Tuesday, June 30, 2026

સેવી ગ્રુપની વિશ્વ સ્તરની સ્પોર્ટસ કલબ શરૂ

આ અનોખી સ્પોર્ટસ કલબ તાલિમ અને કોચીંગમાં વિશેષ ઝોક સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સુવિધા ઓફર કરશે અમદાવાદ, 2 ફેબ્રુઆરી 2029 રમતો અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રનુ મોખરાનુ સેવી જૂથ સેવી સ્વરાજ ટાઉનશીપમાં વિશ્વ સ્તરની સ્પોર્ટસ કલબ લોંચ કરવા સજ્જ બન્યું છે. આ સ્પોર્ટસ કલબમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને કોચી...

દિલ્હી અને મુંબઇ વચ્ચેનો રાજમાર્ગ ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે

કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે દિલ્લી અને મુંબઇ વચ્ચે એક નવા રાજમાર્ગનુ નિર્માણ થઇ રહ્યું છે. જે ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે. આનાથી બન્ને શહેરો વચ્ચેનું અંતર ર૮૦ કિલોમીટર ઘટી જશે. યાત્રાનો સમય ૧ર કલાક ઘટી જશે. એમણે એક કાર્યક્રમમાં કહ્યું આ રાજમાર્ગના નિર્માણ માટે જમીન અધિગ્રહણ થઇ ચુકયું છે. આ રાજમાર્ગ ગુરુગ્રામની પાસે સોહનાથી શરુ ...

અમદાવાદમાં ગોપાલે શોધ કરી, નાસાએ બોલાવ્યો પણ જવા 3 વાર ઈન્કાર

બિહારના ભાગ્લપુર ગામમાં રહેતો 19 વર્ષીય ગોપાલે 3 વખત નાસાની ઓફરને નકારી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ યુવાનને આમંત્રણ આપ્યુ હતું તેણે જણાવ્યુ હતું કે, દેશની સેવા કરવી એ મારો લક્ષ્ય છે. તેઓએ દર વર્ષે દેશમાં 100 બાળકોને મદદ કરવા માટેનો નિર્ણય પણ કર્યો છે. 2019માં તેઓએ આ કામ શરુ કર્યુ હતું. 8 બાળકોને તેણે શંશોધન માટે એક કામચલાઉ પેટન્...

પર્યાવરણ રક્ષાની ઝુંબેશ ચલાવતી 8 વર્ષની લિસીપ્રિયા ગુજરાતમાં આવી

યુનાઇટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં સંબોધન કરેલું છે. • મણીપુરની આઠ વર્ષીય પર્યાવરણ એક્ટિવિસ્ટ લિસી પ્રિયાએ • રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી • માં પ્રત્યેક નાગરિક સહયોગી બને મણીપુરમાં જન્મેલી આઠ વર્ષની  પર્યાવરણ એક્ટિવિસ્ટ લિસીપ્રિયા કન્ઝમને પર્યાવરણરક્ષા માટેની તેની ઝુંબેશ ચલાવતી ગુજરાત આવી છે. તેણે રાજભવન ખાતે શુભેચ્છા પાઠ...

ગુજરાતના દરિયામાં એક વર્ષમાં 175 માછીમારોને તટરક્ષક દળે બચાવ્યા

ગાંધીનગર જિમખાના સેક્ટર-૧૯ ખાતે યોજાયેલી ૪૪માં તટ રક્ષક દિવસની ઉજવણી ગાંધીનગર, 02 ફેબ્રુઆરી 2020 ભારતીય તટરક્ષક દળ સમુદ્રમાં માનવીય સુરક્ષા માટે દેશની યુવાશક્તિને બરબાદ કરવાના આશયથી પડોશી દેશમાંથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેને નાકામિયાબ કરે છે. સમુદ્રમાં ઘણીવાર વિપરીત પરિસ્થિતિઓને કારણે દેશના માછીમારોના જીવ જોખમમાં ...

સરિતા જોશી, આસિતકુમાર મોદી અને દીલિપ જોશીને ભારત ગૌરવ એવોર્ડ

મહારાષ્ટ્ર ગુજરાતી સમાજના વિશ્વ ગૌરવ, ભારત ગૌરવ અને મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ જાહેર મુંબઈ, 1 ફેબ્રુઆરી 2020  મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળે ભારત ગૌરવ એવોર્ડ જાહેર કર્યા છે. પદ્મશ્રી સરિતા જોશી, તારક મહેતા કા ઉલ્ટાચષ્માના પ્રોડ્યુસર આસિતકુમાર મોદી અને સિને સ્ટાર દીલિપ જોશી જેઠાલાલ), પદ્મશ્રી આણંદજી વી. શાહ (મ્યુઝીક ડાયરેકટર) અને નાગપુરના લોજેટીક ...

અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીઓ પર હાઇડ્રોલીક સ્ટોરેજ સ્ટ્રકચર બનશે

ડાંગમાં વનવાસી ખેડૂતોને વ્યાપક સિંચાઇ સુવિધા મળી રહે તે માટે ડાંગ પ્રદેશની 4 મોટી નદીઓ અને તેની પ્રશાખાઓ પર 24 મોટા હાઇડ્રોલિક સ્ટોરેજ સ્ટ્રક્ચર ચેકડેમ બનાવવા માટે રૂ.26 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી સરકારે આપી છે. આહવા સુબીર અને વઘઈ તાલુકાના ૨૪ ગામોમાં નિર્માણ પામશે. ડાંગની  ડુંગરાળ અને ઢોળાવવાળા વિસ્તાર હોવાથી પાણી વહી જવાને કારણે ચોમાસા પછી...

હસ્તકલા મેળામાં મડ-મિરર, બાંબુ, ચર્મ, માટી, ભરત ગુથણ, થ્રેડ વર્કની ખાસ...

હસ્તકળા મેળો માત્ર મનોરંજન કે પ્રદર્શનનું માધ્યમના બની રહેતા તેનાથી કંઈક વિશેષ માહિતી, જ્ઞાન અને સંસ્કૃતિનું સંવર્ધન થાય તેમજ કલાકારોની કારીગરીથી લોકો માહિતગાર થઈ તેમને બિરદાવે તે જરૂરી હોઈ વહીવટી તંત્ર દ્વારા મેળાને ખાસ લુક આપવા તેમજ માહિતી આપતા પ્રિન્ટ અને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ ૨૭પ્રકારની ભાતીગળ હસ્તકલાના સ...

સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ અદાલત

રાજ્યના લોકોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે  સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટો આગામી ૩૧ જાન્યુઆરી-૨૦૨૦થી કાર્યરત થશે. સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કિ...

મહિન્દ્રા આ વર્ષે ઓટો એક્સ્પોમાં મોટા ઇલેક્ટ્રિક વાહનો રજૂ કરશે.

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક મહિન્દ્રા આ વર્ષે ઓટો એક્સ્પોમાં તેના વિશાળ ઇલેક્ટ્રિક વાહનો રજૂ કરશે. કંપનીએ આ માહિતી તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે. ઓટો એક્સ્પો 2020 ઘણી રીતે ખૂબ જ વિશેષ હશે, આ વખતે મોટરને મોટાભાગના ઇલેક્ટ્રિક વાહનો દ્વારા જોવામાં આવશે. કંપનીના આ ટીઝર કેમ્પેઈનમાં મહિન્દ્રાના ફ્લેગશિપ મોડલ્સ XUV500, XUV300 અને KUV100 ...

મુકેશ અંબાણીની કંપનીએ પ્લાસ્ટિકથી રસ્તા તૈયાર કરવા દરખાસ્ત મોકલી

પ્લાસ્ટિકનો રસ્તો: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પ્લાસ્ટિકના કચરાનો માર્ગ બનાવવાની સરકારને દરખાસ્ત કરી છે. અંબાણીએ 'વેસ્ટ પ્લાસ્ટિક ટુ રોડ' ટેકનોલોજી દ્વારા રસ્તાઓના નિર્માણની દરખાસ્ત કરી છે. અમને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવા પાઇલટ પ્રોજેક્ટ પર પહેલાથી કામ કરી રહી છે. આ અંતર્ગત, ક...

વીજ ભાર વધતાં ખેડૂતોએ દંડ નહીં ભરવો પડે

ગાંધીનગર, 29 જાન્યુઆરી, 2020 રાજ્ય સરકારે મંગળવારે કૃષિ વીજ જોડાણો માટે દંડના ધોરણોને હળવા કર્યા છે. હવે ખેડુતોએ ફાળવણી કરતા વધારે વપરાશ માટે ઓવરશુટિંગ માટે તાત્કાલિક અસરથી દંડ ભરવો પડશે નહીં, જો તેઓ એક મહિનાની અંદર બીલ ચૂકવે. સરકારે તેમના કૃષિ જોડાણ પર વીજ વપરાશ વધશે તો ખેડુતો સાથે ઉદાર બનવાનું નક્કી કર્યું છે. અગાઉ, વપરાશમાં વધારો થાય તો તા...

પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્રપ્રધાન અને કતારના ઉર્જા પ્રધાન સાદ વચ્ચે ક...

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન અને કતારના ઉર્જામંત્રી શ્રીયુત સાદ શેરીદા અલ કાબીની વચ્ચે ગુજરાતના હિતમાં એક મહત્વની બેઠક યોજાઈ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન અને  કતારના ઉર્જામંત્રી સાદ શેરીદા અલ કાબીની વચ્ચે ગુજરાતના હિતમાં એક મહત્વની બેઠક યોજાઈ ગઈ, જેમાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ ...

વલ્લભવિદ્યાનગર તથા કરમસદને આણંદમાં ભેળવી દેવા નિર્ણય

આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં  શરતી ઠરાવ મંજૂર કર્યો આણંદ નગરપાલિકાની સામાન્ય સભાપ્રમુખ કાંતિ ચાવડાના અધ્યક્ષસ્થાને મળી હતી. આણંદ શહેરને બૃહદ નગરપાલિકાબનાવવા માટે રાજ્ય સરકાર અવારનવાર સૂચનો મંગાવતી હોઇ ટૂંક સમયમાં જ આ પ્રક્રિયાપૂરી કરી દેવાશે તેમ જણાવતાં ચાવડાએ જણાવ્યું કે વલ્લભવિદ્યાનગર તથા કરમસદને ભેળવી દેવા શરતી ઠરાવ મંજૂરકર્યો છે અને ત...

મહેન્દ્રભાઇ મેઘાણીનું નાગરિક અભિવાદન કરવામાં આવશે

ભાવનગરની શિક્ષણ સંસ્થાઓ તેમજ બ્લડબેન્ક, શિશુવિહાર, વિકાસવર્તુળ,બાર્ટનલાઇબ્રેરી વગેરે સામાજીક સંસ્થાઓના સંયુકત ઉપક્રમે યોજાનાર સમારોહમાંલોકમિલાપના સ્થાપક-સંવર્ધક મહેન્દ્રભાઇ મેઘાણીનુ પુસ્તક સંપુટથી અભિવાદનકરશે. ભાવનગરની સેવા અને સાંસ્કૃતિક ધરોહરને જાળવવામાં સતત કાર્યશીલ વ્યક્તિઓ અનેસંસ્થાનું પણ આ પ્રસંગે વિશેષ અભિવાદન કરવામાં આવશે. તેમજ ભાવનગરના સામ...