ખેડૂતોએ સરકાર પર પ્રહારો કર્યા
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના દરેડ ગામે યોજાયેલાં ખેડૂત સંમેલનમાં હાજરી આપવા આવેલા અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે આગામી લોકસભા ચૂંટણી લડવા બાબતે સાફ કહ્યું હતું કે તે કોઈ પાર્ટીમાં જોડાવાનો છે તે વાત પાયા વિહોણી છે. પરંતુ હવે હું 25 વર્ષ નો થઇ ગયો છું અને જેલમાં જઈશ તો પણ 45 વર્ષે પણ પાછો આવીને લડીશ એ પાકું છે. આમ કહી આગામી સમયમાં તે રાજકારણ...
મગફળીમાં ફરી અચાનક આગની ઘટના
મહેસાણાના ઊંઝાથી ગોંડલ લઇ જવામાં આવી રહેલ સરકારી મગફળીમાં અચાનક આગની ઘટના સામે આવી છે. ગતરોજ સોમવારે મોડી સાંજે સરકારી મગફળીનો જથ્થો ટ્રકમાં ભરીને ગોંડલ રવાના કરાયો હતો. પરંતુ, વેર હાઉસથી માંડ અડધો કિલોમીટર બહાર નીકળતા જ ટ્રકમાં ભરેલ બોરીઓમાં આગ લાગતા તંત્રની પોલ ખુલી થઇ ગઈ છે. ટ્રકમાં વધુ બોરીઓ ભરવા મુદ્દે અધિકારીઓ એક બીજાને ખો આપી પોતાની જવાબદારી...
પાંચ વર્ષમાં નર્મદા નહેર 200 વખત તૂટી
કેનાલના બાંધકામની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ
સૌથી વધુ બનાસકાંઠામાં ૧૪૩ વાર કેનાલો તૂટી, ઉંદર, નોળિયાના દરો પણ જવાબદાર પરિબળ એક તરફ, હજુ ઘણા વિસ્તારોમાં નર્મદા કેનાલોનું બાંધકામ બાકી છે તો,બીજી તરફ,જયાં નર્મદા કેનાલો છે ત્યાં સતત તૂટવાનો સિલસીલો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા કેનાલોમાં ૨૦૫ વાર ગાબડાં પડયાં છે.આ કારણોસર કેનાલોના બાંધકામની ગુણ...
દૂધના ખરીદ ભાવમાં ઘટાડો કરાતા કોંગ્રેસનોં વિરોધ,BJP ખેડૂતોને પાયમાલ કર...
દૂધના ખરીદ ભાવમાં ઘટાડો થતા કોંગ્રેસે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે ભાજપ તમામ ક્ષેત્રે વ્યાપારીકરણ કરવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ તેનો સૌથી વધુ માર ખેડૂતોને પડી રહ્યો છે. ખેડૂતોને પુરતા ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. તો મંડળીઓ ખેડૂતોનું દૂધ ઓછા ભાવે ખરીદ...
મગફળી, કપાસ, સોયાબીનની આવક નોંધાઈ
દિવાળીના મીની વેકેશન બાદ ગીર સોમનાથ જિલ્લાના માકેઁટિંગ યાર્ડનો પ્રારંભ થયો છે. માર્કેટ યાર્ડની શરૂઆત થતાં જ મગફળીની આવકમાં ધૂમ વધારો જોવા મળ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો વસવાટ કરી રહ્યા છે અને સૌથી મોટા ભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. ત્યારે આજે વેરાવળ...
ડીસામાં મગફળીની ખરીદી માટે નોંધણીમાં ગેરરીતિ
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ ૧૫ નવેમ્બરથી મગફળી ખરીદવાની શરૂઆત થશે. ત્યારે હાલમાં નોંધણી કરાવવા ખેડૂતોની લાઇન લાગી રહી છે. પરંતુ નોંધણી કરવામાં ગેરરીતિ થઈ રહી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતાં કર્મચારીઓ નોંધણી કેન્દ્ર છોડી નાસી ગયા હતા. રાજ્ય સરકારે ચાલુ વર્ષે પણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત કરી હતી. જેમાં સરકા...
દ્વારકામાં વધુ એક ખેડૂતની આત્મહત્યા
દ્વારકા જિલ્લામાં આવેલ જામકલ્યાણપુર તાલુકાનો 900થી વધુ વસ્તી ધરાવતા નગડીયા ગામમાં એક યુવા ખેડૂતે આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી લીધી છે. આ વર્ષે વરસાદ ઓછો થયેલ હોઇ અને દેવાનું ડૂંગર મોટું થઈ જવાને લઈને નગડીયા ગામના વીરમભાઇ હાથીયા ખુટી નામના 33 વર્ષના યુવાને દવા પી આપઘાત કરી લેતા આ નાના પરીવારનો માળો વિખેરાય ગયો હતો. નાનાં એવા ખુટી પરીવારનો મો...
દૂધના નમુનાઓના 29 ટકામાં એન્ટિબાયોટીક દવા મળી આવી
ગુજરાતમાં દૂધમાં એન્ટિબાયોટિકની માત્રા વધુ હોવાનું બહાર આવ્યું છે. સેમ્પલમાં પૃથ્થકરણ બાદ ૨૯ ટકા સેમ્પલમાં આ માત્રા જણાઈ આવી છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સર્વેમાં આ ચોંકાવનારા તારણ બહાર આવ્યા છે. મહત્ત્વનું છે કે, એન્ટિ બાયોટિક રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે અને માનવ શરીરને નુકસાન પહોંચાડે છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ અમદાવાદ, ગાંધીનગર,...
મગફળીની ખરીદી માટે ઓનલાઇન છતાં લાઈનો
ટેકાના ભાવે મગફળી ખરીદવા સરકારનું રજિસ્ટ્રેશન ઓનલાઈન છે જ નહીં. ૭-૧૨નો ઉતારો, ૮-અનું પત્રક, પાક સંદર્ભે તલાટીનો દાખલો લઈ ખેડૂતોને સામેથી માર્કેટયાર્ડોમાં જવું પડે છે. તેમ છતાંય, સરકાર ઓનલાઈન રજિસ્ટ્રેશનનો ઢોલ પિટી વાહવાહી લૂંટી રહી છે. કહેવાતા ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં મેન્યુઅલ ઈન્ટરવેન્શને અવકાશ હોઈ ભાજપના મળતિયા પોતાના રજિસ્ટ્રેશન કરાવવામાં સફળ રહ...
ભાજપના નેતાઓના કરોડોના કૌભાંડોને ઢાંકવા GLDCને તાળુ મરાશે
ગુજરાત જમીન વિકાસ નિગમ (જીએલડીસી)માં જળસંચયના લાખો કામોમાં કરોડોના કૌભાંડોનો રેલો ભાજપના નેતાઓ, પૂર્વ મંત્રીઓ સુધી પહોંચે તે પહેલા સરકારે તેને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. મુખ્યમંત્રી સ્તરેથી આ દિશામાં કાર્યવાહી શરૂ કરી નિગમની કામગીરી કૃષિ, ગ્રામ વિકાસ અને સિંચાઈ વિભાગને વિભાજીત કરવા પણ કહી દેવાયુ છે. ચાલુ વર્ષે એપ્રિલમાં જીએલડીસીમાં એ...
આશાપુરા પરર્ફોકલે કંપની વિવાદ, કેમિકલ્સથી પાણી અને જમીનની ગુણવત્તામાં ...
ભૂજના લેર ગામના ખેડૂતોનો પાક સતત બગડી રહ્યો છે. કારણ કે, અહીંના ખેડૂતોની ચિંતા પાણી નહિ પણ નજીક આવેલ લેર પાસે આશાપુરા પરર્ફોકલે કંપનીના પ્રદૂષણના લીધે ખેડૂતોના પાક સદંતર નિષ્ફળ જઈ રહ્યા છે. તો ખેડૂતો દ્વારા આક્ષેપ એવા પણ કરાયા છે કે, આ અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભૂજ તાલુકાના લેર નજીક આશાપુરા પરર...
ઘઉંનું 50 ટકા ઉત્પાદન કેમ ઘટશે, તેનો સરકાર પાસે ઉત્તર નથી
ખેતરને શેઢે ગુજરાતમાં 51 તાલુકાને ઓછા વરસાદના જાહેર કરાયા છે. જ્યાં મોટા ભાગે શિયાળામાં ઘઉંનું વાવેતર થાય છે. જોકે ઘઉં પકવતાં ઓછામાં ઓછા 3 હજાર જેટલાં ગામમાં આ વખતે ઘઉં ઉગાડવા માટે પાણી ન હોવાથી ત્યાં ઘઉંનો પાક નહીં લેવાય. ગુજરાતમાં 50 ટકા ઘઉંનું વાવેતર અને ઉત્પાદન ઘટશે એવું ખેડૂતો અને ખેત બજાર સૂત્રો જણાવી રહ્યાં છે. ભારત સરકારની ચૂંટણી આવી...
સિંચાઈની સારી જમીન ખારી થઈ રહી છે, નર્મદા યોજના નિષ્ફળ
નહેરથી થતી સિંચાઈનૌ સૌથી વધું વિસ્તાર 3.42 લાખ હેક્ટર ઉકાઈ-કાકરાપાર બંધ હેઠળ આવે છે. જેમાં 15 ટકા જમીન વધું પાણી વાપરવાના કારણે ખારી થઈ ગઈ છે અને બીજી 40 ટકા જમીન ખારી થવાના આરે છે. આમ સિંચાઈની 55 ટકા જમીન ખારી થઈ જશે. અહીં ડાંગર અને શેરડી જેવા વધું પાણીથી પાકતાં પાક 70 લેવાનું શરૂ કરવાના કારણે આ સ્થિતી ઊભી થઈ છે. આવું જ ખેડાના વિસ્તારમાં થયું છે. ...
ભાજપના નેતા બાબુ બોખિરીયાના ડેરી કૌભાંડમાં વધું પૂરાવા બહાર આવ્યા
પોરબંદર જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે ગેરકાનુની કરાર કરીને પોરબંદર સંઘના રૂ.12 કરોડ તથા ગેરેન્ટર બનીને બેંક મારફતે અપાવેલ રૂ.24 કરોડની લોનથી બનેલ કામધેનુ કંપનીના પ્લાન્ટની આડકતરી માલીકી વિજય રૂપાણીની સરકાર વખતના સહકાર મંત્રી બાબુ બોખીરીયાના પરીવારની હોવાના દસ્તાવેજો રજુ કરીને સદરહુ પ્લાન્ટને જપ્ત કરીને પોરબંદર સંઘને સોંપવા તથા નિયામક મંડળ તથા સહકાર ...
APMCનું રૂ.18 કરોડનું ભાજપનું જમીન કૌભાંડ, 8 વર્ષ પછી પણ કોઈ પગલાં નહી...
નવેમ્બર 2016માં અમદાવાદ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ (APMC)ના તત્કાલીન ચેરમેન અને ભાજપના અમદાવાદાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલના સમયમાં જમીન ખરીદી કૌભાંડ બહાર આવ્યા પછી 8 વર્ષ થયા છતાં રૂપાણી સરકાર દ્વારા કોઈ પગલાં ભરાયા નથી. આ જમીન કૌભાંડના કારણે APMCને રૂ.18.85 કરોડની સીધી નુકસાની થઈ હતી. અમદાવાદ નજીકના બાકરોલ-બાકરાબાદ તથા વણઝર ગામમાં 1.94 લાખ ...

English