Thursday, August 6, 2026

ખેડૂતોને બે હેક્ટર માટે પ્રતિ હેક્ટરદીઠ રૂ.૬૮૦૦ ક્રોપ ઇનપુટ સબસીડી ચૂક...

૨૦૧૮માં અનિયમિત અને ઓછો વરસાદ ધરાવતા ૫૧ તાલુકાઓને કેન્દ્ર સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘાસચારો, પીવાના પાણીની વ્યવસ્થા અને અછતની સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા પશુધારક દીઠ મહત્તમ પાંચ પશુઓની મર્યાદામાં ઘાસ કાર્ડ ઉપર પ્રતિ દિન રૂ.૨ પ્રતિ કિલોના રાહતદરે એકી સાથે એક અઠવાડિયા માટે ઘાસચારા વિતરણ કરવામાં આવી રહેલો છ...

રાજસ્થાનથી ગુજરાત આવતાં નકલી દૂધમાં ખોરાક વિભાગનો ભ્રષ્ટાચાર

રાજસ્થાનના ભીનમાલથી મહેસાણામાં ભેળસેળ કરેલું સિન્થેટીક દૂધ લોકો પી રહ્યાં છે. ભીનમાલના વકીલ ભગવાનરામ બિષ્નોઈએ મહેસાણા અને પાલનપુર પોલીસને આ અંગે જાણ કરી છે. ટેન્કર નંબર આર.જે.46-જીએ-1723 મારફતે 20,000 લીટર દૂધ મહેસાણા એક ખાનગી ડેરીમાં આવી રહ્યું છે. મહેસાણા શહેરમાં રોજનું 67,000 લીટર દૂધ વપરાય છે. જેમાં 15 હજાર લીટર દૂધ ખાનગી ડેરી દ્વારા વેચવામાં આ...

પરોપકારી વનસ્પતિઓનું નિયંત્રણ

પરોપકારી વનસ્પતિઓ ઘણું નુકસાન કરી શકે છે. તેમનું નિયંત્રણ કરવાની પધ્ધતિ અમરવેલ (સંપૂર્ણ થડ પરજીવી) ઓળખ અમરવેલ પાતળી દોરી જેવી થડવાળી હોય છે રંગ લીલાથી પીળો અથવા નારંગી રંગની હોય છે છલકાતા રંગના કારણે યજમાન પાક ઉપર સહેલાઈથી જોઈ શકાઈ છે નુકસાન યજમાનના વિકાસને અટકાવે છે ઘણી વખત છોડની વૃદ્ધિ ઘટાડી નાશ કરે છે અમરવેલ યજમાન પાકમાંથી પોતાનો ...

જીવાત નિયંત્રણમાં લીમડાનો ઉપયોગ વધી રહ્યો છે

લીમડો, કણજી, નફફટીયો, અરડૂસી, પીળી કરેણ, સેવંતી, બોગનવેલીયા, મત્સયગંધાતી, ફૂદીનો, ધત્રો, ડમરો, લસણ, આંકડો, તમાકુ, સીતાફળી, કડવા ઘીલોડા, કાળા મરી અને વછનાગ વનસ્પતિ જીવાત નિયંત્રણ કરવાનો ગુણધર્મ ધરાવે છે. વનસ્પતિઓ પૈકી જીવાત નિયંત્રણ ક્ષેત્રે લીમડાનો ઉપયોગ વધારેમાં વધારે થાય છે. રાસાયણીક દવા સામે પ્રતિકારશક્તિ વિકસાવા માંડી. જીવાતના કુદરતી દુશ્મનો...

ઝગડીયાના ખેડુતે કરી લાલ કેળાની સફળ ખેતી, મેળવ્યો મબલખ પાક

અંકલેશ્વર પાસેના ઝગડીયાના મુલદ ગામના ખેડૂત ભરત પટેલે દક્ષિણ ભારતમાં જ જોવા મળતા લાલ કેળાની ખેતી કરી મબલખ પાક મેળવ્યો છે. દેશી ખાતરથી ખેતી કરીને લાલ કેળા ઉપજ પણ સારી અને ભાવ પણ સારો મળ્યો છે.  4 એકર જમીનમાં 6000થી વધુ લાલ કેળાના રોપાઓનું વાવેતર કરી પોષણ અને કીટકોથી બચાવવા ગૌમૂત્ર અને ઓર્ગેનિક ખાતર આપ્યું હતું. એક વર્ષની મહેનત બાદ લાલ કેળાનું બમ્પર ઉ...

ગાયના વાસીદા, છાશ વગેરે માંથી પંચગવ્ય ખાતર બનાવતાં ખેડૂતો

સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતીની પેદાશો પોશણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સો...

મોંનું કેન્સર અમદાવાદમાં વધું, કુદરતી ખોરાક એક ઉપાય

ભારતમાં મોઢાના કેન્સરનું સૌથી વધું પ્રમાણ અમદાવાદમાં છે. અમદાવાદમાં યોજાએલી કેન્સર કોન્ક્લેવમાં આ વિગતો જાહેર કરવામાં આવી હતી. વિશ્વમાં 33 ટકા કેન્સર ભારતમાં નોંધાયેલા છે. તેમાંના 30% કેસ મોઢાના કેન્સરના હોય છે. દેશભરના 100 કેન્સરના ડોક્ટર્સ ભાગ લીધો હતો. ભારતમાં દર વર્ષે કેન્સરના 12 લાખ નવા કેસ નોંધાય છે. જેમાં પુરુષોમાં મોઢાનું અને મહિલાઓમાં બ્રે...

જમીન વળતર માટે 18 વર્ષથી લડતાં ખેડૂતો, સરકારની ઊંઝાની મિલકત જપ્ત કરવા ...

2001માં બનેલા ઊંઝા પાસેના ઉનાવા ગામ પાસે બનેલા બાયપાસ માર્ગ માટે જમીન ગુમાવનારા 59 ખેડૂતોને હજુ સુધી વળતર ન આપતાં ફરી એક વખત માર્ગ અને મકાન વિભાગની મિલકત જપ્ત કરી દેવા અદાલતે જપ્તી વોરંટ વહાર પાડતાં ખેડૂતો પોલીસ લઈને અધિકારી પાસે પહોંચી ત્યારે ફરી એક વખત ખેડૂતોને રકમ આપવા માટે વાયદો કરાયો હતો. આવું 18 વર્ષથી ચાલી રહ્યું છે. જ્યારથી ભાજપની સરકાર આવી...

ગુજરાતમાં ડ્રેગન – પિતાયા – ફળની સફળ ખેતી

કચ્છમાં ફળોની-બાગાયતી ખેતીમાં થોડા સમયથી પરદેશી, પણ હવે સાવ દેશી બનવા તરફ અગ્રેસર ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન ઘરઆંગણે થઈ રહ્યું છે. દાડમના બાંધેલી કોથળીવાળા નાના છોડ જે રીતે ભુજથી નખત્રાણા અને ભુજથી અંજાર તરફ જતાં રસ્તાની બંને તરફ જોવા મળે છે, એ પ્રમાણે જ ગાંધીધામથી ભચાઉ તરફ જતાં મીઠીરોહર પાસે લગભગ 40 એકર જમીન ઉપર સિમેન્ટના થાંભલા ઉપર રોપાયેલા છોડ જોવા...

મહુવામાં માટી અને પાણીનાં નમુનાની રૂ.100માં ચકાસણી

ભાવનગરના મહુવા બજાર સમીતીએ રાજયના પ્રથમ દશ માર્કેટ યાર્ડોમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યૂ છે. રાજયનાં ર૦૦ જેટલા માર્કેટ યાર્ડોમાં મહત્વનું માર્કેટ યાર્ડ આપણું મહુવા યાર્ડ બન્યું છે. મહુવા બજાર સમીતી આવકનાં ૩૩ ટકા જેટલી રકમ ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ ડ્રીપ ઇરીગેશન, તાર ફેન્સીગ, ઝટકા મશીન તૈયાર પાકનાં રક્ષણ માટે તાલપત્રી, કૃષિલક્ષી માર્ગદર્શન માટે શીબ...

લાખણીમાં કાળી ટીપકીવાળી મગફળી મુદ્દે ખેડૂતોનાં ધરણાં

લાખણી ખાતે છેલ્લા બાર દિવસથી નાફેડના કર્મચારીઓ દ્વારા મગફળીમાં કાળી ટીપકી છે તેમ કહી માલ રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે. જે વિરુદ્ધ ખેડૂતોએ પણ બોય ચઢાવી છે અને સોમવાર ના રોજ જિલ્લા કક્ષાએ તેમજ લાખણી તાલુકા સેવા સદનમાં લેખિત રજૂઆત કરી બે દિવસ માટે ધરણા પર બેસતા સમગ્ર પંથક સરકાર તેમજ નાફેડના કર્મચારીઓ પર ફિટકાર વરસાવી રહ્યો છે. લાખણી ખાતે ટેકાના ભાવે ...

દુષ્કળગ્રસ્ત ખેડૂતોને માત્ર રૂ.9500 ચૂકવાયા

અમરેલી જિલ્લાના ધારી, બાબરા, લાઠી તાલુકાનાં 58955 ખેડૂત ખાતેદારોને 56.14 કરોડ બેન્‍ક ખાતામાં જમા કરાયા છે. જેમાં સરેરાશ ખેડૂત દીઠ રૂ.9522 જમા થયા છે. ધારી તાલુકાનાં 19646, લાઠી તાલુકાના 19604 અને બાબરા તાલુકાના 19705 ખેડૂતોના ખાતામાં સરકારે સહાય પેટે રૂ.56.14 કરોડ ચૂકવ્‍યા છે. દુષ્કાળ સહાય તરીકે આ રકમ ઓછી છે. કારણ કે ખેડૂતોએ બિયારણ, ખાતર, જંતુનાશક ...

ગુજરાતના જંગલો પર તાડની ખેતી દ્વારા ખતરો

ખાસ અહેવાલ – દિલીપ પટેલ 1994-95માં ત્રણ જિલ્લામાં 40.44 હેકટર વિસ્તારમાં પામ ઓઈલની ખેતી થતી હતી. હવે તાડ ઓઈલ વૃક્ષની ખેતી 12 જિલ્લામાં 4850 હેક્ટર વિસ્તારમાં થઈ રહી છે. જ્યાં પુષ્કળ વૃક્ષો કે જંગલો છે ત્યાં જ ગુજરાતમાં તાડની ખેતી વધી રહી છે. જેમાંથી પામ ઓઈલ બને છે. હાલ મલેશિયાથી પામ ઓઈલ આયાત કરવામાં આવે છે. જ્યાં પામ ઓઈલની ખેતી શરૂં થઈ છે તે દેશના...

4.72 કરોડ ચોરસ મીટર ગૌચર પર જમીન માફિયાઓના દબાણ

જમીન માફિયાઓ બેફામ થયા હોય તેમ રાજયમાં પશુધન માટેની ગૌચરની જમીન પર મોટાપાયે 31 જિલ્લામાં 4.72 કરોડ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો છે.. ગીર જંગલ આરક્ષિત વિસ્તાર ગણાય છે તેમાં પણ ત્રણ દાયકાથી દબાણ હોવા છતાં તે દબાણ દૂર કરી શકવામાં તંત્ર સફળ થયું નથી. કોંગ્રેસ દ્વારા અવારનવાર ગૌચર અને ભાજપ સરકારની નીતિને લઈને આક્ષેપ કરવામાં આવે છે કે.. "ભાજપ ગાયના ન...

માર્ચમાં રોકડ સહાય ખેડુતોને મળતી થઈ જશે

લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન મોદી સરકાર દ્વારા શરૂ કરેલી વિકાસ કવાયત અને આપેલા વાયદા પૂરા કરવાની ઝડપી ઝડપી કાર્યવાહી અંતર્ગત ખેડુતોના ખાતામાં રોકડ જમા કરવાની યોજના માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી માર્ચ મહિનાથી જ યોજનાનો અમલ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોની રોકડ સહાયની જાહેરાત અંગે કૃષિમંત્રી રાધામોહનસિ...