Thursday, July 2, 2026

પત્રકારો પરના હુમલા વખોડી વિધઆનસભામાં સુરક્ષા કાયદો લાવો – શંકરસ...

છેલ્લા ઘણાં સમયથી સરકારે કાયદો અને વ્યવસ્થા, એની જે ચિંતા કરવી જોઈએ એના બદલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા  તૂટી પડી હોઈ એવું લાગે છે. લોકશાહીમાં પત્રકારત્વની સ્વતંત્ર દુનિયા એ એનો ચોથો સ્તંભ ગણાય  છે, ચાર સ્તંભ પર ઉભેલી લોકશાહીનો આ મહત્વનો સ્તંભ પર જો લૂણો લાગે તો એની  અસર સીધી લોકશાહી પર પડે છે. એમાં જયારે પત્રકારો ચોવીસ કલાક સુધી પોતાનો પરિવાર મૂક...

રેલવે ટ્રેક પર સિંહોનાં મોતને અટકાવવા ફાઇબર બ્રેક્સ ઓપ્ટીકલ ટેકનોલોજીન...

રેલવે ટ્રેક પર સિંહોનાં મોતનાં મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પર સિંહોનાં મોતને અટકાવવા માટે ફાઇબર બ્રેક્સ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઈ.જીની અધ્યક્ષતામાં મોનિટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વનતંત્ર, રેલવે સહિતનાં વિભાગના અધિકારીઓની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ આઇ.જીન...

કચ્છની સ્ત્રીના સ્તનપાનની તસવીરને જાપાને એવોર્ડ આપ્યો

રાજકોટના અસાહી શિમ્બુન - જાપાન દ્વારા 79મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થયું હતું. વિશ્વના 32 દેશોમાંથી 4 લાખ ફોટોઓ મળ્યા હતા. 4261 જેટલા તસવીરકારોએ ભાગ લીધો હતો. રાજકોટના ફોટોગ્રાફર એશ્કોલ સોનગાંવકરે રજૂ કરેલી તસવીરને સુવર્ણચંદ્રક મળેવો છે. છેલ્લા 32 વર્ષથી એશ્કોલ ફોટોગ્રાફી કરે છે. ફોટોગ્રાફી તેમની આજીવિકા અને શોખ છે. ફોટોગ્રાફરો પહેલા ક્...

મોડાસાના યુવકને ગુગલમાં નોકરી મળી

ફેસબુક, ગૂગલ કે માઇક્રસોટમાં નોકરી કરવાનું સ્વપ્ન સાચું પડ્યું છે. ઉત્તર ગુજરાતના મોડાસાના મનવા મોહિબઅહેમદ મજીદભાઈનું સ્વપ્ન સાચું થયું છે. મોડાસાની મખદૂમ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ સોફ્ટવેર એન્જીનિયરનો અભ્યાસ કરી ગુડગાંવની એક કંપનીમાં નોકરી કરતો ત્યારે વિદેશી કંપની ગુગલના અધિકારી આ કંપનીમાં આવ્યા હતા. મનવાની ઈન્ટેલીજન્સી ધ્યાને આવતાં તેને ઈન્ટર્...

રોજ 50 હજાર લીટર પીવાનું શુદ્ધ પાણી પુરું પાડતી ભાવનગરની બસ

સીએસઆઈઆર નવી દિલ્હીની ભાવનગર સ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા – સીએસએમસીઆરઆઈ દ્વારા વિકસિત અનોખી મોબાઈલ જળ શુદ્ધિકરણ બસ ઓડિશામાં ‘ફાની’ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી અને પ્રભાવિત ગામડાંઓમાં પોતાનું અભિયાન શરૂ કરી રહી છે, જેથી લોકોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડી શકાય. આ બસ કોઈપણ પ્રકારના ગંદા પાણીને શુદ્ધ કરી શકે છે. આ જળ શુદ્ધિકરણ એકમ વિવિધ ઉ...

આકાશવાણી દ્વારા સંગીત સ્પર્ધા યોજાશે

આકાશવાણી દ્વારા સંગીત સ્પર્ધા – 2019નું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારની ઉંમર 30 જૂન 2019ના રોજ 16 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જે હિન્દુસ્તાની કે કર્ણાટક સંગીતમાં સંગીત સ્પર્ધામાં ભારત કક્ષાએ ભાગ લઈ શકશે. જેમાં શાસ્ત્રીય કંઠ્ય, શાસ્ત્રીય વાદ્ય, ઉપશાસ્ત્રીય કંઠ્ય સંગીત માત્ર હિન્દુસ્તાની માટે જ, સુગમ કંઠ્ય, લોક સંગીતમાં લોક ગીતો, ભજન અને લોકવાદ્...

RTEમાં પ્રવેશ મેળવવાની મુદત 15 મે સુધી સુધી લંબાવાઇ

RTE ACT-2009ની કલમ 12.1.(C)અન્‍વયે ધોરણ-1માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા શૈક્ષણિક વર્ષ 2019-20માં શિક્ષણ મેળવવાના અધિકારના કાયદા હેઠળ પ્રવેશના પ્રથમ બબક્કો 6 મે 2019ના રોજ જાહેર કરેલો હતો. શાળામાં રૂબરૂ જઇ 13 મે 2019 સુધી પ્રવેશ મેળવી લેવાનો હતો. દસ્તાવેજો જમા કરાવવાનું કામ બા...

ઓરિસ્‍સાને વાવાઝોડામાં લોકોની સહાય માટે રૂ.5 કરોડનો ચેક ગુજરાતે આપ્યો ...

વાવાઝોડાના કારણે ઓરિસ્‍સામાં સર્જાયેલી તબાહી અને ભારે નૂકસાનના પગલે ગુજરાત સરકારે અસરગ્રસ્‍તોને મદદરૂપ બનવા ઓરિસ્‍સા સરકારને રૂ.6 કરોડની સહાય જાહેર કરી છે. મુખ્‍ય પ્રધાનના રાહત નીધિમાંથી આ સહાય ઓરિસ્‍સા સરકારને આપવામાં આવી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ ભૂવનેશ્‍વર ખાતે મુખ્‍ય પ્રધાન નવીન પટનાયકને રૂબરૂમાં ગુજરાત સરકાર વતી રૂ.5 કરોડની સહા...

યુકેના લેસ્ટરશાયરની એક છબીએ અમદાવાદની ગંદી આદત સુધારી  

allgujaratnews.com દ્વારા આ અહેવાલ 28 એપ્રિલે આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો પત્રકાર સંજય ત્રિવેદીએ પોતાની માસીએ યુકેના લેસ્ટરશાયરથી મોકલાવેલી એક તસવીરને ટ્વીટર પર મૂકીને અમદાવાદાના કમિશનર વિજય નહેરાને ટ્વીટ કરતાં તે બાબતને ગંભીર લઈને અમદાવાદ માટે એક મહત્વનો નિર્ણય લીધો હતો. થોડા મહિનાઓ પહેલા લંડન રહેતા તેમના માસી સ્મિતાબેન જોશીએ લેસ્ટરશાયરનો એક ફો...

બે જ મહિનામાં બે સિંહણે 10 બચ્ચાને જન્મ આપ્યો, જ્યાં 24 સિંહ મરી ગયા હ...

ગીર અને અમરેલીના ખાંભા રેંજમાં ભાવરડી અને રાણીગપરા વચ્ચે પથ્થરમાળાના ડુંગરોમાં સિંહોની સંખ્યા વધી રહી છે. અમરેલી જિલ્લાની ખાંભા રેન્જમાં સિંહણે 5 બચ્ચાને જન્મ આપ્યો છે. સિંહણે 5 બચ્ચાને જન્મ આપતા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. બચ્ચાની સંભાળ રાખવા વન વિભાગે વ્યવસ્થા કરી હતી. અહીં વાયરસના કારણે 24 સિંહના મોત થયા હતા હવે કુદત તે પ...

પેપ્સીકોએ ગુજરાતના ખેડૂતોના કેસ પરત ખેંચી લીધા

પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ્સ લિ., બટાકાના 4 ખેડૂતો અને આજે મોડાસાની જીલ્લા અદાલતમાં 5 ખેડૂતો સામેના તેના કેસમાં પ્રારંભિક સુનાવણીની માંગ કર્યા પછી કેસ ખેંચી લીધા છે. કંપનીએ ​​સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો સામે એપ્રિલ, 2019 ના રોજ ખેડૂતો સામે દાખલ કરવામાં આવેલા ગુના પરત ખેંચવાની અરજી કરી હતી. હવે ભારત સરકારની જવાબદારી છે જે ખેડૂતોના અધિકારોને સમર્થન આ...

તડકામાં ઉભું ન રહેવું પડે તેથી એન્જીનિયરે શેડ નંખાવી આપ્યો

રામોલ ગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અબૅન હેલ્થ સેન્ટર ખાતે દરરોજ નિયમિત આવતા દર્દીઓને ખુલ્લામાં તડકામાં અને ચોમાસામાં વરસાદ, ઠંડીમાં તકલીફ પડતી હતી. તે અંગે પૂવૅ ઝોનના જાગૃત એડીશનલ સીટી એન્જિનિયર પ્રણવભાઇ શાહ દ્વારા સ્થાનિક નાગરિકોની રજુઆતને ધ્યાનમાં લઈને શેડ બનાવવામાં આવેલો છે એમ રામોલ હાથીજણ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઇ પટેલ ધ્વારા જણાવા...

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સફાઇકર્મી અશોકભાઇના પુત્ર યશ ટોપર

રાજ્યમાં જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં યશ અધિકારી નામનો વિદ્યાર્થી ટોપર બન્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સફાઇકર્મી તરીકે કામ કરતા અશોકભાઇના પુત્ર યશે ધોરણ 12 સાયન્સમાં 99.60% પર્સેન્ટાઇલ મેળવ્યાં છે અને તેનું રિઝલ્ટ 93.60% આવ્યું છે. યશનો મોટો ભાઇ સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે અને યશે પણ ટોપર બનીને પિતાનું ગર્વ વધારી દીધું છે. યશ...

જંતુનાશક દવાનું ઝડપથી સ્થાન લઈ રહ્યું છે સિતાફળ

ગુજરાતમાં સિતાફળની ખેતી ભાવનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા અને જૂનાગઢમાં થાય છે. જેમાં 60થી 70 હજાર ટન ઉત્પાદન થાય છે. જોકે સિતાફળ ગમે તે જમીનમાં થઈ શકે છે. ખેતરના શેઢા ઉપર તે ઉગાડી શકાય છે. જ્યાં સતત વરસાદ રહેતો હોય ત્યાં ફળ બેસતા નથી. સિતાફળ ખાવા, આઈસક્રિમ,  શરબત બનાવવામાં મોટા પ્રમાણમાં થાય છે. પણ તેનો શ્રેષ્ઠ ઉપયોગ તો ખેતરમાં જંતુનાશક – દવા તરીકે...

અમદાવાદમાં 100 મહિલા ડ્રાઈવર તમારી કાર ચલાવવા તૈયાર, ફોન કરી જૂઓ 

છેલ્લા 3 વર્ષથી અમદાવાદમાં મહિલા ડ્રાઈવર પૂરા પાડવાનું કામ શરૂ કરનારી સ્વૈચ્છિક સંસ્થા જન વિકાસ દ્વારા ડ્રાઈવર બહેન પ્રોજેક્ટ જુલાઈ 2016માં શરૂ કર્યો હતો. જેમાં 254 મહિલા ડ્રાઈવરને આ વ્યવસાય અપનાવ્યો હતો તેમાં હાલ 40 ટકા મહિલાઓ ટેક્સી ચલાવી રહ્યાં છે અને લોકોની મહિલા ડ્રાઈવરની માંગ પૂરી પાડી રહ્યાં છે. આ વ્યવસાયમાં આવેલી 60 ટકા મહિલાઓ આ વ્યવસાય છોડ...