થોળ તળાવમાં ફ્લેમિંગો અને ગુલાબી પેણનું આકર્ષણ
દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. પક્ષી અભ્યારણ્ય તરીકે જાણીતુ કડીનું થોળ તળાવ છેલ્લા બે માસથી ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓથી ઊભરાઈ રહ્યું છે. સાત કિમીની ત્રિજ્યામાં ફેલાયેલુ આ તળાવ વર્ષોથી યાયાવર પક્ષીઓને આકર્ષતું રહ્યું છે. નવેમ્બર મહિનાથી આ તળાવ ખાતે ઉમટી પડતા વિદેશી પક્ષી...
આણંદમાં પશુઓની ફિઝિયોથેરપી લેબ શરું
અકસ્માત હોય કે અન્ય તકલીફોમાં મનુષ્ય માટે ફાયદાકારક પુરવાર થઈ રહેલી ફિઝિયોથેરપીની સારવાર હવે પશુઓ અને પ્રાણીઓ માટે પણ અસરકારક નીવડી રહી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન વેટરનરી હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરપી લેબ ફોર એનિમલ શરૂ કરવામાં આવી છે. જ્યાં ઘોડા, શ્વાન અને ગાય, ભેંસને ફિઝિયોથેરપીની અપાયેલી સારવારમાં સારું પરિણામ મળ્યું છે.
પશુઓ અને પ્રાણીઓની સાર...
ખેડૂતો માટે રાજ્ય સરકારની ઇનપુટ સહાયની મુદત 14 જાન્યુઆરી સુધી લંબાવી
રાજ્ય સરકાર તરફથી ખેતી ના ખર્ચ માટે આપવામાં આવતી ઇનપુટ સહાય ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે જેના કારણે હજુ પણ વંચિત રહેલા ખેડૂતો રાજ્ય સરકારની ઇનપુટ સહાયનો લાભ મેળવી શકે તેવો નિર્ણય આજની કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે આ અંગે માહિતી આપતાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી 96 તાલુકાઓમાં ખેતી માટે ખર્ચ કર્યું હતું અન...
૧ વર્ષમાં ૧ લાખ યુવાનોને ભ્રષ્ટાચાર રહિત નોકરી આપી
ગુજરાતે દેશભરમાં સૌથી વધુ રોજગારી ઘરઆંગણે યુવાધનને આપી છે.
અન્ય રાજ્યોના યુવાઓ પણ રોજગાર મેળવવા ગુજરાત આવે છે. એટલું જ નહિ, ગયા ૧ વર્ષમાં ૧ લાખ
યુવાનોને પારદર્શી અને ભ્રષ્ટાચાર રહિત પધ્ધતિ એ સરકારી સેવામાં જોડાવાના અવસર આપ્યા છે.
ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને પપ ટકા વસ્તી ૧૮ થી ૪૦ વર્ષની વયની છે. ભારત સરકારની એપ્રેન્ટીસશીપ યોજનામાં કુલ સાડા...
કડીમાં યોગીનો હઠયોગ, 12 વર્ષથી ઊભા રહે છે
આમ તો કહેવાય છે કે આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. તેમ છતાં સંતો મહંતો દેવોની આરાધના હઠ યોગથી કરી જાણે છે. ત્યારે મહેસાણાના કડી તાલુકાના નાના ખોબા જેવડા બાવલું ગામમાં એક યોગીએ હઠયોગ કર્યો છે. અને તે યોગમાં તેઓ પોતાની જિંદગીના 12 વર્ષ અને 9 મહિના 21 દિવસ સુધી સતત ઊભા રહ્યા છે. આ બાપુને તેમના ભક્તો ખડેશ્વરી બાપુ તરીકે ઓળખે છે. આજે આ બાપુ હઠ મૂકીને...
૧૦૦ ટી.પી સ્કીમ મંજૂર
સરકારે કોમન GDCR, ‘રેરા’ નિયમો સરળીકરણ, GST, ઓનલાઇન NA, પાર્કિંગ, માર્જિન અને FSIની કોમન ફેસેલીટીઝ પર GDCRમાં ઝોક આપ્યો છે.
રાજ્યમાં પ૦ ટકા શહેરી વસ્તી શહેરોમાં સુવ્યવસ્થિત અને આયોજનબધ્ધ વિકાસ માટે આ સરકારે ટાઉન પ્લાનીંગ અને ડેવલપમેન્ટ પ્લાનમાં પારદર્શીતા સાથે ર૦૧૮ના એક જ વર્ષમાં ૧૦૦ ટી.પી સ્કીમ મંજૂર કરી છે. આ વર્ષ દરમ્યાન ૧૦ શહેરોનો ડેવલપમેન્ટ ...
હવે ખરા અર્થમાં ભણશે ગુજરાત
રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે ગુણોત્સવ અને પ્રવેશોત્સવ સહિતના અનેક કાર્યક્રમો રાજ્ય સરકાર માટે હંમેશા ફારસરૂપ સાબિત થયા છે. આવા કાર્યક્રમો સામે રાજ્ય સરકારની ભારે ટીકા થઇ રહી છે. પરંતુ રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાન શિક્ષણથી વંચિત બાળકો માટે થઈ રહ્યું છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પહેલા શિક્ષણ વંચિત બાળકોનો સર્વે થાય પછી છૂટી ગયેલું શિક્ષણ...
વિસનગરમાં તળાવ કાંઠે દૂષિત પાણીને કરાયું શુદ્ધ પીવાલાયક
દેશ અને દુનિયામાં આજે પાણીની તંગી તીવ્ર બની રહી છે. ત્યારે પાણીનું પ્રદૂષણ અટકાવવું અને દૂર કરવું એ પણ હવે જરૂરી બન્યું છે. એવામાં જર્મન ટેક્નોલોજીથી પ્રેરિત ભારતીય બનાવટનું પાણી શુદ્ધિકરણના મશીનનો ગુજરાતમાં પ્રથમવાર વિસનગરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
જળ એ જીવન છે અને જીવનમાં જળનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે આજે પાણીનો જથ્થો ઘટી જવો અને પ્રદુષિત...
રાજકોટ કલેકટરના પત્નીએ પ્રાથમિક શાળાને દત્તક લીધી
તમે સાંસદો દ્વારા ગામ દતક લેવાનું તો સાંભળ્યુ હશે. અનાથ આશ્રમમાંથી દંપતિઓ દ્વારા બાળક દત્તક લેવાનું પણ જોયુ જ હશે. પરંતુ રાજકોટ જિલ્લાના કલેકટર ડો. રાહુલ ગુપ્તાના પત્ની પ્રો. અનુજા ગુપ્તાએ એક પ્રાથમિક શાળા દત્તક લીધી છે. તેમણે ખરા અર્થે શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનું સરહાનીય પગલુ ભર્યુ છે.
રાજકોટ શહેર પાસે આવેલી આણંદપર ગામની પ્રાથમિક શાળા. આ...
અમદાવાદમાં ઈ ટોઈલેટની શરૂઆત
અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે નવતર પ્રયોસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદને હેરિટેજ સિટી નો દરજ્જો પણ મળી ગયો છે. ત્યારે સ્વચ્છતાને લઈ એએમસી દ્વારા વિવિધ જાહેરાતો અને પ્રોગ્રામ પણ આયોજિત કરવામાં આવે છે. ત્યારે નવા ઈ ટોઈલેટની પણ કાંકરિયાથી શરૂઆત કરવામાં આવશે.
અમદાવાદને સ્માર્ટ બનાવવાના પ્રયોસો ચાલી રહ્યાં છે, ત્યારે અમદાવાદ કાંકરિયા ખાતે ઈ ટોઇલ...
મહેસાણા પાંચ વર્ષમાં 11603 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી
શિક્ષણ ક્ષેત્રે ઘણાં લાંબા સમયથી વાલીઓ જાણે હરીફાઈમાં ઉતર્યા હોય એ પ્રકારે મોંઘીદાટ અને જાણીતી શાળાઓમાં પોતાના બાળકોને એડમિશન લે છે. જોકે છેલ્લા પાંચ વર્ષથી મહેસાણા જિલ્લામાં વાલીઓની માનસિકતામાં જાણે કોઈ ફેરફાર થયો હોય તેવું લાગી રહ્યું છે. હા ચોક્કસ આપને જાણીને નવાઈ લાગશે કે ખાનગી શાળામાં અભ્યાસ કરતાં નબળા બાળકો આજે સરકારી શાળામાં સારો અભ્યાસ કરી ...
‘નમો ગુજરાત કર્મયોગી કલ્યાણ નિધિ ટ્રસ્ટે ૨૨૫ છોકરીઓને સહાય આપી
‘નમો ગુજરાત કર્મયોગી કલ્યાણ નિધિ ટ્રસ્ટ‘ની રૂ. ૮ લાખ ૯૭ હજારની સહાયની રકમના ચેક રાજ્ય સેવાના વર્ગ-૪ કર્મયોગીઓની ૯૩ દિકરીઓને કન્યા શિક્ષણ પ્રોત્સાહન સહાય રૂપે વિતરણ કર્યા હતા. આ ટ્રસ્ટમાં અત્યાર સુધીમાં વર્ગ-૪ના અદના કર્મયોગીઓની ૨૨૫ દિકરીઓને રૂ. ૧૯.૫૭ લાખની સહાય આપવામાં આવી છે. કલમ-૮૦-જી હેઠળ આવકવેરા મુકિત મળવાપાત્ર રહેશે.
નિધિ ટ્રસ્ટ‘ની રચના કરીને...
છ લાખ વીજ ગ્રાહકોને એક વખતની સંપૂર્ણ માફી
ઘર વપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણ ધરાવતા નાગરિકોની લ્હેણી નીકળતી
રકમ માટે રાજય સરકારે રૂા. ૬૨૫ કરોડથી વધુ રકમની માફી યોજના જાહેર કરી છે. રાજ્યના અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને ’’ એક વખતની સંપૂર્ણ માફી યોજના’’ નો લાભ
મળશે.
વીજ જોડાણોમાં એક યા બીજા કારણોસર પુરવણી બીલો આપવામાં આવેલા હોય તેવા તમામ
વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી...
૩,૭૧૦ કરોડના મૂડીરોકાણના પ્રોજેક્ટ્સ માટે એમ.ઓ.યુ. કરાયા
સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ અને મહાનસરીયા ટાયર્સ
પ્રા. લિમિટેડ ગુજરાતમાં કુલ રૂ. ૩,૭૧૦ કરોડના મૂડીરોકાણ સાથે નવા પ્રોજેક્ટ શરૂ કરશે.
ગાંધીનગરમાં આ ત્રણેય કંપનીઓએ રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. સાંઘીપુરમ, કચ્છમાં વાર્ષિક ૪ મિલિયન ટન સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી
સાંઘી ઇન્ડસ્ટ્રીઝ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધા...
720 કરોડના નવા એસજી હાઈવે પર ટોલ વેરો નહીં હોય
ગાંધીનગર થી સરખેજ જવું હોય તો માત્ર 30 કિલોમીટરનું અંતર કાપતાં એક કલાક લાગે છે પરંતુ હવે એવું નહીં થાય. હાલ ડગલે ને પગલે સ્પીડબ્રેકર અને ટ્રાફિક સિગ્નલ ધરાવતો આ રાજમાર્ગ સુપર ફાસ્ટ હાઇવે બની જશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે એસજી હાઇવે તરીકે ઓળખાતા આ માર્ગનું એક્સપાન્સન કરવાનું નક્કી કર્યું છે જેનો ખર્ચ 720 કરોડ નક્કી કરવામાં આવ્યો છે પરંતુ તેના ખર્ચમા...

English