Wednesday, July 1, 2026

દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમની આગામી દિવસોમાં સ્થાપના કરાશે

ગાંધીનગર, તા. 10 સરકારે રાજ્યનાં દિવ્યાંગોને આપવામાં આવતી સાધન સહાયની રકમ બમણી કરવા સહિતની કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર વ્યક્તિ દીઠ ૧૦ હજાર રૂપિયા આપે છે તે સાધન સહાય યોજનાની રકમ દિવાળી બાદ બમણી એટલે કે ૧૦ હજાર રૂપિયાની જગ્યાએ ૨૦ હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દિવ્યાંગ નાણાં અને વિકા...

જમ્મુથી નીકળેલો ગ્રીનમેન મહેસાણામાં, દેશમાં 24,000 કીલોમીટર પરિભ્રમણ ક...

મહેસાણા, તા.૧૦ પર્યાવરણ બચાવોની લોકજાગૃતિ કેળવવા વિશ્વમાં સૌથી લાંબી સાયકલ યાત્રાએ નિકળેલ રાજસ્થાનના બાડમેરના લંગેરા ગામનો 34 વર્ષીય યુવાન જમ્મુથી યાત્રા પ્રસ્થાન કરીને દેશમાં 24000 કીલોમીટર પરિભ્રમણ કરશે. સાયકલ યાત્રાની સાથે સાથે પડાવમાં ઠેરઠેર વૃક્ષારોપણના રચનાત્મક કાર્ય સાથે 10 રાજ્યના 10300 કીલોમીટર ખેડીને ગ્રીનમેનથી જાણીતા નરપતસિહ રાજપુરોહિ...

સિધ્ધપુરમાં કાઇ પો છે…ના ગુજથી પતંગ ઉત્સવ મનાવાયો

સિધ્ધપુર, તા.૦૯ સિદ્ધપુરમા વર્ષો જૂની પરમ્પરા પ્રમાણે દશેરા નિમિત્તે ભારે હોષોલ્લાસથી પતંગોત્સવ ઉજવવામાં આવ્યું હતું. એક લોકવાયકા પ્રમાણે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ ઉત્તરાયણના દિવસે અવસાન થયું હોવાથી સિદ્ધપુર વાસીઓ ઉત્તરાયણના બદલે દશેરાના દિવસે પતંગ ચગાવી પતંગોત્સવનો રોમાંચ સાથે એ...કાપ્યો...ની બુમો સાથે ધાબાઓમાં ચિચિયારીઓ સાથે આનંદ પાળી રહ્યા ...

મગફળીના ભાવમાં ઉછાળો આવતાં ખેડૂતો ખુશખુશાલ

રાજકોટ,તા.04 જેની રાહ જોવાતી હતી તેવી મગફળી માર્કેટમાં આવવા માંડી છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં નવી મગફળીની ધૂમ આવક શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે નવી મગફળીનો ભાવ એક મણે 1400થી 1500 સુધીનો  બોલાયો હતો. આટલો ભાવ મળતા મગફળી વેચનારા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ સરકારે ટેકાના ભાવે ખરીદી પર 1018 રૂપિયા નક્કી કર્યા...

ધંધો છોડી 5 વર્ષમાં 3 લાખ વૃક્ષો ઊછેરી 18 કરોડ વાપર્યા

5 વર્ષમાં 3લાખ અને 20 હજાર વૃક્ષો વાવીને ઉછેર્યા છે. આ માટે કૂલ 18 કરોડથી વધારે ખર્ચો કર્યો છે. વૃક્ષારોપણ માટે એમણે 200 માણસોની ટીમ બનાવી છે જેને પગાર પેટે મહિને 28 લાખ જેવી રકમ પણ ખર્ચે છે. શૈલેષ સગપરીયા રાજકોટના પડધરી તાલુકાના ફતેપુર નામના નાના એવા ગામના વતની વિજયભાઈ ડોબરિયાને 5 વર્ષ પહેલા એક એવો વિચાર આવ્યો કે મારે માત્ર મારા માટે જ નથી જ...

સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં યશ્વીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

અમદાવાદ, તા.1 તાજેતરમાં હિંમતનગર ખાતે યોજાયેલી ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ-2019માં યશ્વી જાદવએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં યશ્વી ગોલ્ડ મેડલ અને 3 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર મેળવી ચૂકી છે. આગામી નવેમ્બર મહિનામાં યોજાનાર રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં યશ્વીની પસંદગી કરાઈ છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્...

સ્વેકના કમાન્ડિંગ ઈન ચીફ તરીકે એર માર્શલ ઘોટિયાએ હોદ્દો સંભાળ્યો

ગાંધીનગર, તા. 01 સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના કમાન્ડિંગ ઈન ચીફ તરીકે એર માર્શલ એસ. કે. ઘોટિયાએ આજે હોદ્દો સંભાળ્યો છે. એર માર્શલે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ગાર્ડ ઓફ ઑનરનું નિરીક્ષણ કર્યું હતું. એર માર્શલ એસ કે ઘોટિયા નેશનલ ડિફેન્સ એકેડેમીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને વર્ષ 1981માં ભારતીય વાયુ સેનાનાં ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતાં. તેઓ ક્વોલિફા...

પ્લાસ્ટિક મુક્ત રાજકોટ બનાવવાની નેમ સાથે રાજકોટમાં વિશાળ રેલી

રાજકોટ,તા.02 સમગ્ર દેશની સાથેસાથે રાજકોટમાં પણ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લોગીંગ રન, પ્રભાત ફેરી, શ્રમદાનના યોજાયાં હતા.

શશીવનમાં ગાંધીજીની 375 કિલોની તાંબાની પ્રતિમા મુકાશે

પાલનપુર, તા.૨૮  પાલનપુરમાં પહેલી વાર ગાંધીજીની પ્રતિમા ખુલ્લી મુકાશે. 375 કિલોની તાંબાની પ્રતિમા શશીવનમાં ઉભી કરવામાં આવનાર છે. રૂ.13.50 લાખની પ્રતિમાનું બીજી ઓકટોબરે વિદ્યામંદિર સંસ્થા દ્વારા અનાવરણ કરાશે. પાલનપુરની શૈક્ષણિક સંસ્થા વિવિધલક્ષી વિધામંદિરના ડાયમંડ જયુબિલી કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટીઓએ મહાત્મા ગાંધીજી ની પ્રતિમાની શહેરમાં સ્થાપના ...

ગુજરાત વિદ્યાપીઠની ગાંધી પદયાત્રા વી.એસ. શાહ પ્રાથમિક શાળામાં મોડાસામા...

મોડાસા, તા.૨૮   ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક ગાંધીબાપુની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી દેશ વિદેશમાં થઇ રહી છે, ત્યારે ગુજરાત વિદ્યાપીઠના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં ગાંધી પદયાત્રા ગ્રામ્ય જીવન વિશે શાળાઓમાં જઇ વિદ્યાર્થીઓ જોડે નાટ્યરૂપે, સંગીત રૂપે, અભિનય રૂપે બાળકો જોડે વાર્તાલાપ કરી ગાંધીજીના “મારું જીવન એ જ મારો સંદેશ”ના વિ...

સોલા સિવિલ હોસ્પિટલમાં ‘વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે’ની ઉજવણી કરવ...

અમદાવાદ,તા.25 દર વર્ષે વિશ્વમાં ૨૫મી સપ્ટેમ્બર'ના રોજ 'વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. આજે સોલા સિવિલ હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળ અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ ફાર્માસિસ્ટ (ટીએફજીપી) દ્વારા ફાર્માસિસ્ટ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય તબીબી સેવાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં. ટીએફજીપીના મીડિયા પ્ર...

વિખૂટી પડેલી ત્રણ વર્ષની બાળકીના પરિવારને પોલીસે શોધી કાઢ્યો

વિસનગર, તા.૨૫ વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં મંગળવારે ઘરેથી રમતી રમતી છુટી પડી ગયેલી સાડા ત્રણ વર્ષની બાળકીને રિક્ષાચાલક પોલીસ મથકે લાવ્યા બાદ પોલીસે સોશિયલ મીડિયામાં વહેતા કરેલો ફોટો જોઇ પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો હતો. પોલીસે પૂરતી ખરાઇ બાદ બાળકી પરિવારને સોંપી હતી. શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં મંગળવારના રોજ સાડા ત્રણ વર્ષની બાળકી...

વાડિયાની 5 દીકરીઓને કરિયાવરમાં ભેંસોનું દાન

મહેસાણા, તા.૨૫ સરકારી તંત્ર જે વાડિયાને બદલી ન શક્યું ત્યાં સમજાવટ અને આત્મિયતાથી મિત્તલ પટેલ નામની દીકરીએ કામ કરી જાણ્યું. તાજેતરમાં આ ગામની પાંચ દીકરીનાં સમૂહ લગ્ન યોજાયાં ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચે આ દીકરીઓ લગ્ન પછી સ્વાવલંબી બની રહે તે માટે કરિયાવરની સાથે ધામેણાં(દુધાળી ભેંસ)નાં દાનની જાહેરાત કરી હતી. સોમવારે આ પાંચેય દીકરીઓને પોંખી ધા...

મહિલાઓની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજી સજજ સો નિર્ભયા વાન તૈયાર કરાઈ

અમદાવાદ,તા.24 અમદાવાદ શહેર પોલીસ દ્વારા હવે મહિલાઓની સુરક્ષા માટે ૧૦૦ જેટલી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ નિર્ભયા વાન તૈયાર કરવામાં આવી રહી છે. આ નિર્ભયા વાન જાહેર રસ્તાઓ, કોલેજ, યુનિવર્સિટી, શાકમાર્કેટ અને અનેક જાહેર સ્થળો પર યુવતીઓની છેડતીઓની ઘટના સામે બાજ નજર રાખશે. આધુનિક ટેકનોલોજી ધરાવતી નિર્ભયા વાન નિર્ભયા પ્રોજેક્ટના મેમ્બર અને ઝોન-૫ના ડ...

જેઠીપુરા ગામને બબ્બે રાષ્ટ્રીય એવોર્ડ : લોક ફાળાથી ચાલતી અદ્યતન હોસ્પિ...

હિંમતનગર, તા.૨૧ ઇડર તાલુકાના જેઠીપુરા ગામને 2017-18 દરમ્યાન અલગ અલગ માનાંકોમાં અમલવારી પણ થતી હોવાથી દિન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર અને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર 2019 માટે નવાજવામાં આવનાર છે. નાનાજી દેશમુખ એવોર્ડ મેળવનાર જેઠીપુરા ગ્રામ પંચાયત સમગ્ર રાજ્યમાં એકમાત્ર ગ્રામ પંચાયત છે. બંને પુરસ્કારથી રૂ. 21 લાખ મળ...