કાશ્મિરમાં બદલો ન લો ત્યાં સુધી રાજકીય નેતાઓએ ગામમાં પ્રવિશ બંધી
કાશ્મીરના પુલવામામાં થયેલ હુમલામાં આતંકીઓને અને પાકિસ્તાનને જવાબ આપવા ગુજરાતમાં માંગ ઉઠી રહી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોરીયા ગામના લોકોએ જ્યાં સુધી કાશ્મીરનો પ્રશ્ન ન ઉકેલાય કે શહીદોના બલિદાનનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ ન અપાય ત્યાં સુધી કોઇપણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
લોકો માને છે કે વર્ષોથી...
થરા નગરપાલિકામાં ભાજપનો વિજય
બનાસકાંઠામાં યોજાયેલી થરા નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપનો જય અને કોંગ્રેસનો પરાજય થયો છે. થરા નગર પાલિકા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. બહુમતિથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. થરા નગર પાલિકાના પ્રમુખ તરીકે ભારતી અખાણીની વરણી કરવામાં આવી છે.
આ સિવાય વસંત ઘંઘોસની નવા ઉપ...
લાખણીમાં કાળી ટીપકીવાળી મગફળી મુદ્દે ખેડૂતોનાં ધરણાં
લાખણી ખાતે છેલ્લા બાર દિવસથી નાફેડના કર્મચારીઓ દ્વારા મગફળીમાં કાળી ટીપકી છે તેમ કહી માલ રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે. જે વિરુદ્ધ ખેડૂતોએ પણ બોય ચઢાવી છે અને સોમવાર ના રોજ જિલ્લા કક્ષાએ તેમજ લાખણી તાલુકા સેવા સદનમાં લેખિત રજૂઆત કરી બે દિવસ માટે ધરણા પર બેસતા સમગ્ર પંથક સરકાર તેમજ નાફેડના કર્મચારીઓ પર ફિટકાર વરસાવી રહ્યો છે.
લાખણી ખાતે ટેકાના ભાવે ...
પોલીસ પણ હવે બાઉન્સર રાખવા લાગી, પ્રજા પર દમન કર્યું
બનાસકાંઠાના ડીસા ખાતે પાટણ હાઇવે પરની જમીનનો કબ્જો પરત સોંપવા માટે આદેશ કર્યા બાદ પોલીસે કાળા કપડાં પહેરેલા બાઇન્સરો સાથે વિવાદિત સ્થળે ધસી જઈ કબજેદાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હતો.
બાઉન્સરો સાથે પોલીસ દમનનો વિડિઓ વાયરલ થઈ ગયા બાદ પીડિત પરિવારે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં અધિક્ષક સમક્ષ ન્યાયની માંગણી કરતાં પોલીસ તંત્ર મુશ્કેલીમાં મુકાય ગયું હતું...
900 લીટર દૂધ આપતી કાંકરેજી ગાય હવે 3200 લીટર દૂધ આપે છે
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઉપ કુલપતિશ્રી ર્ડા. અશોક પટેલે કૃષિ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે સૌથી વધુ દૂધ આપતી કાંકરેજી ગાયનું વેતરદીઠ દૂધ ૯૧૭ લીટરથી વધારી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ૩૨૦૦ લીટર કરવામાં આવ્યું છે. કૃષિ યુનિ. દ્વારા સંશોધિત બિયારણો અને દેશના ખેડૂતોને થતાં ફાયદાની વિગતો આપી હતી.
...
42 લાખ કુપોષિત લોકો માટે ટેક હોમ રાશન પ્લાન્ય
બનાસકાંઠા જિલ્લાના બાદરપુરા ખાતે રૂ. ૨૮.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૫૩૬૮ મેટ્રિક ટન THR આહાર પૂરો પાડતાં અને ૨૦૦ મે.ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અતિ આધુનિક ટેક હોમ રાશન પ્લાન્ટ (THR) શરૂં થયો હતો.
કુપોષણમુકત ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે ભાવિ પેઢીને સમૃધ્ધ, સશકત, તંદુરસ્ત બનાવવા નવજાત શિશુ, સગર્ભા માતા, બહેનો-દિકરીઓ માટે આ ટેક હોમ રાશનનો પ્રયોગ શરૂ કર...
ટપક સિંચાઈમાં, સોનાના મંદિરમાં અને માંસાહારમાં પ્રતિબંધમાં અંબાજી આગળ
વિશ્વમાં આજે હેપીનેસ ઇન્ડેક્ષની ચર્ચા છે ત્યારે ખુશહાલીના આ માપદંડ માટે સમગ્ર દેશ ગુજરાત રાજ્ય છે. ૭૦માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીના યજમાન બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી અને દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથને વેજિટેરીયન ઝોન-નોનવેજ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ બન્ને યાત્રાધામના ૫૦૦ મીટર વિસ્તારમાં માંસાહાર પ્રતિબંધ રહેશે.
રા...
થરાદમાં પ્રજાનો થડકાર, પ્રજાસત્તાક નહીં પણ રાજસત્તાક
મુખ્ય પ્રધાન પાલનપુરમાં 26મી જાન્યુઆરી 2019માં રાજ્ય કક્ષાના ધ્વજવંદનમા ભાગ લેવાના છે. ત્યારે પાલનપુર નજીકના થરાદમાં કેવું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે અને પ્રજાસત્તાક દીને ત્યાંની પ્રજા કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે જેની ગંભીર વિગતો સમજવા જેવી છે.
ગંદુ રાજકારણ
બનાસકાંઠા જિલ્લાનાં થરાદ નગરપાલિકામાં અપક્ષ કિંગમેકર બન્યા હતા. અપક્ષના 8...
કોંગ્રેસના ધારાસભ્યનું જમીન કૌભાંડ, પક્ષનું મૌન, સરકાર ચૂપ, ધાખામાં ધો...
બનાસકાંઠાના પાલનપુર નજીકના ધાખામાં ખેતી માટે ફાળવેલી ગૌચરની જમીનમાં ધાનેરાના ધારાસભ્યએ શરતભંગ કરીને કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ધાનેરા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય નાથા પટેલે સરકાર પાસેથી 1995માં ગૌચરની જમીન ખેતી કરવા માટે લીધી હતી. સરકારે કૃપા કરીને તેમને જમીન આપી પણ હતી. જ્યારે દલિત પરિવારો જમીન ...
ભાજપ તાલુકા પ્રમુખ જમીન કૌભાંડમાં પકડાયા પણ કોઈ પગલાં ન લેવાયા
બનાસકાંઠામાં લાખણી તાલુકા BJP પ્રમુખ હેમરાજભાઇ ધર્માભાઇ કાગ તથા લક્ષ્મણ ચુના વજીર સામે જમીન હડપ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખોટી સહીઓ કરીને 900 મીટર મોકાની જમીન માટે ખોટા દસ્તાવેજો કરી લીધા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. તાલુપા પંચાતની કચેરી પાસેની જમીન પર કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમણે પાવર ઓફ એટર્ની બનાવીને આ જમીન હડપ કરી લીધી હતી. ત્યા...
થરાદ જિલ્લો બનાવવા માટે તિવ્ર બનતી માંગ, 26 જાન્યુઆરીએ શું થશે
પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2019માં મુખ્ય પ્રધાન થરાદ આવી રહ્યાં છે. ત્યારે સરકાર પર દવાણ વધી રહ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરીને વધું એક 34માં જિલ્લો બનાવવાની માંગણી ફરી એક વખત જોર પકડી રહી છે. લોકો એવી માંગણી કરી રહ્યાં છે કે, બનાસકાંઠાને બે જિલ્લામાં વિભાજીત કરીને નવો જિલ્લો 26 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે. જેનું નામ થિરપુર જિલ્લા તર...
હીરા ઉદ્યોગ માટે ફેડરેશન બવાનના વિચારણા
સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયભરના ડાયમંડ સાથે સંકળાયેલી સંસ્થાઓના અગ્રણીઓએ ભેગા મળ્યા હતા. આ અગ્રણીઓએ રાજયસ્તરના ગુજરાત ડાયમંડ ફેડરેશનના ગઠન અંગે આઠ વર્ષ અગાઉ ચર્ચા વિચારણા કરાઈ હતી. આ તબકકે ત્યારબાદ કોઈ કામગીરી આગળ વધી નથી. ત્યારે સરકારમાં એકજૂથ થઈને રજૂઆત થઈ શકે તો માટેફેડરેશન બનાવવા વિચારણા શરૂ કરાઈ છે. આવનારા દિવસોમાં ફરી મિટીંગ મળશે ત્ય...
ડીસામાં યોગ મહોત્સવમાં ૧૫૦૦ લોકોએ ભાગ લીધો
04/01/2019 પાંચ દિવસ સુધી યોગગુરુ શૈલેષજી રાઠોડ દ્વારા યોગ, ધ્યાન પ્રાણાયામના પાઠ શીખવશે. સારા સ્વાસ્થ થકી સુંદર વિશ્વનું નિર્માણ : યોગ ગુરુ શૈલેષજી રાઠોડ
ડીસા ખાતે આવેલ સ્પોર્ટસ કલબના વિશાળ પ્રાંગણમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર ડીસા દ્વારા યોગ મહોત્સવનું પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ઈન્ટરનેશનલ યોગ ટ્રેનર માનનીય ગુરુજી શૈલેષ...
જિલ્લા કલેક્ટર સાથે બટાટાના વેપારીઓની બેઠક
ડીસા સહિત જિલ્લામાં બટાટાના ભાવમાં છેલ્લા ચાર વર્ષથી મહામંદી પ્રવર્તી રહી છે. તેથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના માલીકો અને વેપારીઓ દેવાદાર બની ગયા છે તેમ છતાં બેંકોના સત્તાધીશો જાહુકમી દાખવતા તેમણે કલેક્ટર સમક્ષ રાહતની ગુહાર લગાવી હતી. જેથી કલેક્ટરે આજે શનિવારે તેમની સાથે બેઠકનું આયોજન કર્યુ છે.
બટાટાના ભાવમાં છેલ્લા ચાર વર્ષથી મંદી પ્રવર્તે છે તેથી ક...
વિદ્યાર્થીઓને પક્ષી બચાવા પ્રેરિત કરવામાં આવ્યા
શનિવાર ના રોજ રોટરેક્ટ ક્લબ ડી એન પી આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ અને રોટરેક્ટ ક્લબ રસાના કોલેજ દ્વારા આજ રોજ scw સ્કુલ અને સરદાર પટેલ સ્કુલ માં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત રોટરેક્ટ ક્લબ ડી એન પી આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેંજ ના પ્રમુખ પ્રજાપતિ ચંદ્રેશ મોહનભાઇ અને રોટરેક્ટ ક્લબ રસાના ના પ્રમુખ જીગર ટાંક અને નાનકભાઇ ઠક્કર ,વિક્રમભાઈ ઠક્કર ,મનોજભાઈ ત્રિવેદી ,પ્...
ગુજરાતી
English