Thursday, July 2, 2026

વરસતા વરસાદની વચ્ચે પણ અંબાજી ભણી શ્રધ્ધાળુઓના ઘોડાપૂર

અંબાજી, તા.૧૧ લીલીછમ અરવલ્લીની ગીરીમાળા વચ્ચે બિરાજતાં માઁ અંબાના પાયલાગણ કરવા નીકળી પડેલા હજારો ભક્તો હજુ રસ્તામાં છે. મંગળવારે મેઘરાજા કસોટી કરતા હોય તેમ ધોધમાર વરસ્યા, પણ આતો માઁ અંબાના ભક્તો, રોકાય એ બીજા.માનો રથડો ખેંચતા જાય અને બોલતા જાય બોલ માડી અંબે જય જય અંબે. આગળવાળા બોલે જય અંબે. પાછળવાળા બોલે જય અંબે. ધજાવાળા બોલે જય અંબે. એમ કહી એકબ...

જસદણના આલણસાગર તળાવની સપાટી 20 ફુટ પર પહોંચી

જસદણ તા. ૧૧ શહેરને પીવા માટે પાણી પુરૂ પાડતા આલણસાગર તળાવમાં બુધવારે સવારે ર૦ ફુટે સપાટી પહોંચતાં નવા નીરના વધામણા જસદણના રાજેશભાઇ બાવાભાઇ પરમાર એ શ્રીફળ અગરબતીથી વધામણા કર્યા હતાં. તેમણે એક યાદીમાં જણાવ્યું છે કે આલણસાગર તળાવ એકસો વર્ષથી વધુ સમયથી જસદણની તરસ બુઝાવે છે. ત્યારે આ તળાવની ર૦ ફુટે પાણીની સપાટી એ પહોંચતાં શહેરના લોકોની સુખાકારી માટે ...

સીંગતેલના ભાવમાં ડબ્બે દસ રૂપિયાનો ઘટાડો થયો- કપાસિયા તેલમાં પણ ભાવ ઘટ...

રાજકોટ, તા. ૧૦ :. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના પગલે મગફળીનો પાક સારો થશે તેવા અહેવાલો આવતાં  સીંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂ. અને કપાસીયા  તેલમાં ૫ રૂ.નો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારમાં મગફળીનો પાક સારો થશે તેવા અહેવાલે આજે સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો નોંધાયો છે. સીંગતેલ  લુઝ (૧૦ કિલોના ભાવ) ઘટીને ૧૦૨૫ થી ૧૦૫૦ રૂ. થયા...

રેલ્વેના પ્રવાસીઓ પાસે હવે મનગમતા ભોજનનો વિકલ્પ

અમદાવાદ,તા.10 રેલવે મંત્રાલયના મંત્રી પિયૂષ ગોયલ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી નવી ભોજન નીતિમાં રેલવેમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને તેમનો મનપસંદ ભોજન પસંદ કરવાનો ઓપ્શન ઇ-ટિકીટનું બુકિંગ કરાવતી વેળાએ જ મળી જાય તેવી સુવિધા આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન હેઠળ પેસેન્જરને એક કરતાં વધુ ભોજનમાંથી મનપસંદ ભોજનની ડિશ પસંદ કરવાનો વિકલ્પ આપવ...

રાજપૂતમાંથી મોરેસલામ બનેલા 8 સ્ટેટના રાજાઓ પોતાના ધર્મમાં પરત આવશે

અમદાવાદ તા. 08 ભૂતકાળમાં જે રાજપૂત રાજાઓ મુસ્લિમ થઈ ગયા હતા તેમને મોરેસલામ કહેવામાં આવે છે. આવા 8 રાજ્યનાં મોરેસલામ રાજાઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની આગેવાનીમાં પોતાના સમાજમાં પરત આવી રહ્યાં છે અને તે માટે શહેરનાં રિવરફ્રન્ટ ઉપર આગામી 15મી સપ્ટેમ્બરે એક વિશાળ રાજપૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સંઘના સહ સરકાર્યવાહક કૃષ્...

મોરારી બાપુના સમર્થનમાં ગુજરાત સાધુ સમાજ

કથાકાર મોરારી બાપુ એ નીલકંઠ વિષે કરેલા નિવેદન થી ભારે ચકચાર મચી છે ત્યારે હાલ મોરારી બાપુ વિષે જ્ઞાન સ્વામી સાધુ એ મીડિયા માં સ્ટેટ મેન્ટ કરતા . મોરારી બાપુ ના સમર્થન માં ગુજરાત સાધુ સમાજ ના સંતો એ તેમને સમર્થન આપ્યું હતું સાવરકુંડલા ખાતે ગુજરાત સાધુ સમાજ ના પ્રમુખ અને ચેરમેન સહીત અનેક સાધુ સમાજ ના સંતો ભેગા થયા હતા અને મોરારી બાપુ ના નીલકંઠ અંગે ન...

ગુજરાતી યુવાનની નવીન ખોજ બનશે ગરીબોની મદદરૂપ

અમદાવાદ,તા:૪ ગુજરાતની અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની શ્રમિક મહિલાઓ માટે હવે જીવન સહેલું બની રહ્યું છે. આ મહિલાઓ ઘરકામની સાથેસાથે રોજગારી પર પણ પૂરતો સમય આપી શકે છે. આ મહિલાઓને જ ધ્યાને રાખી ગ્રાસરૂટ ઈનોવેશન નેટવર્કના સિનિયર મેનેજરે એક નવું સૂર્યકૂકર બનાવ્યું છે, જે માત્ર 100 રૂપિયામાં આ મહિલાઓને મળી રહેશે. આ કૂકરનો ઉપયોગ કરીને આદિવાસી મહિલાઓ બપ...

દાંતીવાડામાં ખેડૂતે બે એકર જમીનમાં ચંદનના 500 વૃક્ષ ઊછેર્યા

દાંતીવાડા, તા.૦૨ બનાસકાંઠાના દાંતીવાડા ભોમમાં પથ્થરોનું વધારે પ્રમાણ જોવા મળે છે. ત્યારે નીલપુર ગામના ખેડૂત દ્વારા દાંતીવાડા તાલુકામાં 2014માં પ્રથમ વાર બે એકર જમીનમાં 500 ચંદનના છોડનું સફળ વાવેતર કરી જાણે કૃષીક્ષેત્રે અનોખી પહેલ કરી અન્ય લોકોને પણ આધુનિક ખેતી કરવા પ્રેરણા આપી હતી. ચંદનની ખેતી માત્ર ભારતમાં જ થાય છે અને તેના ગર્ભમાંથી નીકળતું...

રાજ્યમાં મગફળીનું ઉત્પાદન સારું રહેવાની સંભાવના

રાજકોટ,શુક્રવાર સમયસર વરસાદ, ઉઘાડ અને વરાપના પગલે મગફળી પકવતા ખેડૂતો આ વર્ષે આનંદમાં છે, કારણ કે આ વખતે મગફળીના પાક માટે યોગ્ય વાતાવરણ મળી રહ્યું છે. યોગ્ય વાતાવરણના પગલે આ વર્ષે 27થી 30 લાખ ટન મગફળીનો પાક ઉતરવાની આશા સેવાઈ રહી છે, જે ગત વર્ષે માત્ર 18 લાખ ટન જ ઉત્પાદન રહ્યું હતું. આ વખતે રાજ્યમાં 15.40 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, ...

હવે આંતરજ્ઞાતિ લગ્નમાં એનઓસીની જરૂરિયાત નહી પડે

ગાંધીનગર,તા.28 ગુજરાતમાં આંતરજ્ઞાતિ લગ્નો વધી રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે આ પ્રકારના લગ્નના જોડાઓ માટે સરકારી એક લાખની સહાય માટે હવે કન્ચાના માતા-પિતા પાસેથી એનઓસી કે સોગંદનામાની જરૂરિતાય નહીં રહે. આ પહેલાં જિલ્લાના અધિકારીઓ દ્વારા આ પ્રકારના લગ્નમાં એનઓસી માગવામાં આવતી હતી. એનઓસી માટે કોઈ અધિકારી મજબુર નહી ક...

પર્યાવરણ બચાવવા યુવાનની વિશ્વવિક્રમી સાઈકલયાત્રા

અમદાવાદ,તા:૨૮ મૂળ રાજસ્થાનના યુવાને પર્યાવરણને બચાવવા માટે એક અનોખી પહેલ કરી છે, જેના ભાગરૂપે નરપતસિંહ નીકળ્યા છે વિશ્વવિક્રમી હજાર કિલોમીટરની સાઈકલયાત્રા પર.શિક્ષણ, પર્યાવરણ અને સ્વાસ્થ્યના આગ્રહી એવા નરપતસિંહે આ સાઈકલયાત્રાની શરૂઆત 24 જાન્યુઆરીએ જમ્મુ એરપોર્ટથી કરી હતી. તેઓ જમ્મુથી નીકળી હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ...

ઈઝરાયેલી ખારેકની ખેતીથી ખેડૂતો તાલુકામાંથી હિજરત કરતા અટક્યા

રાધનપુર, તા.૨૬ રાધનપુર અને સાંતલપુર તાલુકા આઝાદી બાદ પછાત અને દુષ્કાળ ગ્રસ્ત પ્રદેશ તરીકે ઓળખાતા તાલુકા હતા, અને દર વર્ષે અહીં વરસાદ ન થવાના કારણે હજારો લોકો હિજરત કરી બીજા પ્રદેશોમાં ચાલ્યા જતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોના ખેડૂતો આ તાલુકાની ઇઝરાયેલી ખારેકના પાક અંગે પુછતા થયા છે. બંને તાલુકામાં ઇઝરાયેલી ટીસ્યુ ખારે...

અમદાવાદના મુસ્તુફા સીબાત્રાએ સતત ત્રીજા પ્રોગ્રામમાં રેંકીગમાં સ્થાન મ...

અમદાવાદ, તા.૨૬ ધ ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા(સી.એસ.) દ્વારા જૂન ૨૦૧૯માં લેવાયેલી એકઝીક્યુટીવ અને પ્રોફેશનલ પ્રોગ્રામનુ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. એક્ઝીક્યુટીવ પ્રોગ્રામમાં ઓલ ઇન્ડિયા રેંકમાં કુલ બે વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે. જયારે પ્રોફેશનલ પ્રોગ્રામમાં ટોપ ૨૫માં અમદાવાદના એક વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યુ છે. એક્ઝીક્યુટીવ પ્...

તબીબોએ ૮૦ ટકા વળી ગયેલી કરોડરજ્જુની જટિલ સર્જરી કરી યુવતીને નવજીવન આપ્...

અમદાવાદ, તા. 23 શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ એંસી ટકા વળી ગયેલી કરોડરજ્જુની અત્યંત જટિલ કહી શકાય એવી સર્જરી કરી સુરતની ૨૮ વર્ષીય યુવતી નવજીવન બક્ષ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી અગાઉ માંડ પાંચ ફૂટ સુધીનું જોઈ શકતી યુવતીની વાંકી કરોડરજ્જુ સીધી થઈ જતાં હવે પગભર થઈ સામાન્ય જીવન જીવી શકશે. પ્રાપ્ત માહિતી મુજબ સુરતની ૨૮ વર્ષની ઝરીના શેખ નામ...

ખેતીકામ કરતી આશા ઠાકોરે રગ્બીમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો

ભાભર, તા.૨૨ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને ચરિતાર્થ કરતી ભાભરના મીઠા ગામની પ્રતિભાશાળી દીકરી આશા ઠાકોરે ભારતમાં પણ જે રમત પ્રત્યે ઓછો ક્રેજ છે તે રગ્બીમાં ગોલ્ડ મેડલ જીતનારી આશા ઠાકોર દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડવાની મહેચ્છા ધરાવે છે. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી આશાના અરમાનોને પાંખ આપવા હવે વિવિધ સંસ્થાઓ આગળ આવી છે. ભાભરના મી...