતાની આવશ્યકતા છે. જો કોંગ્રેસ તેની કિસાન વિંગને મજબૂત નેતા આપી વિસ્તાર કરે તો ભાજપ સમર્થિત ભારતીય કિસાન સંઘના ગ...
ખાનગી વિમા કંપનીને કરોડો રૂપિયા લૂટવાના પરવાના આપતી ભાજપ સરકાર સર્વેના...
ગાંધીનગર,12
ગુજરાતના ૪૯ લાખ ખેડૂતો ઓછા વરસાદ, ત્યારબાદ વધુ વરસાદ અને છેલ્લે કમોસમી વરસાદના કારણે ભારે યાતના અને પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તીનો સતત ખેડૂતો ભોગ બની રહ્યા છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગે ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ માં ખેડૂતોને ત્રણેય સીઝનમાં પાકનો વિપુલ વળતર, ખેત પેદાશોની ગુણવત્તામાં વધારો, પાકની નુકસાન...
લણણી માટે ઉભા રૂ પાક પર વરસાદ-વાવાઝોડા છતાં ઉપજઉતારા વિક્રમ આવશે
મુંબઈ, તા. ૧૧ ઓક્ટોબર એન્ડ અને ગત સપ્તાહે ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાં પડેલો જતા-ચોમાસાનો વરસાદ, પહેલી ચૂંટાઈ માટે તૈયાર રૂ પાકને ૮થી ૧૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) નુકશાન પહોચાડશે. અમેરિકન કૃષિ મંત્રાલયનો અંદાજ છે કે જતા ચોમાસાનો વરસાદ છતાં હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદકતા ગતવર્ષની ૪૫૮ કિલોથી વધીને ૪૯૭ કિલો આવશે...
13 અને 14 નવેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની વકી
અમદાવાદ, તા. 10 સમગ્ર રાજ્યમાં એકતરફ કમોસમી વરસાદના મારની કળ હજુ ખેડૂતોને વળી નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગની આગાહી મુજબ આ બે દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ આવે એવી શક્યતાઓ છે. એકતરફ બંગાળમાં બૂલબૂલ વાવાઝોડાનું સંક...
રાજકોટના પડધરીમાં 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ હોળી...
ગાંધીનગર, તા. 10 રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા મોલને ભારે નુકસાન કર્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા તેમના મહામોલા પાકને સળગાવી દેવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના પડધરી પંથકમાં માવઠાંના કારણે 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ મગફળી અને તેના ભૂક્કાની હોળી કરી હતી. ખેડૂતો પાસે નાણાં ન હોવાના કારણે આ સ્થિત...
વઢીયાર પંથકના ગામલોકો માટે ઝિતેલા ફળ આજીવિકાનું સાધન ગણાય
સમી, તા.૧૦ પાટણ જિલ્લાના સમી આસપાસના વઢિયાર પંથકમાં પાણીમાં થતું ફળ ઝીતેલા લોકોમાં ખૂબજ જાણીતું છે. ચાલુ વર્ષે પુષ્કળ વરસાદ થતાં તાલુકાના મોટાભાગના ગામોમાં ભરાયેલા પાણીમાં આ ફળના વેલા પથરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ફળ લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યું છે. વઢીયારની જમીન કાળીતર અને કઠણ હોઇ પાણીની શોષણ ક્ષમતા ઓછા પ્રમાણમાં છે. જેને કારણે વરસાદી...
માવઠાનો માર : પલળી ગયેલી મગફળીના માત્ર રૂ.૭૦૦ થી ૮૦૦ ના ભાવ મળે છે
હિંમતનગર, તા.૦૭
પાછોતરા વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લામાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. હાલ ખૂલ્લા બજારમાં રૂ.700થી 800 નીચા ભાવથી ખરીદી થઇ છે અને વેપારીઓ દ્વારા નીચા ભાવ માટે પલળી ગયેલ મગફળીની ગુણવત્તાનું કારણ આગળ કરાઇ રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સમયસર અને સારો વરસાદ થતા મગફળીનું 15 હજાર હેક્ટરમાં વધુ વાવેતર થતા વાવેતરનો કુ...
રાજ્યના શહેરોમાં ડુંગળીના ભાવ આસમાને, અન્ય શાકભાજીના ભાવ પણ વધશે
ગાંધીનગર,તા.07
ગુજરાતમાં ડુંગળીની અછત સર્જાઇ હોવાથી તેના દામ હજી પણ વધશે તેવી શંકા છે, હાલ છૂટક બજારમાં શાકભાજીનો ભાવ પ્રતિકિલોએ 90 રૂપિયા છે જે આગામી સપ્તાહ સુધીમાં 100 રૂપિયા થાય તેવી સંભાવના છે. ડુંગળીની જેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધે તેવું એપીએમસી કહે છે. જો કે ખેડૂતોને વધેલા ભાવનો ફાયદો થતો નથી, માત્ર વેપારીઓ નફાખોરી કરી રહ્યાં છે.
ચોમાસાન...
માણાવદરમાં કમોસમી વરસાદને કારણે જીનિંગમાં પડેલો કપાસ અને ખુ્લ્લામાં પડ...
માણાવદર તા,૪
માણાવદરમાં વરસાદી ઝાપટા અચાનક જ વાતાવરણ પલ્ટો મારી વરસાદ પડતા સમગ્ર શહેરમાં દોડધામ મચી ગઇ હતી. જીનીંગ ઉદ્યોગમાં ગ્રાઉન્ડમાં હાલ કપાસની સીઝન હોય જીનીંગ ચાલુ થયા છે, જેથી કપાસ ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલો હોય, તેથી તેને વરસાદથી બચાવવા દોડધામ, કપાસીયા ખોળ ખુલ્લી ગુણી, ખેડૂતોના ખેતરોમાં ખુલ્લામાં પડેલ પાથરા, તૈયાર મગફળી, ચારો પલળતા તેને બ...
ખેડબ્રહ્મા-વિજયનગરમાં પાક નુકસાનીનો સર્વે શરૂ
હિંમતનગર, તા.૦૫ 2 જી નવેમ્બરે સા.કાં. જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ થવાને કારણે ખેતીપાકને સંભવિત નુકસાની અંગે બંને તાલુકાના 982 થી વધુ ખેડૂતોએ જાણ કરતાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરી દ્વારા વીમા કંપનીને સર્વે હાથ ધરવા સૂચના અપાઇ છે. બીજી બાજુ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પણ ગ્રામ સેવકોના માધ્યમથી સર્વે કામ...
કમોસમી વરસાદથી સાંતલપુર વિસ્તારમાં પાકનું નુકસાન પણ વીમા કંપનીના ફોન બ...
સાંતલપુર, તા.૦૪
કમોસમી વરસાદ વરસતા સાંતલપુર તાલુકાના પીપરાળા અને ગરામડી સહિતના ગામોમાં
ખેડૂતોને ખૂબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સાંતલપુર તાલુકામાં ગવાર, જુવારના
પાકને નુકશાન થવા પામ્યું છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોને એક જ વીમા કંપની
પર જ હવે આધાર રાખવાનો વારો આવ્યો હતો, પરંતુ વીમા કંપનીના પણ ફોન બંધ
આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગ...
વાવાઝોડામાં પાકને થયેલા નુકસાનનો પણ સરવે કરવાનો સરકારનો નિર્ણય
ગાંધીનગર, તા. 04
રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ માથે મંડરાયેલું છે. ત્યારે આ મહા સંકટનો સામનો કરવા માટે સરકારે તમામ પ્રકારની તૈયારીઓ કરી હોવાનો દાવો કર્યો છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે આવેલા વિવિધ વાવાઝોડાના કારણે સૌથી વધુ માર ખેડૂતોને પડ્યો છે. અને આ વખતે આવી રહેલા મહા વાવાઝોડામાં પણ ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. આ સંકટ સમયે રાજ્ય સરકારે પ...
માવઠાથી ખેડૂતોના હાથનો કોળિયો ઝૂંટવાયો
મહેસાણા, તા.૦૩
મહેસાણા જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઊંઝામાં 16 મીમી, જ્યારે વિસનગરમાં 9 મીમી વસ્યો હતો. તો સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં સતલાસણામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. વડનગરમાં પણ બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે થોડાક સમય વરસાદ પડ્યા બાદ બંધ થઇ ગયો હતો. જ્યારે વડનગરમાં પણ 1...
સોમવારથી ચાર દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ
રાજકોટ,તા:૦૩ વરસાદે ખેડૂતોનો ઉતરી ગયેલો મગફળીનો પાક ફરી બગાડ્યો છે. તૈયાર મગફળી વરસાદમાં પલળી જતાં ટેકાના ભાવે વેચવા માટે તૈયાર ખેડૂતો દ્વિધામાં મુકાયા છે, અને ટેકાના ભાવે વેચાણઅર્થે જિલ્લા તંત્રએ બોલાવ્યા હોવા છતાં જવાનું ટાળ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે 200 જેટલા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે બોલાવ્યા હતા, જેમાં માત્...
જામનગરના ખેડૂતે ભોજલ રામ ઓર્ગનિક ખારેકના બ્રાન્ડ બનાવી
જામનગર જિલ્લાનુ જગા ગામ અંતરિયાળ તેમજ અસમતળ જમીન ધરાવતું ગામ છે. વરસાદ માત્ર ૩૦૦ થી ૩૫૦ એમ એમ જેટલો ઓછો પડે છે. પાણી વપરાવાના કારણે ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા છે. કઇંક નવું કરવાની ધગશ ધરાવતા સુરેશભાઈ સાવલિયાએ ખારેકની ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. પત્નીની મદદથી શરૂઆતમાં તેમણે કચ્છની દેશી ખારેકનું વાવેતર કર્યું હતું. પણ પછી ટીશ્યુ કલ્ચરથી એક ઝાડમાંથી ...

English