Thursday, August 6, 2026

દક્ષિણ ગુજરાતમાં વરસાદ

વરસાદવરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદભરૂચ જિલ્લાનાં અંક્લેશ્વર તાલુકામાં સાત ઇંચ વરસાદ વરસ્યો : ૨૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૬૮ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદરાજયમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ખુબ સારો વરસા...

નર્મદા બંધનું પાણી બંધમાં ઠાલવવાના બદલે ખેતરોમાં આપો

સંસદમાં પ્રધાનમંત્રીના તાજેતરના ભાષણ પર ટિપ્પણી કરતાં, ટોચની નર્મદા બચાવો આંદોલન (એનબીએ) નેતા મેધા પાટકર અને તેમના સાથીઓએ કહ્યું છે કે નર્મદા નદી પર સરદાર સરોવર પ્રોજેક્ટ પર નરેન્દ્ર મોદીનું નિવેદન "અસહ્ય અને પુરાવા વિનાનું છે". વડા પ્રધાન ગુજરાતના મુખ્યમંત્રીની જેમ કામ કરવાની અપેક્ષા રાખી શકાશે નહીં. નર્મદા ખીણમાં તેમની પ્રકૃતિ અને સંસ્કૃતિના લ...

દેશી ખાતર અને ગૌમૂત્રી ખેતી કરી ખારેક અને ડ્રેગન ફ્રુટનું મબલખ ઉત્પાદન...

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામના ખેડૂત જયંતિભાઈ નથુભાઈ ફળદુએ ખારેકની ખેતીમાં ઝંપલાવી માત્ર બે એકર જમીનમાં રૂપિયા પાંચ લાખનું ઉત્પાદન મેળવી બતાવ્તાંયું છે. 2018-19નો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મળેલો છે. ખારેક અને ડ્રેગન ફ્રુટમાં દેશીખાતર બનાવી તેમાં ગૌમૂત્ર ડિકમ્પોઝ ડ્રીપ સાથે આપવાનું ચાલુ કર્યું જેથી પાકોમાં સારો વધારો અને મીઠાશ જોવ...

રાજ્યમાં ગયા વર્ષની સરખામણીએ પાંચ ગણી વાવણી થઈ

ગત વર્ષે આ સમયગાળામાં રાજ્યમાં માત્ર 3.08 લાખ હેક્ટર જ વાવેતર થયું હતું. જેની સ્થિતિમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં 14.99 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર સંપન્ન થઇ ગયું છે. ગત અઠવાડિયા સુધીમાં રાજ્યમાં માત્ર 2.44 લાખ હેક્ટર જ વાવેતર હતું. પરંતુ, રાજ્યમાં  વાવણીલાયક વરસાદના કારણે છેલ્લા અઠવાડિયામાં જ 12.55 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. રાજ...

કુવો રિચાર્જ કર્યો અને આખુ વર્ષ સિંચાઈ કરશે

જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં કોઠા ભાડુકિયા ગામના ખેડૂતે પોતાની વાડીમાં કૂવામાં વરસાદી પાણીના સંગ્રહ માટે પાઇપ મુકીને કૂવો રીચાર્જ કરવાની પઘ્ધતિનો ઉપયોગ કરતા વરસાદ પડવાના કારણે ભૂર્ગભજળ ઉંચા આવ્યા છે. કૂવા રીચાર્જનીખેડૂત પંકજભાઇ પરસોતમભાઇ કથીરીયાએ ખેતરમાં કૂવો રીચાર્જ કરવા માટે આઠ પાઇપ મારફત વરસાદનું પાણી કૂવામાં સંગ્રહ થાય તેવું ગોઠવ્યું હતું....

ખાખરા ગામમાં નકલી ખાતર, કરોડોનું કૌભાંડ

જામનગરના ધ્રોલ તાલુકાના ખાખરા ગામના ચારથી પાંચ ખેડૂતોએ ભાવનગરના કોઇ એજન્ટે અંકલેશ્વર ખાતર કંપનીનું ખાતર 10થી 12 થેલી ખરીદી હતી. પરંતુ આ ખાતર નકલી હોવાની શંકા પડતા જામનગર નાયબ ખેતી નિયામક કચેરીએ લેખીતમાં ફરિયાદ કરતા એગ્રીકલ્ચર ઇન્સ્પેકટર મિશ્રા વગેરેની ટીમ દ્વારા ખાખરા ગામ દોડી જઇને તપાસ હાથ ધરી ખાતરના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ મામલે કિસાન ક્રાંત...

મગફળી કૌભાંડની રૂપાણી કે ફળદુએ કોઈ તપાસ ન કરી

મગફળી કૌભાંડમાં 6 દિવસ વિતવા છતાંય કોઇ કાર્યવાહી નહીં, ભાજપની વિજય રૂપાણીની સરકાર આ કૌભાંડને દબાવવા માંગે છે. કૃષિ પ્રધાન રણછોડ ફળદુ મગફળી કૌભાંડ અંગે કંઈ કરવા તૈયાર નથી. જે બતાવે છે કે, 3500 કરોડના મગફળી કૌભાંડમાં ભાજપના નેતાઓ બચાવ કરે છે. તેથી ખેડૂતોએ નનામી કાઢીને સરકારને મૃત્યુ જાહેર કરી છે. વર્ષ 2017-18માં રાજ્ય સરકાર -કેન્દ્ર સરકાર દ્વારા...

રાજ્યનાં ૧૨ તાલુકાઓમાં ઝરમર વરસાદ

ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં ચાર કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો : સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી વરસાદે વિરામ લીધો રાજ્યનાં ૧૨ તાલુકાઓમાં તા.૨૬ જુનનાં રોજ સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં રાજ્યનાં ચાર તાલુકાઓમાં સામાન્ય ઝરમર વરસાદ વરસ...

સાબરમતી નદી રહી નહીં, હવે સ્વિમિંગ પુલ બની

અમદાવાદ શહેરમાં સાબરમતી નદી ન પાણી થઈ ગઈ છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટના 7 કિ.મી. લાંબો સ્વિમીંગ પૂલ હોય એ રીતે તેમાં પાણી ભરવામાં આવે છે. બાકીની નીચેના વિસ્તારની 120 કિલોમીટર નદીમાં પાણી નહીં પણ કેમીકલ વહે છે. જે અરબી સમુદ્રમાં ઠલવાય છે. આમ સાબરમતી નદીને હવે "મૃત" જાહેર કરીને કેમીકલની ગટર જાહેર કરવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નદીની સફાઈ શરૂ ક...

રાજ્યમાં તેલ મીલોને પુનર્જિવીતકરવામાં આવશે

રાજ્યમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને પુનર્જિવીત કરવાના લક્ષ્ય સાથે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લી-નાફેડ દ્વારા કૃષિભવન, ગાંધીનગર ખાતે વર્કશોપ યોજાયો હતો. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ વર્કશોપમાં ગુજરાતમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને ફરીથી શરૂ કરવા વિચારણા કરાઇ હતી. જેમાં ભા...

ચોકીદાર ખુદ ચોર હોઈ મગફળીકાંડની તપાસ ન્યાય પાલિકા દ્વારા થતી નથી ̵...

પાક વીમા યોજના ફરજીયાત નહીં પણ મરજીયાત હોવી જોઈએ - પરેશ ધાનાણી ગાંધીધામ ખાતેના સરકારી ગોડાઉનોમાં મગફળીની ગુણોને તોડતાં તેમાંથી મગફળી કરતાં માટી, પથ્થર અને કાંકરાનું પ્રમાણ વધુ સામે આવ્યું છે ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૭ની ચૂંટણી પહેલાં રાજકીય રોટલા શેકવા માટે જગતના તા...

૬૬ તાલુકાઓમાં વરસાદ,કઠલાલ તાલુકામાં ૨૪ કલાકમાં ત્રણ ઇંચ

રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૭૫ મી.મી. એટલે કે ૩ ઇંચ રસાદ વરસ્યો છે. રાજ્યના ૧૯ જિલ્લાઓના ૬૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ, મોરબી, જામનગર, દેવભુમિદ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ...

ગાંધીધામ મગફળી કાંડ બાબતે કિશાન કોંગ્રેસના સરકારને સીધા સવાલ

ગુજરાત કિસાન સેલના ચેરમેન પાલ ભાઈ આંબલીયાના સવાલો... મુખ્યમંત્રી કહે છે સૂચના અપાઈ ગઈ છે.. પોલીસ કેસ કરી દીધો છે... .... તો કોને સૂચના અપાઈ..?? , ક્યારે સૂચના અપાઈ..??, ક્યારે પોલીસ કેસ થયો..?, કયા પોલીસ સ્ટેશન કેસ થયો..?, કોની સામે ફરિયાદ નોંધાઇ...?, ફરિયાદી કૌન બન્યું...?, રાજ્ય સરકાર મગફળી કાંડમા જવાબદારીથી છટકી ના શકે.. રાજ્ય સરકાર હસ...

બોર કૂવામાં પડી જતાં બાળકોને બચાવતો રોબોટ ગુજરાતના ઈજનેરે વિકસાવ્યો

તસવીરો - દિલીપ જીરૂકા રાજુલાના ગરીબ ખેડૂત પુત્ર ઈજનેર દીકરા  મહેશ ઉકાભાઈ આહીરે  બોરવેલ માંથી બાળકને જીવિત બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે. ખેતી કરતા આ યુવાને ઈજનેરનો અભ્યાસ કર્યો છે. ફોનથી સંપૂર્ણ ઓપરેટ થાય છે. બોરવેલના તળિયા સુધી જઈ શકતાં રોબોટના બહારના સ્ક્રીન પર જોઈ શકાય એવા અંદર કેમેરા પણ છે. બાળકની હલન ચલન જોઈને બાળકને બહાર કાઢી શકાય છ...

કૃષિ પ્રધાન અને મુખ્ય પ્રધાન પોતે મગફળી કૌભાંડને છાવરે છે

બહુ ચર્ચિત મગફળી કૌભાંડમાં વધું એક ઘડો ફુટ્યો છે. કૃષિ પ્રધાન રણછોડ ફળદુ, કેન્દ્રના કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હવે કોભાંડની કોઈ અસર થતી ન હોય તેમ મગર જેવા બની ગયા છે. હરરાજી દ્વારા વેપારીઓને મગફળીનું વેચાણ કરતા ભાંડાફોડ થયો છે. ગુજરાત કીસાન કોંગ્રેસ દ્વારા મગફળીના ગોડાઉન પર ખેડૂતોએ જનતા રેડ કરતા કૌભાંડ સામે આવ્...