18 વર્ષમાં 25 કરોડ વૃક્ષો વધીને 34 કરોડ થયા
2004માં ગુજરાતમાં વૃક્ષોની સંખ્યા 25 કરોડ જેટલી હતી જે 2017ના વર્ષમાં વધીને 34 કરોડ થઇ છે. ગુજરાતે 18 સાંસ્કૃતિક વનો બનાવ્યા છે. રૂ.4500 કરોડ કાર્બન ક્રેડીટના રૂપમાં મેળવીને ગુજરાતે દાખલો બેસાડ્યો છે. સામાજીક વનીકરણ વિભાગે આ વર્ષે વોદરા જિલ્લાના 40 ગામોને હરિયાળા ગામો બનાવવાનો સંકલ્પ કર્યો છે. 117 હેકટર સરકારી અને 741 ખાનગી જમીનમાં વૃક્ષ ઉગાડાશે. ...
ગીતા રબારીનું ગુજરાતી ગીત “રોણ શહેરમાં રે” 30 કરોડ લોકોએ જ...
ગુજરાત લોક સંગીતમાં પદમશ્રી સ્વ.દિવાળીબેન ભીલ પછી નામના મેળવવી હોય તો તે કચ્છી કોયલ ગીતાબેન રબારી છે. એમના એક ગીત ”રોણા શહેર માં” એ માત્ર બે વર્ષની અંદર યુ–ટયુબ પર ધુમ મચાવી 22 કરોડ લોકોએ જોયું હતું. જે હવે 24 કરોડ સુધી પહોંચી ગયું છે. બધા અપલોડ સાથે આ આંક 30 કરોડથી વધું થાય છે. ગુજરાતમાં તેમનો આ રેકોર્ડ છે. આટલી લોકપ્રિયતા કોઈને આજ સુધી મળી નથી. ભ...
કિરીટ ભીમાણી વૃક્ષો વાવી ગુજરાત બચાવતાં ગ્રીન લીડર
ગુજરાત અને દેશભરમાં ગ્રીન-લીડર તરીકે અમદાવાદ સ્થિત કિરીટભાઈ ભીમાણીએ અત્યાર સુધીમાં સ્થાનિક નગરપાલિકાઓની પરવાનગીથી લોહાણા મહાજનવાડીઓ, જાહેર સ્થળો, શાળાઓ અને ખાનગી કમ્પાઉન્ડ સહિત ૨૫૦ થી વધુ જગ્યાઓએ પ્લાન્ટેશન વૃક્ષોની રોપણીના કાર્યક્રમો કર્યા છે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ, સામાજિક કર્મશીલો, સાધુ-સંતો, શાળાના વિદ્યાર્થીઓ, માનસિક દિવ્યાંગો તથા લોહાણ...
રામદેવનગર ગાંજો વેચનારા સામે મહિલાઓની વાદળી ગેંગે દેખાવો કર્યા
અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બરાબર સામે આવેલા રામદેવનગરમાં દારૂ અને ગાંજો વેચાય છે. છેલ્લાં કેટલાય મહિનાથીઓ સવાર સાંજ દારૂ ગાંજાની વિરૂધ્ધમાં રેલીઓ કાઢતી મહિલાઓની પીડા પોલીસને સંભળાતી નથી. દારૂ ગાંજામાં બરબાદ થઈ રહેલા પોતાના પતિ અને સંતાનોને બચાવવા માટે રામદેવનગરની મહિલાઓ એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો અને તે અંગે નિયમ પ્રમાણે સેટેલાઈટ પોલીસ પાસે ...
વૈશ્યાવૃત્તિ માટે બદનામ વાડિયામાં કુંવારી યુવતીઓના લગ્ન થવા લાગ્યા
બનાસકાંઠાનાં થરાદનાં અંતરિયાળ ગામ વડિયા ગામ મહિલાઓના દેહ વ્યાપાર માટે દેશભરમાં બદનામ હતું. વાડિયામાં બદલાવ આવે, ત્યાંની દીકરીઓ પરણે અને સામાન્ય પરિવારની જેમ સાસરે જાય અને પોતાનો સંસાર શરૃ કરે એવા સ્વપ્ન સમગ્ર ગુજરાતના સમજુ લોકોનું હતું. હવે આ ગામ સુધારા પર છે. અહીં યુવતીઓ લગ્ન કરવાના બદવે વેશ્યાવૃત્તિ કરાવવા માટે તેના પિતા અને ભાઈ દલાલ બની જતાં હતા...
અમૂલ સાથે છેડો ફાડ્યા બાદ દૂધસાગર ડેરીએ ડેનમાર્ક સાથે કરાર કર્યા
મહેસાણાની દૂધસાગર ડેરી અમૂલથી છેડો ફાડી દીધા બાદ પહેલી વખત આંતરરાષ્ટ્રીય ફલક પર સમજૂતી કરારો દૂધના દેશ ડેનમાર્ક સાથે કર્યા છે. ડેનમાર્કના ઓડેન્સે પ્રાંતમાં આવેલી કોલ્ડ કોલેજ સમગ્ર ઉત્તર યુરોપમાં એકમાત્ર ડેરી શિક્ષણ અને તાલીમ આપતી કોલેજનો ભાગ હવે મહેસાણા દૂધ સાગર ડેરી પણ બની છે. દૂધસાગર ડેરીની દૂરડા સંસ્થા સંચાલિત MIDFT કોલેજે યુરોપના ડેનમાર્કની કોલ...
બીજા 10 વર્ષ સુધી ગુજરાતને એરંડીમાં પ્રથમ રાખી શકે એવા નવા બિયારણની શો...
દિવેલાની એક એવી નવી જાત ગુજરતાના કૃષિ વિજ્ઞાનીઓએ બનાવી છે કે, જે ગુજરાતને એરંડીના ઉત્પાદનમાં બીજા 10 વર્ષ સુધી દેશમાં એક નંબર પર રાખી શકશે. અત્યારે ગુજરાત એરંડીના ઉત્પાદકતામાં પ્રથમ નંબર પર છે. જે બીજો એક દશકો જાળવી રાખે એવું આ બિયારણ છે.
જો તેનું વાવેતર વધારવામાં આવે તો 26 ટકા ઉત્પાદન એકાએક વધી શકે છે. ગુજરાતમાં 5થી 5.85 લાખ હેક્ટરમાં એરંડીનું ...
સરકાર પ્રમાણિક છે – કૃષિ પ્રધાન ફળદુ
કૌભાંડ કરનાર કોઈપણ વ્યક્તિ હશે એને રાજ્ય સરકાર ક્યારેય છાવરવા માંગતી નથી અને કોઈપણ વ્યક્તિ જવાબદાર હશે તો તેને કડકમાં કડક સજા કરવામાં અમારી સરકાર કોઈ કચાસ રાખશે નહીં. રાજ્ય સરકારનો ઇરાદો પ્રમાણીક છે અને કાયમ રહેશે જ. જે લોકોએ ખેડૂતો માટે ખોટું કર્યું છે એના પર ભૂતકાળમાં ફોજદારી કેસો કર્યા છે અને આવનાર સમયમાં કોઇ ખોટું કરશે તો છોડશું પણ નહી. તેમ રાજ...
બાંધેલા પગાર, કરાર પ્રથાના ભાજપના શોષણને વડી અદાલતનો ફટકો
રક્ષણ ફીક્સ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાના કર્મચારીઓને મળશે. કરાર આધારિત કર્મચારીઓને મનફાવે – મનસ્વી રીતે રાજ્ય સરકાર જુદાજુદા બહાના હેઠળ કોઈપણ કાર્યવાહી વિના છૂટા કરી દેતી હતી. વડી અદાલતના ચુકાદાબાદ ભાજપ સરકારની મનસ્વી – મનફાવે તેવા નિર્ણયો પર રોક લાગશે. ફીકસ-પે, કોન્ટ્રાક્ટ પ્રથાના કર્મચારીઓ ઉપર ભાજપ સરકાર – અધિકારીઓ દ્વારા ખોટા નિર્ણયો માટે દબાણ થતુ હ...
ડાયાબીટીસ, હાયપરટેન્શન, કેન્સર, કાર્ડીયોવાસ્ક્યુલર અને સાયટીકા પર ગાંધ...
ગાંધીનગર ખાતેના સેક્ટર-28ના પીસપાર્કના હોલમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિઘાલય દ્વારા 19 મે 2019 રવિવારે સવારે 9થી11 સુધી વરિષ્ઠ નાગરિકોના સુખાકારી માટે ભ્રાતા ચિરાગ શરદકુમાર જાની દ્વારા સોસીયલ કોસ્ટ બેનીફીટ એનાલીસીસ ઓફ ડાયાબીટીસ, હાયપરટેન્શન, કેન્સર એન્ડ કાર્ડીયોવાસ્ક્યુલર પર અત્યંત સફળતાપૂર્વક સંશોધન કરી મહાનિબંધ લખેલ છે. હાલ ડોક્ટર ઓ...
વર્લ્ડ પેરા એથ્લેટીક્સમાં અપંગ અજિતે બે ગોલ્ડ મેળવ્યા
2014માં કાર અકસ્માતમાં બંને પગ ગુમાવનારા બનાસકાંઠાના પાલનપુર ગામના 27 વર્ષના અજિત પંચાલે ગોળા ફેંક અને ચક્ર ફેંકમાં ચાઈના બેઈજિંગમાં 6 મે થી 13 મે 2019 સુધી સેવન્થ ચાઈના ઓપન વર્લ્ડ પેરા એથ્લેટીક્સ ગેમ્સ ઓપન ચેમ્પિયનશિપમાં વર્લ્ડમાં ત્રીજો રેન્ક પ્રાપ્ત કરી ભારત માટે 2 ગોલ્ડ મેડલ જીતી લાવ્યો છે. અજીતનું રેન્કિંગ આગામી ઓલમ્પિક માટે મોકલી દેવાયું છે, ...
પ્લાસ્ટીકની સ્ટ્રો, ચા કપ, જ્યુસ કપ, છરી, ચમચી, લંચ પેક સામે આકરાં પગલ...
એક જ વખત વાપરવામાં આવતી પ્રકારની થેલી- કેરી બેગ, પ્લાસ્ટિક સ્ટ્રો, ચા-પાણી અને જ્યૂસના પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટિક નાઇફ, પ્લાસ્ટિક ફોર્ક, પ્લાસ્ટિક સ્પૂૂન અને લંચ પેક કે ડિનર પેકમાં વપરાતી પ્લાસ્ટિકની થાળીના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધિત હોવાથી તે અંગે ઉત્પાદકો, વપરાશ કરનારાઓ અને વેપારીઓ સામે ભારે દંડ વસુલ કરીને કામ ચલાવવાનું નક્કી કર્યું છે. ...
દલિતોને વરઘોડાનો અધિકાર છે, સરકાર દલિતો સાથે છે – સરકાર
રાજયમાં સામાજીક સમરસતાનું વાતાવરણ બની રહે અને લોકો ભાઇચારાથી રહે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજયમાં દલિત સમાજના યુવાનોને વરઘોડાનો અધિકાર છે, વરઘોડા દરમીયાન જે ઘટનાઓ ઘટી રહી છે તે અત્યંત દુઃખદ છે. રાજય સરકાર આ માટે સતત ચિંતીત છે. આ ઘટનાઓ સંદર્ભે જે તત્વો સંડોવાયેલા હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. સરકાર હરહંમેશ દલિત સમાજ સાથે છે...
રાજપુતોએ દલિતોને સામેથી ઘોડો આપ્યો, વરઘોડો કાઢવામાં મદદ કરી
એક તરફ જ્યારે અનેક જગ્યાએ દલિત યુવાનોના વરઘોડા રોકવામાં આવી રહ્યા છે અને રોજબરોજ જાતી-જાતી વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લાના એક ગામમાં રાજપુતોએ સામે ચાલીને પોતાનો ઘોડો દલિતોને વરઘોડા માટે આપ્યો સાથે દલિતોના પ્રસંગમાં સામેલ પણ થયા અને વરઘોડો કાઢવામાં મદદ પણ કરી.
સમરસતાનો આ પ્રસંગ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વેળાવદરમ...
GSFCના ડીએપીનો વિકલ્પ તરીકે પંચગવ્ય ખાતર અપનાવતાં ખેડૂતો
ગુજરાત સરકારની કંપની GSFC કંપનીમાં ડીએપી ખાતરમાં કૌભાંડ બહાર આવ્યા બાદ ખેડૂતો છેતરાયા હોવાનું માને છે. તેઓ હવે એવું માનતા થયા છે કે, સરકાર પર આધાર રાખવાથી તેઓ લાચાર બને છે. તેથી સ્વનિર્ભર બનીને પોતે જ પોતાના ખેતરનું જાતે ખાતર બનાવતાં હોય એવા અનેક ખેડૂતો છે. ડીએપી રાસાયણીક ખાતરનો સૌથી સારો અને ડીએપીથી પણ વધું ફાયદો કરાવીને વધું ઉત્પાદન આપતું હોય એવુ...
ગુજરાતી
English